SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિવાહ [ ક૭ આપણે આપણું એ વારસાને ઉપયોગ રાષ્ટ્રના અભ્યદય અર્થે કાં ન કરીએ ? રાષ્ટ્રના અભ્યદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હોય તે વચ્ચે કાણુ આડું આવે છે ? પણ ન નાચનારીને આંગણું વાંકુંએ ન્યાયે આપણાં આળસી અંગે આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાર્યમાં શી રીતે પડી? રાષ્ટપ્રવૃત્તિ એ તે ગભૂમિકા છે અને અમે તે આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભોગભૂમિકામાં પડીએ તે એ શી રીતે સધાય ? ખરેખર, આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હૈય, જેને કરી છૂટવું હોય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશે જ વિરોધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે તેમ ઈચ્છા અને આવડત હોય તે રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે, અને જે ઈચ્છા અને આવડત ન હોય તો આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઊલટું જ આવે—જેવું આજે દેખાય છે. બાવીસ પરિષહમાં ભૂખ-તૃષા, ટાઢ-તડકે, જીવજંતુ, માન-અપમાન વગેરેનાં સંકટ મુખ્ય છે. એ સંકટોથી પિતાને વધારેમાં વધારે ટેવાયેલ માનનાર એક મેટ શ્રમણવર્ગ દેશને સભાગે મોજૂદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિંસક અને સત્યપ્રિય યોદ્ધાઓમાં એ જ ગુણોની વધારે અપેક્ષા રહે છે. આ ગુણે જૈનવર્ગને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને અન્યાયના વિજ્ય માટે સૈનિકોની જરૂર હોય ત્યારે તે ધર્મયુદ્ધમાં એ પરિષહ સહિષ્ણુઓ જ મેખરે લેવા જોઈએ. એમ તે કઈ નહિ કહે કે દેશની સ્વતંત્રતા તેમને નથી જોઈતી કે નથી ગમતી, અગર તે એ સ્વતંત્રતા મળ્યા પછી તેઓ પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કઈ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહન કર્યા વિના મળી શકે. જે આમ છે તે આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે ખાસ કરી તપ અને પરિષહ સહવાની શક્તિ ધરાવનારા–દેશકાર્યમાં વધારે ભોગ આપીએ. લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જે હોય કે બીજું સ્થળ હોય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે. જે સહન કરવામાં એ અને તપ તપવામાં મજબૂત તે જ આજનો ખરે સેવક. બહેન હો કે ભાઈ છે, જે ખમી ને જાણે તે આજ ફાળે આપી ન શકે. જૈન ત્યાગીવર્ગ અને ગૃહસ્થવર્ગ બીજાને મારવામાં નહિ, પણ જાતે સહન કરવામાં પિતાને ચડિયાત માને છે અને બીજા પાસે મનાવે છે. એટલે તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249208
Book TitleTap ane Parishaha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy