Book Title: Vidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio
Author(s): Devji D Khona
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230230/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિધિપક્ષ (અચલગચ્છ)ની પ્રતિભાસંપન્ન ચાર ગુરુશિષ્ય યુગલજોડીઓ – શ્રી દેવજી દામજી એના [ આ લેખ મોકલનાર શ્રી દેવજીભાઈ ના શ્રી ક. ઇ. ઓ. જૈન જ્ઞાતિ મહાજનના આગેવાન છે. તેઓ ધર્માનુરાગી, ગચ્છપ્રેમી અને ઈતિહાસવિદ્દ છે. આ લેખમાં તેમણે ૯૦૦ વર્ષોના ઇતિહાસને સાર રજૂ કર્યો છે. – સંપાદક] [ (૧) આર્ય રક્ષિતસૂરિ – જયસિંહસૂરિ, (૨) મહેદ્રપ્રભસૂરિ – મેરકુંગસૂરિ, (૩) ધર્મમૂર્તિસૂરિ – કલ્યાણસાગરસૂરિ તથા (૪) ગૌતમસાગરસૂરિ – ગુણસાગરસૂરિ આદિ અતિ મહિમાવંત અને પ્રભાવશાળી ચાર ગુરુશિષ્ય જોડીઓએ ગ૭ના ઉત્થાન અને ઉત્કર્ષ માટે તથા અન્ય ગચછના હુમલાઓ સામે એને અદ્યાપિ પર્યત ટકાવી રાખવામાં અથાગ પુરુષાર્થ કર્યો છે અને આત્મસમર્પણ દ્વારા શાસનની જે અનુપમ સેવા બજાવી છે, તે અંગેનું ખ્યાન “શ્રી પા' ગુજરાતી ભાષામાં પ્રોજેલ ૨૫૭૨ ફકરાવાળા ૬૪૪ પાનાના દળદાર ગ્રંથ “અંચલગચ્છ દિગ્દર્શનમાંથી દરેક ફકરા ( paragraphs) ના ક્રમાંક અનુસાર અને કેટલીક નૂતન વિગતે સાથે રજૂ કરું છું. – લેખક] પ. પૂ. આચાર્યદેવ ૧૦૦૮ શ્રી નેમસાગર સૂરીશ્વરજી મ. સા. ની સૂચનાથી મુલુંડના શ્રી અચલગચ્છ જૈન સમાજે અચલગચ્છને પ્રમાણભૂત (authentic) ઈતિહાસ પ્રાંટ કરવાનો નિર્ણય કર્યો. આ વિકટ કાર્ય “પાર્થ” ઉપનામથી પિતાને ઓળખાવતા, આર્ય રક્ષિતસૂરિ, યસિંહસૂરિ, કલ્યાણસાગરસૂરિ, આદિ પુસ્તકોના લેખક, “અંચલગચ્છીય લેખ સંગ્રહના સંશોધક અને સંપાદક શ્રી પાસવીર વીરજી ધુલા ( M.A. ને એંપ્યું, જેમને આગમ-પ્રભાકર પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી કાંતિસાગરજી, પંડિત લાલચંદ ભ. ગાંધી, શ્રી અગરચંદ નાહટા આદિ ઇતિહાસવિદેએ હસ્તલિખિત પ્રત અને નેધે આપી અતિ ઉપયેગી કીંમતી સહાય કરી. તદુપરાંત એ આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ [૧૭] watchchhhhhh aachchachoeaccaaaaaaaaa aashaasama laga da dadal ડૉ. ભોગીલાલ સાંડેસરા, પડિત અભયચંદ ભ. ગાંધી, ૫. જયંતીલાલ જાદવજી, ૫. અમૃતલાલ સલેાત આદિ વિદ્વાનોએ પણ બનતી ચેાગ્ય મદદ કરી. પૂ. દાદા શ્રી ગૌતમસાગરજી મ. સા. તથા પૂજ્ય મુનિશ્રી ધર્મ સાગરજી મ. સાહેબે સંપાદિત કરેલ અંચલગચ્છની મેાટી પટ્ટાવિલ સમેત ગ્રંથા મુખ્ય સહાયક બન્યા. પરિણામે અચલગચ્છ દિગ્દર્શીન’ જેવા ગચ્છની યશેાગાથા ગાતા અમૂલ્ય ગ્રંથ માટે સૌ નિમિત્તરૂપ બન્યા, તે બદલ આપણે એ સૌના ખૂબ ઋણી છીએ. પ. પૂ. સ્વ. આચાર્ય દેવ શ્રી નેમસાગરસૂરિજીની ઇચ્છાને માન આપી આ ગ્રંથ સમાજસેવિકા, કોડાય આશ્રમવાળાં વિષી સ્વ. બહેનશ્રી રાણબાઈ હીરજી છેડા (નળિયાવાળા)ને અર્પણ કરવામાં આવ્યેા હતા. (ગ્રંથકારના પાકથનમાંથી) (૧) અચલગચ્છે જ્ઞાતપુત્ર ભગવાન મઙાવીરના સત્યાગના મહામૂલા ધર્માંસ દેશને ચેાગમ પ્રસારિત કરી, તેમના આધ્યાત્મિક સૌંસ્કૃતિધ્વજને ઉન્નત રાખવામાં, તીર્થંકરાએ પ્રરૂપેલા માને અનુરૂપ સંસ્કાર અને સાહિત્યનું ઘડતર કરવામાં, શિલ્પ અને સ્થાપત્યના સર્જનકાર્યોંમાં કે તેના પુનરુત્થાનમાં, જ્ઞાન અને વિજ્ઞાનને પાષણ આપવામાં અને તેના સ.વનમાં ભગીરથ પ્રયાસ કરી પેાતાને વિશિષ્ટ હિસ્સો પૂરાજ્યેા છે. આ ગચ્છની સતામુખી અને પ્રતિભાસ...પન્ન કારકીર્દિની યથાચિત નોંધ વિના જૈન શાસનનેા ઇતિહાસ નિઃશંક રીતે અપૂર્ણ જ ગણાય. જૈન શ્વેતાંબર સંધ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે, તે સ્વરૂપના નિર્માણમાં અ’ચલગચ્છના શ્રમણા – શ્રાવકને ઉલ્લેખનીય હિસ્સા છે. વિદ્યમાન ત્રણ મુખ્ય ગોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ખરતર ગચ્છ પછી આ ગચ્છનુ સ્થાન હોઈને સ્વાભાવિક રીતે જ જૈન શાસનના પ્રાચીન ઇતિહાસના ઘણા મેટો ભાગ આ ગચ્છના ઇતિહાસ જ શકે છે. સુદીર્ઘ પ્રણાલિકાઓ, આચરણાઓ અને વિચારધારાઓથી આ ગચ્છના ઇતિહાસ સ’પૂરિત હાઈ ને, તે જૈન સમાજના સાંસ્કૃતિક ઇતિહાસની પણ ગરજ સારે છે. (૪) આય રક્ષિતસૂરિ જેવા મહાન તપસ્વીઓ, જયસિંહસૂરિ જેવા અઠંગ ઉપદેશક, ધમ ઘાષસૂરિ જેવા જીવનદશી વિચારક, મહેન્દ્રસૂરિ જેવા ખેલદિલ શાસનસેવક, ભુવનતુંગસૂરિ અને મેરુતુંગસૂરિ જેવા મંત્રવાદીએ, જયશેખરસૂરિ અને માણિકયસુ ંદરસૂરિ જેવા સાહિત્યકાર, જયકીતિસૂરિ અને જયકેસરીસૂરિ જેવા પ્રતિષ્ઠાપક, કલ્યાણસાગરસૂરિ અને વિદ્યાસાગરસૂરિ જેવા રધર આચાર્યાં, મુક્તિસાગરસૂરિ અને રત્નસાગરસૂરિ જેવા પ્રભાવક માત્ર અ‘ચલગચ્છના જ નહીં, સમગ્ર જૈન શાસનના જ્યેાતિરા છે. તેમનાં પ્રશસ્ત કા શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ someowne edsea .uotehomesafeese fastesses. sooooooooooooooooooooo/૧૯૯] અને તેમણે પ્રસ્થાપિત કરેલી ઉજજવલ પ્રણાલિકાઓ માટે માત્ર અંચલગચ્છ જ નહીં, કિંતુ સમગ્ર જૈન શાસન ગર્વ લઈ શકે. (૫) અંચલગચ્છની સ્થાપનાની શતાબ્દીમાં ચૈત્યવાસીઓને પ્રભાવ અનન્ય હતે. સંવેગ પક્ષને સૂર્ય આથમતો જણાતો હતો. બરાબર એ જ વખતે આરક્ષિતસૂરિએ વિધિમાગ અનુસરવાની જુસ્સાભેર ઉચ્ચારણ કરી. અંચલગચ્છ પ્રવર્તકે પિતાના ઉદાત્ત ચારિત્રના પ્રભાવે ચિત્યવાસનાં અંધારા ઉલેચ્યાં. સુવિહત માર્ગની એમની પ્રબળ શેષણને એ યુગે ઝીલી લીધી, જેના પરિણામે સુવિહિત