Book Title: Adjust Everywhere Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ એડજસ્ટ એવરીવ્હેર અથડામણો અંતે એન્ડવાળી ! પ્રશ્નકર્તા : બપોરે પાછું સવારની અથડામણ ભૂલી ય જઈએ ને સાંજે પાછું નવું થાય. દાદાશ્રી : એ અમે જાણીએ છીએ, અથડામણ કઈ શક્તિથી થાય છે. એ અવળું બોલે છે, તેમાં કઈ શક્તિ કામ કરી રહી છે ? બોલીને પાછાં ‘એડજસ્ટ’ થઈએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે. છતાં એડજસ્ટ થવાનું જગતમાં. કારણ કે દરેક વસ્તુ ‘એન્ડવાળી' હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તો ય તમે તેને “હેલ્પ' નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે. નહીં તો પ્રાર્થના, “એડજસ્ટમેન્ટ' ! પ્રશ્નકર્તા સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે-ના સમજે એ એનો પુરુષાર્થ ? દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે, “દાદા ભગવાન ! આને સદ્ધિ આપજો.” આટલું કહેવું પડે. કંઈ એને અધ્ધર ના લટકાવાય, ગપ્યું નથી. આ ‘દાદા'નું ‘એડજસ્ટમેન્ટ’નું વિજ્ઞાન છે, અજાયબ “એડજસ્ટમેન્ટ' છે આ અને જ્યાં “એડજસ્ટ’ નહીં થાય, ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને ? આ ‘ડિસૂએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઈ છે. કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઈએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો પોઈઝન’ પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દો ને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે !! માટે બીબી કહે છે કે, ‘તમે નાલાયક છો.’ તો કહેવું ‘બહુ સારું.’ એડજસ્ટ એવરીવ્હેર વાંકા જોડે એડજસ્ટ થાવ ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું છે, તો ‘એડજસ્ટમેન્ટ’ એકપક્ષી તો ના હોવું જોઈએને ? દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે “એડજસ્ટ' થઈએ એટલે પડોશી ય કહે કે, “બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલાં ‘એડજસ્ટમેન્ટ’ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. સુંવાળા જોડે તો સહુ કોઈ “એડજસ્ટ થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે ‘એડજસ્ટ થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે ‘એડજસ્ટ’ થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને ‘ફીટ થાય નહીં, આપણે એને “ફીટ’ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને “ફીટ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી. ડોન્ટ સી લૉ, સેટલ ! ‘જ્ઞાની' તો સામો વાંકો હોય તો ય તેની જોડે ‘એડજસ્ટ’ થાય, ‘જ્ઞાની પુરુષ'ને જોઈને ચાલે તો બધી જાતનાં એડજસ્ટમેન્ટ કરતાં આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી - નિઃસ્પૃહ થઈ ગયા હોય, તે વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તો ય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય ને એ આનાકાની કરતો હોય તો ય તેને ચાર આના ઓછા-વત્તા કરીને મનાવી લેવો પડે અનેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17