Book Title: Tap ane Parishaha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249208/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ [૫] અહિંસાના પંથે જેટલા જૂના છે, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણા દેશમાં તપને કેટલે મહિમા હો, તપ કેટલું આચરવામાં આવતું અને તાપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જન આગમે અને બૌદ્ધ પિટકામાંથી જ નહિ, પણ વૈદિક મંત્રો, બ્રાહ્મણ અને ઉપનિષદ સુધ્ધાંમાંથી મળે છે. કઈ પણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું. તેને ભય લાગતો કે તપસ્વી મારું પદ લઈ લેશે, એટલે તે મેનકા કે તિલોત્તમા જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા, એકલતો. માત્ર મેક્ષ કે સ્વર્ગના રાજ્ય ભાટે જ નહિ, પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરાતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ દે તે પાને પાને તાપસના મઠ, તપસ્વી ઋષિએ તેમ જ તપસ્વિની માતાઓ નજરે પડશે. સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમ છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચે, એટલે જણાશે કે ચારે આશ્રમ માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે, અને ત્રીજો તથા એ આશ્રમ તે ઉત્તરોત્તર વધારે અને વધારે તપનાં વિધાનથી જ વ્યાપેલે છે. આ ઉપરાંત એકાદશી-વ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું વ્રત વગેરે અનેક વ્રતના મહિમાના ખાસ જુદા ગ્રંથો લખાયા છે. સ્ત્રીઓનાં કેટલાંક તપે જુદાં છે, કેટલાંક સ્ત્રીપુરુષ બન્નેનાં સાધારણ છે; જ્યારે કેટલાંક તો તે માત્ર કન્યાઓનાં છે. આ તે બ્રાહ્મણ સંપ્રદાયની વાત થઈ. પણ બદ્ધ અને જૈન સંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ એની એ જ વાત છે. મઝિમનિકાય જેવા જૂનાં બૌદ્ધ ગ્રંથમાં અને ભગવતી જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં અનેક પ્રકારના તાપસેના, તેમના મઠોના અને તેમના તપની વિવિધ પ્રણાલીઓનાં આકર્ષક વર્ણને છે, જે એટલું જાણવા માટે બસ છે કે આપણા દેશમાં અઢી હજાર વર્ષ પહેલાં પણ તપ-અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હતી અને લેકે ઉપર તે સંસ્થાઓને ભારે પ્રભાવ હતે. બ્રાહ્મણ, Page #2 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિવહ [ ૪૪૧ ભિક્ષુ અને શ્રમણ એ ત્રણે નામેાનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ ઝૂકનાર અને તે માટે બધુ ત્યાગનાર તે બ્રાહ્મણ. માત્ર ભિક્ષા ઉપર નભનાર અને કરો જ સય ન કરનાર તે ભિક્ષુ. કલ્યાણ માટે બધા જ શ્રમ ઇચ્છાપૂર્વક સહનાર તે શ્રમણ, ભગવાન બુદ્ધે ભિક્ષુકા માટે તપ બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમેામાં સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમોમાં નહિ; મુખ્યપણે તેમની સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમેમાં છે. પરંતુ ભગવાન મહાવીરતી સખતાઈ તે ખાદ્ય અને આંતરિક અને પ્રકારના નિયમોમાં છે. બૌદ્ધ ગ્રંથામાં જે કાયકલેશ અને દમનના પરિહાસ કરવામાં આવ્યું છે તે કાયક્લેશ અને દેહદમનની જૈન આગમ પૂરી હિમાયત કરે છે, પરંતુ આ હિમાયતની પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત તરફ્ જાણે કે અજાણે ધ્યાન ન અપાયાથી જ બૌદ્ધ ગ્રંથામાં જૈન તપના પરિહાસ થયેલા દેખાય છે. જે તપના મુદ્દે પરિહાસ કર્યો છે અને જે તપતે તેમણે નિરચક બતાવ્યું છે, તે તપતે તે મહાવીરે પણ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થકતા બતાવી છે. તામલી તાપસ અને પૂરણ જેવા તાપસાનાં અતિ ઉગ્ર અને અતિ લાંખા વખતનાં તપાને ભગવાને મિથ્યા તપ કહેલ છે. આનું શું કારણ ? જે ઉગ્ર તપ, જે ઉગ્ર કાયલેશ અને જેમ દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયક્લેશ અને તે જ દેહદમન જો બીજો આચરે તો એને વિરેધ ભગવાન શા માટે કરે? શું એમને ખીજાની અદેખાઈ હતી ? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એક ભગવાન મહાવીરનાં હોય એમ કલ્પવું એ એમને ન સમજવા બરાબર છે. ભગવાનનો વિરોધ એ તાપસેાના દેવદમન પરત્વે ન હતો, કારણ કે એવાં દેહદમના તેા તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણુગાર જેવા તેમના અનેક શિષ્યાએ એવાં જ દેહદમનેા સેવેલાં છે; જેના પુરાવા જૈન આગમામાં મોજૂદ છે. ત્યારે જૂની ચાલી આવતી તાપસ સંસ્થાએ અને તેનાં વિવિધ તપા સામે ભગવાનના વિરાધ કઈ બાબતમાં હતા ? એમને એમાં શી ઊણપ લાગેલી એ સવાલ છે. એને ઉત્તર ભગવાનના પેાતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી; તપ તે એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૪જર ] દર્શન અને ચિંતન એમની શેધ જે હોય તે તે એટલી જ કે એમણે તપને—કોરમાં કઠોર તપને–દેહદમનને અને કાયલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ ઉમેરી, એટલે કે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમતભદ્રની ભાષામાં કહીએ તે ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડાકિયું કરી શકાય, વધારે ઊંડા ઊતરાય અને જીવનને અંતર્મળ ફેંકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમને આવી જાય છે, જ્યારે આત્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમે આવી જાય છે. ભગવાન દીર્ધતપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય તપને કારણે નહિ, પણ એ તપને અંતજીવનમાં પૂર્ણ ઉપયોગ કરવાને કારણે જ—એ વાત ભુલાવી ન જોઈએ. ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ ફળ રૂપે આપણને વાર મળ્યો છે તેમાં તપ પણ એક વસ્તુ છે. ભગવાન પછીનાં આજ સુધીનાં ૨૫૦૦ વર્ષમાં જન સધે જેટલે તપને અને તેના પ્રકારે જીવતો વિકાસ કર્યો છે તેટલે બીજા કોઈ સમ્પ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાંથી કેવળ તપ અને તેનાં વિધાનોને લગતું સાહિત્ય જુદુ તારવવામાં આવે તે એક ખાસ અભ્યાસગ્ય ભાગ જ થાય. જૈન તપ માત્ર ગ્રંથમાં જ નથી રહ્યું, એ તે ચતુર્વિધ સંધમાં જીવતા અને વહેતા વિવિધ તપના પ્રકારોને એક પાત્ર છે. આજે પણ તપ આચરવામાં જેને એક્કા ગણાય છે. બીજી કોઈ પણ બાબતમાં જેનો કદાચ બીજા કરતાં પાછળ રહે, પણ જે તપની પરીક્ષા, ખાસ કરી ઉપવાસ-આયંબિલની પરીક્ષા, લેવામાં આવે તો આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જૈન પુરુષો નહિ તે છેવટે સ્ત્રીઓ નીકળવાની જ, એવી મારી ખાતરી છે. આજે જેમ જ્યાં દેબો ત્યાં લાઠી ખાવાની હરીફાઈ બાળકે સુધ્ધાંમાં