________________ T12]=sRasoda stories f orestashare test ofessodess deservestosterocestodessess >> % de dadesh. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની ચારે બાજુ ચાર દેરાસર તથા પાછળ ચૌમુખજી દેરાસર તથા દાદાવાડી (ગુરુમંદિર) રચાવી દેરાસરજીને વિસ્તૃત કરવામાં આવ્યા. સં. ૨૦૩ર માં જંગમ યુગપ્રધાન દાદા સાહેબશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને ચાર જન્મદિન આવતે હોઈ પૂજ્ય આચાર્યશ્રીના આદેશથી સમસ્ત ભારતભરના અચલગચ્છીય સંઘેએ સં. 2022 થી 2033 સુધી, પૂજ્ય દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ચતુર્થ જમ શતાબ્દી મહોત્સવ” ખૂબ ઠાઠમાઠથી અને શાનદાર રીતે ઉજવ્યો હતો. એ જ અરસામાં અને એ નિમિત્તે કચ્છ ગોધરાથી પાલીતાણાનો છે’ રી પાળતે ચતુર્વિધ સંઘ નીકળેલ, જેમાં લગભગ પોણોસો પૂજ્ય શ્રમણો અને શ્રમણીઓ તથા એક હજાર શ્રાવક-શ્રાવિકાઓ જેડાયાં હતાં. આ પ્રસંગને અનુલક્ષીને પાલીતાણા મધ્યે પૂજ્ય આચાર્યશ્રીને “અખિલ ભારત અચલગચ્છ જૈન શ્વેતાંબર સંઘ તરફથી “અચલગચ્છ દિવાકર”ની પદવી એનાયત કરવામાં આવી હતી. સંઘની પૂર્ણાહૂતિ બાદ પૂ. આચાર્યશ્રીની શુભ નિશ્રામાં અને તેમના શુભ હસ્તે કચ્છ ભુજપુરમાં અનેક જિનબિંબની અંજનશલાકા વિધિ તથા નૂતન વિશાળ જિનાલયમાં પ્રતિષ્ઠા થઈ હતી. તેઓશ્રીના શુભ હસ્તે દર વરસે અનેક દીક્ષાઓ આપવામાં આવે છે. શ્રાવકમાં ધર્મભાવનાની વૃદ્ધિ થાય છે. તપસ્યા આદિ પણ થાય છે. ગચ્છ પ્રત્યે અભિરુચિ વધતી આવે છે. અચલગચ્છાધિપતિ, તીર્થપ્રભાવક, ગચ્છ દિવાકર, શીઘ કવિ, પંડિતરત્ન પરમપૂજ્ય આચાર્ય દેવ 1008 શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તંદુરસ્ત દીર્ધાયુ ભેગવી ગચ્છની ઉન્નતિ કરતા રહે એવી ગ૭ અધિષ્ઠાયિકા શાસનદેવી ભગવતી શ્રી મહાકાળી માતાજીને નમ્ર પ્રાર્થના ! - ગરછના ચાર મહારથીઓ પીકીઓના પ્રવર્તક શ્રી આર્ય રક્ષિતસૂરિએ સં. 1169 માં સુવિહિત માર્ગની પ્રરૂપણું કરી, વિધિપક્ષગચ્છની સ્થાપના કરી. ત્યારબાદ લગભગ અઢીસો વરસો બાદ શ્રી મહેંદ્રપ્રભસૂરિજીએ કિદ્ધાર કર્યા બાદ, ફરી અઢી વરસે બાદ શ્રી ધર્મમૂર્તિસૂરિએ શિથિલાચાર દૂર કરીને કિદ્ધાર કર્યા બાદ, લગભગ અઢીસ વરસ પછી દાદાશ્રી ગૌતમસાગરસૂરિજીએ કિદ્ધાર કરી સંવેગી દીક્ષા અંગીકાર કરી. એ ચાર ધુરંધરના પટ્ટનાયકે અનુકમે શ્રી જયસિંહસૂરિ, શ્રી મેરૂતુંગસૂરિ, શ્રી કલ્યાણસાગરસૂરિ અને શ્રી ગુણસાગરસૂરિએ પિતાના ગુરુએ આદરેલાં કાર્યોને સ્વભેગે પૂરાં કરી ગચ્છની ધ્વજા ફરકતી રાખી છે. વિદ્યમાન અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી ગુણસાગરસૂરિ પણ પોતાના દાદા ગુરુનાં પગલે ચાલીને ગ૭ની અસ્મિતા ટકાવી રહ્યા છે. તે માટે આપણે તેમને જેટલે આભાર માનીએ તેટલે એ છે છે. તેમની આજ્ઞાને શિરસાવંઘ ગણીને તેને અમલ કરવા શાસનદેવ અને ગ૭ અધિષ્ઠાયિકા શાસનદેવી શ્રી સંઘને સન્મતિ અને શક્તિ આપે એ જ અભ્યર્થના! DF માં શ્રી આર્ય કયાણ ગોલમમૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org