Book Title: Adjust Everywhere
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ એડજસ્ટ એવરીવ્હેર ના મનાવીએ તો એ બેગ આપણાં માથા પર જ નાખે ને ? ‘ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ.’ સામાને ‘સેટલમેન્ટ’ લેવા કહેવાનું, ‘તમે આમ કરો, તેમ કરો.” એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય ? સોમાની સો ભૂલ હોય તો ય આપણે તો પોતાની જ ભૂગ્લ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લૉ (કાયદો) તો જોવાતો હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઈ ગયેલાં છે !! ઘેર જાય તો વાઈફ બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઈએ ને ? કોઈ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે ઓહોહો, આને કેટલો બધો અકળાટ હશે, તે લડી પડે છે ! અકળાય તે બધા નબળા છે. ફરિયાદ ? નહીં, “એડજસ્ટ' ! એવું છે ને, ઘરમાં ય “એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. આપણે સત્સંગમાંથી મોડા ઘેર જઈએ તો ઘરવાળા શું કહેશે ? “થોડુંઘણું ટાઈમસર તો સાચવવું જોઈએને ?” તે આપણે વહેલા ઘેર જઈએ એ શું ખોટું ? પેલો બળદીયો ચાલે નહીં, તો એને ઘોંચ મારે. એના કરતાં એ આગળ હંડતો હોય તો પેલો ઘોંચ ના મારે ! નહીં તો પેલો ઘોંચ મારે, ને આને ઠંડવું પડે. ઠંડવું તો છે જ ને ? તમે જોયેલું એવું ! પેલું પાછળ ખીલાવાળું હોય તે મારે. મૂંગું પ્રાણી શું કરે ? કોને ફરિયાદ કરે છે ? આ લોકોને જો ઘોંચ મારી હોય તો તેમને બીજા બચાવવા નીકળે. પેલું મૂંગું પ્રાણી કોને ફરિયાદ કરે ? હવે આમને કેમ આવું માર ખાવાનું થયું ? કારણ કે પહેલાં બહુ ફરિયાદો કરી હતી. તેનાં આ પરિણામ આવ્યા. તે દહાડે સત્તામાં આવ્યો ત્યારે ફરિયાદો કર કર કરી. હવે સત્તા નથી એટલે ફરિયાદ કર્યા વગર રહેવાનું, એટલે હવે ‘પ્લસ-માઈનસ’ કરી નાખો. એના કરતાં ફરિયાદી જ ના થવું, એમાં શું ખોટું ? ફરિયાદી થઈએ તો આરોપી થવાનો વખત આવે ને ? આપણે તો આરોપી ય થવું નથી ને ૧૨ એડજસ્ટ એવરીવ્હેર ફરિયાદી ય થવું નથી. સામો ગાળ ભાંડી ગયો, એને જમા કરી દેવાનું. ફરિયાદી થવાનું જ નહીં ને ! તમને કેમ લાગે છે? ફરિયાદી થવું સારું ? પણ એના કરતાં પહેલેથી જ “એડજસ્ટ થઈ જઈએ, તે શું ખોટું ?! અવળું બોલાયાનો ઉપાય ! વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવું, તેને આ કાળમાં જ્ઞાન કહ્યું છે. હા, એડજસ્ટમેન્ટ લેવું. તૂટતું હોય એડજસ્ટમેન્ટ તો ય એડજસ્ટ કરી લેવું. આપણે એની જોડે ખરાબ બોલી ગયાં. હવે, બોલી જવું એ આપણા હાથની વાત નથી. તમારાથી બોલી જવાય કે ના બોલી જવાય, કોઈ ફેરો ? બોલી ગયા, પણ પછી તરત જ આપણને ખબર પડે ભૂલ થઈ. ખબર તો પડ્યા વગર ના રહે, પણ તે વખતે પાછાં આપણે એડજસ્ટ કરવા જતાં નથી એ, પછી એને તરત જ જઈને કહેવાનું કે, “ભઈ, મારાથી તો તે ઘડીએ ખરાબ આવું બોલી જવાયું, ભૂલ થઈ ગઈ. માટે માફ કરજે ! એટલે એડજસ્ટ થઈ ગયું. વાંધો ખરો એમાં ? પ્રશ્નકર્તા : ના, કશો વાંધો નહીં. બધે જ એડજસ્ટમેન્ટ લેવાય ! પ્રશ્નકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે ‘એડજસ્ટમેન્ટ’ એક જ વાત પર લેવાનું હોય, તો તે વખતે બધે શી રીતે પહોંચી વળાય ? દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તો ય લઈ શકાય. એક પૂછે, “મારું શું કર્યું ?” ત્યારે કહીએ, ‘હા, બા. તારા કહ્યા પ્રમાણે કરીશું.” બીજાને ય એમ કહીએ, ‘તમે કહેશો તેમ કરીશું.” ‘વ્યવસ્થિત'ની બહાર થવાનું નથી. માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો. મુખ્ય વસ્તુ “એડજસ્ટમેન્ટ’ છે. ‘હાથી મુક્તિ છે. આપણે ‘હા’ કહ્યું તો પણ ‘વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું છે ? પણ “ના” કહ્યું તો મહા ઉપાધિ !

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17