SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ હકકકકકકક કકકકos.escebook[૧૮] (૧૯૪૮) ક્ષેમસાગર, “શુભસાગર,’ ‘શિવેદધિસૂરિ,’ ‘શિવસિંધુરાજ' ઈત્યાદિ માનતું અભિધાનેથી સંબોધાયેલા અને જંગમતીથ, જગદગુરુ, યુગપ્રધાન, યુગવીર એવા ગૌરવાન્વિત બિરુદથી નવાજાયેલા કલ્યાણસાગરસૂરિ આ ગચ્છના ઈતિહાસમાં મહાન કારકિદી સ્થાપી ગયા છે. તેમની મૂર્તિઓ અને પાદુકાઓ અનેક ગુરુમંદિરમાં પૂજાય છે. ભદ્રેશ્વર તીર્થની ભમતિમાં ૧૬ અને ૧૭ નંબરની દેરી વચ્ચેની દેરીઓમાં મહાકાળી માતાજીના ક૫ની આગળ તેમની પાદુકાની પ્રતિષ્ઠા થઈ છે. તેમણે ગચ્છનું સંગઠન એવું તે દઢ કર્યું કે, તેમની પ્રતિભાની અસર પછીના સૌકાઓમાં પણ પૂર્વવત રહી. ત્રણેક શતાબ્દી પછી પણ ગચ્છ વ્યવસ્થા અને તેની આધ્યાત્મિક પ્રવૃતિ પર કલ્યાણસાગરસૂરિના નામને પ્રભાવ અપૂર્વ છે. એ મેધાવી આચાર્યનું નામ આજે પણ અંચલગચ્છના અભ્યદય માટે પ્રેરણાસ્ત્રોત સમું છે અને સોદિત રહેશે. એ જ એમની વિરાટ પ્રતિભાને મહાન અંજલિ છે. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી- આચાર્યશ્રી ગુણસાગરસૂરિ પૂ. દાદા ગૌતમસાગરસૂરિજી: મારવાડ અંતર્ગત પાલી ગામમાં બ્રાહ્મણ ધીરમલ્લજીનાં ભાય ક્ષેમલદેની કુખે સં. ૧૯૨૦ માં ગુલાબમલજીને જન્મ થયો. ગોરજી દેવસાગરજીએ માહીમમાં સં. ૧૯૪૦ માં યતિ દીક્ષા આપી. સં. ૧૯૪૬ માં પાલીમાં જિદ્ધાર કરી સુવિહિત સંવેગી દીક્ષા અંગીકાર કરી. સં. ૨૦૦૯માં ભૂજમાં સ્વર્ગવાસી થયા. (૨૦૧૨) મુનિમંડલ અગ્રેસર ગૌતમસાગરજીએ સુવિહિત માર્ગ પર પુનઃપ્રસ્થાન કરીને અંચલગચ્છના અભ્યદયને અભિનવ સૂત્ર પ્રાપ્ત કર્યો. તેમણે કિર્યોદ્વાર કરીને સમગ્ર ગચ્છને સમુદ્ધાર કર્યો. આ ગચ્છના વર્તમાન સ્વરૂપનું ઘડતર તથા તેની આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા તેમણે ભગીરથ પુરુષાર્થ કર્યો, જેની યશગાથા ખરેખર ગૌરવપૂર્ણ છે; કેમ કે, આ ગચ્છની લુપ્તપ્રાયઃ થયેલી શતાબ્દી જૂની વિચારધારાને તેમણે પુનઃ સચેતન કરી, બધે વ્યાપ્ત કરી, ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિના અનુગામી તરીકે કેઈપણ અભિયુક્ત ન થતાં શ્રી પૂજ્ય (ગૌરજીઓ) ના નેતૃત્વને આ રીતે યચિત અંત આવ્યો. ગચ્છને હવે પછીને ઇતિહાસ મહત્ત્વના તબક્કામાં પ્રવેશે છે, જેના કર્ણધાર બન્યા સુવિહિત શિરોમણિ મુનિ ગૌતમસાગરજી મહારાજ. દીક્ષા અંગીકાર કર્યા બાદ તેમણે ખાસ કરીને કરછ અને હાલારમાં જ ચાતુર્માસ કર્યા, જેથી સ્થાનિક જનતામાં ધર્મ ભાવના જાગી. સં. ૧૯૪૯માં ભૂજમાં ચાતુર્માસ દરમ્યાન ઉત્તમસાગરજીને દીક્ષા આપી પ્રથમ શિષ્ય કર્યા તથા શિવશ્રી, ઉત્તમશ્રી અને લક્ષ્મીશ્રીને દીક્ષા મિ શ્રી આર્ય કથાકાગૌતમસ્મૃતિગ્રંથ BSE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230230
Book TitleVidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio
Original Sutra AuthorN/A
AuthorDevji D Khona
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages16
LanguageGujarati
ClassificationArticle, Ascetics, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy