Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાક
(ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક) આદ્ય તંત્રી સ્વ. માનસંગજી બારડ
તંત્રી મંડળ ડૉ. નામજીભાઈ ભટ્ટી, ડૉ, ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ વર્ષ : ૩૮ મું, અંક : ૫ : વિ.સં. ૨૦૫૪ : માઘ સન ૧૯૯૮ : ફેબ્રુઆરી
શિવમંદિર-કેરા (જિ. કચ્છ) ૧૦મી સદી
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org www.kobau.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
With Best Compliments
from
CHITRA ELEVATORS
Mahipal Patel
Tushar Patel
Phone 741 35 31 743 36 90
Mobil
98250-15759
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાયિક
. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ ટ્રસ્ટી-મંડળ
સૂચના ડો. કે. કા. શાસ્ત્રી, ડાં, ચિનુભાઈ નાયક, ડે. નાગજીભાઈ ભટ્ટી,
પથિક પ્રત્યેક અંગ્રેજી મહિનાની છે. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
૧૫મી તારીખે પ્રસિદ્ધ થાય છે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે | તો સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લિખિત ફરિયાદ કરવી અને નકલ
અમને મોકલવી. વર્ષ ૩૮ મું] માઘ, સં. ૨૦૫૪ : ફેબ્રુઆરી, ૧૯૯૮ [ અંક ૫ | પથિક સર્વોપયોગી વિચારભાવના અનુક્રમ
અને જ્ઞાનનું માસિક છે. જીવનને
ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ કલા વારસાની રખેવ થી
ડૉ. પ્રિયબાળા શાહ ૧
અને શિષ્ટ મૌલિક લખાણોને ર માજિક તેમજ ઐતિહાસિક સંદર્ભોત તરીકે
સ્વીકારવામાં આવે છે. બારોટ અને ચારણી સાહિત્યનું મહત્ત્વ
ડૉ. કે. સી. ‘બારોટ ૪ પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી
પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની ગાંધોયુગ પહેલાં ગુજરાત વ્યક્ત કરેલા
લેખકોએ કાળજી રાખવી. આર્થિક રાષ્ટ્રવાદનું સ્વરૂપ
પ્રો. વિકેશ એસ. પંડ્યા ૯
કૃતિ રણ અક્ષરે શાહીથી અને સમાજસુધારક મહારાજા સયાજીરાવ
કાગળનો એક જ બાજુએ લખેલી ગાયકવાંડ(ત્રીજા)
પ્રો. રેખા ભાવસાર ૧૧
હોવી જોઈએ. કૃતિમાં કોઈ અન્ય
ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો ગુજરાતમાં આધુનિક સંત-કવિતામાં
એનો ગુજરાતી તરજૂમો આપવો અભિનવ પ્રયોગ- હર્ષદેવ માધવ'
ડૉ. નવનીત જોશી ૧૪ | જરૂરી છે.
કૃતિમાંના વિચારોની જવાબદારી
લેખકની રહેશે. ગ્રાહકોને વિનંતિ :
પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓના લવાજમો મોકલનાં તેમજ અન્ય પત્રવ્યવહાર કરતાં પોતાનો માહકનમ્બર
વિચારો-અભિપ્રાયો સાથે તંત્રી અવશ્ય નોંધવો. ગ્રાહકનમ્બર નહિ મળતાં ઇન્ડેક્સ-સ્લિપો તેમજ કેટલીકવાર માહક
સહમત છે એમ ન સમજવું. નોંધપોથી તપાસતા ઘણું કષ્ટ પડે છે. આજીવન સહાયક તેમજ વાર્ષિક ગ્રહકો બેઉ
અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા માટે આ વિનંતિ છે.
જરૂરી ટિકિટો આવી હશે તો તરત લવાજમો : વાર્ષિક ગ્રાહકોનાં ઘણાં લવજમો હજી બાકી છે. પોતાનું વર્ષ
પરત કરાશે. પૂરું થતાં જ લવાજમ મોકલી આપવું કે જેથી ગ્રાહક તરીકે ચાલુ રહેવા માગે છે
નમૂનાના અંકની નકલ માટે કે નહિ એ સ્પષ્ટ બાય.
પ00 ની ટિકિટ મોકલવી.
મ.ઓ. ડ્રાફટ-પત્રો માટે લખો : વાર્ષિક લવાજમ રૂ. ૩૫/- પાંત્રીસ : છૂટક નકલના રૂ.૪-૫0 T
પશ્ચિક કાર્યાલય 1 ટપાલ ખર્ચ સાથે : આજીવન સહાયકના રૂ. ૪૦૧/
(Cho. ભો. જે. વિદ્યાભવન,
આશ્રમ રોડ, | લવાજમ માટે મ.ઓ. યા બેન્ક ડ્રાફટ ‘પથિક કાર્યાલય'ના નામનો I
અમદાવાદ-૩૮૦૦૦૮ કઢાવી મોકલવો.
એ કાળે એકલો.
પથિક કાયાલય વતી મુદ્રક પ્રકાશક: પો. સુભાષ બ્રહ્મભટ્ટ, Cho. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રસ્થાન : કિન્નડ ગ્રાફિક્સ, ૯ ૬, નારણપુરા ના ગામ અમદા:સાદ-૩૮૦૦૧૩ ફોન : 9૪૮૪૩૯? . તા. ૧૫-૧૨-૯
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલા વારસાની રખેવાળી
- ડૉ. પ્રિયબાળા શાહ
પ્રાચીન અવશેષો તે આપણો કલાવારસો. અવશેષો આપણને તે સમયની સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. આ અવશેષો તે વખતનો પહેરવેશ રીતરિવાજ, સામાજિક પરિસ્થિતિ, ધાર્મિક ઇતિહાસ વગેરે સમજવા માટે મદદરૂપ બને છે. સમગ્ર ભારતવર્ષમાં તેમ આપણા ગુજરાતમાં પણ આ ક્ષેત્રમાં કરવાનાં કાર્યના તો ઢગલા પડ્યા છે, કારણ આજે સધી આપણા કલાવારસા પ્રત્યે બેદરકારી રાખેલી છે. તે માટે અસ્તવ્યસ્ત પડેલા પુરાતત્ત્વીય સાહિત્યકીય અવશેષોનો વ્યવસ્થિત અભ્યાસ જરૂરી બને છે.
આપણા દેશની કળાનાં સ્થાપત્ય, શિલ્પ આદિ મહત્ત્વની કારીગીરીના કેટલાયે નમનાઓ ઠેર ઠેર વિખરાયેલા પડેલા છે. આવી પ્રાચીન કળાના નમૂનાઓ એકત્ર કરીને પ્રાચીન કળાનું સંગ્રહાલય બનાવાય તો જ તે પ્રાચીન કળાના અભ્યાસ માટે અનુ કળ થાય. આવું કળાનું સંગ્રહસ્થાન કળાના વર્તમાન ઉપાસકોને તો ઉપયોગી થાય જ. પણ એથી એ વિશેષ ઇતિહાસના અભ્યાસીઓને પણ ઉપયોગી થાય છે. સાંચી કે અમરાવતી સ્તૂપના પથરાઓમાં કોતરાયેલી બૌદ્ધકથામાં આપણા છે તે કળાના સંસ્કારનું પ્રત્યક્ષવતું દેખાતું ચિત્ર કેટલું આબેહૂબ છે તે તો એ સ્તૂપો જોનાર જ સમજી શકે છે. તેવી જ રીતે શૈવધર્મનું સ્વરૂપ, તે કાળની સ્થાપત્ય તથા શિલ્પકળાનું હૃદયહારી સ્વરૂપ, કર્મપ્રસાર માટેની ઉત્કટ વાસના વગેરે આપણો તે કાળના સમાજની વિવિધ વાતોનો આપણી આંખ આગળ તાદેશ ચિતાર ખડો થાય છે. સામાન્ય રીતે પુસ્તકો આવો તાદેશ ચિતાર દર્શાવી શકતાં નથી. ગુજરાતમાં મોઢેરાના મંદિરનું ખંડિયેર સૂર્યપૂજાના પ્રચારનો કે રુદ્રમહાલય અથવા સોમનાથના ભગ્નાવશેષો શિવપૂજાના પ્રચારનો જે ખ્યાલ આપી શકે છે. તે બીજી કોઈ રેત મળવાનો સંભવ નથી.
સ્થાપત્યકળાનો અભ્યાસ પણ મુશ્કેલી વગર થઈ શકે એમ છે. મંદિરો, કિલ્લાઓ, મસ્જિદો વગેરે સ્થાપત્યના નમૂનાઓ બધા જોઈ શકે છે. આ દેશની બૌદ્ધમૂર્તિઓનો અભ્યાસ પણ સહેલાઈથી થઈ શકે છે. હજારો નમૂનાઓ મૂળ સ્થાનમાં, તેની આસપાસ કે જુદાં જુદાં સંગ્રહસ્થાનોમાં જોવા મળે છે. જે સંગૃહીત થયેલ છે તેને માટે કોઈ પ્રશ્ન રહેતો નથી, પરંતુ સમગ્ર ભારત દેશમાં એવા કેટલાય નમૂનાઓ કળાના વેરણછેરણ છે કે જેને વિશે કાંઈ વિચારતું નથી અથવા તે માટે અવકાશ નથી. કેટલેક સ્થળે રસ્તાઓ ખોદાતા હોય, મકાનના પાયા ખોદાતા હોય ત્યારે મૂર્તિઓ, મંદિરો, મકાનો, સિક્કાઓ, તામ્રપત્રો વગેરે પ્રાપ્ત થાય છે, પરંતુ તે અંગે જોઈએ તેવી સાચવણી થતી નથી. ક્યારેક રસ્તાની સડકો બનાવવામાં આવી શિલ્પાકૃતિનો ઉપયોગ પથરા તરીકે કરીને તેના ઉપર માટી પાથરવામાં આવે છે. સિક્કાઓ પ્રાચીન કોઈને મહામૂલા ગણાય, પણ તેની યોગ્ય કિંમત આપવા કોઈ કલાવિદ તૈયાર થાય નહીં તેથી આવા સિક્કાઓ પરદેશ ઘસડાઈ જાય છે અથવા વેપારીઓ લોભને કારણે તેને ગળાવી નાખીને ધાતુમાં પરિવર્તિત કરે છે, ખોદનાર મજૂરોને તેની કિંમત હોય નહીં, તેઓને તેની જાણકારી હોય નહીં. તેઓની પાસેથી તે ચીજો વેપારીઓ અથવા કુળની કાંઈક સમજદારીવાળા મામૂલી રકમથી મેળવે છે. આ રીતે આપણા દેશનો ઇતિહાસ જાણવાનું સાધન આપણે ગુમાવી બેસીએ છીએ. અનેકવિધ શિલ્પો પણ મળી આવે છે. શ્રીમંતો પોતાના મકાનમાં શિલ્પોને શોખને માટે રાખે છે, શોભા માટે રાખે છે, પણ તેનો ઉપયોગ મર્યાદિત બની જાય છે. સંગ્રહાલયમાં હોય તો કેટલાયે કલાજિજ્ઞાસુઓ, અભ્યાસીઓને તે ઉપયોગી થઈ શકે. પ્રાચીન શિલ્પના નમૂનાનાં મોંમાગ્યાં દામ મળે છે તેથી હવે તો સંગ્રહાલયોમાંથી સારી સારી મૂર્તિઓ ચોરાઈ જાય છે અને તે મોંઘામૂલે વેચવામાં આવે છે. માઉન્ટ આબુની તળેટીમાં દેવાંગણ નામે સ્થળ છે ત્યાં અનેક આરસની વિવિધ દેવોની મૂર્તિઓ વેરણછેરણ પડેલી છે તેમાંની કેટલીક મૂર્તિઓને જમીનમાંથી ખોદીને બહાર કાઢવામાં આવી હતી તેવી જ રીતે પ્રાચીન ચંદ્રાવતી નગરીનાં ખંડેરો ઘણાં પડ્યાં છે ત્યાં પણ મંદિરોની
પથિક ૧ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક મૂર્તિઓ, કીર્તિમુખ વગેરે ખંડિત-અખંડિત જમીનમાં અર્ધ દટાયેલાં પડ્યાં છે. નદીના વહેણમાં પણ કેટલીયે મૂર્તિઓ તણાઈ જાય છે. ખંડિત મૂર્તિઓની પૂજા હિન્દુઓમાં થતી નથી તેને કારણે ખંડિત મૂર્તિઓ નદીમાં વહેવડાવી દેવામાં આવે છે અથવા પવિત્ર વૃક્ષ નીચે મૂકી દેવામાં આવે છે. આ રીતે કલાસમૃદ્ધિની રખેવાળી જોઈએ તે પ્રમાણે થતી નથી.
