Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના વ્રતધારી શ્રાવકે મુખ્યત્વે કરીને બાવીશ અભક્ષ્યને ત્યાગી હોય છે, તેમના ઉપયોગની જાગૃતિને અર્થે તથા ધન્ય ભવ્ય પ્રાણિ એના હિતના માટે બાવીશ અભક્ષ, અનાચણીય વસ્તુઓ વગેરે સંબંધી કિંચિત અધિકાર દર્શાવ્યા છે. તે વાંચી, વિચારી તદનુસાર વર્તન રાખવા તેઓ યથાશક્તિ ઉજમાલ થશે, તે વપરને અતિ હિતકારી થશે. કેટલાક બંધુઓ બાવીશ અજય ત્યાગ, અગર બીજા નિયમે લે છે, પરંતુ તેનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર પાછળથી તમાં ખલના પડે છે, જેથી બતપાલનની સાથે તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવા માટે આ પ્રયાસ કર્યો છે. જેમાંની ઘણીખરી બાબતોને ખુલાસા વિદ્વાન મુનિ મહારાજાઓ તથા ઉપગવંત શ્રાવકે વગેરેને પૂછીને લખ્યા છે. કેટલીક બાબતોમાં મતભેદ હોવાથી મધ્યસ્થપણું રાખવું ઉચિત જાણું યથાયોગ્ય લખ્યું છે, છતાં પણ, શંકા જેવી બાબતોમાં વિશેષ જ્ઞાની પાસેથી નિર્ણય કરી લેવો. આ ગ્રંથમાં મતિમંદતાથી જે કાંઈ શ્રીવીતરાગની આજ્ઞાવિરૂદ્ધ લખાયું હોય, તે સંબંધી શ્રીસંઘ સમક્ષ મિથ્યાદુત દઉં છું. આ પુસ્તક અથથી ઇતિ સુધી વાંચવા જરૂર ખપ કરવો, તથા જે રસોઈનું કામ કરતા હોય, તેને ઉપગપૂર્વક સમજાવી, તે મુજબ વર્તવા શીખામણ આપવી. તથા આ પુસ્તક વાંચી સમજી યથાશક્તિ નિયમ લેવા અવશ્ય ઉદ્યમ કરવો. અને જેઓ વિરતિવંત છે, તેઓએ અવશ્ય બીજ અન્ય મુગ્ધ–સ સારમાં ફસાએલા. -પ્રાણિઓને વિરતિરૂપી સુખડી ચખાડવી, આ પુરતક તેમજ જ્ઞાનના દરેક પુરતકની આશાતના કરવી નહિં. “આગમની આશાતતા નવિ કરીએ.” એ પૂજાનું રહસ્ય વાવાર મનન કરી, જ્ઞાનની

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 202