Book Title: Aapnu Mul Dhey
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 9
________________ વાળ્યાં; રામ, સીતા, રાવણ, અજુન વગેરેના બાપનાં નામ તે એને માલમ હતાં, પણ પાપના બાપનું નામ એને ન જડયું. એ શરમિન્દ બન્ય. સભાએ એણે જીતી હતી, પણ સ્ત્રીને જીતવી ભારે થઈ પડી! આખી રાત એને એ ચિન્તામાં ઊંઘ ન આવી. સવાર થતાં જ સ્ત્રીએ ના પાડવા છતાં ફરીથી કાશીએ ભણવા જવા નિકળે. રસ્તામાં એક સ્થળે વેશ્યાને ઘેર ઊતર્યો. એને માલૂમ પડેલું કે આ વેશ્યા તે ભણેલી અને ચતુર છે. વેશ્યાએ પણ વાત-વાતમાં જાણી લીધું કે પંડિત ભયે છે પણ ગણ્યા નથી અને સ્ત્રીના પ્રશ્નને જવાબ ન આવડવાથી ભાઈ પાછા કાશી જવા નિકળ્યા છે. પછી વેશ્યાએ એના ભેજન માટે સીધા-સામાનની જોગવાઈ કરી આપી. બ્રાહ્મણે ચોક કરી નાહી રઈ બનાવી. દાળ-ભાત, લાડુ-શાક, ભજિયાં બધું તૈયાર થઈ ગયું. પછી વેશ્યાએ એને કહ્યું મારી એવી પ્રાર્થના છે કે લાડૂને એક કકડે તમે મારા હાથે ખાઓ અને મને પવિત્ર કરે. બ્રાહ્મણે ના પાડી. એણે કહ્યું અરે ! એ તે બને? એથી તે હું ભ્રષ્ટ થઈ જાઉં. પછી વેશ્યાએ એની સામે ગીનીની કરી મૂકી અને કહ્યું, આ આપને દક્ષિણ મળે જે મારા હાથે લાડવાને એક કકડે ખાઓ તે. ગીની જેઈ બ્રાહ્મણનું મન ચલિત થઈ ગયું. એણે કહ્યું: ભલે તમારે આટલે આગ્રહ છે તે હું લઈશ, પણ બે શરતે, એક તે તમારે મારા મેઢાને અડવું નહિ, તમારે હાથ જરા દૂર રાખીને ઊંચેથી લાડવાને કકડે મારા મોંમાં મૂક અને બીજી શરત એ કે આ વાત તમારે કોઈને કહેવી નહિ. ભલે ચકામાં આવી જાઓ. પછી વેશ્યાએ ચેકામાં પ્રવેશ કર્યો અને લાડવાને કકડ લઈ તેના મોઢામાં મૂકતાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20