Book Title: Aapnu Mul Dhey
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 7
________________ [: ૪ : કલેશ ફેલાવે છે. એ મનની શાન્તિને લૂંટી લે છે, ચિત્તને ચિન્તાગ્રસ્ત સ્થિતિમાં રાખે છે, અનેક અનર્થોને જન્માવે છે અને જીવતરને ખારું ઝેર બનાવી મૂકે છે. એ નાપાક ધન ટકતું નથી; ટકે છે તે તેની ભયંકર પ્રતિક્રિયા થાય છે. કાં તો વેપારધંધામાં આગ લાગે છે, યા ઘર-દૂકાનમાં ઉપદ્રવ મચે છે, અથવા પત્ની કે પુત્રનું મૃત્યુ થાય છે. ન્યાયની લખી–સૂકી પણ રેટીમાં જે સુખ, શાન્તિ અને એજ છે તે અનીતિ-અન્યાયની કમાણીના માલમલીદામાં નથી એ આપણે દઢતાથી સમજી રાખવું જોઈએ.. સાત્વિક સતેષથી તૃષ્ણાને-લોભને અંકુશમાં લઈ શકાય છે. સંતેષના સંબંધમાં સુન્દરદાસજીએ ઠીક જ કહ્યું છે જે દશવીશ પચાશ ભયે શત હોઈ હજાર તે લાખ મળેગી, ફોડ અમ્બ ખરાબ અસંખ્ય ધરાપતિ હોનેકી ચાહ જગેગી; સ્વર્ગ–પાતાલકા રાજ્ય કરૂં તૃષ્ણા અધિકી અતિઆગ લગેગી, સુન્દર, એક સંતેષ વિના, શઠ! તેરી તે ભૂખ કભી ન ભણેગી. तस्य पापानि रुध्यन्ते सेवातत्परता भवेत् । जायते चित्तशान्तिश्च सन्तोषो यस्य भूषणम् ॥ (મુનિશ્રી) અર્થાત–જેણે પિતાના જીવનને સનતેષના સદ્દગુણથી વિભૂષિત બનાવ્યું છે તેની પાપવૃત્તિઓ રુંધાતી જાય છે, તેને ચિત્તની શક્તિ પ્રાપ્ત થાય છે અને તે સેવાપરાયણ બને છે. પરન્તુ સન્તોષ એ અકર્મયતા નથી, નિષ્ક્રિય કે આળસુ જીવન નથી. આળસુ જીવન એ જીવનની પામરતા છે. આળસુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20