સરકારના ધ્યાન પર આવ્યું છે કે આવી વસ્તુઓ બરાબર સચવાવી જોઈએ. તેની ભાંગફોડ ન થાય તે પણ અગત્યનું છે, કારણ ઇતિહાસની પુનઃરચના માટે તે અગત્યનાં સાધનો બની શકે છે. જે કાંઈ ઇતિહાસ રચાયો છે તે પણ સાચો ઇતિહાસ છે કે કેમ તે આવા પુરાવશેષોમાંથી જાણી શકાય છે. ઇતિહાસનાં પૂરક પ્રકરણો પણ તેના ઉપરથી રચી શકાય છે. ભૂતકાળની કથા દાદીમાની વાતો કે પરીકથા જેવી આજની આપણી ઊગતી પેઢીને ન લાગે માટે તેનો ભવ્ય ભૂતકાળ સાચવી રાખવો જરૂરી બને છે. એ આજના શાળા મહાશાળાના વિદ્યાર્થીઓને તેના અભ્યાસમાં ઉપયોગી થઈ શકે છે.
સત્ય હકીકત તો એ છે કે આપણી રાષ્ટ્રિય સંપત્તિને જાણ્યે અજાણ્યે અથવા અણસમજણને લઈને ઘણું નુકસાન થાય છે. તેની રખેવાળી કરવા તે વસ્તુઓ ચોરાઈ ન જાય, પરદેશ ઘસાઈન જાય, સિક્કા કે તામ્રપત્રો જેવી ચીજોનું ધાતુમાં પરિવર્તન ન થઈ જાય તે માટે ભારત સરકારે પ્રાચીન સ્મારક-ઇમારતો, સ્થળો અને બીજી વસ્તુઓને લગતાં ધારા ઘડ્યા છે. આ ધારાના અમલથી પ્રાચીન શિલ્પો, સિક્કના સંગ્રહો વગેરે જે સાધનો વડે મ્યુઝિયમો સમૃદ્ધ થાય છે તે મેળવવા સરકાર શક્તિમાન થાય છે. એ પણ નોંધવું જોઈએ કે જમીનમાંથી પ્રાપ્ત થયેલ નિધિની જાણ કલેકટરને કરવામાં આવે છે અને સરકાર તે નિધિ પ્રાપ્ત કરવાનું નક્કી કરે તો તે શોધનાર અને માલિકને વસ્તુની મૂળ કિંમત કરતાં ૧૫ વધારે રકમ મળે છે. આમ છતાં અજ્ઞાન લોકો દુર્ભાગ્યે પોતાને જડેલી ચીજોને ઘણી વાર સંતાડી રાખતા હોય છે, ધાતુ ચીજોને ગાળી નાખતા હોય છે અને આ રીતે ઇતિહાસ અને પુરાતત્ત્વવિઘાને હાનિ પહોંચાડતા હોય છે, ૧૮૭૮ માં ભારતીય ગુપ્તધનધારાની જોગવાઈ કરવામાં આવી, આ ધારા પ્રમાણે જયારે કોઈ પણ માણસને દસ રૂપિયાથી વધારે કિંમતનો નિધિ એટલે કે જમીનમાં દટાઈ ગયેલી અગર જમીનમાં ચોંટી ગયેલી અથવા કોઈ પણ ચીજમાં ઢંકાઈ ગયેલી વસ્તુ મળે ત્યારે તેણે તે જડેલી ચીજ અંગે કલેટકટને જાણ કરવી અને નજીકની તિજોરીમાં તે નિધિ જમા કરાવવો અગર કલેકટરને યોગ્ય બાંહેધરી આપવી, ત્યાર બાદ ૧૯૦૪માં પ્રાચીન સ્મારક અને ઇમારતનો સંરક્ષણધારો અમલમાં આવ્યો. ૧૯૪૭માં પ્રાચીન સ્મારક ઇમારતો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો ધારો Antiquities Act અમલમાં આવ્યો. આ પુરાતન વસ્તુઓને લગતા ધારા અનુસાર સરકારી પરવાના વગર ‘નિકાસ-નિયમન' Export Control સો વર્ષ કરતાં વધારે જૂની હોય એવી વસ્તુઓનો નિકાસ કરવા માટે અગર નિકાસ કરવાના પ્રયત માટે સજાઓ ઠરાવવામાં આવી છે, તેનો આશય દેશની પુરાતત્ત્વીય સંપત્તિનું હરણ ન થાય. એની ચોકસાઈ રાખવાનો છે. ૧૯૫૯ના ૧૫મી ઑકટોબરને દિવસે અમલમાં આવતા ધારાને પ્રાચીન સ્મારક, ઇમારતોના સંરક્ષણધારાના વિભાગોને આજની જરૂરિયાત પ્રમાણે અનુકૂળ રીતે ગોઠવવા ઉપરાંત આ નવા કાયદામાં બીજી કેટલીક હિતકારક જોગવાઈઓ છે. કાયદાની જોગવાઈઓ ૧૯૫૧માં રાષ્ટ્રિય અગત્યનાં જહેર કરાયેલાં બધાં સ્મારક ઇમારતો અને સ્થળોને લાગુ પડે છે, અર્થાત્ પ્રાચીન સ્મારક ઇમારત સંરક્ષણ ધારા હેઠળ સંરક્ષાયેલાં બધાં મારકો અને જૂનાં દેશી રાજયોમાંની કેટલીક અગત્યની ઇમારતોને તે લાગુ પડે છે. ઉપરાંત ગેઝેટમાં જાહેરાત કરીને એ યાદીમાં નવી સ્મારક ઇમારતો અને નવાં સ્થળો સરકાર ઉમેરી શકે છે. આવાં બધાં સ્થળો અને ઈમારતો, સંરક્ષિત ઇમારતો અને સ્થળો તરીકે જાણીતાં છે. આ ધારામાં સમાતા ગુનાઓ માટે ત્રણ મહિનાની કેદ અથવા પાંચ હજાર રૂપિયાનો દંડ અથવા બને સજા થઈ શકે છે. આ થઈ કલાવારસાની રખેળાળી સરકારી રાહે
સરકારી રાહે ધાકધમકીથી, કાયદાની બીકથી કલાવારસાનું રક્ષણ કરવાનું થયું, પણ આપણે પ્રજાજનો આપણો સમૃદ્ધ વારસો કેવી રીતે સાચવીશું તે પણ વિચારવું જરૂરી બને છે. લોકમત કેળવવો જોઈએ. મ્યુનિસિપાલિટી
પથિક ૯ ફેબ્રુઆરી-૧૯૯૮૦ ૨
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે પંચાયતોએ કલાવારસાની સાચવણીનું કાર્ય હાથ પર લેવું જોઈએ ને લોકોને ઊંડી સમજ આપવી જોઈએ, તેનો અભ્યાસમાં ઉપયોગ કરાવવો જોઈએ. કલાની જાળવણીથી આપણો વારસો તેમ ભવ્ય ભૂતકાળની સમજણ આપતી ફિલ્મો બતાવવી જોઈએ, તે માટેની જિજ્ઞાસા તીવ્ર થાય એમ કરવું જોઈએ. ગુજરાતની રાજધાની ભિન્નમાલમાં એલિફન્ટાની ગુફાઓના શિલ્પો જેવાં શિલ્પો-સાતમા સૈકાના શિલ્પો-કાંટાળી ઝાડીઓની વચ્ચે તળાવને કિનારે ખૂબ પડેલાં છે. તળાવને કિનારે પડેલા પથ્થરનાં શિલ્પોનો ઉપયોગ સામાન્ય રીતે લૂગડાં ધોવાના કામમાં કરવામાં આવતો હોય છે. આવી અણસમજણથી સારાં શિલ્પો ધોવાઈ જાય છે અને તૂટી જાય છે. નાનાં નાનાં ગામડાંમાં શાળાઓ હોય તેના શિક્ષકોએ, પંચાયતો હોય તો તેના સરપંચો વગેરેએ આવી શિલ્પસમૃદ્ધિને એકત્ર કરીને શાળાના આંગણામાં મુકાવવાં જોઈએ. શાળાના આંગણામાં કે ગામના ચોરામાં કે પંચાયતની ઑફિસમાં શિલ્પો રાખવામાં આવે તો તેમાં ખરચ થતું નથી, વસ્તુઓ સચવાય છે અને આવી રીતે કલાશિલ્પોની જાળવણી કરવામાં આવી હોય તો તેનુ સુંદર સંગ્રહસ્થાન બનાવી શકાય છે. આપણા ગુજરાત રાજ્યમાં રાજ્યનું કહીએ એવું એક પણ સંગ્રહસ્થાન રાજ્યની રાજધાનીમાં નથી.
શિલ્પોની વાત થઈ તે પ્રમાણે પ્રાચીન ચિત્રો, હસ્તપત્રો, દસ્તાવેજો, ધાતુપ્રતિમા, ધાતુની પ્રાચીન ઇતર ચીજો, પકવેલી માટીનાં રમકડાં, પ્રાચીન ઇંટો, માટીનાં ચિત્રિત તથા રંગીન વાસણો, પ્રાચીન સમયનાં કાપડ કે વસ્ત્રો વગેરે ભારતના ઇતિહાસની,પુનર્રચનાનાં સાધનો તરીકે ઉપયોગી ગણાય છે. તેની જાણવણી યથાયોગ્ય કરવી જોઈએ અને તેને તેના યથાસ્થાને ગોઠવવી જોઈએ. આવી ચીજો અભ્યાસને માટે સુલભ બનાવવી જોઈએ. તેના ફોટા વગેરે પડાવવા જોઈએ જેથી ચીજો નાશ પામે તોપણ વસ્તુના ફોટા કે પ્રતિકૃતિ આપણી પાસે સચવાયેલ રહે છે અને અભ્યાસમાં અને ઇતિહાસની પુનઃરચના કે આપણા સાંસ્કૃતિક વારસાને સમજવામાં તે ઉપયોગી થાય છે. ઉપરાંત એના અનેક નમૂનાઓ પ્રતિકૃતિથી તૈયાર કરવામાં આવે, જેથી તેનો અભ્યાસ દૂર દૂરના દેશોમાં કરવાનો સુલભ થઈ શકે છે.
એ રીતે જો ટૂંકમાં ગણાવીએ તો સો વર્ષ પહેલાંના અક્ષરોવાળા કોઈ શૂરવીરના સામાન્ય પાળિયાથી આરંભી પાંચ હજાર વર્ષ પહેલાંની સિંધુ સંસ્કૃતિને પ્રકાશમાં લાવનાર મોહેં-જો-દડોના ખોદકામમાંથી મળેલી નાની મોટી અનેક ચીજો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, જૂનાં મકાનો, જૂની મૂર્તિઓ, જૂના ગ્રંથો વગેરે અનેકાનેક જૂની ઐતિહાસિક મૂલ્યવાળી વસ્તુઓ સંગ્રહવી જોઈએ, તેની માર્ગદર્શિકા લખાવવી જોઈએ અને તેમાં સ્પષ્ટ સમજાવવું જોઈએ કે આ બધી ચીજોમાંથી તૈયાર થતી ઐતિહાસિક માહિતી, દાદીમાની વાતો કે પરીઓની કથા કરતાં કાંઈક જુદી છે, જેની જાળવણી આપણી સંસ્કૃતિ સમજાવવા માટેનું ઉત્તમ સાધન છે. માટે આપણા સમૃદ્ધ કલાસંગ્રહની જાળવણી કરવી જોઈએ. પ્રાચીન કલાકારીગીરી, મૂર્તિઓ, ઐતિહાસિક ઇમારતો વગેરે આપણી રાષ્ટ્રિય સંપત્તિ છે તેની જાણવણી એ આપણા દેશ પ્રત્યેની સૌ પ્રથમ ફરજ છે.
ઠે. સદ્મ સોસાયટી, લિબર્ટી હૉટલના ખાંચામાં, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
પથિક ૦ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૩
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક તેમજ ઐતિહાસિક સંદર્ભસ્રોત તરીકે બારોટ અને ચારણી સાહિત્યનું મહત્ત્વ
ડૉ. કે. સી. બારોટ
ઇતિહાસની જાણકારી માટેની વિવિધ અને વિપુલ સાધનસામગ્રીમાં લિખિત તેમજ મૌખિક સાહિત્યનું મહત્ત્વ એક સર્વસ્વીકૃત બાબત ગણાય છે. એ ન્યાયે ગુજરાતના સામાજિક તેમજ ઐતિહાસિક સંદર્ભસ્રોત તરીકે બારોટ-ચારણી સાહિત્યનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. જો કે ભારતીયોના ઇતિહાસના જ્ઞાન અંગે પાશ્ચાત્ય વિદ્વાનોને ખાસ માન નથી તેથી જ આ લોકોએ ઘણાં વર્ષોથી એક વાતની રટ લગાવે રાખી છે કે પ્રાચીન તેમજ મધ્યકાલીન ભારતીયોને ઇતિહાસનું લેશમાત્ર પણ જ્ઞાન ન હતું. માટે જ તેઓ પોતાનાં શાસ્ત્રી અને પુરાણોની કિંવદંતીઓને ઇતિહાસ માનવાની ભૂલ કરતા હતા અને ઇતિહાસના આત્મા સમાન “સમય તથા સ્થળ” જેવાં અત્યંત મહત્ત્વપૂર્ણ તથ્યોથી સાવ જ અનભિજ્ઞ હતા, તેથી જ હિંદનો સાચો ઇતિહાસ બ્રિટિશકાળથી જ લખાવો શરૂ થયો. પાશ્ચાત્ય વિદ્વાનોની આ માન્યતા તેમ દોષારોપણને દૂર કરવા છેલ્લાં ત્રીસ-ચાળીસ વર્ષોથી ભારતીય ઇતિહાસવિદો તથા સમાજશાસ્ત્રીઓ દ્વારા ભરચક પ્રયતો હાથ ઘરાયા છે. ગુજરાતના જાણીતા ઇતિહાસવિદ ડૉ. મકરંદ મહેતા આ બાબતે યોગ્ય રીતે જ નોંધે છે કે : ‘છેલ્લા ત્રણેક દાયકાઓથી ઇતિહાસલેખન વિદ્યાનો અભિગમ બદલાયો છે અને ખાસ કરીને નવી પેઢીના ઇતિહાસકારો સમાજના નીચલા વર્ગોને તેમજ જાતિઓને કેન્દ્રસ્થાને રાખીને સાંસ્કૃતિક તથા આર્થિક ઇતિહાસનું તદ્દન નવી જ રીતે અર્થઘટન કરે છે. દલિતો, સ્ત્રીઓ, આદિવાસીઓ અને અન્ય શોષિત વર્ગો તથા જ્ઞાતિઓનો ઇતિહાસ એટલે “સમાજના સબડતા કે કચડાયેલા લોકોનો ઇતિહાસ' (Subaltern History) તેમજ ‘ઇતિહાસ વિહોણાઓનો ઇતિહાસ' (History From be ow) જેવા ચોટદાર શબ્દોથી વિભૂષિત બનેલ આ પ્રકારનો ઇતિહાસ માત્ર બૌદ્ધિકોમાં જ નહિ, પણ સામાન્ય શિક્ષિત વર્ગમાં પણ લોકપ્રિય બન્યો છે.'
ઉપર્યુકત શબ્દોને યથાર્થ પુરવાર કરતો પ્રયત ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી અને ઇતિહાસવિદ્દ એ. એમ. શાહ અને આર. જી. શ્રોફે ‘ગુજરાતના વહીવંચા બારોટ’ નામના શોધ-લેખ રૂપે બારોટ-ચારણી સાહિત્યનું ગહન અધ્યયન તેમ સંશોધન કરીને એ સાબિત કરી આપ્યું છે કે “બારોટોએ રચેલ વંશાવલીઓ, કાવ્ય લોકગીત તથા અન્ય લોકસાહિત્યનું જો પ્રયત્નપૂર્વક ઊંડું અધ્યયન કરવામાં આવે તો વિશ્વસ્ત અને પ્રમાણભૂત સાધન તરીકે (ઇતિહાસ જાણવા માટે આ સાહિત્યનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેમ છે.' એ જ રીતે વિશ્વવિખ્યાત સમાજશાસ્ત્રી પ્રાધ્યાપક આશિષ નાન્દીએ પોતાના ગ્રંથ 'ALTERNATIVE SC.ENCES' માં આ અંગે નોંધ્યું છે કે : “બારોટ-ચારણી સાહિત્ય ભારતીય કાળગણનામાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ લોકો જૂના-પુરાણા દસ્તાવેજો અને ખાસ કરીને દંતકથાઓને નજર સમક્ષ રાખીને જનસંવેદનાઓને ઝકઝોરતો જીવંત ઇતિહાસ રચતા હતા.'
‘ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના મગધ યુનિ. (બોધિગયા) ખાતે તા. ૨૮ થી ૩૦ ડિસે. ૧૯૮૧ દરમ્યાન મળેલ રાષ્ટ્રિય અધિવેશનમાં વિદ્વાન પ્રાધ્યાપક એસ. સી. મિશ્રાએ "The Medieval Reality' વિષય પરના પોતાના વકતવ્યમાં સાફ કહ્યું હતું કે “મધ્યયુગ અને ત્યારબાદ પણ મોટા ભાગના હિંદીઓની સામાજિક અને સાહજિક ચેતના એમના સમીપવર્તી વાતાવરણમાંથી જ અવતરી હતી.”આ સામાજિક અને સાહજિક ચેતનાના સાચા જનક હતા બારોટ-ચારણો અને તેમનું ખમીરવતું સાહિત્ય, પ્રોફે. મિશ્રાએ દર્શાવેલ મતાનુસાર : મધ્યકાલીન તેમજ આધુનિક લોકોની સંવેદનાઓને સમજવામાં તથા સમજાવવામાં બારોટ-ચારણી સાહિત્ય, એના આખ્યાનો, કથા-વાર્તાઓ, કીર્તનો વગેરેનું તલસ્પર્શી જ્ઞાન અત્યંત ઉપયોગી સંતુ-સમાન છે. આ બધાં અવતરણો કે અભિપ્રાયો દ્વારા હું એ સાબિત કરવા નથી માગતો કે આ સાહિત્ય સર્વગુણસંપન્ન અને
પથિક ૦ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦૪
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોષરહિત છે. પરંતુ મારો દૃઢ વિશ્વાસ છે કે પશ્ચિમ દ્વારા વિકસિત અત્યાધુનિક ઐતિહાસિક પ્રણાલિકાઓ તેમજ સાધનો-સ્રોતોનું પરીક્ષણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે સાથે આવા સાહિત્યને પણ સોદેશ્ય પૂર્ણ રીતે ગ્રહણ કરી સંકલિત કરવામાં આવે તો ભારતીય ઇતિહાસની સાંસ્કૃતિક ચેતનાને વિશાળ સ્વરૂપમાં સમજવામાં તે અત્યંત સહાયભૂત થઈ શકે તેમ છે.
‘વાસ્તવમાં ભારતીય ઇતિહાસના મૂળ સ્રોત તેમજ સાધનોની સંભાળ રાખવાનું મહત્ત્વપૂર્ણ કામ આ જ્ઞાતિએ સદીઓ સુધી કર્યું છે. અલબત્ત તે કેટલેક અંશે ક્ષતિયુક્ત હોવા છતાં ઘણાબધા ભારતીય તેમજ વિદેશી ઇતિહાસલેખકો અને વિદ્વાનોએ આ સાધનોનો વિશ્વાસપૂર્વક અને વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. મુખ્યત્વે કર્નલ ટોડે ‘રાજસ્થાનનો ઇતિહાસં' લખવામાં અને એલેકઝાન્ડર કિનલોક ફાર્બસ રાસમાળા' (‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ') રચવામાં આ જ્ઞાતિનાં લખાણો તેમજ કેફિયતોને અત્યંત આધારભૂત સ્રોત માનીને તેનો છૂટથી ઉપયોગ કર્યો છે, કર્નલ ટોડના શબ્દોમાં જોઈએ તો “ભારતવર્ષમાં યુદ્ધ સંબંધી કાવ્યો એ ઇતિહાસનું બીજું સાધન છે. માટે તેના રચયિતા બારોટોને મનુષ્ય જાતિના “આઘ ઇતિહાસ લેખકો ગણવા જોઈએ...... આ લોકો વાસ્તવિક ઘટનાઓ લખવાના અને વિદ્યમાન (પરાક્રમી પુરુષોની ખ્યાતિ અજરાઅમર કરવાના કાર્યમાં લાગેલા હતા. કવિલોકો પ્રાચીન ભારતના મુખ્ય ઇતિહાસલેખકો છે. ભટ્ટ (બ્રહ્મભટ્ટ) કવિઓના કાવ્યગ્રંથો દ્વારા સત્ય ઘટના, ધાર્મિક વિચાર તથા રીતરિવાજ સંબંધી અનેક મહત્ત્વની વાતો પ્રાપ્ત થાય છે, જેમાંની કેટલીક પક્ષપાત વિના લખવામાં આવેલી હોવાથી એવી છે કે તેમની સત્યતા વિશે ઓછો સંદેહ છે.'
એ જ પ્રમાણે રાસમાળા'ના રચયિતા એ. કે. ફાર્બસે ઉપર્યુક્ત ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે મને ગુજરાતમાં રહ્યાને ઘણા દિવસ થયા નહતા એટલામાં હું સરકારી કામે હતો તેને પ્રસંગે મારા મોં આગળ એક કાગળ રજુ કરવામાં આવ્યો તેમાં બે બારોટની સહીઓ સાથે કટારનાં નિશાન જોઈ મારી જિજ્ઞાસા ઉદિત થઈ. તેમનો મેં સમાગમ (સંપર્ક) કર્યો... તો એમના ભંડારની મને ઝાંખી થઈ એટલે મારી જિજ્ઞાસા શમી જવાને બદલે ઊલટાની વધી, તે લોકોને સમજવાને અને ભંડારના ડાબલાનો ખુલાસો કરી લેવાને માટે બારોટોની વાતોનું જ્ઞાન મેળવી લેવાની અગત્ય હતી....... મારો આ સંગ્રહ મેં જે રાસોમાંથી કરેલો છે તેઓને નામે નામ મારા આ સંગ્રહનું નામ રાસમાળા' રાખ્યું છે.'
વળી ‘ગુજરાતી હસ્તપ્રત્રોની સંકલિત યાદીમાં શ્રી કે.કા.શાસ્ત્રીએ ફોર્બ્સ પોતાની આ સંશોધનપ્રવૃત્તિનો પ્રારંભ કેવી રીતે કર્યો અને તેમાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિ દ્વારા સચવાયેલા સાહિત્યનો ઉપયોગ કેવી રીતે કર્યો તેની વિગતે માહિતી આપેલ છે. આમ આ બંને અંગ્રેજ વિદ્વાનો અને ઇતિહાસલેખકો ઉપરાંત ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ દલપતરામ પણ આ કામમાં સહભાગી બન્યા હોવાનો અર્થ એ થાય કે તમામ વિદ્વાનોએ આ જ્ઞાતિના લોકોનાં લખાણો કે કેફિયતોને અત્યંત વિશ્વસ્ત અને આધારભૂત માન્યાં છે. એ જ રીતે તાજેતરનાં વર્ષોમાં પણ દુર્ગાશંકર કે. શાસ્ત્રી જેવા આધુનિક ઇતિહાસલેખકોએ “ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ' નામના ગ્રંથમાં બ્રહ્મભટ્ટ પ્રજાનો ઇતિહાસના મૂળ આધાર તરીકે મૂલવવા પ્રયત્ન કર્યો છે.
બારોટ-ચારણ સાહિત્ય, તેના પારંપરિક રીતરિવાજો અને એમાં આવેલાં પરિવર્તનોને મૂલવવા માટે મારા પીએચ.ડી, શોધપ્રબંધ “ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને પરિવર્તનમાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિનું પ્રદાન, ૧૮ ૧૮ થી ૧૯૪૭" અને તેના નવસંસ્કરણ “બ્રહ્મભટ્ટ સંહિતા'નાં વિશેષ અધ્યયન-ચિતન વખતે મેં એક વાત વારંવાર અનુભવી છે કે આ જ્ઞાતિ એક પારંપરિક ઈતિહાસન્ન જ્ઞાતિના રૂપમાં ભારતભરમાં સુપ્રસિદ્ધ હતી. હું ખુદ આ જ્ઞાતિનો હોવાથી મેં મારા અધ્યયન દ્વારા એ પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યો છે કે :
યુદ્ધકાળમાં સમરાંગણમાં બારોટ જ્ઞાતિના એ લોકો જાતે જતા અને યુદ્ધમગ્ન યોદ્ધાઓને શૌર્યતર્પણનાં ગીતો
પથિક ૯ ફેબ્રુઆરી-૧૯૯૮૦૫
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર-તાલથી ગાઈ સંભળાવી યુદ્ધાભિમુખ કરતા. એમનામાં એવી લાગણીઓ ઝંકૃત કરતા કે તેઓ માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની પણ પરવા કર્યા વિના છેલ્લા શ્વાસ પર્યંત યુદ્ધરત રહેતા.
શાંતિકાળમાં વેપાર-રોજગારની વૃદ્ધિમાં પણ આ લોકો પ્રવૃત્ત રહેતા. તેઓ રાજા-મહારાજાઓ તથા શેઠશાહુકારોના સોદાઓમાં મધ્યસ્થી જામીન થતા અને બેમાંથી એક પણ પક્ષ તેનું પાલન કરવામાં અનુચિત વિલંબ કરે અથવા નિષ્ફળ જાય ત્યારે પહેલાં પોતાના અત્યંત પ્રિય સ્વજનો અને અંતે સ્વયંનું ત્રાગા-પદ્ધતિ દ્વારા બલિદાન આપી પોતાનું પવિત્ર લોહી અભિયુક્તના ધરના આંગણામાં છાંટતા, જે અત્યંત અપવિત્ર અને કોપયુક્ત ઘટના ગણાતી અને કેવળ હિંદુઓ જ નહીં, પણ મુસ્લિમો પણ તે બાબતથી ડરતા એવી નોંધ એન્થોવાન, બોરોડલ અને મેકમર જેવા વિદેશી ઇતિહાસલેખકોએ પોતાનાં લખાણોમાં કરેલ છે. માટે જ કોઈ પણ દસ્તાવેજ પર બારોટની સહી તથા કટારનું નિશાન એ જ તે કરારના પાલન માટે અટૂટ ખાતરી કે બાંહેધરી મનાતી. બ્રિટિશ કાળમાં પણ જ્યાંસુધી કોર્ટ કચેરીઓનો વ્યાપ આટલો વધ્યો ન હતો ત્યાંસુધી(૧૮૩૦)એ એક સર્વસ્વીકૃત બાબત હતી. માટે જ એ. કે. ફાર્બ્સ નોંધે છે કે ‘જેમની બાંહેધરી કોઈ પણ પ્રકારના ડર કે શંકા વિના સ્વીકારી શકાય (તેમ હોય) તેવી એકમાત્ર વ્યક્તિ તરીકે બારોટોનો આધાર લેવામાં આવતો'. મૅકમરડો પોતાના ગ્રંથ 'Remarks on the Province of Kathiyawar' માં નોંધે છે કે ‘આવું ભયપ્રદ દબાણ જ તત્કાલીન સમાજમાં અત્યંત પ્રભાવશાળી મનાતું હતું.' આવા અનેક પ્રસંગો બારોટ સાહિત્યમાં ઉપલબ્ધ છે. અને ગુજરાત સૌરાષ્ટ્રના સિમાડે ઊભેલા પાળિયાઓ એના મૂક સાક્ષી છે, જેની રાષ્ટ્રિય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ ભરપૂર નોંધ લીધી છે. આવી પારંપરિક પ્રણાલિકાઓ ધરાવતી અને સમાજમાં પોતાની આ પ્રણાલિકાઓ દ્વારા જ વિશેષ પ્રભાવ ધરાવતી આ કોમના લોકોનું સાહિત્ય પણ એટલું જ પ્રાણવાન હતું. એના એક દૃષ્ટાંત તરીકે અન્ને એક પવાડો રજૂ કરીએ, જે પરથી કવિત્વપૂર્ણ અને સાહિત્યિક શૈલીમાં ઐતિહાસિક તથ્યોની રજુઆત કેવી રીતે કરવામાં આવતી હતી તેનો ખ્યાલ આવી શકશે :
સવાઈ જસવંત ૨ા બહાદુર, સવાઈ ડંકા બજા દિયા મંડુ શહર સે મારા ફીરંગી, જયા જમના સે પાર ક્રિયા ૧ લીક સાહેબને ચીઠ્ઠિ ભેજી, જયા પહોંચે કલક-ોકુ સભી કંપની મિલકર આયા, લગે વાંચણ ચીટ્ટીકુ । લીક સાહેબને છાતી પીટી, કલકત્તા સબ ખાલી હુઆ ભરતપુર ભારી લડાઈ કર, મહારાજને ચલ દીયા । હિંદુસ્તાન પંજાબ છોડકર, લાહોર કા મૈદાન લીયા લાહોર કે વાં રંજીત રાજા, સાથ ફોજ દૌ લાખ લીયા મહારાજા કુ મિલને ખાતર, અમર શહરપર ઝુક આયા જબ દોનુ કા મિલાપ હુઆ, આપ ફિરંગી ગભરાયા ફિરંગીને વકીલ ભેજકર મહારાજાકુ સમજાયા હમને હારા, તુમને જીતા, જયે હુઆ સો ભલા હુઆ આ કવિતાનું સરળ તાત્પર્ય એ છે કે સવાઈ જસવંતરાય હોલ્ડર અને અંગ્રેજ સરદાર લેકની વચ્ચે ઑક્ટો. થી ૧૩ નવે. ૧૮૦૪ દરમ્યાન થયેલ યુદ્ધમાં જસવંતરાયે અંગ્રેજોને કાશીથી પેલી બાજુ ભગાડી મૂક્યા હતા. આ વાતનું સમર્થન આપતું લખાણ ઇતિહાસકાર આર. સી. મજુમદારના ગ્રંથ Advance History of India (P. 698) પર પણ વર્ણવવામાં આવેલ છે, પરંતુ બારોટ-ચારણી સાહિત્યમાં કવિતાના સ્વાંગમાં ઇતિહારાનું જે તથ્ય રજૂ થયું છે તે એક તલસ્પર્શી અને ઝીણવટભર્યું વર્ણન છે. જેની નોંધ પણ અંગ્રેજ ઇતિહાસકારોએ લીધી નથી તેવા એમની
૧૪
પથિક ૭૦ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૬
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાલેશીભર્યા આ પ્રસંગને બારોટ-ચારણી સાહિત્ય આવી સુંદર નોંધ કરીને ઇતિહાસમાં એક આધારભૂત સાધન તરીકેની પોતાની વિશિષ્ટ છાપ ઉપસાવી છે એમ કહી શકાય.
એવું જ અમદાવાદના સ્થળ-વર્ણનનું બારોટ-ચારણી સાહિત્યનું એક ઉત્તમ દષ્ટાંત અત્રે જોઈએ, જે જોતાં સાફ જણાઈ આવે છે કે આ સાહિત્ય પણ અન્ય સાહિત્યિક સાધનો અને ઇતિહાસની જાણકારી માટેની સાધન-સામગ્રી કરતાં સહેજ પણ ઊણું ઉતરે તેમ નથી.....
શાહઆલમ કો બહોમ તેજ, રાંક બટુ બસે સરખે જ ! યારો, જબ કુત્તે પર શીયા દૌડાયા, તબહી શાહને અમદાવાદ વસાયા બસાયા શહર, આખા હું ઇ ઠંડી, બારે ભાગોળ ને છત્રીસ ચંડી | બારે ભાગોળ મેં દેખલાઉ, હલમની ખડકી જૂદી લાઉ | ઐસા શહર કભી નહીં બસતા, પ૨ કાંકરીયા જમણા રસ્તા જંગલ જંગલ કો પાની ભરીયા, જબ નામ કાં કરીયા ધરીયા કાંકરીયા કા ચૌગટ પાની, બીજ ઉંચી હૈ એક ટીંબી એક ધોબન ઐસી દીઠી, ઉસકા નામ હૈ એક લીંબી નીચી હોકર સાબુ દયે, ઉંચી હોકર ધોયે
કડીઆ ચુના દેતી જાવે, યાર કુ ઇશારા કરતી જાવે | અમદાવાદ શહેરના ઉપર્યુક્ત વર્ણનને જોતાં જણાય છે કે દેશી-વિદેશી મુસાફરોના પ્રવાસ વર્ણનોમાં આવતાં અમદાવાદના ઉલ્લેખો કરતાં કંઇક જુદી જ છટા આ ગીતમાં છે. તાલ, લય, અને પ્રાસની જાળવણી દ્વારા એના સ્થળ વિશેષના વર્ણનને લાવણ્યભર્યું અને રોચક બનાવી લોકસ્મૃતિમાં કાયમી રીતે જકડાઈ રહે તેવો પ્રયત એમાં થયો છે, છતાં તેનાં સ્થળવર્ણનનું કે ઐતિહાસિકતાનું મૂલ્ય સહેજ પણ ઘટતું જણાયું નથી. ઊલટાનું તે પોતાનામાં વિશેષ જાણકારી સમાવીને સહજ રીતે જ લોકજીભે સ્થાન મેળવે તેવી તેમાં આવડત છે.
આ ઉપરાંત પાશ્ચાત્ય ઇતિહાસવેત્તાઓએ જયાં જયાં પોતાની કલમ ચલાવી નથી કે વિશેષ મૌન જાળવ્યું છે ત્યાં અને જયાં એમણે વર્ણન કર્યું હોવા છતાં સહજ રીતે જ સત્ય ખૂલીને બહાર આવી નથી શક્યું ત્યાં બારોટ-ચારણી સાહિત્યે પોતાનો અસલ કસબ બતાવી ઇતિહાસની જાણવણી અને મૂલવણીનું કામ ચપટી વગાડવા જેટલું સરળ બનાવી દીધું છે. મરાઠા શાસકોના ત્રાસનું સહજ અને રોચક વર્ણન કરતા આ લોકોએ લખ્યું છે કે –
હાલતાં દંડે, ચાલતાં દડે, દંડે સારા દિન,
છાતી પર પત્થર મૂકીને, પૈસે લેતે છિન. આ પંક્તિઓ મગનલાલ વખતચંદના “અમદાવાદનો ઇતિહાસ' નામના પુસ્તકમાં આપેલ બારોટસાહિત્યનો ઉત્તમ નમૂનો છે. જે મરાઠાકાલીન અમદાવાદની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આપે છે. એ જ રીતે સરકારી ગેઝેટિયરોએ અમદાવાદના ૧૮૧૬ના વિદ્રોહ અને સહુબા નામની બારોટ બાઈના બલિદાનની વાતનો અછડતો ઉલ્લેખ માત્ર કર્યો છે. જયારે આ સાહિત્યમાં ઓતિયા-ગોધિયા ચાડિયાની આખી વાત રોચક શૈલિમાં આપીને એક ઐતિહાસિક તથ્યરૂપ ચાડિયાઓના અને મરાઠા શાસકોના ત્રાસનું વર્ણન અને તેના ઉમૂલનની વાત કરીને બ્રિટિશ શાસનની સ્થાપનાની પૂર્વસંધ્યાએ ગુજરાતમાં કેવી સ્થિતિ હતી તેની સ્પષ્ટ અને સહજપણે ખ્યાલ આપ્યો છે.
આમ આ સમગ્ર ઐતિહાસિક તથ્યોને કસોટીની એરણે ચડાવવા છતાં આ સાહિત્ય અન્ય સાધનો કરતાં સહેજ પણ ઊણું ઊતરતું જણાતું નથી. આ રીતે જોતાં સામાજિક અને ઐતિહાસિક તથ્યો સત્યોને જાગ્રત કરવામાં આ સાહિત્યનું વિશેષ પ્રદાન છે. જરૂર છે તો કેવળ સાચી નિષ્ઠા, ધૈર્ય, રુચિ, સૂક્ષ્મ દૃષ્ટિ અને ગંભીરતા તથા તટસ્થતાપૂર્વક
પથિક ૧ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦૭
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા સાહિત્યનું અધ્યયન તેમ વિશ્લેષણ કરવાની. જેના આધારે આપણે પાશ્ચાત્ય વિદ્વાનોના એકમાર્ગી અને પોકળા ઇતિહાસને જૂઠો સાબિત કરવા પડકાર ફેંકી શકીએ એમ છે. છે. (-53, ભાગવતનગર, ગુલાબ ટાવર સામે, સોલા રોડ, અમદાવાદ-૬૧
સંદર્ભ સાહિત્ય ૧. એલેકઝાંડર છે. ફોર્બ્સ : રાસમાળા, (અનુ. ૧૮૯૯) ૨. ડૉ. બારોટ કે, સી : “બ્રહ્મભટ્ટસંહિતા (અમદા. ફેબુ-૯૭) ૩. જાની અંબાલાલ બુલાખીદાસ : ફાર્બસ ગુજ. સાહિત્યસભાના હસ્તલિખિત પુસ્તકોની સવિરત નામાવલી,
(મુબઈ, ૧૯૨૩) ૪. મગનલાલ વખતચંદ : ‘અમદાવાદનો ઇતિહાસ' (અમદા. ૧૮૫૧) ૫. ડૉ. મહેતા મકરંદ જે. : “બ્રહ્મભટ્ટસંહિતા' ગ્રંથાવલોકન, પથિક', માર્ચ-૯૯૭ દ, ડૉ. કે. કા. શાસ્ત્રી : ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી (અમદા. ૧૯૩૯) 7. Borodaille A. A. : Hindu Caste Rules - Manuscript (this Manu. is preserved in the
B.J.Inst. of learning & Research, A'bad For detais please see Mangaldas Nathubhai -
Borodaile's Hindu Cast Rules (Bombay-1882) 8. Enthoran. R. E. : The Tribes and Castes of Bombay (Bombay, 1920)
Forbes A. K. : 'Rasmala', Hndu Anna's of Guj. (Londom-Vo.. IX, 1878)
Govt. Pubi cat ons : Gazatters of Bombay presidency Vol X (Bombay, 1920) 11. Govt. Publ cations : Gazatters of Bombay presidency Vol. V (Ahd-Bom. 1904) 12. Glon K. L. : Ahmedabad A Study in Indian Urban History (California, 1966) 13. Majumdar R.C. : Advance H story of India (London, 1956) 14. Mac Murado James : Remarks of the Province of Kath awar, Its Inhabitants, their
Manners & Customs, (Bombay 1819) 15. Misra S. C. : Pres! Add, at Saminar on 'The Medieval Reality, 42nd session, indian
History any Magadh Uni. Dec. 81 16. Nand Ashish : Alternative sciences (Delhi-1980) 17. Shah A. M. and Shrotf R. G. : 'The Vahivancha Barots of Gujarat' Miton singer (ed)
Traditional Indian Structure & Change (Philidelphia - 1959) 18. Tod James : 'Annals and Antiquities of Rajasthan', (Delhi - 1978)
પથિક ૧ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૮
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધીયુગ પહેલાં ગુજરાતે વ્યક્ત કરેલા આર્થિક રાષ્ટ્રવાદનું સ્વરૂપ : છ સ્વદે
આંદોલન, ૧૯૦૪-૧૯૦૮
પ્રો. વિકેશ એસ. પંડ્યા
પ્રસ્તાવના :
વૈશ્વિક પરિબળોની અસરોને ઝીલતો આપણો દેશ જ્યારે વિજ્ઞાન અને ટેકનોલૉજીને આધારે ૨૧મી સદી તરફ આગેકૂચ કરી રહ્યો છે ત્યારે ગુજરાતની વ્યવહારલથી વેપારી સંસ્કૃતિને અનુરૂપ આ સદીની શરૂઆતમાં ગુજરાતે આર્થિક રાષ્ટ્રવાદ કેવી રીતે દર્શાવ્યો તે અંગે ઐતિહાસિક ચિંતન કરવું જરૂરી છે. જે રીતે સૈકાઓથી ગુજરાતે વેપારી અને ઔદ્યોગિક પરંપરાઓ ચાલુ રાખી છે અને વિકસાવી છે તે જોતાં એમ લાગે છે કે ભારતની ભાવિ આર્થિક આઝાદી અને પ્રગતિની ચાવી ગુજરાતની સહિષ્ણુ અને વેપારી સંસ્કૃતિ દ્વારા સિદ્ધ થશે. આવા વ્યાપક ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણને લક્ષમાં લઈને આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્વદેશી આંદોલન અને તેનું સ્વરૂપ :
બ્રિટિશ શાસનને પરિણામે આર્થિક દૃષ્ટિએ આપણી પરંપરાગત કૃષિવ્યવસ્થા એક તરફ બેહાલીમાં ધકેલાઈ ગઈ તો બીજી તરફ ઔદ્યોગિક દષ્ટિએ આપણા પ્રાચીન ઉદ્યોગ-ધંધાઓ નાશ પામતા ગયા. ૧૯મા સૈકા દરમિયાન ભારત અને ગુજરાતમાં અનેક દુકાળો પડ્યા, જેને પરિણામે લોકો નિઃસંશ્રીય પરિસ્થિતિમાં મુકાઈ ગયા.' બ્રિટિશ સામ્રાજ્યવાદી નીતિને પરિણામે ભારતમાંથી થયેલા દ્રવ્ય-અપહરણ વિશે તો દાદાભાઈ નવરોજી અને રોમેશચંદ્ર દત્ત જેવા આર્થિક ચિંતકોએ ઘણું લખ્યું છે. આટલું જાણે કે ઓછું હોય તેમ હિન્દુ અને ગુજરાતના ઊગતા રાષ્ટ્રવાદ ઉપર અંકુશ મૂકવાના આશયથી હિન્દના વાઇસરોય લૉર્ડ કર્ઝને (૧૮૯૯-૧૯૦૫) બંગાળના ભાગલા પાડ્યા તેને પરિણામે સારાયે દેશમાં જે ઘટના બની તે ‘સ્વદેશી આંદોલન’ તરીકે જાણીતી છે, પરંતુ ગુજરાતને બાદ કરતાં આ આંદોલનનું સ્વરૂપ મુખ્યત્વે રાજકીય પ્રકારનું હતું. બંગાળ અને મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં ઉગ્ર પ્રકારનાં રાજકીય ભાષણો થયાં અને લેખો પણ પ્રસિદ્ધ થયા, પરંતુ આર્થિક રાષ્ટ્રવાદની ભૂમિકા તો ગુજરાતે જ પૂરી પાડી. ક્યાં કારણોસર ગુજરાતીઓએ આ સિદ્રિ હાંસલ કરી હશે, તેની સમજૂતી સંક્ષિપ્તમાં નીચે આપવામાં આવી છે.
ગુજરાતમાં સ્વદેશીની પરંપરા :
આ લેખની શરૂઆતમાં જ જણાવ્યું છે તે મુજબ બ્રિટિશ શાસનની શરૂઆત પહેલાં સદીઓથી ગુજરાતે સહિષ્ણુ વેપારી સંસ્કૃતિ ખીલવી હતી. આવા સંજોગોમાં જ્યારે હિન્દમાંથી કાચો માલ ઇંગ્લૅન્ડમાં ઠલવાતો જતો હતો ત્યારે સમગ્ર દેશમાં મિલ-ઉદ્યોગ વિશે વિચારનાર જો સૌ પ્રથમ કોઈ હોય તો તે અમદાવાદના નાગરિક રણછોડલાલ છોટાલાલ (૧૮૨૩-૯૮) હતા. તેમણે છંક ૧૮૪૫માં ગણતરી કરી કે જો અંગ્રેજો અહીંના કાચા માલનો ઉપયોગ કરીને હિન્દુમાં તૈયાર કાપડ ઠાલવતા હોય અને જો તેમાંથી અઢળક દ્રવ્ય કમાતા હોય તો વેપારી પરંપરા ધરાવનાર ગુજરાત તે કેમ ન કરી શકે ? આ પ્રકારનું મનોમંથન કરીને તેઓ અનેક ઝંઝાવાતો સામે લડ્યા અને છેવટે ૧૮૬૧માં તેઓ અમદાવાદમાં સુતરાઉ કાપડની મિલ સ્થાપીને જ જંપ્યા.· ત્યાર બાદ ગુજરાતી સાહસિકોએ એવી તો ઝડપથી મિલઉદ્યોગ વધાર્યો કે સ્વદેશી આંદોલન પહેલાં પણ અમદાવાદ ‘હિન્દનું માન્ચેસ્ટર' તરીકે દેશવિદેશમાં પંકાઈ ગયું.” ઇંગ્લેંડનાં આર્થિક આક્રમણોને ખાળવા માટે ગુજરાતે અને હિન્દુ તેનો ઔદ્યોગિક વિકાસ સાધવો પડશે તેવો મંત્ર આપનાર સૌ પ્રથમ કવિ દલપતરામ હતા. તેમણે ૧૮૫૧માં ‘હુન્નરખાનની ચડાઈ નામના સુપ્રસિદ્ધ કાવ્યમાં આ બાબતની ભારપૂર્વક હિમાયત કરી." ત્યારબાદ ૧૮૭૫માં શ્રી અંબાલાલ સાકરલાલ દેસાઈ, શ્રી હરગોવિંદદાસ કાંટાવાળા, શ્રી ભોળાનાથ સારાભાઈ અને ગોપાળ હરિ દેશમુખ જેવા મધ્યમવર્ગી બૌદ્ધિકોએ. શ્રી રણછોડલાલ છોટાલાલ, શ્રી બેચરદાસ લશ્કરી, શ્રી પ્રેમાભાઈ હિમાભાઈ અને શ્રી મનસુખભાઈ ભગુભાઈ જેવા શેઠિયાઓની – ટે. ગાર્ડનવ્યૂ એપાર્ટમેન્ટંગ, ઘનશ્યામબાગ સોસાયટી, બ્રિનગર, અમદાવાદ-૮
પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૨૭ ૯
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદદથી અમદાવાદમાં “સ્વદેશ ઉઘોરવર્ધક મંડળીની સ્થાપના કરી. તે જ પ્રમાણે સુરત, નવસારી, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, ભાવનગર, નડીયાદ અને રાજકોટ જેવાં નગરોમાં સ્વદેશી મંડળો અસ્તિત્વમાં આવ્યાં. સ્વદેશી આંદોલનમાં ગુજરાતીઓનું પ્રદાનઃ
સ્વદેશીનો મહિમા પ્રસારવા સ્વદેશી આંદોલનને સમયે અમદાવાદ, ભાવનગર, ભરૂચ, રાજકોટ, વડોદરા, ભૂજ અને સુરત જેવાં નગરોમાં અનેક કૃષિવિષયક અને ઔદ્યોગિક પ્રદર્શનો ભરાયાં. આ અગાઉ પણ અંબાલાલ સાકરલાલ દેસાઈ અને હરગોવિંદદાસ કાંટાવાળા જેવા ગુજરાતના નેતાઓએ સ્વદેશીના મહિમાને ઉત્તેજન આપ્યું હતું. ગુજરાત માટે ગૌરવપ્રદ બાબત એ છે કે સ્વદેશી આંદોલન વખતે તેમણે મિલ માલિક તરીકેની ભૂમિકા અદા કરી, ઉદાહરણ તરીકે અંબાલાલ સાકરલાલે ૧૯૦૬માં નડિયાદમાં “સ્વદેશી મિલ'ની સ્થાપના કરી. તે જ પ્રમાણે ૧૯૦૫માં હરગોવિંદદાસે વડોદરાની મિલ ખરીદી લીધી અને તેનું સંચાલન કર્યું. ૧૮૮૨માં આ મિલ સ્થાપનાર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાચા રાષ્ટ્રભક્ત હતા અને તેમણે વડોદરાની પ્રજાને દષ્ટાંત આપવા જ મિલની સ્થાપના કરી હતી અને તે સમયે જાહેર પણ કર્યું હતું કે જ્યારે પણ કોઈએ આ મિલને ખાનગી ઉદ્યોગ તરીકે વિકસાવવી હશે ત્યારે રાજ તરફથી સસ્તા દરેક મિલનું વેચાણ કરવામાં આવશે. આમ સ્વદેશી આંદોલન વખતે હરગોવિંદદાસ કાંટાવાળાએ મિલ ખરીદી લીધી અને તેને વિકસાવી.
મિલ-ઉદ્યોગ ઉપરાંત સ્વદેશી આંદોલન વખતે ગુજરાતમાં ખાંડ, લવાસળી અને કાગળનાં કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં. આર્થિક રાષ્ટ્રવાદના પ્રતીકરૂપ બેન્ક ઓફ બરોડાની સ્થાપના પણ (૧૯૦૭) સ્વદેશી આંદોલનના સીધા પરિણામસ્વરૂપ હતી. આજે દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ બનેલ વડોદરાનું ‘એલેમ્બિક કેમિકલ વસ' (સ્થાપના : ૧૯૦૬) પણ આ જ પ્રકારની આર્થિક રાષ્ટ્રવાદની ભાવનામાંથી શરૂ થયું હતું. સમાપન :
સ્વદેશી આંદોલન વખતે જયારે દેશમાં ઉગ્ર રીતે રાજકીય હિલચાલો થઈ ત્યારે સ્વદેશીની ભાવનાને અનુરૂપ આર્થિક રાષ્ટ્રવાદ વ્યક્ત કરનાર જો કોઈ પ્રદેશ હોય તો તે ગુજરાત હતો. ગુજરાતની લાંબી, વ્યવહારલક્ષી, વેપારી પ્રતિભા વગર આ શક્ય બન્યું ન હોત. સુતરાઉ કાપડની મિલો ઉપરાંત બીજા અનેક મહત્ત્વના ઉદ્યોગો શરૂ કરીને ગુજરાતે તેની સાચી અસ્મિતા પ્રદર્શિત કરી હતી. ભૂતકાળના આ પ્રકારના સંકેતો બતાવે છે કે દેશની આબાદી વિકસાવવામાં ભવિષ્યમાં ગુજરાતનાં યુવકો અને યુવતિઓ નવી કોમ્યુટર ટેકનોલોજીને આધારે મહત્ત્વનો ભાગ ભજવશે. પાદનોંધ ૧, વધુ વિગત માટે જુઓ B.M.Bhatia, Famines in India (Bombay, 1967).
P. K Gopalkrishnan, Development of Economic Ideas in Ind a, 1880-1950 (New Delhi, 1959). Vikesh Pandya, "Ranchhodlal Chhotalal (1823-98): The maker of Modem Ahmedabad, Indian History Congress, Proceedings, 57th Session, Madras, 1996 Makrand Mehta, Ahmedabad Cotton Textile Industries, Genesis and Growth (Ahmedabad, 1980). R. L Rawal, Socio-Religious Reform Movements in Gujarat During the 19th Century (New Delhi, 1987) PP. 123-25. વધુ વિગત માટે જુઓ મધુસુદન એલ, પઢિયાર, ગુજરાતના સામાજિક, આર્થિક અને રાષ્ટ્રિય ઉત્પાદક હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા (૧૮૪૪-૧૯૩૧)નું પ્રદાન, અપ્રકાશિત પીએચ.ડી. મહાનિબંધ, ગુજરાત યુનિવર્સિટી, ૧૯૮૯. પ્રજાબંધુ (અમદાવાદ)ની ફાઈલો, ૧૯૦૩-૧૯૧૦,
૮. મધુસુદન એલ. પઢિયાર, ઉપર્યુક્ત. Baroda Government, Annual Report of the Baroda State. For the year 1882-83 (Baroda, 1884). ૧૦, પ્રજાબંધુ, ૧૯૦૪-૦૮ના અંકો; વળી જુઓ ગુજરાત મિત્ર, સુરત, ૧૯૦૪-૦૮ દરમિયાનના અંકો.
પથિક ૦ ફેબ્રુઆરી-૧૯૯૮૦૧૦
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજસુધારક મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)
પ્રો. રેખા ભાવસાર
ખેડૂતમાંથી વડોદરાનાં રાજા બનેલા સયાજીરાવનાં જીવઘડતરનાં વર્ષે તેમની ભાવી મહત્તાની જાણે કે આગાહી કરતાં હતાં. વિચારો, સિદ્ધાંતો અને આદર્શો કર્મની જનની છે. યુવાવસ્થામાં જે રીતે મહારાજાએ અનેક સામાજિક પ્રવૃત્તિઓ આગળ ધપાવી તેની પાછળ સયાજીરાવનાં સંપ્રદાયનરપેક્ષ અને તર્કયુક્ત (secular and Rat onal) વિચારો મહત્ત્વનાં પરિબળ તરીકે જવાબદાર હતાં. આ બાબતને લક્ષમાં લઈ સયાજીરાવની સમાજસુધારા અંગેની પ્રવૃત્તિઓની અહીં છાણાવટ કરી છે. અત્રે એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે સમાજસુધારા અંગે તેમણે પસાર કરેલા કાયદાઓ ખૂબ જ મહત્ત્વના હતા, જે અત્રે રજૂ કરવામાં આવ્યાં છે. અલબત્ત, જયાંસુધી સાચી જાગૃત્તિ ન આવે ત્યાં સુધી માત્ર કાયદાઓથી સમાજપરિવર્તન થઈ શકતું નથી. આમ છતાં, પણ જે રીતે સયાજીરાવે કાયદાઓને વ્યાવહારિક સ્વરૂપ આપ્યું તે બતાવે છે કે તેઓ સમાજસુધારાના એક પ્રખર પ્રવાહક બની ગયા હતાં.
યાજીરાવ માનતા હતા કે જયાંસુધી સામાજિક સુધારણા થાય નહિ ત્યાંસુધી સમાજનો સાર્વત્રિક વિકાસ સંભવતો નથી." પરિણામસ્વરૂપે સયાજીરાવે સમાજમાં બાળલગ્ન, વિધવાવિવાહ, જ્ઞાતિપ્રથા, અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીને સમાજમાં સ્થાન, પરદેશગમ, પડદાપ્રથા વગેરેને લગતા સુધારાઓ કાયદાઓ દ્વારા કર્યા હતાં. આ સુધારાઓ કરવામાં તેમણે પોતાની નિરંકુશ સત્તાનો ઉપયોગ કર્યો ન હતો. લોકોનાં હૃદયમાં ઉતારવા માટે ઉપદેશ, સમજાવટ, વ્યાખ્યાન, લખાણોનો ઉપયોગ કરતા અને જયારે સમજૂતીના માર્ગનો અવકાશ જ ન હોય ત્યારે સત્તાનો ઉપયોગ કરીને કાયદો કરતા. ૧૯૮૬માં ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો તેથી તેમના વહીવટ દરમ્યાન થયેલાં નવા કાયદાઓનું પાલન રાજયમાં ખૂબ જ સુંદર રીતે થયું હતું. આ સમય દરમ્યાન મુખ્યત્વે સુધારો લાવવા નીચે મુજબ કાયદાઓ અમલમાં લવાયા હતાં.*
સયાજીરાવે સમાજમાં વિધવાવિવાહ રૂઢિવિરૂદ્ધ ગણાતો હોઈ બાળવિધવાઓને પોતાનો આખો જન્મારો વિધવ્યમાં પસાર કરવો પડે નહીં એટલા ખાતર વિધવા-વિવાહ કાયદેસર ગણવા માટે “વિધવાવિવાહ કાયદો પસાર કર્યો હતો, જેને તા. ર૧-૩-૧૯૦૧ની આજ્ઞાપત્રિકામાં ‘પુનઃવિવાહ નિબંધ' તરીકે પ્રસિદ્ધ કર્યો હતો. સમાજનો બી. શત્રુ તે બાળલગ્ન. તેથી જ સયાજીરાવે બાળલગ્નપ્રથાનો જલ્દીથી અંત આવે તેવી અપેક્ષાએ બાળલગ્નપ્રતિબંધક કાયદો પસાર કરતાં પહેલાં ૩૦-૪-૧૯૦૩ની આજ્ઞાપત્રિકામાં તેનો મુસદ્દો આપ્યો હતો. ઈ.સ. ૧૯૦૪ની ૨૧મી જુલાઈ આપાઢ સુદિ બીજના રોજ સયાજીરાવે બાળલગ્નનિષેધ કાયદો પસાર કરી સમાજસુધારણાની દિશામાં બીજું પગલું ભર્યું હતું.'
સયાજીરાવે વર્ણાન્તર લગ્ન કરવાની મુશ્કેલી દૂર કરવા “ઐહિક લગ્નનિબંધનો કાયદો પસાર કર્યો હતો. ઈ.સ. ૧૯૦૮ની ૨૩મી જુલાઈની આજ્ઞાપત્રિકામાં “ઐહિક લગ્નનિબંધ” પ્રસિદ્ધ કરવામાં આવ્યો, જેનો અમલ ૯મી ઑગસ્ટમાં કરવામાં આવ્યાં. કાયદાની કલમોમાં અવારનવાર ફેરફાર થતાં રહ્યો. ૧૯૦૮થી ૧૯૩૮-૩૯નાં વર્ષ દરમ્યાન ઐહિક લગ્નનાં કાયદા હેઠળ ૩૮ લગ્નો થયાં હતાં. સયાજીરાવે ઈ.સ. ૧૯૨૯ની ર૧મી માર્ચે લગ્નવિચ્છેદ નામના કાયદાનો મુસદ્દો આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરાવ્યો અને તે વિશે બે માસની મુદતમાં લોકમત મંગાવવામાં આવ્યો હતો. લોકમતના ૨૫ મતમાં ફક્ત ચાર વ્યક્તિઓએ કાયદાની જરૂર નથી એવું જણાવ્યું હતું. પરિણામે કાયદાનો મુસદો તૈયાર કરી ન્યાયમંત્રી કચેરીના ટિપ્પણ અંકમાં ૩૪૮૪ તા. ૬-૧૨-૧૯૨૭નાં રોજ સયાજીરાવ ગાયકવાડની મંજૂરી માટે મુકવામાં આવ્યો. જે મુસદ્દો તૈયાર કરવામાં આવેલો તે The Indian Divorece Act ના આધારે ઘડવામાં આવ્યો હતો. આ મુસદામાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી દરેક કોમને લાગુ પડે તે અંગેના જુદાં
પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧૧
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુદાં ધોરણો અપનાવ્યાં હતાં અને તેના ઉપર ફરીથી લોકમત લેવા માટે એ ૧૧મી માર્ચ ૧૯ર૯ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો. ઈ.સ. ૧૯૩૦ની ૩૧મી જાન્યુઆરીએ ધારાસભાની ખાસ બેઠક આ મુસદાને કાયદાનું સ્વરૂપ આપવા માટે મળી અને મુસદ્દા પર વિચાર કરી તા. ૧૫-૫-૧૯૩૦ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કર્યો. છેવટે ૬ નવેમ્બર ૧૯૩૦ની ધારાસભામાં આ મુસદાનું વાચન થયું અને એ ૧૩ વિરુદ્ધ ૪ (ચાર) મતથી પસાર થયો અને તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. તેને ૨૮મી જાન્યુઆરી ૧૯૩૨નાં રોજ “હિંદુ લગ્ન વિચછેદ નિબંધ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. આ કાયદાથી હિંદુ લોકોને લગ્નબંધનમાંથી મુક્ત થવાનું પીઠ- બળ મળ્યું હતું. આમ સયાજીરાવે સ્ત્રી જાગૃતિ, સ્ત્રી ઉત્કર્ષની દિશામાં એક વધુ પગલું ભર્યું હતું. તેમ કહી શકાય.
વડોદરામાં સયાજીરાવ પાસે ઈ.સ. ૧૯૦૨માં રા.રા. દિનશા રતનજી દાબુએ પારસી લોકોનાં લગ્ન અને લગ્નવિચ્છેદ અંગે કાયદો કરવા માટેનો મુસદ્દો રજૂ કર્યો હતો. તે મુસદા ઉપર લોકમત મંગાવવા માટે આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો, પરંતુ આ બાબત કોઈ સૂચનો આવેલ ન હતાં. ત્યાર પછી તા. ૧૪-૭-૧૯૨૧ના રોજ ભરાયેલી ધારાસભામાં આ મુસદો રજૂ કરવામાં આવ્યો હતો. આ માટે એક કમિટી પણ નિમાઈ હતી. સયાજીરાવની ઇચ્છા અનુસાર ઉપર્યુક્ત કમિટીએ રજૂ કરેલા મુસદ્દામાં કેટલાંક મહત્ત્વનાં ધોરણો દાખલ કરવામાં આવ્યાં હતાં." આમ આ મુસદ્દામાં મહત્ત્વનાં ધોરણો દાખલ કરી સયાજીરાવ વતી દીવાન વી.ટી. કૃષ્ણમાચારીએ પારસીલગ્ન અને લગ્નવિચ્છેદ' નિબંધને પમી જૂન ૧૯૩૫નાં રોજ હજુર ઑર્ડર નં. ૫૬૪ થી પસાર કર્યો, જેનો ચાર જુલાઈ ૧૯૩પનાં રોજથી અમલ કરવામાં આવ્યો હતો. આમ સયાજીરાવ પોતાના રાજયમાં રહેતી પ્રજા પછી તે કોઈ પણ કોમની હોય તેને સહાયભૂત થવામાં રસ ધરાવતા હતા.
