SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિષહ [૫] અહિંસાના પંથે જેટલા જૂના છે, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણા દેશમાં તપને કેટલે મહિમા હો, તપ કેટલું આચરવામાં આવતું અને તાપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જન આગમે અને બૌદ્ધ પિટકામાંથી જ નહિ, પણ વૈદિક મંત્રો, બ્રાહ્મણ અને ઉપનિષદ સુધ્ધાંમાંથી મળે છે. કઈ પણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું. તેને ભય લાગતો કે તપસ્વી મારું પદ લઈ લેશે, એટલે તે મેનકા કે તિલોત્તમા જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા, એકલતો. માત્ર મેક્ષ કે સ્વર્ગના રાજ્ય ભાટે જ નહિ, પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરાતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ દે તે પાને પાને તાપસના મઠ, તપસ્વી ઋષિએ તેમ જ તપસ્વિની માતાઓ નજરે પડશે. સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમ છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચે, એટલે જણાશે કે ચારે આશ્રમ માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે, અને ત્રીજો તથા એ આશ્રમ તે ઉત્તરોત્તર વધારે અને વધારે તપનાં વિધાનથી જ વ્યાપેલે છે. આ ઉપરાંત એકાદશી-વ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું વ્રત વગેરે અનેક વ્રતના મહિમાના ખાસ જુદા ગ્રંથો લખાયા છે. સ્ત્રીઓનાં કેટલાંક તપે જુદાં છે, કેટલાંક સ્ત્રીપુરુષ બન્નેનાં સાધારણ છે; જ્યારે કેટલાંક તો તે માત્ર કન્યાઓનાં છે. આ તે બ્રાહ્મણ સંપ્રદાયની વાત થઈ. પણ બદ્ધ અને જૈન સંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ એની એ જ વાત છે. મઝિમનિકાય જેવા જૂનાં બૌદ્ધ ગ્રંથમાં અને ભગવતી જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં અનેક પ્રકારના તાપસેના, તેમના મઠોના અને તેમના તપની વિવિધ પ્રણાલીઓનાં આકર્ષક વર્ણને છે, જે એટલું જાણવા માટે બસ છે કે આપણા દેશમાં અઢી હજાર વર્ષ પહેલાં પણ તપ-અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હતી અને લેકે ઉપર તે સંસ્થાઓને ભારે પ્રભાવ હતે. બ્રાહ્મણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249208
Book TitleTap ane Parishaha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy