________________
બની બીજાને કે સમાજને ભારરૂપ બનવું એ જીવનની અધમતા છે. પોતાના નિર્વાહને બે માણસે પોતાના ઉપર જ લે જોઈએ. સન્તોષની સાથે માણસે સ્વ–પરહિત માટે ઉદ્યમશીલ રહેવું જોઈએ. “વો સુ જરા” એ ગીતાવચન કર્મ કૌશલ અથવા કર્મશીલતાને યોગ તરીકે જણાવે છે. ગીતામાં કહ્યું છે
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ। तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते ॥ [५-२]
અર્થાત્ કર્મસંન્યાસ અને કર્મગ અને શ્રેયસ્કર છે, પણ એ બેમાં કાગ વધારે મહાન છે.
ઉદ્યમની સાથે માણસે પિતાના પરિગ્રહનું પરિમાણ કરવું જરૂરી છે. પરિગ્રહ પરિમાણને ફાયદો એ છે કે પરિગ્રહના કરેલા પરિમાણ જેટલું પ્રાપ્ત થતાં માણસની ઉપાધિઓ ઘણી ઓછી થઈ જાય છે અને લોકસેવાનાં કાર્યો બજાવવામાં તેને સારે અવકાશ મળી શકે છે. બીજી વાત એ છે કે માણસ જે વેપાર-ધંધાને ખીલવવાને શેખીન હોય તો તેના વિસ્તૃત વેપારના યોગે એને પરિગ્રહ પરિમાણથી જે અધિક ધન મળે તે લોકસેવાનાં કાર્યોમાં ઉપયોગી થઈ શકે છે. પાપનો બાપ ?
એક બ્રાહ્મણ કાશીમાં બાર વર્ષ ભણું ઘેર આવ્યો. એની પત્નીએ રાત્રે એને પૂછયું તમે કાશીથી ભણીને આવ્યા તે મારા એક પ્રશ્નનો જવાબ આપે–પાપના બાપનું નામ શું?” બ્રાહ્મણ તે વિચારમાં પડ્યો, મુંઝા, શાસો એણે ફેંકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com