SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિવહ [ ૪૪૫ પણુ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શેધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરિષહાની જરૂરિયાત ન હોય. સિકંદર, સીઝર અને નેપલિયનને વિજય લે, અથવા વૈજ્ઞાનિકોની શોધ લે, અથવા બ્રિટિશ સામ્રાજ્યને પાયો નાખનાર અંગ્રેજોને લે, તો તમને દેખાશે કે એની પાછળેય એમની બે તપ હતું અને પરિષહ પણ હતા. આપણે બધા તપ આચરીએ કે પરિષહ સહીએ તે તેને કાંઈક તે ઉદ્દેશ હે જ જોઈએ. કાં તે તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાં તે આધિભૌતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તો આપણને મળેલ તપ અને પરિષહેને વારસો વિકસિત થવા છતાં તે કેટલે ધંધારે કીમતી થાય છે અને વિચાર તમે જ કરે ! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરિષહ મારફત આપણા સમાજે પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે કલેશેની શાંતિ કેટલી વધારે સાધી છે, અથવા એ વારસા દ્વારા એણે આધિભૌતિક મહત્તા કેટલી વધારે પ્રાપ્ત કરી છે. જે આપણને એવું અભિમાન હોય કે જેનો જેવું તપ કઈ કરતા નથી, કરી શકતા નથી અને જૈન ભિક્ષુ જેટલા ઉગ્ર પરિષહ બીજા કોઈ સહી શકતા નથી તો આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કેઈ આવી આપણને પૂછે કે “ભલા ! તમે તપ અને પરિષહેની બાબતમાં બીજા કરતાં પિતાને વધારે ચડિયાતા માને. છે, તે પછી તમારે સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો. હોવો જોઈએ. તેથી તમે બતાવો કે તમારા સમાજે તપ અને પરિષહ દ્વારા કયું પરિણામ મેળવી બીજા સમાજે કરતાં ચડિયાતાપણું મેળવ્યું છે? શું તમે કલેશશાંતિમાં બીજા કરતાં ચડે છે? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડે છે? શોધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડે છે? શું તમે પરાક્રમી શીખ સૈનિકો જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડે છે? આ પ્રશ્નોનો ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ (અને અત્યારનું સામાજિક પરિણામ એ ઉત્તર આપવા ના પાડે છે), તો પછી આપણે એકવાર ગમે તેવા કીમતી નીવડેલા અને વસ્તુતઃ કીમતી નીવડી શકે તેવા તપ અને પરિષહના વારસાનું મિથ્યાભિમાન કરવું છેડી દેવું જોઈએ. તપ અને પરિષહના ખાસ પ્રતિનિધિ મનાતા ગુરુઓ જ આજે મોટેભાગે આપણા કરતા વધારે ગૂંચમ છે, મોટા કલેશમાં છે. ભારે અથડામણીના જોખમમાં છે. સાથે સાથે સમાજને માટે ભાગ પણ એ વાવાઝોડામાં સપડાયેલ છે. ક્યાં એ સુંદર વારસાનાં સુંદરતમ આધ્યાત્મિક પરિણામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249208
Book TitleTap ane Parishaha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy