Book Title: Adjust Everywhere
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ ૧૪ એડજસ્ટ એવરીવ્હેર ૧૩ - ઘરનાં ધણી-ધણીયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે ‘એડજસ્ટ” થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે “એડજસ્ટ” થઈ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુઃખતો હતો. પણ તે બીજાને નહોતો કહેતો, પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી ‘એડજસ્ટ કર્યું ! એવું ‘એડજસ્ટ થઈએ તો ઉકેલ આવે. આ ‘એડજસ્ટ એવરીવ્હેર’ નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો, તેથી જ ગાંડા થયા. આ કુતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરુ રાખે પણ પછી તો બહુ છંછેડા છંછેડ કરીએ તો એ ય બચકું ભરી લે. એ ય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં, ‘એડજસ્ટ એવરીવ્હેર.' જેને “એડજસ્ટ’ થવાની કળા આવડી, એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. ‘એડજસ્ટમેન્ટ’ થયું, એનું નામ જ્ઞાન. જે ‘એડજસ્ટમેન્ટ’ શીખી ગયો, તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ એડજસ્ટમેન્ટ’ આવડે, એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. આ બહારવટિયા મળી જાય તેની જોડે ‘ ડિએડજસ્ટ' થઈએ તો એ મારે. એનાં કરતાં આપણે નક્કી કરીએ કે એને “એડજસ્ટ થઈને કામ લેવું છે. પછી એને પૂછીએ કે, “ભઈ, તારી શી ઈચ્છા છે ? જો ભઈ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ.” તેને એડજસ્ટ થઈ જઈએ. આ વાઈફે જમવાનું બનાવ્યું હોય, તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ ના કઢાય એવું. જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે ! હાઉ ટુ એડજસ્ટ ? એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જેની સાથે રહેવાનું કાયમ એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ ? આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કેમ કહેવાય તે ? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ. ઘર એક બગીચો ! એક ભાઈ મને કહે કે, “દાદા, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને એડજસ્ટ એવરીવ્હેર તેમ કરે છે. ત્યારે મેં તેને કહ્યું કે બેનને પૂછો તો એ શું કહે છે ? કે મારો ધણી આવો છે, અક્કલ વગરનો છે.” હવે આમાં તમારો એકલાનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે “મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગઈ છે.’ કહ્યું, ‘બગડી નથી ગયું કશું.” તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઈએ. દરેકની પ્રકૃતિ ઓળખતાં આવડવી જોઈએ. એવું છે ને, ઘરમાં એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય, તે બધાની જોડે મેળ પડતો નથી. દહીંનો ડખો થઈ જાય પછી ! તે શાથી ? આ મનુષ્યોનો જે સ્વભાવ છે, એ એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેનો સ્વભાવ થઈ જાય છે. સયુગમાં બધા એક મેળ રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય તો ય દાદાજી કહે, તે પ્રમાણે બધા ય અનુસરે. ને આ કળિયુગમાં તો દાદાજી કહે તો તેમને આવડી આવડી ચોડે (ગાળો ભાંડે). બાપ કશું કહે, તો બાપને ય આવડી આવડી ચપડે. હવે માનવ તો માનવ જ છે, પણ તમને ઓળખતાં નથી આવડતું. ઘરમાં પચાસ માણસ હોય પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં એટલે ડખો થયા કરે છે. એને ઓળખવાં તો જોઈએ ને ! ઘરમાં એક જણ કચકચ કરતું હોય તો એ તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે એક ફેરો સમજી જવાનું કે આ આવું છે. તમે ઓળખી જાવ ખરાં કે આ આવું જ છે ? પછી એમાં ફરી તપાસ કરવાની જરૂર ખરી ? આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે. કેટલાંકને રાતે મોડું સૂઈ જવાની ટેવ હોય અને કેટલાંકને વહેલું સૂઈ જવાની ટેવ હોય, તે બન્નેને મેળ શી રીતે પડે ? અને એક કુટુંબમાં બધા ભેગાં રહે, તે શું થાય ? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે તમારામાં તો અક્કલ ઓછી છે. તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે. એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો આપણે થાકી જઈએ. કારણ કે એ તો આપણને અથડાયો. પણ આપણે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17