Book Title: Aapnu Mul Dhey
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 11
________________ ખરેખર, બલવાન અને આરોગ્યવાન, બુદ્ધિશાલી અને પ્રભાવશાલી, યશસ્વી અને તેજસ્વી બનવું હેય, આનન્દી અને સુખી થવું હોય અને ભાગ્યનું પાનું ઉઘાડવું હોય તે સંયમશક્તિને-બ્રહ્મચર્યબળનો વિકાસ એ એને અમેઘ ઉપાય છે. મહાભારત કહે છે – ज्ञानं शौर्य महः सर्वं ब्रह्मचर्य प्रतिष्ठितम् । જ્ઞાન, શૌર્ય, તેજ, તપ બધું બ્રહ્મચર્યમાં પ્રતિષ્ઠિત છે. આમ વિકાસ સાધન માટે ધનતૃષ્ણા અને કામાસક્તિને સાત્વિક સંતેષ અને સમુચિત સંયમથી કાબૂમાં લેવી એ જરૂરી વાત છે. વિકાસસાધના શારીરિક વિકાસ માટે આરોગ્યના નિયમોનું અનુપાલન આવશ્યક છે. આરોગ્ય शुद्धवायुर्जलं - स्वच्छं योग्याहारोऽरुणातपः। .... स्वच्छत्वं योग्यनिद्रा चाऽऽरोग्याय श्रमसंयमौ ।। (મુનિશ્રી) શુદ્ધ હવા, સ્વચ્છ જળ, યોગ્ય આહાર, સૂર્યને તાપ, સવછતા (ચોખા), ચોગ્ય નિદ્રા અને શ્રમ તથા સંયમ એ આરોગ્યસંપાદનની સામગ્રી છે. (૧) શુદ્ધ વાયુ. આરોગ્યનાં સાધનામાં હવાને નંબર પહેલે છે. “સે દવા ને એક હવા.. - * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20