માર્ગની પુનઃ પ્રતિષ્ઠા થઈ શકી. તેની પરંપરા આજ દિવસ સુધી અવિચ્છિન્ન ચાલુ છે. અંચલગચ્છની પ્રાથમિક તેમ જ સૌથી આ મોટી સેવા છે. આર્થરક્ષિતસૂરિએ અને એમના અનુગામી પટ્ટધરોએ જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતની જાળવણીમાં ભગીરથ પુરુષાર્થો કર્યા છે, જેને ઈતિહાસ ખરેખર પ્રેરણાદાયક છે. (૮) અહીં એક વાતને નિર્દેશ કર પ્રસ્તુત બને છે, કે જ્યારે અન્ય ગચ્છના આચાર્યોએ એકબીજ ગચ્છના ખંડનમાં પોતાની શક્તિઓ વ્યય કરેલી, ત્યારે આ ગચ્છના આચાર્યોએ પિતાના ગ૭ પર પ્રહારો થયા હોવા છતાં, એવી ખંડનમંડનની વિનાશક પ્રવૃત્તિથી અલગ રહેવાનું યંગ્ય ધાર્યું હતું. અન્ય ગ ના આચાર્યો દ્વારા રચાયેલા અનેક ખંડનાત્મક ગ્રંથે ઉપલબ્ધ થાય છે, પરંતુ અંચલગચ્છના કોઈ પણ આચાર્ય આજ દિવસ સુધી કઈ પણ ગચ્છની સમાચારીનું ખંડન કરે કટુતાપ્રેરક એકે ય ગ્રંથ લખ્યું હોય એવું પ્રસિદ્ધિમાં આવ્યું નથી. આ હકીક્તથી આ ગચ્છની પ્રગતિશીલ વિચારધારા સૂચિત થાય છે. (૧) શ્રી આર્ય રક્ષિતસૂરિ- જયસિંહસૂરિ શ્રી આર્ય રક્ષિતસૂરિ : આબુ પાસે દંતાણી ગામના દ્રોણ મંત્રીની ભાર્યા દેદીની કુક્ષીએ વયજા (વિજ્યકુમાર) નામના પુત્રને સં. ૧૧૩૬ માં જન્મ થયે. સં. ૧૧૪૨ માં વડગચ્છના જયસિંઘસૂરિ પાસે દીક્ષા લીધી. સં. ૧૧૬૯ માં ભાલેજમાં વિધિપક્ષની સ્થાપના કરી. સં. ૧૨૩૬ માં બેણપતટમાં સ્વર્ગવાસ થ. (૧૬૦૬) શિથિલાચાર નિર્મૂળ કરીને સુવિહિત માર્ગની પુનઃ પ્રતિષ્ઠા કરવી, એ સમાન ભૂમિકાને આધારે નૂતન ગચ્છસૃષ્ટિનાં મંડાણ થયાં. વાદવિવાદથી નહીં, પણ ત્યાગ, તપ અને જ્ઞાનના ઓજસથી સુવિહિત માર્ગની પુનઃ પ્રતિષ્ઠા કરવાના ધ્યેય આર્ય કથાઘગૌતમસ્મૃતિગ્રંથ એ Page #4 -------------------------------------------------------------------------- ________________ [૧૦] shah ashoda thi bhasasadasahe Scaraca aa chh સાથે નૂતન ગચ્છ સૃષ્ટિ રચાઈ. ખરતર, અચલ અને તપ ગચ્છ – એ ત્રણે મુખ્ય ગચ્છોની પ્રાથમિક તેમ જ મહાન સિદ્ધિ આ ધ્યેય સિદ્ધ કરવામાં હતી. ( ૧૩૪ ) સાધુના શુદ્ધ આચાર પાળવા આ રક્ષિતસૂરિ ‘વિજયચંદ્ર ઉપાધ્યાય' નામ ધારણુ કરીને પાંચ મુનિઓ સહિત લાટ દેશમાં આવ્યા. તેઓ શુદ્ધ આહાર માટે કર્યાં, પરંતુ શુદ્ધ આહાર પામ્યા નહીં, એટલે પાછા વળ્યા અને પાવાગઢના શિખર ઉપર મહાવીર ભગવાનના જિન પ્રાસાદમાં દર્શનાર્થે પધાર્યાં. સ`લેખના ઇચ્છતા તેએ એક માસ સુધી તપ કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી તેમની કઠોર સાધનાની પ્રશંસા કરે છે, જે સાંભળીને ચક્રેશ્વરી દેવી હ પૂર્વક સુગુરુને વંદન કરવા આવે છે. દેવીએ કહ્યું : ‘ અનશન કરશે નહી. ભાલેજ નગરથી યશેાધન, સંઘ સહિત વીરપ્રભુની યાત્રા કરવા અહી' પધારશે. તમારા શુદ્ધ ધર્મના ઉપદેશથી તેઓ બેધ પામશે અને શુદ્ધ આહાર દ્વારા તમારું' પારણુ’ થશે. ’ ( ૧૪૮-૪૯ ) આ રક્ષિતસૂરિએ વિધિપક્ષ ગચ્છની સ્થાપના કરી અને તેનું આગમ - પ્રણીત મતવ્ય લેાકેાને સમજાવ્યું. તેના મુખ્ય સિદ્ધાંતા આ પ્રમાણે છે: સાધુ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે, દીપપૂજા, ફળપૂજા, બીજપૂજા અને અલિપૂજા ન કરવી. તદ્દુલપૂજા કે પત્રપૂજા થઇ શકે. શ્રાવક વસ્રાંચલથી ક્રિયા કરે. પૌષધ પવ દિને કરે, સામાયિક સાંજે-સવારે એમ એ વખતે અને એ ઘડીનું કરે. ઉપધાન – માળારોપણ ન કરવાં. ત્રણ થાય કહેવી. મુનિને વંદન કરતાં એક ખમાસણ દઈ શકાય. સ્ત્રીઓએ મુનિને ઊભે ઊભે જ વાંઢવું. કલ્યાણક ન માનવાં. નવકાર મંત્રમાં હાઈ' મંગલ એલવુ. ચામાસી પાખી પૂનમે કરવી. સવત્સરી આષાઢી પૂનમથી પચાસમે દિને કરવી. અધિક માસ પોષ કે અષાઢમાં જ થાય ઇત્યાદિ. (૧૫૦ ) શ’ખેશ્વરગચ્છ, નાણાવાલગચ્છ, નાડોલગચ્છ, ભિન્નમાલગચ્છ ઈત્યાદિ ગોએ પશુ ઉપયુ ક્ત સમાચારીને સ્વીકાર કર્યાં. પૂર્ણિમાગચ્છ, સા પૂર્ણિમાગચ્છ, આગમગચ્છ ઇત્યાદિ ગચ્છાએ પણ અ'ચલગચ્છની મુખ્ય સમાચારીથી અપ્રભાવિત રહી શકયા નહીં. ( ૧૫૧ ) અ‘ચલગચ્છની સમાચારીના વિદ્વાનોએ તાત્ત્વિક દૃષ્ટિથી અને નિઃસ્પૃહભાવે અભ્યાસ કરવા ઘટે છે. ગચ્છરાગથી નહી, કિંતુ આગમ સિદ્ધાંતાની એરણ ઉપર "તેનાં મંતવ્ય તપાસવાં જોઈએ, અને એ રીતે મૂલવવા જોઇએ. શ્રી આર્ય કલ્યાણ તપ્તસ્મૃતિગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ 44 242425* > 22 dada vadada A a[૧૮૧] જયસિંહરિ : કાંકણુ મધ્યે નાલાસોપારામાં દ્રોણુ નામનાં ઓશવાળ શ્રાવકની નેઢી નામની ભાર્યાની કુક્ષીએ સિંઘ નામના પુત્રને સં. ૧૧૭૯ માં જન્મ થયેા. સ. ૧૧૯૭ માં થરાદમાં દીક્ષા અંગીકાર કરી. સં. ૧૨૦૨ માં મંદારમાં આચાર્ય પદ મળ્યું અને જયસિ હુસૂરિ નામ આપવામાં આવ્યું, સ. ૧૨૫૮ માં પ્રભાસપાટણમાં સ્વર્ગવાસી થયા. ( ૨૭૫ ) તેમની યાદશક્તિ અદ્ભુત હતી. એક જ વખત વાંચવાથી તેમને કંઠસ્થ થઈ શકતું. માત્ર ત્રણ વર્ષીમાં જ તેમણે ત્રણ કરોડ લેાક કઠસ્થ કરી લીધા. માત્ર પાંચ જ વર્ષમાં તેએ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, અલકાર અને આગમાદિ શ્રુત સાગરના પારગામી થયા. તેએ પરિવાર સહિત એ દિવસને આંતરે વિહાર કરતા. પ્રાયઃ ગામડામાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ તેઓ રહેતા. એ રીતે ઉગ્ર વિહારની સ્થિતિને પામ્યા હતા. (૨૯૭) શાલવીએ દિગંબર હતા. તેમના ગુરુ છત્રસેનને વાદવિવાદમાં જસિહુસૂરિએ કુમારપાળના દરબારમાં પાટણ મધ્યે હરાવ્યા, જેથી છત્રસેન તેમના શિષ્ય બન્યા અને શાલવીએ અચલગચ્છીય શ્રાવકો અન્યા. (૩૨૦) આરક્ષિતસૂરિએ અચલગચ્છ પ્રવર્તાવ્યા, પરંતુ તેને વ્યાપક અનાવનાર તે જયસિંહસૂરિ જ હતા. આ ગચ્છના પાયા જયસિહસૂરિએ એવા તે સુદઢ કરી દીધા કે શતાબ્દીએ વહી ગયા છતાં તે ટકી શકયે છે. આ ગચ્છને સંગઠિત કરીને તેમણે જૈન શાસનની ખરેખર મહાન સેવા બજાવી છે. જયસિ'હસૂરિએ જૈન ધર્મનાં દ્વાર બધી જ જ્ઞાતિએ માટે ખુલ્લાં મૂકી દીધાં. બધાંને સમાન અધિકાર આપી એક સૂત્રમાં બાંધવાના પ્રયત્નો કર્યા. તેમના પરિશ્રમને પરિણામે અસખ્ય લેકેએ જૈન ધર્મ સ્વીકાર્યાં. રાજાએ પણ જૈન ધર્માંનુયાયી થયા. તેમને ક્ષત્રી વિયોષઃ એવુ બિરુદ અપવામાં આવ્યું, જેથી જાણી શકાય છે કે, લાખા ક્ષત્રિયેાએ એમને ઉપદેશ સાંભળીને જૈન ધર્મ સ્વીકારેલા. ગાત્રો : પડાઇ, નાગડા, લાલન, દેઢિયા, ગાલા, કટારીઆ, પાલડીઆ, નીસર, છાજોડ, રાઠોડ, લાલાડિયા, મહુડિયા, સહસ્રગણા, ગાંધી વગેરે ગેાત્રોની તેમણે ( જયસિંહસૂરિએ ) સ્થાપના કરી હતી. (૩૭૫) સ. ૧૨૨૧ ની આસપાસ તેમણે કચ્છમાં વિહાર કર્યાં. આ પ્રદેશને વિહાર કરનાર અચલગચ્છના સૌ પ્રથમ આચાર્ય જયસિ'સૂરિ જ હતા. કેટલાંક વર્ષોં સુધી તેએ કચ્છમાં વિચર્યાં અને અનેકને ધમેધ પમાડવા, ( ૩૭૭) મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, સિધ આદિ પશ્ચિમ ભારતનાં નગર અને ગામેમાં અપ્રતિત વિચરીને જયસિ સૂરિએ અનેક ધર્મ કાર્યાં કર્યાં. આ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #6 -------------------------------------------------------------------------- ________________ Meeeeefddessferest.selesssssssssssssss.....slesde sofwessocios. ..siddess of ose ઉપરથી તેમને લોકેત્તર પ્રભાવ કે પ્રકૃષ્ટ હતું, તે જાણી શકાય છે. આર્યરક્ષિતસૂરિએ પ્રરૂપેલી સમાચારને ચેગમ પ્રસારિત કરી દેવાનું શ્રેય જયસિંહસૂરિને ફાળે જ જાય છે. અસંખ્ય લેકેને ઉદેશ આપીને તેમને જન ધર્માનુયાયી બનાવ્યા. એમની એ સેવાને જૈન શાસન કદાપિ નહીં ભૂલી શકે. શિથિલાચારને દૂર કરીને સુવિહિત માર્ગની પ્રતિષ્ઠા કરવાના કાર્યમાં પણ તેમને હિસ્સો અવિસ્મરણીય રહેશે. અચલગચ્છના દેહ માટે તે તેમને કરોડરજજુની જ ઉપમા આપી શકાય. તેમના તેજસ્વી પ્રભાવને પરિણામે જ અંચલગચ્છ સબળ સંગઠન તરીકે ઊભું રહી શક્યા અને આજે શતાબ્દીઓના વાયરા વાઈ ગયા હોવા છતાં અસ્તિત્ત્વ ધરાવી રહ્યો છે. અંચલગચ્છના આ તિર્ધર આચાર્ય સં. ૧૨૫૮ માં ૮૦ વર્ષની ઉંમરે દિવંગત થયા. (૨) મહેદ્રપ્રભસૂરિ-મેરૂતુંગસૂરિ મહેંદ્રપ્રભસૂરિ : જીરાવલ્લી તીર્થ પાસે વડગામમાં એશવંશીય આશા શ્રેષ્ઠિના ભાર્યા જીવણદેની કુખે સં. ૧૩૬૩ માં મહેંદ્ર નામના પુત્રને જન્મ થયો હતો. સં. ૧૩૭૫ માં સિંહતિલકસૂરિએ એશિયા નગરમાં દીક્ષા આપી મહેંદ્રપ્રભ નામ રાખ્યું. સં. ૧૩૯૪ માં પાટણમાં આચાર્યપદ પામ્યા. સં. ૧૩૯૮માં ખંભાતમાં ગચ્છનાયક થયા. સં. ૧૪૪૪ માં ૮૧ વર્ષની ઉંમરે પાટણમાં સ્વર્ગવાસી થયા. (૭૯૧) મહેંદ્રપ્રભસૂરિ ગચ્છાધિપતિ થયા પછી તેમણે પ્રથમ કાર્ય ગચ્છને સુધારવાનું અને સુવ્યસ્થિત રાખવાનું કર્યું. અંચલગચ્છ -પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ અને એમના સમર્થ શિષ્ય જયસિંહસૂરિના સમયને યાદ અપાવે, એ મહેંદ્રપ્રભસૂરિ અને મેરતંગસૂરિને સમય હતો. એ જ તેજવંત સમય ગચ્છના ઇતિહાસમાં ત્રીજા અંકમાં ધર્મમૂતિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના આધ્યાત્મિક શાસન દરમ્યાન પણ જોવા મળે છે. અંચલગચ્છના ઇતિહાસના આ ત્રણ તબક્કામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ તબકકાઓથી જે કાર્ય થયું, એની દૂરગામી અસર રહી. અંચલગચ્છ પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિએ આ ગચ્છમાં જે ચેતના પ્રગટાવી તેની અસર ઉતરતા ક્રમમાં, પણ ઠેઠ સુધી રહી. એ ચેતના પ્રસરાવનારું મુખ્ય બળ બન્યા, તેમના સમર્થ શિષ્ય જયસિંહસૂરિ. એવી જ રીતે એ ચેતનાને પુનઃ જુસ્સાભેર પ્રગટાવવાનું કાર્ય મહેંદ્રપ્રભસૂરિને ફાળે આવ્યું અને તેને ગમ પ્રસારિત કરવાનું મુખ્ય બળ બન્યા પ્રભાવક આચાર્ય મેરૂતુંગસૂરિ. આ કાર્યની પણ ત્રણેક શતાબ્દીઓ સુધી અસર રહી. પુનઃ ત્રીજા તબક્કામાં એ જ કાર્ય ધર્મમૂતિસૂરિ અને - - - - - - - એન આર્ય કલ્યાદાગૌતમસ્મૃતિગ્રંથ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ છે .. ................. 3.1.xls. Nettvt.g•••••••••તું..........•suspects Islook sloose so ૧ ૮૩ી કલ્યાણસાગરસૂરિએ એ જ નિષ્ઠાથી ઉપાડયું અને વ્યાપક બનાવ્યું, જેની ચમત્કારિક અસર આજ દિવસ સુધી રહેવા પામી. આવું જ પુનરાવર્તન ચોથા તબકકામાં અંચલગચ્છ મુનિમંડળ અગ્રેસર પૂજય દાદાશ્રી ગૌતમસાગરસૂરિજીએ કર્યું. જેની પુષ્ટિ વિદ્યમાન અચલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્યદેવશ્રી ગુણસાગરસૂરિ સન્નિષ્ઠપણે કરી રહ્યા છે. (૭૬૭) મહેંદ્રપ્રભસૂરિએ સં. ૧૫૪૦ માં પાટણમાં પિતાના છ શિષ્યોને એક જ સમયે આચાર્ય પદે સ્થાપિત કર્યા, તેમાં જયશેખરસૂરિ મહાન પ્રભાવશાળી હતા. શ્રાવકના “બૃહદ અતિચાર તથા નવમા સ્મરણની રચના તેમણે કરી છે. ગુજરાતી ભાષાના તેઓશ્રી આદિ કવિ મનાય છે. તેમણે ઘણી કૃતિઓ રચી છે. તેમને “કવિ ચક્રવતીનું બિરુદ પ્રાપ્ત થયેલું. તેમના અંગે એક સ્વતંત્ર લેખ લખી શકાય. (૮૭૬) મહેંદ્રપ્રભસૂરિ સફળ ગચ્છનાયક ઉપરાંત કવિ પણ હતા. તેમની શિષ્ય મંડળીએ જૈન સાહિત્યના ઇતિહાસમાં તેજવંત યુગ પ્રવર્તાવ્યો. ( ૮૭૭) ગડીજી તીર્થની જેમ જીરાવલ્લા તીર્થને મહિમા પણ એ અરસામાં ખૂબ જ હતું. આ તીર્થની સ્થાપનામાં તેમ જ તેના વિકાસમાં અંચલગચ્છના આચાર્યોને ઉલ્લેખનીય હિસ્સો છે. મહેંદ્રપ્રભસૂરિ, જયશેખરસૂરિ, મેરૂતુંગસૂરિ આદિ આચાર્યોએ આ તીર્થનાં સુંદર સ્તોત્ર રચાં છે; એટલું જ નહીં, પણ અંચલગચ્છીય સાહિત્યકારોની લગભગ પ્રત્યેક કૃતિના મંગલાચરણમાં ગોડીજી અથવા જીરાપલ્લી પાર્શ્વનાથની સ્તુતિ તે અવશ્ય હશે જ. આ જ તીર્થના અદ્દભુત પ્રભાવ અને ચમત્કારની વાતો આ ગચ્છના સાહિત્યમાં એકમેક થઈ છે. (૮૮૯) જયશેખરસૂરિ રચિત “પ્રબોધ ચિંતામણિ ગ્રંથની પ્રશિસ્ત દ્વારા અંચલગચ્છના આ સમર્થ પટ્ટધરની મહાનતાનાં આપણને સહજ ભાવે દર્શન થાય છે. આવી તે અનેક પ્રશસ્તિઓ આજ દિવસ સુધીમાં ઉપલબ્ધ થઈ છે, કિંતુ યશેખરસૂરિ જેવા મહાન સાહિત્યકારના વર્ણન પરથી મહેંદ્રપ્રભસૂરિના વ્યક્તિત્વને સુંદર પરિચય મળી રહે છે. તેમના શિષ્ય તથા અનુગામી પધર મેરૂતુંગસૂરિ તો તેમનાથી સવાયા નીકળ્યા. આ ગુરુ શિષ્યની જોડીએ પોતાનાં પ્રશસ્ત કાર્યો દ્વારા આ ગચ્છના ઈતિહાસમાં એવું તે ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે, તેમની સાથે ભાગ્યે જ બીજા કેઈને સરખાવી શકાય. તેમનાં કાર્યો દ્વારા અંચલગચ્છ પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ અને જયસિંહસૂરિના તેજવંત યુગની ઝાંખી આ શ્રી આર્યકલ્યાણગૌતમસ્મૃતિ ગ્રાંથી DES Page #8 -------------------------------------------------------------------------- ________________ [૧૮૪]@thibhiAt&chhoddtbtk maa sachchh. 2 ટકા મ થઈ આવે છે. આ ગુરુ શિષ્યની અપ્રતિમ જોડલીના પ્રભાવ આ ગચ્છ શતાબ્દીએ પછી પણ ભૂલી શકે એમ નથી. મેરુત્તુ ંગસૂરિ : મારવાડના નાણી નગરમાં પોરવાડ જ્ઞાતિના વારા ગેાત્રીય વેરસિંહનાં પત્ની નાલદેવીની કુખે સ. ૧૪૦૩ માં વસ્તિગ નામના પુત્રને જન્મ થયા. સં. ૧૪૧૦ માં દીક્ષા અ’ગીકાર કરી. સં. ૧૪૨૬ માં પાટણમાં આચાર્ય પદ મળ્યુ. સ. ૧૪૭૧ માં ૬૮ વર્ષની વયે ખંભાતમાં વર્ગવાસી થયા. (૯૦૩ ) તેઓશ્રી પ્રભાવક આચાર્યો અને બહુશ્રુત વિદ્વાન હતા. પ્રભાવક આચાય અને સમર્થ પટ્ટધર કે મહાન ગ્રંથકાર તરીકે જ નહી, કિંતુ મંત્રવાદી તરીકે પણ મેરુતુ ગસૂરિની પ્રસિદ્ધિ અજોડ છે. (૯૦૪ ) મેરુતુ ગસૂરિએ ગચ્છનાયક તરીકે એવી પ્રજ્જવલિત પ્રતિભા પ્રગટાવી છે કે, જૈન ઇતિહાસમાં થઈ ગયેલ પ્રભાવક આચાર્યાંમાં તેઓ પ્રથમ હરાળનું સ્થાન પામી શકયા. તેમની સફળતાનું રહસ્ય તેમના ત્યાગમય જીવનમાં જ પામી શકાય છે. તેએ નિ`ળ તપ, સ`યમનું આરાધન કરતાં યેાગાભ્યાસમાં વિશેષ અભ્યસ્ત રહેવા લાગ્યા. તેએ હઠયાગ, પ્રાણાયામ, રાજયોગ આદિ ક્રિયાઓ દ્વારા નિયમિત ધ્યાન કરતા હતા. ગ્રીષ્મ ઋતુના તાપમાં કે શિયાળાની ઠંડીમાં પ્રતિદિન કાર્યાત્સગ કરીને આત્માને અતિશય નિર્દેળ કરવામાં સલગ્ન હતા. તેમનું ઉગ્ર વિહારીપણું તેમના સતત વિહાર પરથી ફલિત થાય છે. જીરિકાપલી તીથ : ( ૯૫૦) અરિકાપલ્લી તીના વિકાસમાં તેમના હિસ્સા અનન્ય રહ્યો છે. એમ નમા દેવદેવાય' એ સ્તેાત્રની રચના દ્વારા તેમણે જીરાવલ્લી પાર્શ્વનાથની મંત્રયુક્ત સ્તુતિ કરી છે. ( ૯૭૪ ) મેરુતુ ંગસૂરિએ રચેલા અનેકવિધ ગ્રંથા પરથી જોઈ શકાશે કે, પટ્ટધર તરીકે ભારે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેમણે સમય મેળવીને સાહિત્યના અનેક પ્રકારનું ખેડાણ કર્યુ અને તેએ સુદર ગ્રંથા મૂકતા ગયા છે. એ દ્વારા તેમની અસીમ વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે. સ્તામાં મત્રકાળ્યે, ઊમિકાબ્યા, મહાકાવ્યા ઉપરાંત તેમણે નિમિત્ત, લક્ષણ, છંદ, અલંકાર, વ્યાકરણ, વૈદિક, ઇતિહાસ, દર્શીન અને કમ વિષયક ગ્રંથા રચી પેાતાની બહુમુખી પ્રતિભાના આપણને પરિચય કરાવ્યેા છે. મેરુતુ ંગસૂરિનું સ્થાન જે હેય તે ભલે હા, કિંતુ જૈનાએ સંસ્કૃત ભાષાના વિકાસમાં જે ફાળા નોંધાવ્યા છે, તેમાં મેરુતુ ગસૂરિને હિસ્સા ઉલ્લેખનીય હશે. વિવિધ વિષયેામાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથે રચનાર તરીકે તેએ કદાપિ ભુલાશે નહિ. શ્રી આર્ય કલ્યાણપ્તસ્મૃતિગ્રંથ Page #9 -------------------------------------------------------------------------- ________________ desto stulestastestestosteste testoboostesse coste destestostesleslasestedelsesteste defesa dodasteesestabeslesedadlastede stedestestlasteste slastadsbesies 9C (૧૦૦૨) મેરૂતુંગસૂરિએ અનેક નરેંદ્રોને પ્રતિબોધ આપી, જૈન ધર્માનુરાગી કર્યા છે. નૃપતિઓની પર્ષદામાં ઉપદેષ્ટા મેરૂતુંગસૂરિ ખૂબ ખૂબ સન્માન પામ્યા હતા અને તેમના ઉપદેશથી ‘અમારિ–પડ’ની ઘેષણાદિ અનેક ધર્મકાર્યો પણ થયાં હતાં. મેરૂતુંગસૂરિ તેમના સમયના એક બહુ ભારે વિદ્વાન અને પ્રતિભાશાળી જૈન આચાર્ય હતા. તેમણે આર્ય નૃપતિઓ ઉપરાંત મુસલમાન રાજાઓ ઉપર પણ અસાધારણ પ્રભાવ દર્શાવ્યો હતે. (૧૦૦૫) મેરૂતુંગસૂરિનું સ્થાન અંચલગચ્છના ઇતિહાસમાં ખૂબ જ ઊંચું છે. તેમના દેહાવસાનથી અંચલગચછને ઇતિહાસનો બીજો મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયે. મહેંદ્રપ્રભસૂરિ અને મેરૂતુંગસૂરિને સમય આરક્ષિતસૂરિ અને જયસિંહસૂરિના સમયની ઝાંખી કરાવે એવો ઉજ્જવલ છે. એ જ સમય