સયાજીરાવના શાસન દરમ્યાન જ્ઞાતિનું બંધારણ સપ્ત હતું. લગ્ન જેવી પવિત્ર અને મહત્ત્વની બાબતમાં પણ જ્ઞાતિબંધનો હતાં. આવી સામાજિક રીત-રસમોમાંથી લોકોને છોડાવવા સયાજીરાવે “જ્ઞાતિ-ત્રાસનિવારણ” નિબંધનો મુસદો તા. ૩૦-૩-૧૯૩૩ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરી તેના ઉપર લોકોનાં સૂચનો મંગાવ્યાં હતાં. જેમાં ૧૪ તરફેણ ૧૦ વિરુદ્ધનાં હતાં તેને મંજૂર કરવા ધારાસભામાં ૨૦-૫-૧૯૩૩નાં રોજ રજૂ કરવામાં આવ્યો. તેમાં કેટલાક ફેરફાર કરી મુસદો મંત્રીમંડળના હુકમ ૧૮૦-૮૬૧૨-૬-૧૯૩૩ થી મંજૂર કરવામાં આવ્યો, જેના ઉપર ફરીથી લોકમત મેળવવા તા. ૧૩-૭-૧૯૩૩ના રોજ આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ મુસદ્દો તા. ૯ ઓકટોબર ૧૯૩૩ની ધારાસભામાં ચર્ચા માટે રજૂ થયો હતો તેમાં કેટલાક ફેરફાર કરી મુસદ્દાને કાયદા તરીકે મંજૂર કરવામાં આવ્યો હતો. ૨૦ આ કાયદામાં ૧૯૩૮માં થોડોક ફેરફાર કરવામાં આવ્યો હતો. આમ આ કાયદાથી પ્રજાને જ્ઞાતિનાં બંધનોમાંથી કંઈક અંશે રાહત મળી હતી. આ કાયદો વડોદરાની સામાજિક પ્રગતિમાં યશસ્વી પગલું કહી શકાય,
સયાજીરાવે સમાજમાં કાયદાથી સુધારા કરી પ્રજાને પાયમાલીના પંથે લઈ જતા ત્રાસદાયક રિવાજોની બેડીમાંથી મુક્ત કરી, પરંતુ આ સમયનાં કેટલાંક રૂઢિ-રિવાજ અંગે કાયદો ન કરતાં પહેલું કરી બતાવવું અને પછી કહેવું તથા
જેવુ બોલે તેવું ચાલે, તેના ચરણમાં મસ્તક નમે એ સદ્ભક્તિ પોતાના આચરણમાં ઉતારી. તેમની આ નીતિના સંદર્ભમાં તેમણે ‘પડદાપ્રથા’, ‘પરદેશગમન’ જેવી બાબતોમાં પોતાનું જ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
- સયાજીરાવ આવા પ્રગતિશીલ વિચાર ધરાવતા હોઈ તેમણે આ સમય દરમ્યાન સામાજિક ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યા, જેની નોંધ અહીં કરી જ છે, પણ એ સિવાયના કેટલાક સુધારા તેમણે પ્રજાને આપ્યા. જેમાં (૧) અનાથગૃહ સંબંધી, (૨) અનાથબાલિકાગૃહ સંબંધી, (૩) ઓરત કજો લેવા સંબંધી, (૪) બાલસંરક્ષણ સંબંધી, (૫) ખોટા જયોતિષીઓના કથન અંગે, (૬) રડવા-કૂટવાનો રિવાજ પર અને (૭) આંતરજાતીય લગ્ન પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આમ સયાજીરાવના સામાજિક સુધારાઓના વિચારોનું બીજ રોપાયું હતું, તો પશ્ચિમની વિચારધારામાંથી
પથિક ૯ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧૨
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીધેલું છતાં તેમણે પશ્ચિમનું આધળું અનુકરણ કદી ન કર્યું. તેઓ માનતા કે કાયદો સમાજસુધારાની જનની છે, પરંતુ કેવળ ધારાઓ ઘડવાથી જ સમાજપરિવર્તન લાવી શકાતું નથી. તેઓ માનતા કે શિક્ષણ અને અનુભવો દ્વારા જયાંસુધી પ્રજાનું માનસ ન બદલાય ત્યાં સુધી કાયદાઓની ઝાઝી અસર થતી નથી. આ જ કારણથી તેમણે કાયદાઓ સાથે સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં વિવિધ અંગ-ઉપાંગો સાથે અનુસંધાન કરવાના ભગીરથ પ્રયાસો કર્યા. આજે વડોદરા નગરી ગુજરાતનાં સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે. વડોદરાને આ સ્થિતિમાં લાવનાર સાચા અર્થમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. પાદટીપ ૧. યુ. રા. દાતે, શ્રી સયાજી ગૌરવગ્રંથ, વડોદરા, ૧૯૩૩, પૃ. ૮૪
એજન, પૃ. ૮૫ ગોકળદાસ શાહ, શ્રી સયાજીરાવ ગાયકવાડ, એઓશ્રીના વ્યાખ્યાનો તથા ભાષણી ભાગ-૨, વડોદરા, ૧૯૩૫, પૃ. ૨૦૬ એજન, પૃ. ૨૧૦ સયાજીરાવના શાસનકાળમાં કાયદા માટે “નિબંધ’ શબ્દનો ઉલ્લેખ રેકોર્ડમાં જોવા મળે છે. આજ્ઞાપત્રિકા એટલે ગૅઝેટ, વડોદરા રાજ્યમાં તેને “આજ્ઞાપત્રિકા' તરીકે ઓળખતાં. ન્યાયમંત્રી કચેરી ફાઈલ નં. ૨૨૧ર, ૧૯૦૨-૦૩, પૃ. ૨૩.
આજ્ઞાપત્રિકા, ૧૯૦૪, બાળલગ્નનિષેધનિબંધ ૮. વડોદરા રાજય એડમિનિસ્ટ્રેટીવ રિપોર્ટ, ૧૯૩૮-૩૯, પૃ. ૩૯ ૯. ન્યાયમંત્રી કચેરી, ફાઈલ નં. ૪૦૬, ૧૯૨૮-૨૯, પૃ. ૩૧૫ ૧૦. એજન, પૃ. ૬૫ ૧૧. એજન, પૃ. ૬૧૬ ૧૨. એજન, પૃ. ૨૨ ૧૩. ન્યાયમંત્રી કચેરી, ફાઈલ નં. ૪૦૭, ૧૯૩૦-૩૧, પૃ. ૧૬૦૩, પૃ. ૧૯૦૫ ૧૪. ન્યાયમંત્રી કચેરી, ફાઈલ ન. ૪૦૮, ૧૯૩૦-૩૧, પૃ.૧૬૦૩, હિંદુ લગ્નવિચ્છેદ નિબંધ. ૧૫. ન્યાયમંત્રી કચેરી, દફતર નંબર ૩૬૬, ફાઈલ નં. ૭, ૧૯૩૩-૩૪, પૃ. ૧૩૪ ૧૬. એજન, પૃ. ૧૩૫ ૧૭. એજન, પૃ. ૧૪૯ આશીર્વાકિયા ૧૮. ચંદુલાલ મોહનલાલ મોદી, ધારાપોથી યાને સરળ કાયદા, વડોદરા, ૧૯૪૭, પૃ. ૭૫ ૧૯. ન્યાયમંત્રી કચેરી ફાઈલ, નં. ૪૨૨, ૧૯૩૨-૩૩, પૃ. ૨૭૦ ૨૦. એજન, પૃ. ૨૭૩ ૨૧. વડોદરા રાજય એડમિનિસ્ટ્રેશન રિપોર્ટ, ૧૯૩૮-૩૯, પૃ. ૪૦
પથિક ૧ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧૩
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ગુજરાતમાં આધુનિક સંસ્કૃત - કવિતામાં અભિનવ પ્રયોગકર્તા– ‘હર્ષદેવ માધવ’
- ડૉ. નવનીત જોશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં સંસ્કૃત-કવિતાઓનું માહૌલ જ નથી છતાં સંસ્કૃત કાવ્યક્ષેત્રે ગુજરાતનું પ્રદાન નથી એમ પણ કહી શકાય તેમ નથી. આ ક્ષેત્રે પૂર્વકાળમાં પણ અનેક રચનાઓ ગુજરાતના કવિઓએ સંસ્કૃત કાવ્યસાહિત્યને આપી છે, તો આધુનિક યુગમાં પણ ડૉ. રાજેન્દ્ર નાણાવટી, ઉમા દેશપાંડે, ડૉ. હર્ષદેવ માધવ વગેરે જેવા ઘણા કવિ-પ્રવરો પ્રતિનિધિત્વ કરે છે.
સમાજ હંમેશાં પરિવર્તન ઝંખે છે અને સાથે સાથે પરિવર્તિત થાય છે. સમાજનાં દર્પણરૂપ સાહિત્ય- પરિવર્તનની આ માંગના કારણે જ સમયે-સમયે સાહિત્યમાં પણ અભિનવ પ્રયોગો થતા રહે છે અને સંસ્કૃત-સાહિત્ય પણ આમાંથી બાકાત નથી. રાંસ્કૃત ભાષા આજે તેનાં પ્રાચીન ગૌરવભર્યા સ્થાનેથી વ્યુત થઈ હોવા છતાં પણ પૂર્ણપણે જીવંત છે. આજે પણ તેનો સાહિત્ય-નિધિ વિવિધ કાવ્ય-પ્રકારોથી સતત છલકાલો રહે છે એટલું જ નહીં, કેટલાયે અભિનવ પ્રયોગો પણ તેમાં થાય છે, જે સંસ્કૃત ભાષાને ‘મૃત' જાહેર કરનારાઓને જડબાતોડ જવાબ આપે છે.
સંસ્કૃત-કવિતામાં અભિનવ પ્રયોગો કરનારાઓમાં ગુજરાતના કવિ હર્ષદેવ માધવનું સ્થાન મોખરાનું છે. કર્મથી પ્રાધ્યાપક એવા આ કવિ મૂળ સંસ્કૃતના નહીં એવા અનેક કાવ્ય-પ્રકારોને સંસ્કૃતમાં લાવ્યા છે. ભારતની પ્રાદેશિક ભાષાઓના જ માત્ર નહીં, પણ અનેક વિદેશી કાવ્ય-પ્રકારોનેય સંસ્કૃત-કાવ્યના રૂપમાં પ્રયોજીને તેમણે સંસ્કૃતમાં અભિનાવિન્યની સાથે આધુનિકતા લાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમના વિશે ડૉ. અણોદય જાનીનું કથન છે કે
गुजरात में श्री हर्षदेव माधवने मोनो इमेज काव्य, तान्का, हाइकु काव्यों का सर्वप्रथम प्रयोग करके संस्कृत साहित्य में आधुनिकता लाने का बड़ा योगदान दिया है ।'
(ડૉ. અરુણોદય જાની, ‘સંસ્કૃત વિતા મેં નૂતન પ્રવાદ', ૧૯૮૬).
(૪)
લગભગ પચ્ચીસ વર્ષથી કાવ્ય-રચના કરતા આ કવિએ સંસ્કૃત-કાવ્યક્ષેત્રે ઇતિહાસ સર્જ્યો છે. અત્યાર સુધીમાં કવિનાં (૧) રથ્યાસુ નમ્બ્રેલાંનાં શિરાળામ્, (૨) અનિન્દ્રા, (રૂ) શબ્દાનાં નિશ્ચિòપુ Żસાવ પડ્યુ, મુળયા, (૧) વાર વિધા: સ્વપ્નમયા: પર્વતા:, (૬) વૃન્નતા અને (૭) આસીત્ત્ર મૈ મનસિ જેવા સાત સંસ્કૃતકાવ્યસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે.‘મૃગયા’ ને ‘કલ્પવલ્લી’ નામનો રાષ્ટ્રિય પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
ગુજરાતમાં સંસ્કૃત-કાવ્ય લખવું, એ પણ એક મહનીય કાર્ય લેખાતું હોય ત્યારે તેમાં આધુનિકતા લાવવાની કે અભિનવ પ્રયોગો કરવાની તો વાત જ શી ? તેથી જ ડૉ. હર્ષદેવ માધવનું આ કવિકર્મ ખરેખર પ્રશંસનીય છે. તેમણે અનેક લઘુકલ્પન કાવ્યો, હાઈકુ, તાન્કા કાવ્યો વગેરેનો સુંદર વિનિયોગ સંસ્કૃત-કવિતામાં કર્યો છે. વિદેશી ભાષાઓમાંથી આપણે ત્યાં અનેક કાવ્ય-પ્રકારો આવ્યા છે, પણ હર્ષદેવે આધુનિક સંસ્કૃતમાં સિજો કાવ્ય રગવાની જે પહેલ કરી છે તે અત્યંત આનંદની તથા ગુજરાતને માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
को वदेत्
સિજો કાવ્યમાં મૂળ સિલ્લા સામ્રાજ્ય (ઇ.સ. ૬૬૮ થી ૯૩૬)નાં પ્રાચીનતમ ગીતો ઘાંગકા અને કાર્યો રાજ્ય (ઈ.સ. ૯૧૮-૧૩૯૨)નાં ગદ્યકાવ્યોમાં જોઈ શકાય છે. એમાં ત્રણ લીટીની એક કડીમાં લગભગ ૪૫ વર્ષો હોય છે; જેમ કે કવિના ‘ત્તાવારસવિધા: સ્વપ્નમયા: પર્વતઃ:' નામના કાવ્યસંગ્રહમાંનું આ સિો-કાવ્ય
‘પટેન સહ નિર્મતા:
વયં, ન પ્રાપ્ત નતમ્ ! कस्मै पृच्छामः,
પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧૪
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
'कुम्भस्त्राने मग्नाः सर्वे
क्लिन्नशरीय याताः ।
धावन्ति गायन्ति स्त्रान्ति
મુજવૃષ્ણિા – તામ્ नाब्धिः करोति तटस्तु
वृथैव कोलाहलम् ॥'
અહીં કવિએ પંદર-પંદર અક્ષરોની ત્રણ લીટીમાં ૪૫ વર્ણો પ્રયોજ્યા છે. ૧૫ અક્ષરોના ત્રણ પંક્તિના આ કાવ્યમાં પહેલીમાં વિષયનો ઉંધાડ, બીજીમાં એનો વિકાસ અને ત્રીજીમાં ચમત્કૃતિ એવો ક્રમ જોવા મળે છે. સિોકાવ્યના વર્ણોની સંખ્યા કદાચ થોડી વત્તી ઓછી હોય, પણ કડી તો ત્રણ પંક્તિની જ હોય છે; જેમ કે કવિના એ જ કાવ્યસંગ્રહમાંનું એક અન્ય સિજો કાવ્ય :
किं त्राताः खलु स्राता: ?
मयि मृत्तिकागर्भे
માયા: ધાય ગાતા: ૫'
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ના શવર્ષા:
અનિભાના મંત્રણા |
शौर्यनादाः / रोदनानि
नाशयुक्ता यंत्रणा ।
अस्ति रात्र्यां स्नेहशब्दे
આ કાવ્યમાં પ્રથમ બે પંક્તિઓમાં પંદર-પંદર અક્ષરો છે, જ્યારે ત્રીજી પંક્તિમાં માત્ર ચૌદ જ અક્ષરો છે. છતાં તેનું સિજો કાવ્ય-સ્વરૂપ જોખમાતું નથી. ઉઘાડ, વિકાસ અને ચમત્કૃતિનો ક્રમ ભાવકને સાદ્યન્ત જકડી રાખે છે. પોતાનાં સિજોકાવ્યમાં હર્ષદેવે સિર્જાનાં સામાન્ય સ્વરૂપને સ્વીકાર્યું હોવા છતાં તેનું સંસ્કૃતકર્મ કરતી વખતે કેટલાક નોંધનીય ફેરફારો પણ કરેલા છે, જે તેનાં અભિનવપ્રયોગહાર્દને પ્રદર્શિત કરે છે, જેમ કે -
વીરતાયા: પ્રેરણા ।।' - કાવ્યમાં ગઝલની ગાલગાગા, ગાલગાગા, ગાલગાગા, ગાલગા જેવી ખંડિત રુદનથી યુક્ત સુમધુર રમલ મુસમ્મન મહેકુ બહેરનું સુંદર મિશ્રણ કવિનું પોતાનું છે, તો ક્યાંક તેણે ગીતના લયને પણ પ્રયોજ્યો છે. આ કાવ્યોનું વિષય-વૈવિધ્ય પણ ધ્યાનાકર્ષક છે. એમાં યુદ્ધની સ્વતંત્રતાની કે તાત્ત્વિક અનુભવની વાત છે તો આશ્રમના શાંત દેશ્યનું આલેખન પણ છે, તો વળી કેટલાંક જીવનના સનાતન સત્યોને રજૂ કરતાં કાવ્યો પણ છે. સિો-કાવ્ય-સ્વરૂપ સંસ્કૃત-કવિતાને માટે તદ્દન નવું જ હોઈ કવિ તેના દ્વારા સંસ્કૃત-કાવ્યને એક નૂતન કેડી કંડારી આપે છે. નવિનતાની સાથે જ આધુનિકતા પણ લાવવાનો કવિનો ઉમદા યન આ દ્વારા સાર્થક થતો જોવા મળે છે. નૂતન પ્રયોગ તરીકે સંસ્કૃતમાં સિજો કાવ્યની રચના સર્વથા આવકાર્ય છે.
એક
વીસમી શતાબ્દીના આરંભે એઝરા પાઉન્ડ નામક પશ્ચિમના કવિએ લઘુકલ્પન કાવ્યો (Mono Image Poems) નો યુગ શરૂ કર્યો. આ પ્રકારનાં કાવ્યોમાં કોઈ એક વિષય(બિંબ)ને લઈને તેની જુદી જુદી કલ્પના (Image) જોવા મળે છે. જેમ હાઇકુ કાવ્યો ટૂંકાં હોવા છતાં માર્મિક અને સારગર્ભિત હોય છે તેમ આ કાવ્યો પણ લઘુકાય હોવા છતાં ગર્ભિત અર્થછટાવાળાં અને પાણીદાર મોતી જેવાં સોહામણાં હોય છે. સંસ્કૃત-સાહિત્યમાં લઘુકલ્પન કાવ્યોનો સર્વ પ્રથમ પ્રયોગ કરનાર પણ ડૉ. હર્ષદેવ માધવ જ છે. તેમણે અનેકાનેક વિષયોને લઈને એ વિવિધ લઘુકલ્પનાઓ દ્વારા રજૂ કર્યા છે.
પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૧૫
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિનો સાતમો કાવ્યસંગ્રહ ‘ઝીન્હેં મેં મસિ ' પ્રથમ મોનો ઇમેજ કાવ્યસંગ્રહ છે. સોળ પાનાંઓમાં વહેંચાયેલાં આ કાવ્ય-સંગ્રહમાં વિષયો પણ સોળ છે. પ્રત્યેક પાના પરના દરેક વિષયમાં પાંચ-સાત લઘુકલ્પન કાવ્યો છે. હૃત્યમ્, શ, વિદ્યુૌપ:, આનનૃમ્, શયનક્ષ:, મુત્વપૂર્ણમ્, ગાલા, ચીત્કાર, રોમા:, સ્મૃતિ: વગેરે શીર્ષકોન અનુસંધાને રચાયેલાં કાવ્યોમાં એક જ વિષયની જુદી જુદી કલ્પનાઓ રજૂ કરીને કવિએ લઘુકલ્પનમાં બહુકલ્પનનો વિનિયોગ કર્યો છે. કવિના અન્ય કાવ્યસંગ્રહ ‘રધ્ધાસુ ધ્રૂવળનાં શિરાળામ્'માં પણ ઉષ્ટ્ર:, દ્વાપર જેવા વિષયો પર લઘુકલ્પનો રજૂ થયાં છે, જેમાં એકલા દ્વાપ: વિષય પર જ સાઠ લઘુકલ્પનાઓ જોવા મળે છે. એક જ વિષયને લઈને રચાયેલાં વિવિધ કાવ્યોમાં ભાવવૈવિધ્ય તો દેખાય જ છે, ઉપરાંત કલ્પનાનાં ઉડ્ડયનો અને રજૂઆતની સરળતા તેમજ સચોટતા પણ ધ્યાનપાત્ર છે. સરળ સંસ્કૃત દ્વારા રજૂઆતને લીધે સામાન્ય સંસ્કૃત જાણનાર ભાવક પણ કાવ્યના રસને કે ભાવને પામી શકે છે - માણી શકે છે, અને એમાં જ એમની કાવ્યરચનાની સાર્થકતા છે. તેમના કાવ્યસંગ્રહ ‘બાસીન્ન મે મસિ' ને સંસ્કૃતનો પ્રથમ મોનો ઇમેજ કાવ્યસંગ્રહ ગણાવીને તેની ફલશ્રુતિ આપતાં પ્રો. મધુસુદન વ્યાસ લખે છે
કે -
‘આધુનિક સંસ્કૃત કવિ હર્ષદેવ માધવનાં અત્રે સંગ્રહીત લઘુકલ્પન કાવ્યો (Mono Image poems) એક જુદી જ ભાવભૂમિમાં વાચકોને લઈ જાય છે, એમ દર્શાવવું અયોગ્ય નહીં ગણાય.'
(પ્રો. મધુસૂદન વ્યાસ, ‘સંસ્કૃતમાં પ્રથમ મોનો ઇમેજ સંગ્રહ 'આસીચ્ચ મે મનસિ’’, બુદ્ધિપ્રકાશ, જાન્યુ.૯૭) અભિનાવિન્યના પ્રયોગની કવિની આ પરંપરા માત્ર કાવ્ય-પ્રકારો પૂરતી જ સીમિત નથી, પરંતુ અનેક વિદેશી ગ્રંથોનાં કથા-સંદર્ભો, પાત્રો, તેમનાં ભાવ-સંવેદનો, વિદેશી નગરો, પર્વતો, નદીઓ વગેરેને પણ તેમણે પોતાનાં કાવ્યોમાં ટાંક્યાં છે. આ અંગે પણ પ્રા. મધુસૂદન વ્યાસ અન્યત્ર નોંધે છે કે
'Harshdev Madhav has verious types of skil to write poems. He has used Greek Mythology. We find names of Greek Goddesses in his collection- ‘શાનાં નિક્ષિપુ ધ્વંસાવશેષપુ' in some poems we can find mytholog cal references viv dly. See the fifteenth poem titled as " युद्धदेव आगत: '.
We can observe that zeus, Apolo, Delf are the names of Greek Gods and Goddesses. these types of myths are rare in Sanskrit.'
(Prof. Vyas Madhusoodan M., Harshadev Madhav - An valuat on of modern Sanskri Poet', Summery of papers, Xth, world conference, Bang ore. 1996.)
કવિના ‘સ્તનન્દ્રા’ કાવ્યસંગ્રહમાં ‘વિ’, ‘ત્તવ નામ’, ‘વિત' વગેરે કાવ્યો આનાં ઉદાહરણો છે. સંસ્કૃત ગ્રંથોમાં આ એક અસાધારણ પ્રયોગ છે.
'यथा टी. एस. ईलियटमहोदयः गङ्गाहिमालयप्रभृतिभारतीय प्रतीकाहरणवशात् आंग्लकविषु सर्वथा विलक्षणो गण्यते तथैव हर्षदेव माधवोऽपि भारतेतरबहुराष्ट्रभावसंवेदनानि स्वायत्तीकुर्वन्वर्तमानसंस्कृतकाव्यकारेपु विलक्षण एव પ્રતીયતે !' (સાગરિકા, પૃ. ૧૦૨, જાન્યુ. ૧૯૯૪)
· એવું આભિરાજ ડૉ. રાજેન્દ્ર મિશ્રનું આ કથન કવિની વિલક્ષણતા અને મૌલિકતાનું પરિચાયક છે. આમ, ગુજરાતના આ ગૌરવશાળી કવિએ સંસ્કૃત-કવિતાને આધુનિકતાથી સજાવીને આધુનિક અન્ય ભાષાઓની કવિતાઓ સાથે એક જ હરોળમાં બેસાડવાનો અત્યંત સફળ પ્રયત કર્યો છે તે કેવળ સ્તુત્ય અને અભિનંદનીય જ નહીં, પરંતુ અનુકરણીય પણ છે. તેમનું આ કવિકર્મ સંસ્કૃત કાવ્યક્ષેત્રે ગુજરાતને અનેરું અને ચિરસ્થાયી ગૌરવ પ્રદાન કરનારું છે.
ઠે. ‘પુરુષાર્થ’, થાણા રોડ, જિ. અમરેલી, બગસરા-૩૬૫૪૪૦
પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૭ ૧૬
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેબ્રુઆરી 98 Reg. No. GAMC-19 લાજતીદામ અને ઉત્તલ કામ, 'બિનલલાવે. રાકૃધિભર્યુવાન. ( કુદરતી ખાતર ) 1 કિ.ગ્રા. પોલિયેસ્ટર પાઉચ પેકમાં 9 5 અને પ૦ કિં.ગ્રા. એન.ડી.પી.ઈ, બેગમાં MINZYME SUPER PLANT GROWTH PROMOTER વિશિષ્ટ યુરિયા કોટિંગ પાવડર, નુકશાનરહિત, જંતુ-પ્રતિરોધક, હર્બલ અને બાયોડીગ્રેડેબલ છે, વનસ્પતિ વૃદ્ધિવર્ધક 500 ગ્રામ અને 1 કિ.ગ્રા. પોલિયેસ્ટર પાય પેકમાં 100, 200, 500 મી.લી. 1 લીટર અને 5 લીટરના પેકમાં તીવ એઝાડિરેક્ટીવ (હર્બલ પ્રોડક્ટસ) પ્રવાહી અને દાણાદાર 100, 500 મી.લી., 1 લીટર અને 5 લીટરના પેમાં એપ્રિનલ ઓઈલ એન્ડ ટી ઈડીઆ માળ, પોપ્યુલર હાઉસ, આશ્રમ રોડ, અમદ-g:-૯oોન : ૯૫૧પ, ૯૪ર૩૩૨૨, 44804 - ફરી 6813723 = ' 1 ' મેં કી For Private and Personal Use Only