Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Illlebic 10%
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
58220
367
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
37ன்
આપણું મૂળ શ્રેય.
பொடியா யோ யாரியோ யார் பொடியாரியோயாமையார் பெருமான்
Saapp
VUMUK
-ન્યાયવિજય
பாமாமாமாமா
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
આપણું મૂળ ધ્યેય
ન્યા. ન્યા. મુનિશ્રી ન્યાયવિજયજીનું
એક પ્રવચન
OOOOOOOOOOOOOOOOOOOOOOOCOUCODOLOcoucO0OOOOOOOOOOO
Nikulhi,
NIL
: પ્રકાશક : શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન સભા, પાટણ,
: :
1 :
1
ગામડા ના કાકા :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ડે. બી. જી. અધ્વર્યજીના અધ્યક્ષપણા નીચે સંચાલિત દિવ્યજીવનસંઘ-શાખા, પાટણની વાર્ષિક ઊજવણીના પ્રસંગે એ સંઘ-શાખાના ઉપક્રમે ગોઠવાયેલી સભાઓ પૈકી તા. ૧૬-૫૫, શુક્રવારની સભામાં, જેમાં મુખ્ય અંગ્રેજીવક્તા, સુપ્રસિદ્ધ પૂજ્ય સ્વામીજી શ્રી શિવાનન્દજી મહારાજના મહાનુભાવ વિહત-સન્ત પટ્ટશિષ્ય શ્રી ચિદાનન્દજી સ્વામી હતા, પૂ. મહારાજશ્રી ન્યાયવિજયજીનું પણ “આપણું મૂળ ધ્યેય” એ વિષય પર પ્રવચન થયેલું, એ પ્રવચનને જરા વધુ વિસ્તારીને આ પુસ્તિકામાં પ્રકટ કરવામાં આવ્યું છે. - તા. ૨૫-૯-૫૫ રે
પ્રકાશ કે પાટણ (ગુજરાત). I
મુવક : મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પા લી તા ણા (સૌરાષ્ટ્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આપણું મૂળ દશેય
આપણું મૂળ ધ્યેય જીવનવિકાસ હેવું જોઈએ. જીવનવિકાસ એટલે શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ. આ વિકાસ સધાય ધનતૃષ્ણ અને કામાસક્તિ પર ગ્ય અંકુશ મૂકવાથી. સંસારમાં બધાં પાપનું મૂળ આ બે દે છે. આ બે માંથી બધી બુરાઈઓ વિસ્તરે છે અને પ્રચાર પામે છે. જગમાં ભયંકર યુદ્ધો–
મહાયુદ્ધો-વિશ્વયુદ્ધો વારે વારે ફાટી નિકળે છે તે આ બે દેની રાક્ષસી જવાલાને આભારી છે. ધનતૃષ્ણ
*माया-प्रतारणोपायः परिताप्य परांस्तथा । गृहीतं द्रविणं भ्रष्टं भ्रष्टां बुद्धिं करोति च ॥ मलीमसं धनं तादृक् सुखं भोक्तुं न शक्यते । गृहे कुटुम्बे कलह-क्लेशं विस्तारयत्यपि ॥ मुष्णाति च मनःशान्ति चिन्ताती कुरुते स्थितिम् ।
अनर्थविपदः सूते संक्लिश्नाति च जीवितम् ॥ અર્થાત–અનીતિ-અન્યાય, દગાબાજી, ઠગાઈ, છીનઝપટી, વિશ્વાસઘાતથી અને બીજાઓને હેરાન કરીને મેળવેલું ધન ભ્રષ્ટ છે અને બુદ્ધિને ભ્રષ્ટ કરે છે.
એવું અપવિત્ર (નાપાક) ધન સુખ ભોગવી શકાતું નથી, સુખે જીવવા દેતું નથી અને ગૃહ-કુટુંબ-પરિવારમાં કલહ
મુનિશ્રીરચિત “શીવનગાટોનિ” માંથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
[: ૪ : કલેશ ફેલાવે છે. એ મનની શાન્તિને લૂંટી લે છે, ચિત્તને ચિન્તાગ્રસ્ત સ્થિતિમાં રાખે છે, અનેક અનર્થોને જન્માવે છે અને જીવતરને ખારું ઝેર બનાવી મૂકે છે.
એ નાપાક ધન ટકતું નથી; ટકે છે તે તેની ભયંકર પ્રતિક્રિયા થાય છે. કાં તો વેપારધંધામાં આગ લાગે છે, યા ઘર-દૂકાનમાં ઉપદ્રવ મચે છે, અથવા પત્ની કે પુત્રનું મૃત્યુ થાય છે.
ન્યાયની લખી–સૂકી પણ રેટીમાં જે સુખ, શાન્તિ અને એજ છે તે અનીતિ-અન્યાયની કમાણીના માલમલીદામાં નથી એ આપણે દઢતાથી સમજી રાખવું જોઈએ..
સાત્વિક સતેષથી તૃષ્ણાને-લોભને અંકુશમાં લઈ શકાય છે. સંતેષના સંબંધમાં સુન્દરદાસજીએ ઠીક જ કહ્યું છે જે દશવીશ પચાશ ભયે શત હોઈ હજાર તે લાખ મળેગી, ફોડ અમ્બ ખરાબ અસંખ્ય ધરાપતિ હોનેકી ચાહ જગેગી; સ્વર્ગ–પાતાલકા રાજ્ય કરૂં તૃષ્ણા અધિકી અતિઆગ લગેગી, સુન્દર, એક સંતેષ વિના, શઠ! તેરી તે ભૂખ કભી ન ભણેગી.
तस्य पापानि रुध्यन्ते सेवातत्परता भवेत् । जायते चित्तशान्तिश्च सन्तोषो यस्य भूषणम् ॥
(મુનિશ્રી) અર્થાત–જેણે પિતાના જીવનને સનતેષના સદ્દગુણથી વિભૂષિત બનાવ્યું છે તેની પાપવૃત્તિઓ રુંધાતી જાય છે, તેને ચિત્તની શક્તિ પ્રાપ્ત થાય છે અને તે સેવાપરાયણ બને છે.
પરન્તુ સન્તોષ એ અકર્મયતા નથી, નિષ્ક્રિય કે આળસુ જીવન નથી. આળસુ જીવન એ જીવનની પામરતા છે. આળસુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
બની બીજાને કે સમાજને ભારરૂપ બનવું એ જીવનની અધમતા છે. પોતાના નિર્વાહને બે માણસે પોતાના ઉપર જ લે જોઈએ. સન્તોષની સાથે માણસે સ્વ–પરહિત માટે ઉદ્યમશીલ રહેવું જોઈએ. “વો સુ જરા” એ ગીતાવચન કર્મ કૌશલ અથવા કર્મશીલતાને યોગ તરીકે જણાવે છે. ગીતામાં કહ્યું છે
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ। तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते ॥ [५-२]
અર્થાત્ કર્મસંન્યાસ અને કર્મગ અને શ્રેયસ્કર છે, પણ એ બેમાં કાગ વધારે મહાન છે.
ઉદ્યમની સાથે માણસે પિતાના પરિગ્રહનું પરિમાણ કરવું જરૂરી છે. પરિગ્રહ પરિમાણને ફાયદો એ છે કે પરિગ્રહના કરેલા પરિમાણ જેટલું પ્રાપ્ત થતાં માણસની ઉપાધિઓ ઘણી ઓછી થઈ જાય છે અને લોકસેવાનાં કાર્યો બજાવવામાં તેને સારે અવકાશ મળી શકે છે. બીજી વાત એ છે કે માણસ જે વેપાર-ધંધાને ખીલવવાને શેખીન હોય તો તેના વિસ્તૃત વેપારના યોગે એને પરિગ્રહ પરિમાણથી જે અધિક ધન મળે તે લોકસેવાનાં કાર્યોમાં ઉપયોગી થઈ શકે છે. પાપનો બાપ ?
એક બ્રાહ્મણ કાશીમાં બાર વર્ષ ભણું ઘેર આવ્યો. એની પત્નીએ રાત્રે એને પૂછયું તમે કાશીથી ભણીને આવ્યા તે મારા એક પ્રશ્નનો જવાબ આપે–પાપના બાપનું નામ શું?” બ્રાહ્મણ તે વિચારમાં પડ્યો, મુંઝા, શાસો એણે ફેંકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
વાળ્યાં; રામ, સીતા, રાવણ, અજુન વગેરેના બાપનાં નામ તે એને માલમ હતાં, પણ પાપના બાપનું નામ એને ન જડયું. એ શરમિન્દ બન્ય. સભાએ એણે જીતી હતી, પણ સ્ત્રીને જીતવી ભારે થઈ પડી! આખી રાત એને એ ચિન્તામાં ઊંઘ ન આવી. સવાર થતાં જ સ્ત્રીએ ના પાડવા છતાં ફરીથી કાશીએ ભણવા જવા નિકળે. રસ્તામાં એક સ્થળે વેશ્યાને ઘેર ઊતર્યો. એને માલૂમ પડેલું કે આ વેશ્યા તે ભણેલી અને ચતુર છે. વેશ્યાએ પણ વાત-વાતમાં જાણી લીધું કે પંડિત ભયે છે પણ ગણ્યા નથી અને સ્ત્રીના પ્રશ્નને જવાબ ન આવડવાથી ભાઈ પાછા કાશી જવા નિકળ્યા છે. પછી વેશ્યાએ એના ભેજન માટે સીધા-સામાનની જોગવાઈ કરી આપી. બ્રાહ્મણે ચોક કરી નાહી રઈ બનાવી. દાળ-ભાત, લાડુ-શાક, ભજિયાં બધું તૈયાર થઈ ગયું. પછી વેશ્યાએ એને કહ્યું મારી એવી પ્રાર્થના છે કે લાડૂને એક કકડે તમે મારા હાથે ખાઓ અને મને પવિત્ર કરે. બ્રાહ્મણે ના પાડી. એણે કહ્યું અરે ! એ તે બને? એથી તે હું ભ્રષ્ટ થઈ જાઉં. પછી વેશ્યાએ એની સામે ગીનીની કરી મૂકી અને કહ્યું, આ આપને દક્ષિણ મળે જે મારા હાથે લાડવાને એક કકડે ખાઓ તે. ગીની જેઈ બ્રાહ્મણનું મન ચલિત થઈ ગયું. એણે કહ્યું: ભલે તમારે આટલે આગ્રહ છે તે હું લઈશ, પણ બે શરતે, એક તે તમારે મારા મેઢાને અડવું નહિ, તમારે હાથ જરા દૂર રાખીને ઊંચેથી લાડવાને કકડે મારા મોંમાં મૂક અને બીજી શરત એ કે આ વાત તમારે કોઈને કહેવી નહિ. ભલે ચકામાં આવી જાઓ. પછી વેશ્યાએ ચેકામાં પ્રવેશ કર્યો અને લાડવાને કકડ લઈ તેના મોઢામાં મૂકતાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
હાથ પકડી બેલી, મહારાજ! તમે કાશી શું ભણવા જતા હતા? બ્રાહ્મણે કહ્યું, પાપના બાપનું નામ. “બસ! તે પાપને બાપ આ જલેભ”વેશ્યા બેલી. બ્રાહ્મણ શરમિન્દ બની ગયો અને વીલા મેંએ પાછા ઘેર ગયે. કામાસક્તિ
કામાસક્તિ સમુચિત સંયમના બળે કાબૂમાં લઈ શકાય. કામાસક્તની બુરી વલે થાય છે. કામાન્ય માણસ નથી દેખતે દિવસ કે નથી દેખતે રાત. દિવસે ન દેખનાર ઘુવડ અને રાત્રે ન દેખનાર કાગડાથી પણ તે ભંડે.
, લક્ષમણનું બ્રહ્મચર્ય કેટલું પ્રબળ! પિતાની પ્રિયતમા પત્ની ઊર્મિલાને ઘેર રાખી તે પિતાના મોટાભાઈ (રામચન્દ્રજી) ની સેવા માટે વનવાસે જાય છે. જેવી રામની સીતા તેવી લક્ષમણની ઊર્મિલા સીતાનું માહાસ્ય રામના ચેણે જાહેરમાં આવ્યું, જ્યારે લક્ષમણનું ઊર્મિલા-રત્ન ગુપ્ત જ રહેવા પામ્યું.
સીતાના હરણ પછી જ્યારે તેની શેધ દરમ્યાન કેઈ આભૂષણે જડી આવે છે અને રામ લક્ષમણને પૂછે છે કે જે તે! આ સીતાનાં આભૂષણ તે નથી? ત્યારે તે કહે છે–
कङ्कणे नाभिजानामि नाभिजानामि कुण्डले । नूपुरे त्वमिजानामि नित्यं पादाब्जवन्दनात् ।।
અર્થાત-એમનાં કંકણે કે કુંડલે હું ન ઓળખી શકું, હા, એમનાં ચરણેને વંદન કરતે એથી એમનાં ઝાંઝર ઓળખી શકું.
રામ-રાવણના મહાયુદ્ધમાં મહાદ્ધા મેઘનાદને ધરાશાયી કરનાર એ લમણ છે. અને જૈનકથામાં રાવણને શીષછેદ લમણે કરેલે જણાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ખરેખર, બલવાન અને આરોગ્યવાન, બુદ્ધિશાલી અને પ્રભાવશાલી, યશસ્વી અને તેજસ્વી બનવું હેય, આનન્દી અને સુખી થવું હોય અને ભાગ્યનું પાનું ઉઘાડવું હોય તે સંયમશક્તિને-બ્રહ્મચર્યબળનો વિકાસ એ એને અમેઘ ઉપાય છે. મહાભારત કહે છે –
ज्ञानं शौर्य महः सर्वं ब्रह्मचर्य प्रतिष्ठितम् । જ્ઞાન, શૌર્ય, તેજ, તપ બધું બ્રહ્મચર્યમાં પ્રતિષ્ઠિત છે.
આમ વિકાસ સાધન માટે ધનતૃષ્ણા અને કામાસક્તિને સાત્વિક સંતેષ અને સમુચિત સંયમથી કાબૂમાં લેવી એ જરૂરી વાત છે. વિકાસસાધના
શારીરિક વિકાસ માટે આરોગ્યના નિયમોનું અનુપાલન આવશ્યક છે. આરોગ્ય
शुद्धवायुर्जलं - स्वच्छं योग्याहारोऽरुणातपः। .... स्वच्छत्वं योग्यनिद्रा चाऽऽरोग्याय श्रमसंयमौ ।।
(મુનિશ્રી) શુદ્ધ હવા, સ્વચ્છ જળ, યોગ્ય આહાર, સૂર્યને તાપ, સવછતા (ચોખા), ચોગ્ય નિદ્રા અને શ્રમ તથા સંયમ એ આરોગ્યસંપાદનની સામગ્રી છે.
(૧) શુદ્ધ વાયુ. આરોગ્યનાં સાધનામાં હવાને નંબર પહેલે છે. “સે દવા ને એક હવા.. - * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
(૨) સ્વરછ જળ. પાણી ગાળીને વાપરવાનું. પરિવ્રાજક જુદાં જુદાં ગામમાં ફરનારા, એટલે કે સ્થળનું ખરાબ પાણી ન લાગે માટે ખૂબ ઊકળી ગયા પછી ઠરેલ પાણી પીવું તેમને માટે હિતાવહ ગણવામાં આવ્યું છે. કેઈ સ્થળનું પાણું ખરાબ હોય, પણ તે બરાબર ઉકાળવામાં આવે તો તેની ખરાબી નષ્ટ થઈ જાય છે અને પછી તે પાણી શરીરને નુકસાનકારક થતું નથી.
(૩) યોગ્ય આહાર. ભોજન હિત, મિત અને સાત્વિક હોવું જોઈએ. “ચો મિત મુ ર વ મુ ”- જે પ્રમાણસર ખાય છે તે ઘણું ખાય છે.
"Live not to eat, but eat to live." –ખાવા માટે ન જીવ, પણ જીવવા માટે ખ.
“ Eat less, drink more, take exercise and your disease will starve. *
–થવું (મિત) ખા, વધુ પી, વ્યાયામ કર અને (એથી) તારે રાગ ભૂખે મરી જ.
