SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ] દર્શન અને ચિંતઃ આજના યુદ્ધ પરત્વે તેમાં ઝુકાવવાની બેવડી ફરજ ઊભી થાય છે. કેઈ સાચો આચાર્યું કે સામાન્ય મુનિ કલાલને અને પીનારને સમજાવતાં–શાંતિ અને પ્રેમથી સમજાવતાં–જેલમાં જશે તે ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે તપોભૂમિ બનશે. લૂખું પાનું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તે એ એને અઘરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નેહરુ જેવાને પાડવી પડે છે તે ટેવ જૈન ગુરુને તો સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે ઘરથી નીકળ્યો ત્યારે જ કપડાંને પરિષહ તેણે સ્વીકાર્યો છે. હવે જે ખાદી પહેરવી પડે તો એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે છે ત્યારે થયું કહેવાય કે જો એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લગેટભેર રહી ટાઢ, તડકે અને જીવજંતુને ઉપદ્રવ સહન કરે.. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નગ્ન રહીને પણ પિતાના ગુરુઓનાં અંગ ઢાંકશે! ખરી વાત એ છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક બન્ને પ્રકારને અમ્યુદય સાધી શકાય એવી આ અલૌકિક લડાઈ છે અને એમાં તપ તપતાં જૈન ભાઈ અને બહેને અને ગુરુવર્ગને જેટલે અવકાશ છે, જેટલી સફળતાની વકી છે, તેટલી બીજા કોઈને નથી. માત્ર રાજ્ય મેળવવામાં નહિ, પણ તેને ચલાવવા સુધ્ધાંમાં પરિવહા સહન કરવો પડે છે. સાચું હોય કે ખોટું છે તે જાણે કે ઈશ્વર જાણે, પણ અંગ્રેજો દલીલ કરે છે કે “હિંદુસ્તાન જેવા ગરમ દેશમાં જઈ રહેવામાં અને ત્યાં જીવન ગાળવામાં અમારે જે મુશ્કેલી છે, જે ખમવું પડે છે, તે હિંદુસ્તાનીઓ ને જાણી શકે. આમ છતાં અમે હિંદુસ્તાનના ભલા ખાતર એ બધું સહન કરીએ છીએ ! ” એમની આ ફરિયાદને સાચી માની એમનાં બધાં જ સંકટ આપણા દેશના બધા સંપ્રદાયના તપસ્વીઓએ માથે લઈ લેવાં જોઈએ. જે બાવાઓ પંચાગ્નિ તપના ભારે અભ્યાસી છે એમને હિંદુ સ્તાનની રક્ષા માટે ઉઘાડે પગે સિંધના રણમાં કે મારવાડના વેરાન પ્રદેશમાં ઊભું રહેવું અને કૂચ કરતાં ચાલવું ભારે નહિ પડે. જે નાગડા બાવાઓ ભભૂતિ લપેટી ભર શિયાળામાં સ્મશાનમાં પડ્યા રહે છે તેમને દેશરક્ષા માટે અફઘાનિસ્તાનની સરહદ ઉપર કડકડતી ટાઢમાં રહેવું ભારે નહિ પડે. જેઓ અણીદાર ખીલાવાળા પાટિયા ઉપર સૂવાના અભ્યાસી છે, તેમને દુશ્મનની બંદકીની સંગ નહિ ખૂંચે. પગપાળા ચાલવાના અને લૂખું સૂકું ખાવાના તેમ જ એક વાર જેવુંતેવું ખાઈ ચલાવી લેવાના અને દિવસના દિવસે સુધી ઉપવાસ અને આયંબિલ કરવાના અભ્યાસી છે, તેમને કાંઈ પણ મુશ્કેલી આવવાની નથી. એટલે અંગ્રેજ સેજને કે વાઈસરોય સાહેબ સુધીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249208
Book TitleTap ane Parishaha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy