Book Title: Abhakshya Anantkay Vichar Author(s): Pranlal Maganji Mehta Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala View full book textPage 4
________________ 3 આશાતનાથી ભય પામી, જેમ બને તેમ જ્ઞાનનુ અતિ આદરવિનયપૂર્વક બહુમાન કરવું. જ્ઞાન-પુસ્તક પાસે રાખી .આહારનિહાર કરવા નહિ. અશુદ્ધ હાથે કે લઘુનીતિ કર્યાં પછી હરત સ્વચ્છ કર્યાં વગર જ્ઞાનને અડવું નહિ. જ્ઞાન પાસે છતાં સુવું નહિ. થુંકવાળી આંગળી લગાડવી નહિ. પગ ઉપર પગ ચડાવી બેસવું નહિ. જ્ઞાન તરફ પીઠ કે પગ રાખવા નહિ. જ્ઞાન જમીન ઉપર નીચે ન મૂકવુ. અશુદ્ધ જગ્યાએ કે અકાળે ભણવું નહિ. પગ ઉપર કે ચરવલા ઉપર રાખીને ભણવું નહિ. કારણ કે નાભિની નીચેના ભાગ અશુદ્ધ છે, અને ચરવલા તેા પૂજવાનું સાધન છે, તેથી સાપડા ઉપર મૂકી મુખ આગળ મુહપતિ કે વસ્ત્ર રાખીને વાંચવું. મુહપત્તિને પ્રચાર ઘણા મંદ થતા જાય છે, જેથી જ્ઞાનને શ્વાસ, શું ક વગેરે લાગવાથી બહુ આશાતના થાય છે, તેથી અવશ્ય મુહપત્તિને ઉપયાગ ચૂકવા નહિ.” વળી શ્રી ગૌતમસ્વામીએ વીરપ્રભુને પૂછ્યું. કે “ઈંદ્ર સાવદ્ય ભાષા એટલે ? કે નિરવદ્ય ?” ત્યારે લગ'તે ઉત્તર આપ્યા, ક્રુ-મુખ આગળ વસ્ત્ર પ્રમુખ રાખી ખેાલતાં નિરવન ભાષા મેલે, અન્યથા તે સાવદ્ય જાણવી.” જેથી અષ્ટ પ્રવચન માતાના રક્ષક મુનિમહારાજાઓને પણ અમે પ્રાથના કરીએ છીએ, કે પ્રમાદ ત્યજી મુહુત્તિ કે જે નામની થઈ ગઈ છે, તેને સદુપયોગ કરવા કાળજી રાખવામાં આવે, તેા પાસે રહેનાર શ્રાવક શ્રાવિકા વર્ગ પણ તેના સદુપયેાગ કરતા શીખે. રસ્તે ચાલતા પણુ જ્ઞાન નાભિ ઉપર અને મસ્તક નીચે (છાતી સરસું) રાખવું. જેમરાજા, શેઠ પ્રમુખ આવતાં ઉભા થઇ તેમનું બહુમાન કરીએ છીએ, તેમ જ્ઞાનનુ બહુમાન, વદન, પૂજન કરવું. જે જ્ઞાનાવરણીય ક શીઘ્ર ક્ષય કરવા હાય, તે। જ્ઞાનની આશાતના કાઇપણ પ્રકારે ન થાય. તેવા શુદ્ધ ઉપયાગ રાખા. જેથી લેાકાલેાકપ્રકાશક ઉત્તમ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. સુજ્ઞેષુ કિં બહુના. લિ॰ યાજકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 202