Book Title: Aapnu Mul Dhey Author(s): Nyayavijay Publisher: Hemchandracharya Jain Sabh View full book textPage 6
________________ આપણું મૂળ દશેય આપણું મૂળ ધ્યેય જીવનવિકાસ હેવું જોઈએ. જીવનવિકાસ એટલે શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ. આ વિકાસ સધાય ધનતૃષ્ણ અને કામાસક્તિ પર ગ્ય અંકુશ મૂકવાથી. સંસારમાં બધાં પાપનું મૂળ આ બે દે છે. આ બે માંથી બધી બુરાઈઓ વિસ્તરે છે અને પ્રચાર પામે છે. જગમાં ભયંકર યુદ્ધો– મહાયુદ્ધો-વિશ્વયુદ્ધો વારે વારે ફાટી નિકળે છે તે આ બે દેની રાક્ષસી જવાલાને આભારી છે. ધનતૃષ્ણ *माया-प्रतारणोपायः परिताप्य परांस्तथा । गृहीतं द्रविणं भ्रष्टं भ्रष्टां बुद्धिं करोति च ॥ मलीमसं धनं तादृक् सुखं भोक्तुं न शक्यते । गृहे कुटुम्बे कलह-क्लेशं विस्तारयत्यपि ॥ मुष्णाति च मनःशान्ति चिन्ताती कुरुते स्थितिम् । अनर्थविपदः सूते संक्लिश्नाति च जीवितम् ॥ અર્થાત–અનીતિ-અન્યાય, દગાબાજી, ઠગાઈ, છીનઝપટી, વિશ્વાસઘાતથી અને બીજાઓને હેરાન કરીને મેળવેલું ધન ભ્રષ્ટ છે અને બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. એવું અપવિત્ર (નાપાક) ધન સુખ ભોગવી શકાતું નથી, સુખે જીવવા દેતું નથી અને ગૃહ-કુટુંબ-પરિવારમાં કલહ મુનિશ્રીરચિત “શીવનગાટોનિ” માંથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20