() સૂર્યાત૫. સૂર્યના તાપથી વાતાવરણ શુદ્ધ બને છે. જે મકાનમાં સૂર્યને તડકે આવતે ન હોય તે આરોગ્યને અનુકૂળ ન ગણાય. જ્યાં રહીએ ત્યાં સૂર્ય તને મારામાં ઈ.
(૫) રવછતા. જ્યાં ગંદવાડ ત્યાં મરવાડ” શરીર, વા, વાસણ વગેરે અને ઘર-મકાનની ચોખ્ખાઈ રાખી પહેરે કિંમતી રેશમી સાડી અને રસોડામાં મતાં રાખે ખિલાં ડાટ! એવી બેદરકારી ન રાખીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
: ૧૦ . “ Cleanliness is next to godliness." –ઈશ્વરીયતાની પછી સ્વચ્છતાનું સ્થાન છે.
(E) Rusufrigt. Sound sleep resembles a stream of nectar– નિદ્રા એ અમૃતનું ઝરાણું છે. નિદ્રા પાચનક્રિયામાં મદદગાર થાય છે અને શરીરમાં સ્મૃતિ અને તાજગી આણે છે. ભેજનને ઉપવાસ કરવાનું કહ્યું છે પણ નિદ્રાના ઉપવાસનું વિધાન કયાંય જોયું?
(૭) શ્રમ. આજે શ્રમની પ્રતિષ્ઠા છે. શ્રમથી કકડીને ભૂખ લાગે છે, ખવાય છે, પાચન થાય છે અને તાકાત આવે છે. ખરેખર, શ્રમ એ જીવનપુષ્ટિનું રસાયણ છે. આરોગ્ય અને રસાભિસરણને ફાયદાકારક છે.
(૮) સંયમ. ઈન્દ્રિય પર, મન પર, વાણી-વિચાર પર, રસેન્દ્રિય પર, કામ-ક્રોધ-લેભ પર કાબૂ તે સંયમ.
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत् ॥
(ગીતા, ૧૬-૧૧) કામ, ક્રોધ અને લેભ એ આત્મઘાતક છે અને નરકનાં દ્વાર છે માટે એમને આપણા ચિત્તમાંથી ખસેડી દઈએ.
न गंगा यमुना चापि सरयू वा सरस्सती .। निमगा वाऽचिरवती मही चापि महानदी ॥ सकुणंति विसोपेतुं तं मलं इध पाणिनं । .. વિજ્ઞોપત્તિ અને ચં રે સી-નારું મા. .
" (વિશુદ્ધિમગ્ન [બૌદ્ધગ્રન્થ])
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
: ૧૧ :
ગંગા, યમુના, સરયુ, સરસ્વતી વગેરે નદીએ પ્રાણીઓના તે મેલને પેઇ શકતી નથી કે જે મેલને શીલરૂપ જળ શકે છે.
“He alone is courageous, he alone is vigorous, he alone is learned and he alone is a sage or saint who gets mastery over his senses by curbing his mind.”
તે જ ધીર, વીર અને વિદ્વાન છે, તે જ સન્ત-સાધુ છે, જે પિતાના મન પર કાબૂ મેળવી પિતાની ઇન્દ્રિય પર પ્રભુત્વ જમાવે છે.
"He is a hero the conqueror of battle-fields, he is a hero the conqueror in lion-hunting, but he is the hero of heroes the conqueror of himself.”
યુદ્ધક્ષેત્રોને જીતનાર વીર છે, સિંહને જીતનાર વીર છે, પણ જે પિતાની જાત ઉપર જીત મેળવે છે તે વીર નહિ, પણ મહાવીર છે. રરિકન કહે છે –
"He gains true victory who:gains himself.".
જેણે પિતાના આત્માને પ્રાપ્ત કર્યો છે તેણે સાચે વિજય સિદ્ધ કર્યો છે.
