SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૪જર ] દર્શન અને ચિંતન એમની શેધ જે હોય તે તે એટલી જ કે એમણે તપને—કોરમાં કઠોર તપને–દેહદમનને અને કાયલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ ઉમેરી, એટલે કે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમતભદ્રની ભાષામાં કહીએ તે ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડાકિયું કરી શકાય, વધારે ઊંડા ઊતરાય અને જીવનને અંતર્મળ ફેંકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમને આવી જાય છે, જ્યારે આત્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમે આવી જાય છે. ભગવાન દીર્ધતપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય તપને કારણે નહિ, પણ એ તપને અંતજીવનમાં પૂર્ણ ઉપયોગ કરવાને કારણે જ—એ વાત ભુલાવી ન જોઈએ. ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ ફળ રૂપે આપણને વાર મળ્યો છે તેમાં તપ પણ એક વસ્તુ છે. ભગવાન પછીનાં આજ સુધીનાં ૨૫૦૦ વર્ષમાં જન સધે જેટલે તપને અને તેના પ્રકારે જીવતો વિકાસ કર્યો છે તેટલે બીજા કોઈ સમ્પ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાંથી કેવળ તપ અને તેનાં વિધાનોને લગતું સાહિત્ય જુદુ તારવવામાં આવે તે એક ખાસ અભ્યાસગ્ય ભાગ જ થાય. જૈન તપ માત્ર ગ્રંથમાં જ નથી રહ્યું, એ તે ચતુર્વિધ સંધમાં જીવતા અને વહેતા વિવિધ તપના પ્રકારોને એક પાત્ર છે. આજે પણ તપ આચરવામાં જેને એક્કા ગણાય છે. બીજી કોઈ પણ બાબતમાં જેનો કદાચ બીજા કરતાં પાછળ રહે, પણ જે તપની પરીક્ષા, ખાસ કરી ઉપવાસ-આયંબિલની પરીક્ષા, લેવામાં આવે તો આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જૈન પુરુષો નહિ તે છેવટે સ્ત્રીઓ નીકળવાની જ, એવી મારી ખાતરી છે. આજે જેમ જ્યાં દેબો ત્યાં લાઠી ખાવાની હરીફાઈ બાળકે સુધ્ધાંમાં નજરે પડે છે, તેમ ઉપવાસ કરવાની હરીફાઈ જૈન બાળકમાં રૂઢ. થઈ ગઈ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકને એની મા પોચે અને નબળે એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવાને નાઉમેદ થતા રજપૂત બાળને તેની ક્ષત્રિયાણું મા નમાલે કહેતી. તપને લગતા ઉત્સવો, ઉજમણાઓ અને તેવા જ બીજા ઉત્તેજક પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખાસ કરી જે બહેને, તપ કરી તેનું નાનું મેટું ઉજમણું ન કર્યું હોય, તેને એક રીતે પિતાની ઉણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબરનું આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249208
Book TitleTap ane Parishaha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy