________________
એડજસ્ટ એવરીવ્હેર થવાતું નથી.
દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું કાઉન્ટર વેઈટ' છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી એટલે તો અમે બધું ‘વ્યવસ્થિત છે, એવું કહ્યું છે ને ?
પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે
એડજસ્ટ એવરીવ્હેર
ત ભાવે તો ય તભાવો ! એડજસ્ટમેન્ટ તો, તારી જોડે જે જે કોઈ ડિસૂએડજસ્ટ થવા આવે, તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ-વહુને કે દેરાણીજેઠાણીને ડિએડજસ્ટમેન્ટ થતું હોય તો, જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય, તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી-ધણીયાણીમાં ય જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું, તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતાં ન આવડે, તેને લોક મેન્ટલ (ગાંડો) કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરા ય જરૂર નથી. માણસ તો કોનું નામ ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! ચોરની સાથે ય એડજસ્ટ થઈ જવું જોઈએ.
સુધારવી કે એડજસ્ટ થવું ? દરેક વાતમાં આપણે સામાને “એડજસ્ટ’ થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય. આપણે જોડે શું લઈ જવાનું છે ? કોઈ કહેશે કે, ‘ભાઈ, એને સીધી કરો.” “અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ.’ માટે ‘વાઈફને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને કરેક્ટ કહીએ. આપણે એની જોડે કાયમનું સાટું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે. બન્નેના મરણકાળ જુદા, બન્નેનાં કરમ જુદાં ! કશું લેવા ય નહીં ને દેવા ય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે, તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતાં જન્મ જાય કો'કને ભાગે !
માટે તમારે એમને સીધાં કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું ! પ્રકૃતિ કોઈની કોઈ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, ‘એડજસ્ટ એવરીવ્હેર” !
પત્ની તો છે “કાઉન્ટર વેઈટ' ! પ્રશ્નકર્તા : હું ‘વાઈફ’ જોડે બહુ “એડજસ્ટ’ થવા જાઉં છું, પણ
દાદાશ્રી : તે સીધા કરવા જ જોઈએ તમને. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ? સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. સ્ત્રી જાતિ જાણે એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી.
વાઈફ એ શું વસ્તુ છે ? પ્રશ્નકર્તા: આપ કહો.
દાદાશ્રી : વાઈફ ઈઝ ધી કાઉન્ટર વેઈટ ઓફ મેન. એ જો કાઉન્ટર વેઈટ ના હોય તો ગબડી પડે માણસ.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : આ ઈજીનમાં કાઉન્ટર વેઈટ મૂકવામાં આવે છે, નહીં તો ઈન્જન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટર વેઈટ
સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણું ય હોય નહીં, આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય. આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે. નહીં તો આ આવે કે ?!
પ્રશ્નકર્તા: ના આવે. દાદાશ્રી : એ કાઉન્ટર વેઈટ છે એનું.