Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના કંઇક પ્રાક અમૃત પટેલ તપા૦ સોમસુંદરસૂરિજી (સં. ૧૪૩૦-૧૪૯૯)નાં પટ્ટધર સિદ્ધસારસ્વત આધ્યાત્મિક કવિ આચાર્યશ્રી મુનિસુંદરસૂરિએ અનેક ગ્રંથો - ઐવિદ્યગોષ્ઠીગુર્નાવલી વગેરેની રચના કરી છે – તેમાં શાન્તરસની પ્રતિષ્ઠા કરતો ગ્રંથ અધ્યાત્મકલ્પદ્રુમ - શાંતરસ ભાવના વાસ્તવમાં અધ્યાત્મવિદ્યા માટેનો શ્રેષ્ઠ ગ્રન્થ છે. સોળ અધિકારમાં વિભક્ત આ ગ્રન્થ ઉપર ધનવિજયગણિકૃત અધિરોહિણી ટીકા તથા રત્નચન્દ્રમણિકૃતઅધ્યાત્મકલ્પલતા ટીકા સાથે પૂર્વે દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી બન્ને ટીકાઓ પ્રતાકારે છપાયેલ. ઘણા સમયથી દુર્લભપ્રાયઃ થતી તે બન્ને ટીકાઓનું પુનઃ સંપાદન કરીને અત્રે પ્રકાશિત કરીએ છીએ. કોબાથી બન્ને ટીકાની હસ્તપ્રતની ઝેરોક્ષ પ્રાપ્ત થઈ છે તેમાંથી સંશોધનપૂર્વક પુનઃ સંપાદન કરેલ છે. રત્નચંદ્ર ગણિની ટીકાની હ... તો ખુદ રત્નચંદ્ર ગણિએ લખી છે જે ખૂબ આનંદની વાત છે. જેનાથી સંપાદનમાં કંઈક ચોક્કસાઈ આવી છે. આ સાથે બે પરિશિષ્ટો અમે આપ્યા છે તે અધ્યાત્મકલ્પદ્રુમના વિદ્વાન ગુજરાતી વિવેચક શ્રીયુત મોતીલાલ ગિરધરલાલનાં મહાવીર જૈનવિદ્યાલય પ્રકાશિત ગ્રંથમાંથી આભાર સાથે ઉદ્ધત કર્યા છે. એમાં અમે શ્લોકનાં અકારાદિક્રમમાં જ જે તે છંદોના નામ આપ્યા છે. અમે પ્રસ્તુત સંપાદનમાં - તત્ સર્વનામ કે તેનાં તદ્ધિત શબ્દોની પૂર્વે કે કૃતિ અવ્યયની પૂર્વે સંધિ નથી રાખી તથા સ્કે ન્ જેવી સંયુક્ત અક્ષરની જોડણી કરી છે, તે અંગે આપ પાઠક ગણ ને વિનંતી કે - “સંધિઃ-ઉચ્ચારણ પરિવર્તન અને લિપિ” – વિષે સ્વતંત્ર લખાણ છે. તે મનનપૂર્વક વાંચશો -

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 398