________________
છે
..
................. 3.1.xls. Nettvt.g•••••••••તું..........•suspects
Islook sloose so
૧ ૮૩ી
કલ્યાણસાગરસૂરિએ એ જ નિષ્ઠાથી ઉપાડયું અને વ્યાપક બનાવ્યું, જેની ચમત્કારિક અસર આજ દિવસ સુધી રહેવા પામી.
આવું જ પુનરાવર્તન ચોથા તબકકામાં અંચલગચ્છ મુનિમંડળ અગ્રેસર પૂજય દાદાશ્રી ગૌતમસાગરસૂરિજીએ કર્યું. જેની પુષ્ટિ વિદ્યમાન અચલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્યદેવશ્રી ગુણસાગરસૂરિ સન્નિષ્ઠપણે કરી રહ્યા છે.
(૭૬૭) મહેંદ્રપ્રભસૂરિએ સં. ૧૫૪૦ માં પાટણમાં પિતાના છ શિષ્યોને એક જ સમયે આચાર્ય પદે સ્થાપિત કર્યા, તેમાં જયશેખરસૂરિ મહાન પ્રભાવશાળી હતા. શ્રાવકના “બૃહદ અતિચાર તથા નવમા સ્મરણની રચના તેમણે કરી છે. ગુજરાતી ભાષાના તેઓશ્રી આદિ કવિ મનાય છે. તેમણે ઘણી કૃતિઓ રચી છે. તેમને “કવિ ચક્રવતીનું બિરુદ પ્રાપ્ત થયેલું. તેમના અંગે એક સ્વતંત્ર લેખ લખી શકાય.
(૮૭૬) મહેંદ્રપ્રભસૂરિ સફળ ગચ્છનાયક ઉપરાંત કવિ પણ હતા. તેમની શિષ્ય મંડળીએ જૈન સાહિત્યના ઇતિહાસમાં તેજવંત યુગ પ્રવર્તાવ્યો.
( ૮૭૭) ગડીજી તીર્થની જેમ જીરાવલ્લા તીર્થને મહિમા પણ એ અરસામાં ખૂબ જ હતું. આ તીર્થની સ્થાપનામાં તેમ જ તેના વિકાસમાં અંચલગચ્છના આચાર્યોને ઉલ્લેખનીય હિસ્સો છે. મહેંદ્રપ્રભસૂરિ, જયશેખરસૂરિ, મેરૂતુંગસૂરિ આદિ આચાર્યોએ આ તીર્થનાં સુંદર સ્તોત્ર રચાં છે; એટલું જ નહીં, પણ અંચલગચ્છીય સાહિત્યકારોની લગભગ પ્રત્યેક કૃતિના મંગલાચરણમાં ગોડીજી અથવા જીરાપલ્લી પાર્શ્વનાથની સ્તુતિ તે અવશ્ય હશે જ. આ જ તીર્થના અદ્દભુત પ્રભાવ અને ચમત્કારની વાતો આ ગચ્છના સાહિત્યમાં એકમેક થઈ છે.
(૮૮૯) જયશેખરસૂરિ રચિત “પ્રબોધ ચિંતામણિ ગ્રંથની પ્રશિસ્ત દ્વારા અંચલગચ્છના આ સમર્થ પટ્ટધરની મહાનતાનાં આપણને સહજ ભાવે દર્શન થાય છે. આવી તે અનેક પ્રશસ્તિઓ આજ દિવસ સુધીમાં ઉપલબ્ધ થઈ છે, કિંતુ યશેખરસૂરિ જેવા મહાન સાહિત્યકારના વર્ણન પરથી મહેંદ્રપ્રભસૂરિના વ્યક્તિત્વને સુંદર પરિચય મળી રહે છે. તેમના શિષ્ય તથા અનુગામી પધર મેરૂતુંગસૂરિ તો તેમનાથી સવાયા નીકળ્યા. આ ગુરુ શિષ્યની જોડીએ પોતાનાં પ્રશસ્ત કાર્યો દ્વારા આ ગચ્છના ઈતિહાસમાં એવું તે ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે, તેમની સાથે ભાગ્યે જ બીજા કેઈને સરખાવી શકાય. તેમનાં કાર્યો દ્વારા અંચલગચ્છ પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ અને જયસિંહસૂરિના તેજવંત યુગની ઝાંખી
આ શ્રી આર્યકલ્યાણગૌતમસ્મૃતિ ગ્રાંથી DES
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org