________________
હાથ પકડી બેલી, મહારાજ! તમે કાશી શું ભણવા જતા હતા? બ્રાહ્મણે કહ્યું, પાપના બાપનું નામ. “બસ! તે પાપને બાપ આ જલેભ”વેશ્યા બેલી. બ્રાહ્મણ શરમિન્દ બની ગયો અને વીલા મેંએ પાછા ઘેર ગયે. કામાસક્તિ
કામાસક્તિ સમુચિત સંયમના બળે કાબૂમાં લઈ શકાય. કામાસક્તની બુરી વલે થાય છે. કામાન્ય માણસ નથી દેખતે દિવસ કે નથી દેખતે રાત. દિવસે ન દેખનાર ઘુવડ અને રાત્રે ન દેખનાર કાગડાથી પણ તે ભંડે.
, લક્ષમણનું બ્રહ્મચર્ય કેટલું પ્રબળ! પિતાની પ્રિયતમા પત્ની ઊર્મિલાને ઘેર રાખી તે પિતાના મોટાભાઈ (રામચન્દ્રજી) ની સેવા માટે વનવાસે જાય છે. જેવી રામની સીતા તેવી લક્ષમણની ઊર્મિલા સીતાનું માહાસ્ય રામના ચેણે જાહેરમાં આવ્યું, જ્યારે લક્ષમણનું ઊર્મિલા-રત્ન ગુપ્ત જ રહેવા પામ્યું.
સીતાના હરણ પછી જ્યારે તેની શેધ દરમ્યાન કેઈ આભૂષણે જડી આવે છે અને રામ લક્ષમણને પૂછે છે કે જે તે! આ સીતાનાં આભૂષણ તે નથી? ત્યારે તે કહે છે–
कङ्कणे नाभिजानामि नाभिजानामि कुण्डले । नूपुरे त्वमिजानामि नित्यं पादाब्जवन्दनात् ।।
અર્થાત-એમનાં કંકણે કે કુંડલે હું ન ઓળખી શકું, હા, એમનાં ચરણેને વંદન કરતે એથી એમનાં ઝાંઝર ઓળખી શકું.
રામ-રાવણના મહાયુદ્ધમાં મહાદ્ધા મેઘનાદને ધરાશાયી કરનાર એ લમણ છે. અને જૈનકથામાં રાવણને શીષછેદ લમણે કરેલે જણાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com