આરોગ્ય બાબતને વિચાર આપણે કરી લીધું. આરોગ્યસાધના ગસાધનાના માર્ગને સરળ બનાવવામાં સહાયક થાય છે એ વાત ગીતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
કે ૧૨ : युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु । युक्तस्वापावबोधस्य योगो भवति दुःखहा ॥ (–૧૭) આ શ્લેકથી પ્રદર્શિત કરતાં કહે છે કે –
જેના આહાર-વિહાર પ્રમાણસર છે, જેની કાર્યશીલતા સુગ્ય રહે છે અને જેનું સૂવું–જાગવું વ્યવસ્થિત છે તેને દુઃખનાશક ગભૂમિ પ્રાપ્ત થઈ શકે છે.
શરીર એ દેવળ ( દેવાલય) છે, કેમકે એની અન્દર આત્મા જે મૂળ સ્વરૂપે પરમતીરૂપ હાઈ પરમાત્મા છે, વિરાજે છે, માટે એ દેવળને જેમ સ્વચ્છ રાખવાની જરૂર છે, તેમ તેને દુર્બાસનેથી અભડાવા દેવાય પણ નહિ. આ શરીરરૂપ મંદિરનાં આંખ, કાન વગેરે દ્વારે છે, તેમાંના કેઈ દ્વારથી બહારને કચરે અંદર નંખાય નહિ. આખરૂપ દ્વારથી વિક્રિયા પૂર્ણ દર્શન થાય નહિ; કાનથી ખરાબ સંભળાય નહિ; રસના(જીભ)થી અભક્ષ્ય અને અપેયનાં ભક્ષણ તથા પાન કરાય નહિ, ત્વચાથી અધમ્ય સ્પર્શન કરાય નહિ; મનથી બુરું ચિંતવાય નહિ તે જ પ્રમાણે હાથ, પગ વગેરે કર્મેન્દ્રિયો દ્વારા કુકર્મો કરાય નહિ. આમ આ દેહરૂપ દેવાલયનું પાવિત્ર્ય સમજી કુકર્મ-દુરાચરણના દોષથી તેને દૂષિત થવા ન દઈએ. અને એ દ્વારેથી બહારને પવિત્ર પ્રકાશ જરૂર આવવા દઈએ. . ઉપર જે શારીરિક વગેરે છ વિકાસે બતાવ્યા છે તેમનાતે બધા વિકાસના સુભગ સંમેલનમાં જ જીવનને વિકાસ પૂર્ણતાએ પહોંચી શકે છે.
સા વિદ્યા યા વિમુ ” એ પ્રાચીન આર્ષ વાક્ય છે, જે કહે છે કે વિદ્યા, શિક્ષણ યા કેળવણી તે છે જે બન્ધનેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
': ૧૩ : માંથી છોડાવે. શરીરને રિગ તથા દુર્બલતામાંથી મુક્ત કરે, બુદ્ધિને અજ્ઞાન તથા ખેટા વિચારથી, મનને ભય, લાલચ તથા ક્ષુદ્ર સ્વાર્થ જેવી કુવાસનાઓથી, હદયને કઠોરતા તથા બેટી લાગણીથી, હાથ-પગ વગેરે કર્મેન્દ્રિયને જડતામાંથી, રસવૃત્તિને વિલાસમાંથી, શક્તિને મદમાંથી અને આત્માને કૃપણતા તથા અહંકારના પંજામાંથી મુક્ત કરે, તેમ જ માણસને આર્થિક, સામાજિક, રાજકીય અને બૌદ્ધિક દાસ્યમાંથી મુક્ત કરે તે વિદ્યા, તે શિક્ષણ, તે કેળવણું. એક ધર્મ, એક જાતિ
માણસમાં બૌદ્ધિક સંસ્કારની અને વિવેકબુદ્ધિની કેટલી ખામી છે! એથી જ તે એ જાતિભેદ, વર્ણભેદ, ધર્મભેદ વગેરે ભેદે માની બેઠે છે. આ બેટી સમજ છે અને સમાજજીવનની ઉન્નતિની દિશામાં પ્રચંડ અવરોધરૂપ છે. પશુઓમાં જાતિભેદ હોઈ શકે. કેમકે ગાય, ભેંસ, બળદ, હાથી, ઘેડા, ગધેડા વગેરે બધા પશુઓના શરીરના આકારે સાવ
ખા જોખા છે; પણ મનુષ્યને દેહાકાર તો બધાઓનો એકસરખો છે, માટે મનુષ્યમાં જાતિભેદ હોઈ શકે નહિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જેવા વર્ગો ફક્ત સમાજજીવનની વ્યવસ્થા માટે, જુદાં જુદાં સામાજિક કામની વહેંચણી અંગે બેઠવાયેલા પણ એ પ્રણાલી આજે તે આથમી રહી છે.
શરીરનાં મસ્તક, હાથ, પેટ અને પગ એ અંગેમાં કેને ઉચ્ચ કહીએ અને કેને નીચ? પગની એડી ઉપગિતા છે? તેમ પગના સ્થાને મનાતા શુદ્રની ઉપયોગિતા ઓછી કેમ અંકાય? એ બધાં અંગે પરસ્પર હળી-મળીને ચાલે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪ : તેઓ અને તે અંગે વાળું શરીર જીવિત અને સુખી રહી શકે, અને જે વઢવા માંડે કે એકબીજાની અદેખાઈ કરી રિસાઈ બેસે તે એ બધાને મરવાનો વખત આવે, તેમ બ્રાહ્મણાદિ વોં કે વર્ગો પરસ્પર ઉદારતાથી, વાત્સલ્યભાવથી હળીમળીને રહે તે એમાં એ બધાને ઉદય-અસ્પૃદય છે અને ઘમંડમાં પડી એકબીજાને ધૂતકારવામાં એ બધાને વિનિપાત છે.
વસ્તુતઃ માણસમાં વિદ્યોપાસનારૂપ બ્રાહ્મણત્વ, બલ-શૌર્ય. રૂપ ક્ષત્રિયત્વ, કૃષિવાણિજ્યપારરૂપ વૈશ્યત્વ અને સેવાવૃત્તિરૂપ શુદ્ધત્વ એમ બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ અને શકત્વ એ ચારે તને સુભગ સંગમ હૈ જોઈએ. એ સંગમમાં જ મનુષ્યનું મનુષ્યત્વ સુપ્રકાશિત થાય છે અને મહિમાશાળી બને છે.
પરમેશ્વર એક તે તેના ફરમાનરૂપ ધમ પણ એક જ હોઈ શકે, ધર્મ નેખાને ખા કેમ હોઈ શકે?
મનુસ્મૃતિના છઠા અધ્યાયમાં– धृतिः क्षमा दमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः । ધર્વિવા સત્યમોપો હરાવ ધર્મસ્ટા . [૨૨]
એ શ્લેકથી ધેર્ય, ક્ષમા, દમ (મને વશીકાર), અચૌર્ય, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, બુદ્ધિ (સાફ દાનત), પવિત્ર જ્ઞાન, સત્ય અને અક્રોધ એમ ધર્મનાં દશ લક્ષણે બતાવવામાં આવ્યાં છે. મહાભારતમાં –
पञ्चतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् ।
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोभता ॥ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
: ૧૫ : એ કથી બધા ધર્મવાળાઓને માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિર્લોભતા એ પાંચ બાબતે પવિત્ર અને કર્તવ્યરૂપ બતાવવામાં આવી છે. અને ત્યાં અનુશાસનપર્વમાં–
“હિંસા પરમો ધર્મ...” વગેરે લૈંકેથી અહિંસાને પરમ ધમ ઉદ્રષિત કર્યો છે.
એક જ શબ્દમાં ધર્મનું સાચું તત્વ બતાવવું હોય તે તે સદાચરણ (Right conduct or good character) છે. વૈત-અદ્વૈત, ઈશ્વરત્વ અને ઈશ્વરનું અત્ત્વ, ક્ષણિકવાદ વગેરે બધા વાદેની સફલતા સદાચરણને પ્રેરક બનવામાં છે. કેઈ પણ વાદનું પરિણામ (Result) સદાચરણના વિકાસમાં આવે તે તે વાદ યુક્તિરિક્ત (Unreasonable) હેય તે શુભંકર (Promoting welfare or happiness) બને છે, તે વાદ અતઓ છતાં સત્ય બને છે.
વર! હમ સૌજન્યરાથિી શનૈ !
सत्कर्मपथ पर चलें ! -પતિસાધન મેં હર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________ યશોવિ. alcohilo Vege હિe (c)e , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com