Book Title: Adjust Everywhere
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ એડજસ્ટ એવરીવ્હેર અનુકૂળ આવે તે બનાવવું છે.” તો આપણે કહીએ કે ‘ગલાબજાંબ બનાવો.” અને જો આપણે પહેલેથી ગુલાબજાંબુ કહીએ એટલે એ કહેશે, “ના, હું ખીચડી બનાવવાની.” એ વાંકું બોલશે. પ્રશ્નકર્તા: આવા મતભેદ બંધ કરવાનો શું રસ્તો બતાડો છો ? દાદાશ્રી : આ તો હું રસ્તો એ બતાવું કે “એડજસ્ટ એવરીવ્હેર' ! એ કહે કે, “ખીચડી બનાવી છે.' તો આપણે “એડજસ્ટ થઈ જવું. અને તમે કહો કે “ના, અત્યારે આપણે બહાર જવું છે. સત્સંગમાં જવું છે.” તો એમણે “એડજસ્ટ’ થઈ જવું જોઈએ. જે પહેલું બોલે, તેને આપણે એડજસ્ટ થઈ જવું. પ્રશ્નકર્તા : તો પહેલું બોલવા માટે મારામારી થશે. દાદાશ્રી : હા, એમ કરજે. મારામારી કરજે. પણ “એડજસ્ટ’ એને થઈ જવું. કારણ કે તારા હાથમાં સત્તા નથી. એ સત્તા કોના હાથમાં છે, તે હું જાણું છું. એટલે આમાં “એડજસ્ટ’ થઈ જાય તો વાંધો છે ભઈ ? પ્રશ્નકર્તા : ના, જરાય નહીં. દાદાશ્રી : બેન, તને વાંધો છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી એનો નિકાલ કરી નાખોને ! ‘એડજસ્ટ એવરીવ્હેર, વાંધો ખરો એમાં ? પ્રશ્નકર્તા : ના, જરાય નહીં. દાદાશ્રી : એ પહેલાં બોલે, કે આજે ડુંગળીના ભજિયાં, લાડવા, શાક બધું બનાવો એટલે આપણે એડજસ્ટ થઈ જવું અને તમે બોલો કે આજે વહેલું સૂઈ જવું છે, તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ. તમારે કોઈ ભઈબંધને ત્યાં જવાનું હોય તો ય બંધ રાખીને વહેલા સૂઈ જવું. કારણ કે ભઈબંધ જોડે ભાંજગડ થશે, એ જોઈ લેવાશે. પણ આ પહેલી એડજસ્ટ એવરીવ્હેર અહીં ના થવા દેવી. આ તો ભઈબંધને ત્યાં સારું રાખવા માટે અહીં ભાંજગડ કરે, એવું ના હોવું જોઈએ. એટલે એ પહેલાં બોલે તો આપણે ‘એડજસ્ટ’ થઈ જવું. પ્રશ્નકર્તા : પણ એમને આઠ વાગે કંઈક જવાનું હોય, મીટિંગમાં અને બહેન કહે કે, હવે સૂઈ જાવ. તો પછી એમણે શું કરવું ? દાદાશ્રી : એ કલ્પનાઓ નહીં કરવાની. કુદરતનો નિયમ એવો છે કે ‘હેર ધેર ઈઝ એ વીલ, ધેર ઈઝ એ વે.” (મન હોય તો માળવે જવાય). કલ્પના કરશો તો બગડશે. એ તો તે દહાડે એ જ કહેતી હતી કે, તમે જાવ જલ્દી. પોતે મૂકવા આવશે ગેરેજ સુધી. આ કલ્પના કરવાથી બધું બગડે છે. એટલા માટે એક પુસ્તકમાં લખેલું છે, ‘હેર ઘેર ઈઝ એ વીલ, ધેર ઈઝ એ વે.” સમજ પડીને ? આટલી મારી આજ્ઞા પાળો તો બહુ થઈ ગયું. પળાશે ? એમ ?! પ્રશ્નકર્તા : હા, જી. દાદાશ્રી : લે પ્રોમિસ આપ. ખરાં ! ખરાં ! આનું નામ શૂરવીર કહેવાય. પ્રોમિસ આપી ! જમવામાં એડજસ્ટમેન્ટ ! વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે “એડજસ્ટ એવરીવ્હેર’ થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો. મતભેદ ના પાડવા ! એટલે મેં શબ્દ આપ્યો છે અત્યારે લોકોને, ‘એડજસ્ટ એવરીવ્હેર' ! એડજસ્ટ, એડજસ્ટ, એડજસ્ટ ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે એડજસ્ટમેન્ટ દાદાએ કહ્યું છે, એ કઢી થોડી પછી ખઈ લેવી. હા, કંઈ અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં, ઘરમાં ઝઘડો ના હોય ! પોતે મુશ્કેલીમાં, કોઈ જગ્યાએ મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું ‘એડજસ્ટમેન્ટ’ કરી લે તો ય સંસાર રૂપાળો લાગે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17