Book Title: Aapnu Mul Dhey
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 15
________________ કે ૧૨ : युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु । युक्तस्वापावबोधस्य योगो भवति दुःखहा ॥ (–૧૭) આ શ્લેકથી પ્રદર્શિત કરતાં કહે છે કે – જેના આહાર-વિહાર પ્રમાણસર છે, જેની કાર્યશીલતા સુગ્ય રહે છે અને જેનું સૂવું–જાગવું વ્યવસ્થિત છે તેને દુઃખનાશક ગભૂમિ પ્રાપ્ત થઈ શકે છે. શરીર એ દેવળ ( દેવાલય) છે, કેમકે એની અન્દર આત્મા જે મૂળ સ્વરૂપે પરમતીરૂપ હાઈ પરમાત્મા છે, વિરાજે છે, માટે એ દેવળને જેમ સ્વચ્છ રાખવાની જરૂર છે, તેમ તેને દુર્બાસનેથી અભડાવા દેવાય પણ નહિ. આ શરીરરૂપ મંદિરનાં આંખ, કાન વગેરે દ્વારે છે, તેમાંના કેઈ દ્વારથી બહારને કચરે અંદર નંખાય નહિ. આખરૂપ દ્વારથી વિક્રિયા પૂર્ણ દર્શન થાય નહિ; કાનથી ખરાબ સંભળાય નહિ; રસના(જીભ)થી અભક્ષ્ય અને અપેયનાં ભક્ષણ તથા પાન કરાય નહિ, ત્વચાથી અધમ્ય સ્પર્શન કરાય નહિ; મનથી બુરું ચિંતવાય નહિ તે જ પ્રમાણે હાથ, પગ વગેરે કર્મેન્દ્રિયો દ્વારા કુકર્મો કરાય નહિ. આમ આ દેહરૂપ દેવાલયનું પાવિત્ર્ય સમજી કુકર્મ-દુરાચરણના દોષથી તેને દૂષિત થવા ન દઈએ. અને એ દ્વારેથી બહારને પવિત્ર પ્રકાશ જરૂર આવવા દઈએ. . ઉપર જે શારીરિક વગેરે છ વિકાસે બતાવ્યા છે તેમનાતે બધા વિકાસના સુભગ સંમેલનમાં જ જીવનને વિકાસ પૂર્ણતાએ પહોંચી શકે છે. સા વિદ્યા યા વિમુ ” એ પ્રાચીન આર્ષ વાક્ય છે, જે કહે છે કે વિદ્યા, શિક્ષણ યા કેળવણી તે છે જે બન્ધનેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20