Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 2
________________ જુ જ જ - પરમ પૂજય, અધ્યાત્મયોગી, પંન્યાસ પ્રવર શ્રી ભદ્ર કર વિજયજી ગણિવર્યશ્રીના જીવનસાગરમાં નિરભિમાન, અનાશસભાવ, પરાર્થ પ્રિયતા, કલ્યાણની કામના, સદૈવ સસ્મિત રહીને શિવમસ્તુનો આર્શીવાદ વરસાવતી મુખમુદ્રા, ઊંડા ચિંતન-મનનની અનુપ્રેક્ષા, પ્રિયા, નમસ્કાર નિષ્ઠા, ભગવદ્ભકિત આદિની અનેકાનેક સદ્ગુણ સરિતાઓ, શુભ સંગમ સાધતી જોવા મળશે અને એના ખળભળાટમાંથી સ૨જાતા મહાગાનને સાંભળવા મન સરવા કરીશું તો જલ્સ મણે નવકારો, સંસારો તસ્સ કિ કુણઈ, શિવમસ્તુ સર્વ જગત, મિત્તિમે સત્વ ભૂએસ અને ખામેમિ સવ્વ જીવે જેવા કેટલાય સાધના ગીતોના રહસ્યાર્થ પડઘો પાડતા સંભળાશે. મન એમનું મૈત્રી અને મહામંત્ર પરના મનનથી મંજાયેલું હતું. ચિત્ત એમનું ચારિત્રથી ચોકખું હતું. તન એમનું તપની તાજગીથી તરવરાટ અનુભવતુ હતું. જીવન એમનું જપની જ્યોતથી ઝળહળતું હતું. મુખ એમનું માધુર્યથી મનોહર હતું. હાસ્ય એમનું રહસ્યભર્યું હતું, તો બોલવું એમનું તત્ત્વભર્યું હતું. વાણી એમની વેધક હતી તો એમનું મૌન પણ કંઇ ઓછું અસરકારક નહોતું. આવી એક એકથી અધિકી અનેકતાઓના અવતાર સમા જૈન સંઘમાં સહુ કોઇના હૈયામાં સ્થાન-માન પામી ચુકેલા અને વાત્સલ્ય ભાવથી પવિત્ર ચારિત્રવંત એવા પૂજયપાદ પરમ ગુરૂદેવ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય શ્રીને વંદના...

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 790