નજરે પડે છે, તેમ ઉપવાસ કરવાની હરીફાઈ જૈન બાળકમાં રૂઢ. થઈ ગઈ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકને એની મા પોચે અને નબળે એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવાને નાઉમેદ થતા રજપૂત બાળને તેની ક્ષત્રિયાણું મા નમાલે કહેતી. તપને લગતા ઉત્સવો, ઉજમણાઓ અને તેવા જ બીજા ઉત્તેજક પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખાસ કરી જે બહેને, તપ કરી તેનું નાનું મેટું ઉજમણું ન કર્યું હોય, તેને એક રીતે પિતાની ઉણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબરનું આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી. Page #4 -------------------------------------------------------------------------- ________________ તપ અને ષહ [ ૪૪૩. તપને તે! જૈન ન હેાય તે પણ જાણે છે, પરંતુ પરિષહાની બાબતમાં તેમ નથી. અજૈન માટે પરિષદ્ધ શબ્દ જરા નવા જેવા છે, પરંતુ એને અથ નવી નથી. ધર ઊંડી ભિક્ષુ બનેલાને પોતાના ધ્યેયની સિદ્ધિ માટે જે જે સહેવું પડે તે પરિષદ્ધ, જૈન આગમોમાં આવા રિષહે ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને ઉદ્દેશીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યુ છે તે તે ગૃહસ્થ કે ત્યાગી બધાને જ ઉદ્દેશીને, જ્યારે બાવીસ પરિષહા ગણા વવામાં આવ્યા છે તે ત્યાગીજીવનને ઉદ્દેશીને જ. તપ અને પરષદ્ધ એ એ જુદા દેખાય છે, એના ભેદ્યે પણ જુદા છે, છતાં એકખીજાથી છૂટા ન પાડી શકાય એવા એ એ મા છે. .. તનિયમ અને ચારિત્ર એ અન્ને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ એ બન્નેથી જુદી વસ્તુ છે. સાસુ, નણુંદ અને ધણી સાથે હંમેશા ઝધડનાર વહુ, તેમ જ જો હું મેટલનાર અને દેવાળું કાઢનાર અપ્રામાણિક વ્યાપારી પણ ધણીવાર કઠણ નિયમ આરે છે. નેફનીતિથી સાદુ અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કાઈ કાઈ એવા મળી આવે છે કે જેને ખાસ નિયમાનુ બંધન નથી હેતુ, નિયમ આચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કાઈ કાઈ ધણીવાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ ન હેાય. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણના યાગ એક વ્યક્તિના જીવનમાં શકય છે, અને જો એ યાગ હાય તેા જીવનના વધારે અને વધારે વિકાસ સભવે છે; એટલું જ નહિ, પણ એવા યાગવાળા આત્માને જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તે! એમ કહો કે એવા જ માણસ બીજાને દોરી શકે છે; જેમ મહાત્માજી. આજ કારણથી ભગવાને તપ અને પરિષહેામાં એ ત્રણ તત્ત્વા સમાવ્યાં છે. તેમણે જોયું કે મનુષ્યતા જીવન પથ લાંખે છે, તેનુ ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર છે તેટલું જ સૂક્ષ્મ છે અને તે ધ્યેયે પહેાંચતાં વચ્ચે મોટી મુસીખતે ઊભી થાય છે, એ મામાં અંદરના અને બહારના બન્ને દુશ્મન હુમલા કરે છે, એને પૂ વિજય એકલા શ્રૃતનિયમથી, એકલા ચારિત્રથી, કે એકલા જ્ઞાનથી શકય નથી.. આ તત્ત્વ ભગવાને પોતાના જીવનમાં અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરબહાની એવી ગેાઠવણી કરી કે તેમાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને સમાવેશ થઈ જાય. એ સમાવેશ એમણે પેાતાના જીવનમાં શકય. ફરી અતાવ્યા. મૂળમાં તો તપ અને પરિષદ્ધ એ ત્યાગી તેમ જ ભિક્ષુજીવનમાંથી જ Page #5 -------------------------------------------------------------------------- ________________ -૪૪ ] દર્શન અને ચિંતન ઉત્પન્ન થયેલાં છે—જેકે એને પ્રચાર અને પ્રભાવ તે એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચેલે છે. આર્યાવર્તના ત્યાગજીવનને ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતું. આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની અને વિકારની શાંતિ. આર્ય ઋષિઓને મન ક્લેશને વિજય એ જ મહાન વિજય હતું. તેથી જ તે મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજન બતાવતાં કહે છે કે “તપ કલેશને નબળાં પાડવા અને સમાધિના સરકારે પુષ્ટ કરવા માટે છે.” તપને પતંજલિ ક્રિયાવેગ કહે છે, કારણ કે એ તપમાં વ્રતનિયમને જ ગણે છે; તેથી પતંજલિને ક્રિયાગથી જુદે જ્ઞાનયોગ સ્વીકાર પડ્યો છે. પરંતુ જૈન તપમાં તે ક્રિયાયોગ અને જ્ઞાનયોગ બને આવી જાય છે, અને એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ, જે ક્રિયાયોગ જ છે, તે અત્યંતર તપ એટલે જ્ઞાનની પુષ્ટિ માટે જ છે. ને એ જ્ઞાનયોગની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ. આ તે તપ અને પરિષહેના મૂળ ઉદ્દેશની વાત થઈ, પણ આપણે જેવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરિવહન - સહનાર સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે ફ્લેશ-કંકાસ અને ઝઘડા–વિખવાદની શાંતિ કેટલી સાધી છે ? તમે સમાજને છેલ્લાં ફક્ત પચીસ જ વર્ષને ઈતિહાસ લેશે તે તમને જણાશે કે એક બાજુ તપ કરવાની વિવિધ સગવડે સમાજમાં ઊભી થાય છે અને વધતી જાય છે અને બીજી બાજુ કલેશ, કંકાસ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી કે આપણે ત્યાં તપ અને ઉદ્યાપ વધ્યાં એટલે જ કલેશ કંકાસ વધ્યો, પણ એનું કારણ એ છે કે આપણે તપને ઉપગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાથ ન કરી. તેથી તપની હજારે પૂજાએ સતત ભણાવવા છતાં, તપનાં ઉદ્યાપને ભપકાબંધ ચાલુ હોવા છતાં, તેના વરઘોડાનો દમામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઊભા છીએ; નથી એક પગલું બીજા કોઈ સમાજ કે પડોશીથી આગળ વધ્યા, ઊલટું ઘણી બાબતમાં તે આપણે ચાવી વિનાના તપમાં - શક્તિ નકામા ખર્ચે બીજા કરતાં પાછા પડતા જઈએ છીએ. જે વસ્તુ ચોથા મોક્ષપુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું જ નથી. જે નિયમો આધ્યાત્મિક જીવનના પિષક હિય છે, તે જ નિયમે વ્યાવહારિક જીવનને પણ પિષે છે. તપ અને પરિવહ જે કલેશની શાંતિ માટે હોય તો તેની એ પણ શરત હેવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પિષણ થાય. કોઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિવહ [ ૪૪૫ પણુ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શેધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરિષહાની જરૂરિયાત ન હોય. સિકંદર, સીઝર અને નેપલિયનને વિજય લે, અથવા વૈજ્ઞાનિકોની શોધ લે, અથવા બ્રિટિશ સામ્રાજ્યને પાયો નાખનાર અંગ્રેજોને લે, તો તમને દેખાશે કે એની પાછળેય એમની બે તપ હતું અને પરિષહ પણ હતા. આપણે બધા તપ આચરીએ કે પરિષહ સહીએ તે તેને કાંઈક તે ઉદ્દેશ હે જ જોઈએ. કાં તે તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાં તે આધિભૌતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તો આપણને મળેલ તપ અને પરિષહેને વારસો વિકસિત થવા છતાં તે કેટલે ધંધારે કીમતી થાય છે અને વિચાર તમે જ કરે ! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરિષહ મારફત આપણા સમાજે પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે કલેશેની શાંતિ કેટલી વધારે સાધી છે, અથવા એ વારસા દ્વારા એણે આધિભૌતિક મહત્તા કેટલી વધારે પ્રાપ્ત કરી છે. જે આપણને એવું અભિમાન હોય કે જેનો જેવું તપ કઈ કરતા નથી, કરી શકતા નથી અને જૈન ભિક્ષુ જેટલા ઉગ્ર પરિષહ બીજા કોઈ સહી શકતા નથી તો આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કેઈ આવી આપણને પૂછે કે “ભલા ! તમે તપ અને પરિષહેની બાબતમાં બીજા કરતાં પિતાને વધારે ચડિયાતા માને. છે, તે પછી તમારે સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો. હોવો જોઈએ. તેથી તમે બતાવો કે તમારા સમાજે તપ અને પરિષહ દ્વારા કયું પરિણામ મેળવી બીજા સમાજે કરતાં ચડિયાતાપણું મેળવ્યું છે? શું તમે કલેશશાંતિમાં બીજા કરતાં ચડે છે? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડે છે? શોધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડે છે? શું તમે પરાક્રમી શીખ સૈનિકો જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડે છે? આ પ્રશ્નોનો ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ (અને અત્યારનું સામાજિક પરિણામ એ ઉત્તર આપવા ના પાડે છે), તો પછી આપણે એકવાર ગમે તેવા કીમતી નીવડેલા અને વસ્તુતઃ કીમતી નીવડી શકે તેવા તપ અને પરિષહના વારસાનું મિથ્યાભિમાન કરવું છેડી દેવું જોઈએ. તપ અને પરિષહના ખાસ પ્રતિનિધિ મનાતા ગુરુઓ જ આજે મોટેભાગે આપણા કરતા વધારે ગૂંચમ છે, મોટા કલેશમાં છે. ભારે અથડામણીના જોખમમાં છે. સાથે સાથે સમાજને માટે ભાગ પણ એ વાવાઝોડામાં સપડાયેલ છે. ક્યાં એ સુંદર વારસાનાં સુંદરતમ આધ્યાત્મિક પરિણામે Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] દુન અને ચિંતન અને કુચાં એ કીમતી વારસાને વ્યર્થ અને નાશકારક રીતે અય ! જો જૈન સમાજના એ મુખ્ય પ્રતિનિધિઓએ આધ્યાત્મિક વિજય સાધી આપણા સમાજતે જીવિત શાંતિ અર્પી હોત, અથવા હજી પણ અર્પતા હાત તે, વ્યાવહારિક ભૂમિકામાં ગમે તેટલું પછાતપણુ હોવા છતાં, આપણે ઊંચું માથું કરી એમ કહી શકત કે અમે આટલું તે કર્યું છે. પણ એક આજી આધ્યાત્મિક શાંતિમાં જગત આપણું દેવાળું જુએ છે અને બીજી બાજી આપણી સામાજિક અને રાષ્ટ્રીય નબળાઈએ તે આપણે પોતાને મોઢે જ કબૂલ કરીએ છીએ; એટલે એકંદર રીતે એમ બન્યું છે કે આપણે તપ અને પરિષહામાંથી પરિણામ મેળવવાની ક્રૂ'ચી જ હાથ નથી કરી. તેથી આજે વિચાર ઉપસ્થિત થાય છે કે હવે શું એ વારસ, જે હજારા વર્ષો થયાં મળ્યો છે અને જે કીમતી લેખાય છે તે, ફેંકી દેવા ? અમર તે તે મારફત શું કરવું? તેનાથી પરિણામ સાધવાની થી કૂચી છે ? આ પ્રશ્નોના જવાખમાં જ પ્રસ્તુત ચર્ચા પૂરી થઈ જાય છે. સમયે સમયે નવાં નવાં ખળેા પ્રગટે છે અને ક્ષેત્રો ખુલ્લાં થાય છે. એક જ વસ્તુને ભિન્ન ભિન્ન સમયમાં અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જીદ્દે ઉપયોગ થઈ શકે છે. આજે ભારતવને સાચા તપ અને પરિષહની જરૂર ઊભી થઈ છે. આપણા સમાજ તપ અને પરિષહેાથી ટેવાયલે છે. જે એમની આધ્યાત્મિક આંખ એનાથી ન ઊપડતી હાય તે પછી એનાથી વ્યાવહારિક આંખતા ઊપડવી જ જોઈએ ! અને તપ કે પરિષષ્ઠા દ્વારા કાઈ પણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય ત્યારે, જો દષ્ટિ હેાય તો, તેનાથી આધ્યાત્મિક પરિણામ તે આવે જ છે. ભગવાનનુ તપ દ્વિમુખી છે. જો એને આચરનારમાં આનની કળા હોય તો તે મોટામાં મોટુ વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત આધ્યાત્મિક પરિણામ પણ આણે જ છે. આની સાબિતી માટે ગાંધીજી અસ છે. એમના તપે અને પરિષહાએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં કેવાં કેવાં પરિણામ આણ્યાં છે ! કેવી કેવી ચિરસ્થાયી ક્રાંતિ જન્માવી છે અને લોકમાનસમાં કેટલા પલટા આણ્યો છે! તેમ છતાં તેમણે પોતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી; ઊલટુ' એમણે એ તપ અને પરિષષ્ઠાની મદદથી જ પાતાનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનાવ્યુ છે. એક જણ તપ અને પરિષહેાથી આધ્યાત્મિક તેમ જ આધિભૌતિક અને પ્રકારનાં પરિણામે સાધે અને ખીજાએ એ વડે બેમાંથી કશુ જ ત્યારે એમાં ખામી તપ-પરિષહતી કે એના આચરનારની? ઉત્તર એજ છે કે ખામી એના આચરનારની. ન સાધે Page #8 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિવાહ [ ક૭ આપણે આપણું એ વારસાને ઉપયોગ રાષ્ટ્રના અભ્યદય અર્થે કાં ન કરીએ ? રાષ્ટ્રના અભ્યદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હોય તે વચ્ચે કાણુ આડું આવે છે ? પણ ન નાચનારીને આંગણું વાંકુંએ ન્યાયે આપણાં આળસી અંગે આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાર્યમાં શી રીતે પડી? રાષ્ટપ્રવૃત્તિ એ તે ગભૂમિકા છે અને અમે તે આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભોગભૂમિકામાં પડીએ તે એ શી રીતે સધાય ? ખરેખર, આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હૈય, જેને કરી છૂટવું હોય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશે જ વિરોધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે તેમ ઈચ્છા અને આવડત હોય તે રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે, અને જે ઈચ્છા અને આવડત ન હોય તો આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઊલટું જ આવે—જેવું આજે દેખાય છે. બાવીસ પરિષહમાં ભૂખ-તૃષા, ટાઢ-તડકે, જીવજંતુ, માન-અપમાન વગેરેનાં સંકટ મુખ્ય છે. એ સંકટોથી પિતાને વધારેમાં વધારે ટેવાયેલ માનનાર એક મેટ શ્રમણવર્ગ દેશને સભાગે મોજૂદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિંસક અને સત્યપ્રિય યોદ્ધાઓમાં એ જ ગુણોની વધારે અપેક્ષા રહે છે. આ ગુણે જૈનવર્ગને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને અન્યાયના વિજ્ય માટે સૈનિકોની જરૂર હોય ત્યારે તે ધર્મયુદ્ધમાં એ પરિષહ સહિષ્ણુઓ જ મેખરે લેવા જોઈએ. એમ તે કઈ નહિ કહે કે દેશની સ્વતંત્રતા તેમને નથી જોઈતી કે નથી ગમતી, અગર તે એ સ્વતંત્રતા મળ્યા પછી તેઓ પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કઈ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહન