________________
-૪૪ ]
દર્શન અને ચિંતન ઉત્પન્ન થયેલાં છે—જેકે એને પ્રચાર અને પ્રભાવ તે એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચેલે છે. આર્યાવર્તના ત્યાગજીવનને ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતું. આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની અને વિકારની શાંતિ. આર્ય ઋષિઓને મન ક્લેશને વિજય એ જ મહાન વિજય હતું. તેથી જ તે મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજન બતાવતાં કહે છે કે “તપ કલેશને નબળાં પાડવા અને સમાધિના સરકારે પુષ્ટ કરવા માટે છે.” તપને પતંજલિ ક્રિયાવેગ કહે છે, કારણ કે એ તપમાં વ્રતનિયમને જ ગણે છે; તેથી પતંજલિને ક્રિયાગથી જુદે જ્ઞાનયોગ સ્વીકાર પડ્યો છે. પરંતુ જૈન તપમાં તે ક્રિયાયોગ અને જ્ઞાનયોગ બને આવી જાય છે, અને એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ, જે ક્રિયાયોગ જ છે, તે અત્યંતર તપ એટલે જ્ઞાનની પુષ્ટિ માટે જ છે. ને એ જ્ઞાનયોગની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ.
આ તે તપ અને પરિષહેના મૂળ ઉદ્દેશની વાત થઈ, પણ આપણે જેવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરિવહન - સહનાર સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે ફ્લેશ-કંકાસ અને ઝઘડા–વિખવાદની શાંતિ કેટલી સાધી છે ? તમે સમાજને છેલ્લાં ફક્ત પચીસ જ વર્ષને ઈતિહાસ લેશે તે તમને જણાશે કે એક બાજુ તપ કરવાની વિવિધ સગવડે સમાજમાં ઊભી થાય છે અને વધતી જાય છે અને બીજી બાજુ કલેશ, કંકાસ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી કે આપણે ત્યાં તપ અને ઉદ્યાપ વધ્યાં એટલે જ કલેશ કંકાસ વધ્યો, પણ એનું કારણ એ છે કે આપણે તપને ઉપગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાથ ન કરી. તેથી તપની હજારે પૂજાએ સતત ભણાવવા છતાં, તપનાં ઉદ્યાપને ભપકાબંધ ચાલુ હોવા છતાં, તેના વરઘોડાનો દમામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઊભા છીએ; નથી એક પગલું બીજા કોઈ સમાજ કે પડોશીથી આગળ વધ્યા, ઊલટું ઘણી બાબતમાં તે આપણે ચાવી વિનાના તપમાં - શક્તિ નકામા ખર્ચે બીજા કરતાં પાછા પડતા જઈએ છીએ.
જે વસ્તુ ચોથા મોક્ષપુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું જ નથી. જે નિયમો આધ્યાત્મિક જીવનના પિષક હિય છે, તે જ નિયમે વ્યાવહારિક જીવનને પણ પિષે છે. તપ અને પરિવહ
જે કલેશની શાંતિ માટે હોય તો તેની એ પણ શરત હેવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પિષણ થાય. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org