ધર્મમૂતિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં પણ નીરખાય છે. આ ગચ્છના ઉદયકાળ પછી તેની પ્રવૃત્તિને પુનઃ ચેતનવંતી બનાવનાર આ આચાર્ય જ છે. એ દૃષ્ટિએ તેમના ખરેખર અનુગામી ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિને જ કહી શકાય. એટલું ચોકકસ છે કે, તેમના સમયમાં આ છે જે સર્વાગી વિકાસ સાધ્યું હતું, તે બીજા કોઈ ગચ્છનાયકના સમયમાં જોવામાં નથી આવતું. સમગ્ર દષ્ટિએ વિચારતાં મે તુંગસૂરિનું વ્યક્તિત્વ મુખ્યતઃ ચાર પ્રકારે ઘડાયેલું જણાય છે. શ્રમણ, સાહિત્યકાર, ગચ્છનાયક અને ધર્મોપદેશક રૂપે. મહિમાવાન અને મેધાવી ગચ્છનાયક તરીકે તેમની હરોળમાં સ્થાન પામી શકે તેવા આચાર્ય અંચલગચ્છમાં જ નહીં, પણ સમગ્ર જૈન ઈતિહાસમાં ગણ્યાગાંઠયા જ છે. અંચલગચ્છના ભાગ્યવિધાતા મેરૂતુંગસૂરિનો મૂર્તિમાન અમર આત્મા અને તેમને અનુકરણીય ગુણસમુચ્ચય આપણને આદશ પથ દાખવવા પરમ સાધનભૂત થઈ રહેલ છે અને સોદિત રહેશે. (૩) ધર્મમૂર્તિસૂરિ – કલ્યાણસાગરસૂરિ શ્રી ધર્મમૂર્તિસૂરિ : (૧૦૩) નાગડા ગોત્રીય શેઠ હંસરાજનાં પત્ની હાંસલદેવીની કૂખે ખંભાતમાં વિ. સં. ૧૫૮૫ માં ધર્મદાસ નામના પુત્રને જન્મ થયે. વિ. સં. ૧૫૯૯૯માં ગુણનિધાનસૂરિ પાસે દક્ષા અંગીકાર કરી. વિ. સ. ૧૬૦૨ માં અમદાવાદમાં સૂરિપદ અને ગ૭નાયકપદ પામ્યા. વિ. સં. ૧૬૭૦ માં પ્રભાસપાટણમાં ચિત્ર સુદ ૧૫ના દિને સ્વર્ગવાસી થયા. (૧૪૧૫) આ સમયમાં શમણુજીવન કાંઈક શિથિલ થયું હતું. સંપ્રદાયની છિન્નભિન્નતાને એ યુગ હતો. કડવા મત, લેકા મત (સ્થાનકવાસી), બીજા મત ઇત્યાદિ એમ ઝ આર્ય કયાણાગામસ્મૃતિગ્રંથ કહીએ Page #10 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬]ashishthashshashilabenghale અનેક મતમતાંતર એ અરસામાં ફૂટી નીકળ્યા હતા. એક બાજુ પ્રતિમા નિષેધ, બીજી બાજુ સાધુજન નિષેધ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણા ચાલુ થઈ ગઈ હતી. પ્રાચીન ગોમાં ક્રિયાશિથિલતા પ્રવિષ્ટ હતી, જ્યારે સામે બાજુ ક્રિયાની કડકતાના દેખાવ થયા. તપાગચ્છના આનવિમલસૂરિએ સ. ૧૫૮૨ માં, ખરતરગચ્છના જિનચંદ્રસૂરિએ સ. ૧૯૧૧ માં તથા આપણા ગચ્છનાયકે સ. ૧૬૧૪ માં શત્રુ ંજય તીર્થાંમાં ક્રિયાન્દ્રાર કરી, બાવન સાધુ તથા ચાલીસ સાધ્વીએ મળી, ખાણુના પરિવારે સુવિહિત સંવેગી માની પ્રરૂપણા કરી. તેમનું ત્યાગમય જીવન આદશ અને અત્યંત ઉદાહરણીય હતું. તેમની બ્રહ્મચનિષ્ઠાથી પ્રસન્ન થઈ અર્બુદાદેવીએ અદૃશ્ય રૂપ કરનારી તથા આકાશગામિની નામની બે વિદ્યાએ સમર્પિત કરી હતી. (૧૪ર૬) ક્રિયાદ્વારની સાથે એમણે ધ પ્રચારના અનિવાર્ય કાને ગતિમાન બનાવી ગચ્છ તેમ જ શાસનનું સંગ‡ન કર્યું'. તેમના વિહારપ્રદેશ પણ વિશાળ હતા. તેએ પશ્ચિમ ભારતનાં તમામ મુખ્ય શહેર અને ગામામાં રહેલા તેમના અસ`ખ્ય ધર્મિષ્ઠ અને ધનિક શ્રાવક-શ્રાવિકાએના કુટુ'બેાના સતત સંસગ માં રહેતા હતા; અને જિનમંદિરનુ નિર્માણુ, પ્રતિષ્ઠાએ, સંઘે આદિ ધર્મ કાર્યાં માટે સતત ઉપદેશ આપી તેમને ધર્મભાવનામાં દૃઢ રાખ્યાં. (૧૪૫૯) અચલગચ્છ પર (તપાગચ્છીય) ધ સાગરે ઉગ્ર પ્રહારો કર્યા હોવા છતાં આ ગચ્છે તેના પ્રત્યાધાતા જણાવ્યા નથી. આવા ઉગ્ર વાતાવરણમાં પણ આ ગચ્છના કોઈ પણ આચાર્યે ધર્મ પ્રસારનું કામ પડતું મૂકીને ખંડનમ`ડનમાં ઝંપલાવ્યું નથી, કે પેાતાના હૈયાને કલુષિત કર્યું નથી. (૧૪૬૧) ઐતિહાસિક બાબતમાં સાક્ષી આપ્યા સિવાય અચલગચ્છીય શ્રમણેાએ ખ’ડન–મ’ડનની પ્રવૃત્તિમાં જરા ચે રસ દાખવ્યેા નથી કે, એ ઇક્ષક પ્રવૃત્તિમાં તેએ ઘસડાયા નથી, તે હકીકત ખરેખર નોંધનીય છે. (૧૪૬૩) ધ મૂર્તિસૂરિના શ્રમણ-પરિવારમાં સાત મહોપાધ્યાય, પાંચ ઉપાધ્યાય, નવ પ્રવર્તક, બ્યાસી સાધુએ, પાંચ મહત્તરા, અગિયાર પ્રવર્તિની તથા સતાવન સાધ્વીએ હતાં. મહેાપાધ્યાયમાં જખૌ (કચ્છ)ના વતની રત્નસાગરજી અત્યંત આદરણીય સ્થાન ધરાવતા હતા. તેએ ગચ્છમાં વય, દીક્ષા તથા જ્ઞાન પર્યાયથી વડીલ હતા. ગુરુએ કલ્યાણસાગરસૂરિને ગચ્છેશપદે વિભૂષિત કર્યાં પછી તે મ`ત્રીની જેમ ગચ્છની સેવા અને સંચાલન કરતા હતા. આ મહાપુરુષના ઉત્તરાત્તર શિષ્ય પરિવારમાં અચલગચ્છ મુનિ સ્ત્રીઆર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #11 -------------------------------------------------------------------------- ________________ •ered seedlessles ofessf%essful li.sl-sills & sessies of self-life is sidessessfessoft મંડલ અગ્રેસર પૂ. દાદા શ્રી ગૌતમસાગરજી થયા, જેમનું જીવનવૃત્તાંત આપણે આગળ જોઈશું. (૧૫૬૯) ધર્મમૂર્તિ સૂરિને સમય શાંતિકાળ હતે. અકબર આદિ મોગલ સમ્રાટોએ દરેક ધર્મ પ્રત્યે સમદશિતા દાખવી હોઈને એ સમય દરેક દષ્ટિએ સુવર્ણકાળ હતે. દરેક ધર્મ બહારના ભયથી ચિંતામુક્ત બની ગયા હોઈને તેમણે આંતરિક સુધારણ તરફ નજર દોડાવી. જૈન ધર્મના ગએ પણ એ જ માર્ગ અપનાવ્યું. દરેક ગચ્છના પટનાયકેએ કિદ્ધાર કરીને શ્રમણ જીવનના આચારવિચારમાં કડકાઈ આણી. (૧૫૭૦) આચારવિચારની શુદ્ધિ પછી ગ્રંથોદ્ધારનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. મોગલકાળ પહેલાં ભારત આક્રમણ અને હલ્લાઓથી ઘેરાયેલું હતું. રાજકીય આક્રમણે ધર્મઝનૂનમાં પરિણમ્યાં હોવાથી જૈન ધર્મનાં અમૂલ્ય ગ્રંથરત્ન આગમાં હોમાઈ ગયાં, કેટલાંક નષ્ટપ્રાય થયાં. ઘણા ગ્રંથે આક્રમણના ભયે ભૂમિગૃહ કે એવાં સુરક્ષિત સ્થાનમાં ભંડારાઈ ગયા હોઈને જનસાધારણ માટે સુલભ રહી શક્યા ન હતા. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી ગ્રંથદ્ધારનું સુંદર કાર્ય થયું. ધર્મમૂર્તિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના સમયમાં ગ્રંથદ્ધારનું કાર્ય આ ગચ્છના ઈતિહાસમાં સીમાચિન્હ રચે એવું વિશિષ્ટ રીતે મહત્ત્વપૂર્ણ છે. (૧૫૫) વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું હોવા છતાં, ઉગ્રવિહારી આચાર્ય જૂનાગઢમાં સ્થિરવાસ ન રહેતાં પ્રભાસપાટણ પધાર્યા. એક વખત મધ્યરાત્રિએ ગચ્છઅધિષ્ઠાયિકા મહાકાલી દેવીનું સ્મરણ કર્યું. ગુરુવર્ય દેવીને ત્રણ પ્રશ્નો પૂછે છે : “મારા આયુનું પ્રમાણુ કહો, ગઝેશપદ કેને પ્રદાન કરવું તથા અબુદા દેવીએ આપેલી વિદ્યાઓ કેને આપવી ?” દેવી ખુલાસો કરે છે: “હવે આપનું આયુષ્ય માત્ર પાંચ દિવસનું બાકી છે. દક્ષિા પર્યાયમાં નાના હોવા છતાં મહાન આચાર્ય કલ્યાણસાગરસૂરિને તમારે ગણેશપદ પ્રદાન કરવું, કેમ કે, આજે પણ તેઓ જિન શાસનને ઉદ્યોત કરનારા જણાય છે. આગામી કાળમાં પણ તેઓ એવા જ યશસ્વી નીવડશે, તેમ જ વિદ્યાઓ પણ તમારે તેમને અપવી; કેમ કે, હું પણ તેમનું સાન્નિધ્ય કરું છું અને હવે પછી પણ કરીશ.” (૧૫૯૬ ) પછી પ્રભાતે ધર્મમૂર્તિસૂરિએ કલ્યાણસાગરસૂરિને એકાંતમાં બોલાવીને સૂરિમંત્રપૂર્વક આકાશગામિની, અદશ્યકારિણી આદિ વિદ્યાઓ આપી જણાવ્યું : “હે વત્સ! હવે તમારે ગચ્છને ભાર ઉપાડી જિનશાસનની પ્રભાવના કરવી. પ્રજનપૂર્વક ગચ્છાધિષ્ઠાયિકા મહાકાળી દેવીનું સ્મરણ કરવું, તેમ જ પટધર જઈને તથા તેની પરીક્ષા કરીને તેને આ વિદ્યાઓ આપવી ઈત્યાદિ કહીને ગુરુએ બીજા પણ કેટલાક મંત્રોની શ્રી આર્ય કલ્યાણગોલમસ્મૃતિગ્રંથ BOLE - 1 : Page #12 -------------------------------------------------------------------------- ________________ T120 . ઈ ઈ.df «નમle fast d est so letsfew hold slices as આમન્યાઓ આપી. પછી રત્નસાગરજી આદિ સઘળા પરિવારને એકઠો કરી સર્વેને જણાવ્યું : “કલ્યાણસાગરસૂરિની આજ્ઞામાં રહેવું.” સહુએ ગુરુનું વચન કબૂલ્યું. ત્યાર બાદ પાંચ દિવસનું અનશન કરીને સમાધિપૂર્વક પંચપરમેષ્ઠીનું શુભ ધ્યાન ધરતા કોઈ પણ જાતની વ્યાધિ વિના સં. ૧૯૭૦ ના ચૈત્ર સુદ ૧૫ ના પ્રભાતે સ્વર્ગે સિધાવ્યા. કલ્યાણસાગરસૂરિ: લોલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતિના નાનીંગશા કેડારીનાં ભાર્યા નામિલદેની કુખે સં. ૧૬૩૩ માં કેડનકુમારનો જન્મ થયે. સં. ૧૬૪૨ માં ધોળકામાં દીક્ષા લીધી. સં. ૧૬૭૦ માં અમદાવાદમાં આચાર્યપદ અને સં. ૧૬૭૦ માં પાટણમાં ગઝેશપદ પામ્યા. સં. ૧૬૭૨ માં ઉદેપુરમાં યુગપ્રધાનપદ મળ્યું. સં. ૧૭૧૮ માં ભુજમાં સ્વર્ગવાસી થયા. (૧૬૨૦) મહારાવ ભારમલના સમાગમ પછી આચાર્યશ્રીએ સં. ૧૯૫૫ થી સં. ૧૯૬૭ સુધીના ચાતુર્માસ કચ્છનાં વિવિધ ગામમાં કર્યા. આ સમય દરમ્યાન ૭૫ સાધુઓ તથા ૧ર૭ સાધ્વીઓને દીક્ષા આપી તથા ૧૩ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. એમની કારકિર્દીમાં આગ્રાના કુંવરપાલ–સેનપાલ શ્રેષ્ઠિઓએ બંધાવેલ જિનમંદિર અંગે સમ્રાટ જહાંગીરને ચમત્કાર બતાવી, જિનમંદિર સલામત રાખ્યાં. આ બંધુઓએ સમેતશિખરનો સંઘ કાઢવ્યો અને એ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યું. જામનગરના શ્રેષ્ઠિ રાયશી શાહે ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી સં. ૧૬૬૫ માં પાલીતણાને સંઘ કાઢયો. અને ગિરિરાજ ઉપર મંદિર બંધાવ્યાં, તેની પ્રતિષ્ઠા કરાવી. જામનગરમાં સં. ૧૬૬૮ માં રાયશી અને નેણશી શાહે બંધાવેલાં જિનમંદિરની ભૂમિનું ખાતમૂહર્ત કરાવ્યું. સં. ૧૬૭૫ માં બાવન જિનાલયમાં મૂળનાયક શ્રી શાંતિનાથ તથા ચૌમુખ દહેરીમાં શ્રી સહસ્ત્રફણા પાનાથ તેમ જ અન્ય ૩૭૦ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ગેડી પાર્શ્વનાથન સંઘ નીકળે. તેમના ઉપદેશથી ભદ્રેશ્વરથી વર્ધમાન-પદમશી શાહ બધાએ પાલીતાણનો સંઘ કાઢ. ભદ્રેશ્વર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યું તથા જામનગરમાં ૫૦૧ જિનબિંબોની અંજન વિધિ બાદ શાંતિનાથને મૂળનાયકે સ્થાપી બાવન જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. (૧૯૨૧) કલ્યાણસાગરસૂરિ પણ મેતુંગસૂરિની જેમ જહાંગીર બાદશાહ, ભારમલ આદિ અનેક નૃપતિ પ્રતિબોધક તરીકે જૈન ઇતિહાસમાં ખ્યાતિ પામ્યા છે. તેમણે અનેક થેનું નિર્માણ કરેલું અને અનેક પ્રતિષ્ઠા કરાવી. રોજ ની શી આર્ય કયાણાગામ સ્મૃતિગ્રંથ Page #13 -------------------------------------------------------------------------- ________________ હકકકકકકક કકકકos.escebook[૧૮] (૧૯૪૮) ક્ષેમસાગર, “શુભસાગર,’ ‘શિવેદધિસૂરિ,’ ‘શિવસિંધુરાજ' ઈત્યાદિ માનતું અભિધાનેથી સંબોધાયેલા અને જંગમતીથ, જગદગુરુ, યુગપ્રધાન, યુગવીર એવા ગૌરવાન્વિત બિરુદથી નવાજાયેલા કલ્યાણસાગરસૂરિ આ ગચ્છના ઈતિહાસમાં મહાન કારકિદી સ્થાપી ગયા છે. તેમની મૂર્તિઓ અને પાદુકાઓ અનેક ગુરુમંદિરમાં પૂજાય છે. ભદ્રેશ્વર તીર્થની ભમતિમાં ૧૬ અને ૧૭ નંબરની દેરી વચ્ચેની દેરીઓમાં મહાકાળી માતાજીના ક૫ની આગળ તેમની પાદુકાની પ્રતિષ્ઠા થઈ છે. તેમણે ગચ્છનું સંગઠન એવું તે દઢ કર્યું કે, તેમની પ્રતિભાની અસર પછીના સૌકાઓમાં પણ પૂર્વવત રહી. ત્રણેક શતાબ્દી પછી પણ ગચ્છ વ્યવસ્થા અને તેની આધ્યાત્મિક પ્રવૃતિ પર કલ્યાણસાગરસૂરિના નામને પ્રભાવ અપૂર્વ છે. એ મેધાવી આચાર્યનું નામ આજે પણ અંચલગચ્છના અભ્યદય માટે પ્રેરણાસ્ત્રોત સમું છે અને સોદિત રહેશે. એ જ એમની વિરાટ પ્રતિભાને મહાન અંજલિ છે. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી- આચાર્યશ્રી ગુણસાગરસૂરિ પૂ. દાદા ગૌતમસાગરસૂરિજી: મારવાડ અંતર્ગત પાલી ગામમાં બ્રાહ્મણ ધીરમલ્લજીનાં ભાય ક્ષેમલદેની કુખે સં. ૧૯૨૦ માં ગુલાબમલજીને જન્મ થયો. ગોરજી દેવસાગરજીએ માહીમમાં સં. ૧૯૪૦ માં યતિ દીક્ષા આપી. સં. ૧૯૪૬ માં પાલીમાં જિદ્ધાર કરી સુવિહિત સંવેગી દીક્ષા અંગીકાર કરી. સં. ૨૦૦૯માં ભૂજમાં સ્વર્ગવાસી થયા. (૨૦૧૨) મુનિમંડલ અગ્રેસર ગૌતમસાગરજીએ સુવિહિત માર્ગ પર પુનઃપ્રસ્થાન કરીને અંચલગચ્છના અભ્યદયને અભિનવ સૂત્ર પ્રાપ્ત કર્યો. તેમણે કિર્યોદ્વાર કરીને સમગ્ર ગચ્છને સમુદ્ધાર કર્યો. આ ગચ્છના વર્તમાન સ્વરૂપનું ઘડતર તથા તેની આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા તેમણે ભગીરથ પુરુષાર્થ કર્યો, જેની યશગાથા ખરેખર ગૌરવપૂર્ણ છે; કેમ કે, આ ગચ્છની લુપ્તપ્રાયઃ થયેલી શતાબ્દી જૂની વિચારધારાને તેમણે પુનઃ સચેતન કરી, બધે વ્યાપ્ત કરી, ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિના અનુગામી તરીકે કેઈપણ અભિયુક્ત ન થતાં શ્રી પૂજ્ય (ગૌરજીઓ) ના નેતૃત્વને આ રીતે યચિત અંત આવ્યો. ગચ્છને હવે પછીને ઇતિહાસ મહત્ત્વના તબક્કામાં પ્રવેશે છે, જેના કર્ણધાર બન્યા સુવિહિત શિરોમણિ મુનિ ગૌતમસાગરજી મહારાજ. દીક્ષા અંગીકાર કર્યા બાદ તેમણે ખાસ કરીને કરછ અને હાલારમાં જ ચાતુર્માસ કર્યા, જેથી સ્થાનિક જનતામાં ધર્મ ભાવના જાગી. સં. ૧૯૪૯માં ભૂજમાં ચાતુર્માસ દરમ્યાન ઉત્તમસાગરજીને દીક્ષા આપી પ્રથમ શિષ્ય કર્યા તથા શિવશ્રી, ઉત્તમશ્રી અને લક્ષ્મીશ્રીને દીક્ષા મિ શ્રી આર્ય કથાકાગૌતમસ્મૃતિગ્રંથ BSE Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૯૦]+sachchhhhhhhhhhhh આપી. આમ સ ંવેગી પક્ષે સાધુ-સાધ્વી માટે એમણે માગ ખુલ્લા કર્યાં. તેમણે શૂન્યમાંથી સૃષ્ટિ ખડી કરી દીધી. તેમના શુભ હસ્તે લગભગ એક સેા પંદર દીક્ષાઓ થઈ. કચ્છ અને હાલારમાં વિચરીને તેમણે · · કચ્છ – હાલાર દેશેાદ્ધારક'નું બિરુદ સાક કર્યું. તેમની નિશ્રામાં પાલીતાણા, ભદ્રેશ્વર, અબડાસા, પચતીથી તેમ જ મેાડપુર, ભલસાણુ આદિના સંઘે। નીકળ્યા. એમની પુનિત નિશ્રામાં ઘણાં જિનમદિરાની પ્રતિષ્ઠા થઈ. અનેક ગ્રંથાના ઉદ્ધાર થયા. અઠ્ઠાઇ મહેાત્સવે ઉજવાયા અને પૂર્વાચાર્યાંના હસ્તલિખિત ગ્રંથેાના ભડારા વ્યવસ્થિત થયા. વૃદ્ધાવસ્થામાં પાલીતાણામાં સ્થિરવાસ કરવાની ઇચ્છા હતી, પણ સુથરી સ'ઘના આગ્રહથી સુથરીમાં સં. ૨૦૦૩ નુ' ચાતુર્માસ કર્યું' અને ત્યાં જ સ્થિર થયા. સંઘાડાની જવાબદારી ઉપાધ્યાય શ્રી ગુણસાગરજીને સોંપી. સ. ૨૦૦૬ નું ચાતુર્માસ ગોધરામાં અને સ', ૨૦૦૮ નુ ભાજાયમાં કર્યું. ત્યાંથી રામાણીઆ (કચ્છ)ના જિનાલયના સુવણુ મહેાત્સવ પ્રસંગે હાજર રહ્યા. અહી' સ`ધેાએ મળી તેમને અચલગચ્છાધિપતિ તરીકે જાહેર કર્યાં. પછી તેએ ભૂજ પધાર્યાં, સ'. ૨૦૦૯ ના વૈશાખ સુદી ૧૩ ની પાછલી રાતે શુભ ધ્યાયપૂર્ણાંક ભૂજ મધ્યે દેવગતિ પામ્યા. આમ ૭૦ વર્ષનુ દીર્ઘ સયમી જીવન ગાળી નેવુ વનું આયુ ભાગવી કચ્છ – હાલાર દેશે દ્ધારક પૂજ્ય દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે સંઘ અને સંઘાડાના ભાર પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી મ. સા.ને સોંપી આખરી વિદાય લીધી. અચલગચ્છના શ્રી ચતુર્વિધ સંધ તેમના આ આત્મ સમર્પણને ક્દી નહિ વિસરે, આચાર્ય શ્રી ગુણસાગરસૂરિ : કચ્છ દેઢિયાના શા. લાલજી દેવશીનાં ભાર્યાં ધનબાઈની કુખે સ. ૧૯૬૯ માં ગાંગજી નામના પુત્રને જન્મ થયેા. સ. ૧૯૯૩ માં દીક્ષા, સ. ૧૯૯૪ માં જામનગરમાં વડી દીક્ષા, સં. ૧૯૯૮ માં મેરાઉમાં ઉપાધ્યાય પદવી અને સ. ૨૦૧૨માં મુંબઈ માં આચાર્ય પદવી. adada sabha chach sh તીવ્ર યાદદાસ્ત તેમ જ શીઘ્ર ગ્રહણશક્તિના કારણે માળપણમાં જ સંસ્કૃતનો અભ્યાસ કર્યાં તથા સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન કર્યુ.. છ ક ગ્રંથ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય વગરેના અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃત કાવ્યમય શ્લોકો અને ગ્રંથા લખ્યા. વકતૃત્ત્વ શક્તિ પણ અસરકારક છે. ‘ શ્રી પકથા સંગ્રહ,’‘ શ્રીપાલ ચરિત્ર,’ તથા · કલ્યાણસાગરસૂરિ ચરિત્ર’ સંસ્કૃતમાં રચ્યાં છે. નવપદ આદિ પૂજાએ રચી સ્તવન – ચૈત્યવંદન સ્તુતિએની ચાવીસીએ તથા અન્ય અનેક સ્તવન ઉપરાંત ચેઢાળીઆએની રચના કરી છે. સ'. ૧૯૯૩ માં – શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિ ગ્રંથ Page #15 -------------------------------------------------------------------------- ________________ a fts fastest fest head slashdeeds.fe affed salesfoddesses.wordp. hod 1] દીક્ષા લીધી, તે પહેલાં ચાર વરસથી આજ સુધી ઓછામાં ઓછું એકાસણાનું વ્રત ચાલુ છે. દરરોજ પંચ પરમેષ્ઠિના ૧૦૮ ખમાસમણ આપે છે. ગચ્છની વિશાળ જવાબદારીઓ હાલ તેઓશ્રી સંભાળી રહ્યા છે. ગચ્છને અભ્યદય કરવાની દિશામાં તેમણે સુંદર પુરુષાર્થ દાખવ્યો છે. સં. ૨૦૧૭ માં મેરાઉમાં “આર્ય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના તેમને સદુપદેશથી થઈ છે. જૈન ધર્મના તત્વજ્ઞાન, આચાર, શ્રદ્ધા અને ધાર્મિક શિક્ષક, પંડિત તૈયાર કરવા, પ્રાચીન જૈન શાના જુદા જુદા વિષયોનાં જ્ઞાન ઉત્પન્ન કરવા તેમ જ સાધુ–સાવીઓને પણ ધાર્મિક શિક્ષણ આપવાના ઉદેશથી આ સંસ્થા સ્થાપવામાં આવી છે. વગર લવાજમે કાયમ ૪૦ થી ૫૦ છાત્રો તેમાં તાલીમ લઈ રહ્યા છે. કચ્છ નાગલપુરમાં સ્વતંત્ર પોતાની માલિકીની વિશાળ જગ્યા ખરીદી, હાલ આ સંસ્થા ત્યાં ખસેડવામાં આવી છે. કન્યાઓ પણ ધાર્મિક શિક્ષણ પામી આદર્શ મહિલા અને શ્રાવિકા બને એ ઉદ્દેશથી કચ્છ મેરાઉ મધ્યે એ જ સ્થાને “આર્ય કલ્યાણ--ગૌતમ નીતિ શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના કરાવી છે. હવે તેમાં વિધવાઓ અને ત્યક્તા બહેનોને પણ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. ધાર્મિક ક્ષેત્રે : કચ્છમાં હંસવિજય નામના એક સાધુ ધર્મ અને ગ૭ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા, તેથી તેમના દિલને ખૂબ રંજ થયે. સં. ૨૦૧૦ માં મુંબઈમાં સ્થપાયેલ “શ્રી અચલગ૭ ઉત્કર્ષ સંઘ સમિતિ”ને આ વાતની તેમણે જાણ કરી અને કંઈક સક્રિય કાર્યવાહી કરવા પૂજ્ય આચાર્યશ્રીએ પ્રેરણું આપતાં મજકુર સંઘ સમિતિએ સં. ૨૦૨૪ માં પૂ. આ. ગુણસાગરસૂરિના અધ્યક્ષપણે તેઓશ્રીની નિશ્રામાં “અખિલ ભારત અચલગચ્છ અધિવેશન” ભર્યું હતું, જેમાં મુંબઈ, કચ્છ, હાલાર, ગુજરાત, રાજસ્થાન, દેશાવર આદિ સ્થળોએથી લગભગ ૨૫૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધે હતો. આ ત્રણ દિવસના અધિવેશનમાં ગછના ઉત્કર્ષ માટે ઉપાય છે તેને અમલ કરવા નિર્ણ લેવામાં આવ્યા હતા, અને “શ્રી અખિલ ભારત વિધિપક્ષ (અચલગચ્છ) તાંબર જૈન સંઘની સ્થાપના કરવામાં આવી હતી. તેમના ઉપદેશથી અબડાસાની પંચતીથીને છરી સંઘ કાઢવામાં આવેલ તથા દેઢિયાથી ભધિરને સંઘ કાઢવામાં આવે, ત્યારે તેમને તીર્થ પ્રભાવક અને “અચલગચ્છાધિપતિ'ની પદવીથી વિભૂષિત કરવામાં આવેલા. સં. ૨૦૩૨ નું ચાતુર્માસ બાડમેર (રાજસ્થાન) કર્યું. ચાર સે વરસો બાદ ત્યાં ગચ્છાધિપતિનું ચાતુમસ થતાં ત્યાંના સંઘમાં ખૂબ ઉત્સાહ અને ગ૭ તથા ધર્મપ્રેમ પ્રગટ. અનેક ધાર્મિક અનુષ્ઠાન થયાં અને પૂજય આચાર્ય શ્રી ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી બંધાવવામાં આવેલ મશીઆર્ય કયાણામસ્મૃતિગ્રંથ છે Page #16 -------------------------------------------------------------------------- ________________ T12]=sRasoda stories f orestashare test ofessodess deservestosterocestodessess >> % de dadesh. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની ચારે બાજુ ચાર દેરાસર તથા પાછળ ચૌમુખજી દેરાસર તથા દાદાવાડી (ગુરુમંદિર) રચાવી દેરાસરજીને વિસ્તૃત કરવામાં આવ્યા. સં. ૨૦૩ર માં જંગમ યુગપ્રધાન દાદા સાહેબશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને ચાર જન્મદિન આવતે હોઈ પૂજ્ય આચાર્યશ્રીના આદેશથી સમસ્ત ભારતભરના અચલગચ્છીય સંઘેએ સં. 2022 થી 2033 સુધી, પૂજ્ય દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ચતુર્થ જમ શતાબ્દી મહોત્સવ” ખૂબ ઠાઠમાઠથી અને શાનદાર રીતે ઉજવ્યો હતો. એ જ અરસામાં અને એ નિમિત્તે કચ્છ ગોધરાથી પાલીતાણાનો છે’ રી પાળતે ચતુર્વિધ સંઘ નીકળેલ, જેમાં લગભગ પોણોસો પૂજ્ય શ્રમણો અને શ્રમણીઓ તથા એક હજાર શ્રાવક-શ્રાવિકાઓ જેડાયાં હતાં. આ પ્રસંગને અનુલક્ષીને પાલીતાણા મધ્યે પૂજ્ય આચાર્યશ્રીને “અખિલ ભારત અચલગચ્છ જૈન શ્વેતાંબર સંઘ તરફથી “અચલગચ્છ દિવાકર”ની પદવી એનાયત કરવામાં આવી હતી. સંઘની પૂર્ણાહૂતિ બાદ પૂ. આચાર્યશ્રીની શુભ નિશ્રામાં અને તેમના શુભ હસ્તે કચ્છ ભુજપુરમાં અનેક જિનબિંબની અંજનશલાકા વિધિ તથા નૂતન વિશાળ જિનાલયમાં પ્રતિષ્ઠા થઈ હતી. તેઓશ્રીના શુભ હસ્તે દર વરસે અનેક દીક્ષાઓ આપવામાં આવે છે. શ્રાવકમાં ધર્મભાવનાની વૃદ્ધિ થાય છે. તપસ્યા આદિ પણ થાય છે. ગચ્છ પ્રત્યે અભિરુચિ વધતી આવે છે. અચલગચ્છાધિપતિ, તીર્થપ્રભાવક, ગચ્છ દિવાકર, શીઘ કવિ, પંડિતરત્ન પરમપૂજ્ય આચાર્ય દેવ 1008 શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તંદુરસ્ત દીર્ધાયુ ભેગવી ગચ્છની ઉન્નતિ કરતા રહે એવી ગ૭ અધિષ્ઠાયિકા શાસનદેવી ભગવતી શ્રી મહાકાળી માતાજીને નમ્ર પ્રાર્થના ! - ગરછના ચાર મહારથીઓ પીકીઓના પ્રવર્તક શ્રી આર્ય રક્ષિતસૂરિએ સં. 1169 માં સુવિહિત માર્ગની પ્રરૂપણું કરી, વિધિપક્ષગચ્છની સ્થાપના કરી. ત્યારબાદ લગભગ અઢીસો વરસો બાદ શ્રી મહેંદ્રપ્રભસૂરિજીએ કિદ્ધાર કર્યા બાદ, ફરી અઢી વરસે બાદ શ્રી ધર્મમૂર્તિસૂરિએ શિથિલાચાર દૂર કરીને કિદ્ધાર કર્યા બાદ, લગભગ અઢીસ વરસ પછી દાદાશ્રી ગૌતમસાગરસૂરિજીએ કિદ્ધાર કરી સંવેગી દીક્ષા અંગીકાર કરી. એ ચાર ધુરંધરના પટ્ટનાયકે અનુકમે શ્રી જયસિંહસૂરિ, શ્રી મેરૂતુંગસૂરિ, શ્રી કલ્યાણસાગરસૂરિ અને શ્રી ગુણસાગરસૂરિએ પિતાના ગુરુએ આદરેલાં કાર્યોને સ્વભેગે પૂરાં કરી ગચ્છની ધ્વજા ફરકતી રાખી છે. વિદ્યમાન અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી ગુણસાગરસૂરિ પણ પોતાના દાદા ગુરુનાં પગલે ચાલીને ગ૭ની અસ્મિતા ટકાવી રહ્યા છે. તે માટે આપણે તેમને જેટલે આભાર માનીએ તેટલે એ છે છે. તેમની આજ્ઞાને શિરસાવંઘ ગણીને તેને અમલ કરવા શાસનદેવ અને ગ૭ અધિષ્ઠાયિકા શાસનદેવી શ્રી સંઘને સન્મતિ અને શક્તિ આપે એ જ અભ્યર્થના! DF માં શ્રી આર્ય કયાણ ગોલમમૃતિગ્રંથ