કર્યા વિના મળી શકે. જે આમ છે તે આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે ખાસ કરી તપ અને પરિષહ સહવાની શક્તિ ધરાવનારા–દેશકાર્યમાં વધારે ભોગ આપીએ. લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જે હોય કે બીજું સ્થળ હોય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે. જે સહન કરવામાં એ અને તપ તપવામાં મજબૂત તે જ આજનો ખરે સેવક. બહેન હો કે ભાઈ છે, જે ખમી ને જાણે તે આજ ફાળે આપી ન શકે. જૈન ત્યાગીવર્ગ અને ગૃહસ્થવર્ગ બીજાને મારવામાં નહિ, પણ જાતે સહન કરવામાં પિતાને ચડિયાત માને છે અને બીજા પાસે મનાવે છે. એટલે તેની Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] દર્શન અને ચિંતઃ આજના યુદ્ધ પરત્વે તેમાં ઝુકાવવાની બેવડી ફરજ ઊભી થાય છે. કેઈ સાચો આચાર્યું કે સામાન્ય મુનિ કલાલને અને પીનારને સમજાવતાં–શાંતિ અને પ્રેમથી સમજાવતાં–જેલમાં જશે તે ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે તપોભૂમિ બનશે. લૂખું પાનું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તે એ એને અઘરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નેહરુ જેવાને પાડવી પડે છે તે ટેવ જૈન ગુરુને તો સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે ઘરથી નીકળ્યો ત્યારે જ કપડાંને પરિષહ તેણે સ્વીકાર્યો છે. હવે જે ખાદી પહેરવી પડે તો એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે છે ત્યારે થયું કહેવાય કે જો એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લગેટભેર રહી ટાઢ, તડકે અને જીવજંતુને ઉપદ્રવ સહન કરે.. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નગ્ન રહીને પણ પિતાના ગુરુઓનાં અંગ ઢાંકશે! ખરી વાત એ છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક બન્ને પ્રકારને અમ્યુદય સાધી શકાય એવી આ અલૌકિક લડાઈ છે અને એમાં તપ તપતાં જૈન ભાઈ અને બહેને અને ગુરુવર્ગને જેટલે અવકાશ છે, જેટલી સફળતાની વકી છે, તેટલી બીજા કોઈને નથી. માત્ર રાજ્ય મેળવવામાં નહિ, પણ તેને ચલાવવા સુધ્ધાંમાં પરિવહા સહન કરવો પડે છે. સાચું હોય કે ખોટું છે તે જાણે કે ઈશ્વર જાણે, પણ અંગ્રેજો દલીલ કરે છે કે “હિંદુસ્તાન જેવા ગરમ દેશમાં જઈ રહેવામાં અને ત્યાં જીવન ગાળવામાં અમારે જે મુશ્કેલી છે, જે ખમવું પડે છે, તે હિંદુસ્તાનીઓ ને જાણી શકે. આમ છતાં અમે હિંદુસ્તાનના ભલા ખાતર એ બધું સહન કરીએ છીએ ! ” એમની આ ફરિયાદને સાચી માની એમનાં બધાં જ સંકટ આપણા દેશના બધા સંપ્રદાયના તપસ્વીઓએ માથે લઈ લેવાં જોઈએ. જે બાવાઓ પંચાગ્નિ તપના ભારે અભ્યાસી છે એમને હિંદુ સ્તાનની રક્ષા માટે ઉઘાડે પગે સિંધના રણમાં કે મારવાડના વેરાન પ્રદેશમાં ઊભું રહેવું અને કૂચ કરતાં ચાલવું ભારે નહિ પડે. જે નાગડા બાવાઓ ભભૂતિ લપેટી ભર શિયાળામાં સ્મશાનમાં પડ્યા રહે છે તેમને દેશરક્ષા માટે અફઘાનિસ્તાનની સરહદ ઉપર કડકડતી ટાઢમાં રહેવું ભારે નહિ પડે. જેઓ અણીદાર ખીલાવાળા પાટિયા ઉપર સૂવાના અભ્યાસી છે, તેમને દુશ્મનની બંદકીની સંગ નહિ ખૂંચે. પગપાળા ચાલવાના અને લૂખું સૂકું ખાવાના તેમ જ એક વાર જેવુંતેવું ખાઈ ચલાવી લેવાના અને દિવસના