________________
': ૧૩ : માંથી છોડાવે. શરીરને રિગ તથા દુર્બલતામાંથી મુક્ત કરે, બુદ્ધિને અજ્ઞાન તથા ખેટા વિચારથી, મનને ભય, લાલચ તથા ક્ષુદ્ર સ્વાર્થ જેવી કુવાસનાઓથી, હદયને કઠોરતા તથા બેટી લાગણીથી, હાથ-પગ વગેરે કર્મેન્દ્રિયને જડતામાંથી, રસવૃત્તિને વિલાસમાંથી, શક્તિને મદમાંથી અને આત્માને કૃપણતા તથા અહંકારના પંજામાંથી મુક્ત કરે, તેમ જ માણસને આર્થિક, સામાજિક, રાજકીય અને બૌદ્ધિક દાસ્યમાંથી મુક્ત કરે તે વિદ્યા, તે શિક્ષણ, તે કેળવણું. એક ધર્મ, એક જાતિ
માણસમાં બૌદ્ધિક સંસ્કારની અને વિવેકબુદ્ધિની કેટલી ખામી છે! એથી જ તે એ જાતિભેદ, વર્ણભેદ, ધર્મભેદ વગેરે ભેદે માની બેઠે છે. આ બેટી સમજ છે અને સમાજજીવનની ઉન્નતિની દિશામાં પ્રચંડ અવરોધરૂપ છે. પશુઓમાં જાતિભેદ હોઈ શકે. કેમકે ગાય, ભેંસ, બળદ, હાથી, ઘેડા, ગધેડા વગેરે બધા પશુઓના શરીરના આકારે સાવ
ખા જોખા છે; પણ મનુષ્યને દેહાકાર તો બધાઓનો એકસરખો છે, માટે મનુષ્યમાં જાતિભેદ હોઈ શકે નહિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જેવા વર્ગો ફક્ત સમાજજીવનની વ્યવસ્થા માટે, જુદાં જુદાં સામાજિક કામની વહેંચણી અંગે બેઠવાયેલા પણ એ પ્રણાલી આજે તે આથમી રહી છે.
શરીરનાં મસ્તક, હાથ, પેટ અને પગ એ અંગેમાં કેને ઉચ્ચ કહીએ અને કેને નીચ? પગની એડી ઉપગિતા છે? તેમ પગના સ્થાને મનાતા શુદ્રની ઉપયોગિતા ઓછી કેમ અંકાય? એ બધાં અંગે પરસ્પર હળી-મળીને ચાલે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com