Book Title: Adjust Everywhere
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ એડજસ્ટ એવરીવ્હેર પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : તમને સમજણ પડીને આમાં ? ભૂલ તો આપણી જ છે ને ! કળા નથી તેની ને ?! કળા શીખવાની જરૂર છે, તમે બોલ્યા નહીં ?! એડજસ્ટ એવરીવ્હેર આવે ખરી ? અને સવારે નાસ્તો ય સારો ના મળે. અપનાવો જ્ઞાતીતી જ્ઞાતકળા ! તે કોઈક દહાડો રાતે વાઈફ કહે, ‘પેલી સાડી મને નહીં લઈ આપો ? મને પેલી સાડી લઈ આપવી પડશે.” ત્યારે પેલો કહે કે “કેટલી કિંમતની તે જોઈ હતી ?” ત્યારે કહે, ‘બાવીસસો રૂપિયાની છે, વધારે નથી !' તો આ કહે, ‘તમે બાવીસસોની જ છે, કહો છો. પણ મારે અત્યારે પૈસા લાવવા કઈ રીતે ? અત્યારે અહીં સાંધા તૂટે છે. બસોત્રણસોની હોય તો લઈ આપું, તું બાવીસસોની કહું છું !' એ રીસાઈને બેસી રહ્યાં. હવે શી દશા થાય તે ! મનમાં એમે ય થાય કે બળ્યું, આથી ના પૈણ્યો હોય તો સારું ! પૈણ્યા પછી પસ્તાય એટલે શું કામમાં લાગે ! એટલે આ દુ:ખો છે. પ્રશ્નકર્તા : આપ એમ કહેવા માંગો છો કે બાઈને સાડી બાવીસસો રૂપિયાની લઈ આપવાની ? દાદાશ્રી : લઈ આપવી કે ના લઈ આપવી એ તમારી ઉપર આધાર રાખે છે. રીસાઈને રોજ રાત્રે ખાવાનું નહીં કરું” કહેશે. ત્યારે શું કરીએ આપણે ? ક્યાંથી રસોઈયા લઈ આવીએ. એટલે પછી દેવું કરીને પણ લઈ આપવી પડે ને ? એવું બનાવી દો આપણે કે સાડી એની મેળે લાવે જ નહીં. જો આપણને મહિનાના આઠસો પાઉન્ડ મળતા હોય. એટલે આપણે સો પાઉન્ડ આપણા ખર્ચ માટે રાખી અને સાતસો એમને આપી દઈએ પછી આપણને કહે, સાડી લઈ આપો ? અને કો'ક દહાડો ઊલટી આપણે મશ્કરી કરવી, ‘પેલી સાડી આ સરસ છે, કેમ લાવતા નથી ?” એનો વંત એણે કરવાનો હોય ! આ તો આપણે વંત કરવાનો હોય ત્યારે આપણી પર જોર કરે. આ બધી કળા હું જ્ઞાન થતાં પહેલાં શીખેલો. પછી જ્ઞાની થયો. બધી કળાઓ મારી પાસે આવી ત્યારે મને જ્ઞાન થયું છે. તો બોલો આ કળા નથી, તેથી જ આ દુ:ખ છે ને ! તમને કેમ લાગે છે ? ક્લેશનું મૂળ કારણ અજ્ઞાતતા ! પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભાં થવાનું કારણ શું ? સ્વભાવ ના મળે તેથી ? દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી, સંસાર તેનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ “જ્ઞાન” મળે તેનો એક જ રસ્તો છે, “એડજસ્ટ એવરીવ્હેર'! કોઈ તને મારે તો ય તારે તેને “એડજસ્ટ થઈ જવાનું. અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય તેટલાં પૂરતું આપણે “એડજસ્ટ' થવાનું. ઘરમાં વાઈફ જોડે ઝઘડો થયો હોય તો, ઝઘડો થયા પછી વાઈફને હોટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ. જગતની કોઈ વસ્તુ આપણને ફીટ થાય નહીં. આપણે એને ફીટ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને ફીટ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે એડજસ્ટ એવરીવ્હેર. આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી. દાદા, પૂર્ણ એડજસ્ટેબલ ! એક ફેરો કઢી સારી હતી, પણ જરાક મીઠું વધારે પડેલું. એટલે પછી મને લાગ્યું કે આ તો મીઠું વધારે પડ્યું છે, પણ જરાક ખાવી તો પડશે જ ને ! એટલે પછી હીરાબા અંદર ગયા ત્યારે હોરું મેં પાણી રેડી દીધું જરા. તે એમણે જોઈ લીધું. એ કહે છે, “આ શું કર્યું ?” મેં કહ્યું, ‘તમે પાણી સ્ટવ ઉપર રાખીને રેડો અને હું પાણી અહીં નીચે રેડું.’ ત્યારે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17