દિવસે સુધી ઉપવાસ અને આયંબિલ કરવાના અભ્યાસી છે, તેમને કાંઈ પણ મુશ્કેલી આવવાની નથી. એટલે અંગ્રેજ સેજને કે વાઈસરોય સાહેબ સુધીના Page #10 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિચય [ અજઅમલદારને આપણે આપણા માટે શા સારું આપણા દેશમાં મુસીબત સહન કરવા દેવી જોઈએ? ભલે તેઓ ઇલેંડમાં જઈ શાન્તિ ભેગવે. ખાસ કરી આપણે બધા જ સમજેમાં સ્ત્રી અને પુરુષોમાં તપ કરવાનું અને ખમી ખાવાનું અસાધારણ બળ પડ્યું હોય ત્યારે આપણે આપણા માટે પરદેશના લેકિને શા માટે હેરાન કરવા જોઈએ ? એટલે આજે સ્વરાજ મેળવવામાં કહે કે તેને સાચવવામાં કહે, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તો એટલી જ છે કે તેને ઉપયોગ કેઈ નિશ્ચિત ઉદ્દેશમાં વ્યવસ્થિત રીતે થતું નથી. ફક્ત આપણા દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આ સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેને ધારે તે એટલા જ બળને વ્યવસ્થિત અને વિચારપૂર્વકના ઉપગથી, પુરુષોની જરા પણ મદદ સિવાય, સરાજ મેળવી શકે, કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા અને સહનશીલતા ઉપર જ અવલંબેલી છે—જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણા હજાર વર્ષના વારસાનો સુંદરતમ ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થઈ છે; એને ઉપયોગ કરે અને એ દિશામાં વિચાર કરો એમાં જ આપણું આ પર્યુષણની આંશિક સફળતા છે. . કઈ એમ ન ધારે કે અત્યારે આ જે મેજું ચાલી રહ્યું છે, તેને લાભ લઈ બેલનારાઓ તપ અને પરિષહ જેવી આધ્યાત્મિક કીમતી વસ્તુ ને વેડફી નાખવા માગે છે. ખાતરીથી માનજે કે અહીં એ વાત જ નથી. અહીં તે ઉદ્દેશ એટલે છે કે જે બળ આપણામાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેને અત્યારે આધ્યાત્મિક કે આધિભૌતિક ક્ષેત્રમાં કશો જ ઉપયોગ નથી થતે, તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કિંમત સિદ્ધ કરવી. જે એમ થાય તે દુનિયાની દૃષ્ટિમાં જૈન તપ અને પરિષહેનું કેટલું મહત્ત્વ વધે ! ફક્ત મહાત્માજીએ પિતાના આચરણ દ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારી મૂક્યું છે ! આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ કિંમત છે, કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બન્ને આત્યંતર તપ રહેલાં છે. તે પછી આપણા સમાજમાં ઉપવાસ અને બીજાં તેવાં અનેક તપ ચાલે છે તે બધાંની સાથે ચારિત્ર અને જ્ઞાનને સયાગ કરી એને લેકગમ્ય ઉપગ કરીએ તે શું એ તપની કિંમત ઘટવાની કે વધવાની ? એટલે તપનું ખરું ઉજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પિતાના સાત, ચૌદ કે ૨૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન એકવીસ ઉપવાસનું એક પાઈ ખરચીને પણ ઉજમણું નથી કર્યું અને છતાં એમના ઉપવાસોએ મેટામોટા દૂતોને આકર્ષ્યા. કારણ શું છે? કારણ એ કે એ ઉપવાસની પાછળ લેકકલ્યાણની અને ચિત્તશાંતિની શુદ્ધ દષ્ટિ હતી. આજે આપણે આશા રાખીએ કે આપણું તપસ્વીવર્ગમાં અને પરિષહ ખમનાર, ભાથામાંથી વાળ ખેંચી કાઢવા જેવી સખત મુશ્કેલી સહનાર, ઉઘાડે પગે ચાલનાર અને ઉઘાડે માથે ફરનાર ત્યાગીવર્ગમાં એ શક્તિ તેમ જ ભાવના ઊતર! –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 1930.