________________
તપ અને પરિચય
[ અજઅમલદારને આપણે આપણા માટે શા સારું આપણા દેશમાં મુસીબત સહન કરવા દેવી જોઈએ? ભલે તેઓ ઇલેંડમાં જઈ શાન્તિ ભેગવે. ખાસ કરી આપણે બધા જ સમજેમાં સ્ત્રી અને પુરુષોમાં તપ કરવાનું અને ખમી ખાવાનું અસાધારણ બળ પડ્યું હોય ત્યારે આપણે આપણા માટે પરદેશના લેકિને શા માટે હેરાન કરવા જોઈએ ?
એટલે આજે સ્વરાજ મેળવવામાં કહે કે તેને સાચવવામાં કહે, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તો એટલી જ છે કે તેને ઉપયોગ કેઈ નિશ્ચિત ઉદ્દેશમાં વ્યવસ્થિત રીતે થતું નથી. ફક્ત આપણા દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આ સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેને ધારે તે એટલા જ બળને વ્યવસ્થિત અને વિચારપૂર્વકના ઉપગથી, પુરુષોની જરા પણ મદદ સિવાય, સરાજ મેળવી શકે, કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા અને સહનશીલતા ઉપર જ અવલંબેલી છે—જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણા હજાર વર્ષના વારસાનો સુંદરતમ ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થઈ છે; એને ઉપયોગ કરે અને એ દિશામાં વિચાર કરો એમાં જ આપણું આ પર્યુષણની આંશિક સફળતા છે. .
કઈ એમ ન ધારે કે અત્યારે આ જે મેજું ચાલી રહ્યું છે, તેને લાભ લઈ બેલનારાઓ તપ અને પરિષહ જેવી આધ્યાત્મિક કીમતી વસ્તુ
ને વેડફી નાખવા માગે છે. ખાતરીથી માનજે કે અહીં એ વાત જ નથી. અહીં તે ઉદ્દેશ એટલે છે કે જે બળ આપણામાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેને અત્યારે આધ્યાત્મિક કે આધિભૌતિક ક્ષેત્રમાં કશો જ ઉપયોગ નથી થતે, તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કિંમત સિદ્ધ કરવી. જે એમ થાય તે દુનિયાની દૃષ્ટિમાં જૈન તપ અને પરિષહેનું કેટલું મહત્ત્વ વધે ! ફક્ત મહાત્માજીએ પિતાના આચરણ દ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારી મૂક્યું છે ! આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ કિંમત છે, કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બન્ને આત્યંતર તપ રહેલાં છે. તે પછી આપણા સમાજમાં ઉપવાસ અને બીજાં તેવાં અનેક તપ ચાલે છે તે બધાંની સાથે ચારિત્ર અને જ્ઞાનને સયાગ કરી એને લેકગમ્ય ઉપગ કરીએ તે શું એ તપની કિંમત ઘટવાની કે વધવાની ? એટલે તપનું ખરું ઉજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પિતાના સાત, ચૌદ કે
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org