________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલા વારસાની રખેવાળી
- ડૉ. પ્રિયબાળા શાહ
પ્રાચીન અવશેષો તે આપણો કલાવારસો. અવશેષો આપણને તે સમયની સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. આ અવશેષો તે વખતનો પહેરવેશ રીતરિવાજ, સામાજિક પરિસ્થિતિ, ધાર્મિક ઇતિહાસ વગેરે સમજવા માટે મદદરૂપ બને છે. સમગ્ર ભારતવર્ષમાં તેમ આપણા ગુજરાતમાં પણ આ ક્ષેત્રમાં કરવાનાં કાર્યના તો ઢગલા પડ્યા છે, કારણ આજે સધી આપણા કલાવારસા પ્રત્યે બેદરકારી રાખેલી છે. તે માટે અસ્તવ્યસ્ત પડેલા પુરાતત્ત્વીય સાહિત્યકીય અવશેષોનો વ્યવસ્થિત અભ્યાસ જરૂરી બને છે.
આપણા દેશની કળાનાં સ્થાપત્ય, શિલ્પ આદિ મહત્ત્વની કારીગીરીના કેટલાયે નમનાઓ ઠેર ઠેર વિખરાયેલા પડેલા છે. આવી પ્રાચીન કળાના નમૂનાઓ એકત્ર કરીને પ્રાચીન કળાનું સંગ્રહાલય બનાવાય તો જ તે પ્રાચીન કળાના અભ્યાસ માટે અનુ કળ થાય. આવું કળાનું સંગ્રહસ્થાન કળાના વર્તમાન ઉપાસકોને તો ઉપયોગી થાય જ. પણ એથી એ વિશેષ ઇતિહાસના અભ્યાસીઓને પણ ઉપયોગી થાય છે. સાંચી કે અમરાવતી સ્તૂપના પથરાઓમાં કોતરાયેલી બૌદ્ધકથામાં આપણા છે તે કળાના સંસ્કારનું પ્રત્યક્ષવતું દેખાતું ચિત્ર કેટલું આબેહૂબ છે તે તો એ સ્તૂપો જોનાર જ સમજી શકે છે. તેવી જ રીતે શૈવધર્મનું સ્વરૂપ, તે કાળની સ્થાપત્ય તથા શિલ્પકળાનું હૃદયહારી સ્વરૂપ, કર્મપ્રસાર માટેની ઉત્કટ વાસના વગેરે આપણો તે કાળના સમાજની વિવિધ વાતોનો આપણી આંખ આગળ તાદેશ ચિતાર ખડો થાય છે. સામાન્ય રીતે પુસ્તકો આવો તાદેશ ચિતાર દર્શાવી શકતાં નથી. ગુજરાતમાં મોઢેરાના મંદિરનું ખંડિયેર સૂર્યપૂજાના પ્રચારનો કે રુદ્રમહાલય અથવા સોમનાથના ભગ્નાવશેષો શિવપૂજાના પ્રચારનો જે ખ્યાલ આપી શકે છે. તે બીજી કોઈ રેત મળવાનો સંભવ નથી.
સ્થાપત્યકળાનો અભ્યાસ પણ મુશ્કેલી વગર થઈ શકે એમ છે. મંદિરો, કિલ્લાઓ, મસ્જિદો વગેરે સ્થાપત્યના નમૂનાઓ બધા જોઈ શકે છે. આ દેશની બૌદ્ધમૂર્તિઓનો અભ્યાસ પણ સહેલાઈથી થઈ શકે છે. હજારો નમૂનાઓ મૂળ સ્થાનમાં, તેની આસપાસ કે જુદાં જુદાં સંગ્રહસ્થાનોમાં જોવા મળે છે. જે સંગૃહીત થયેલ છે તેને માટે કોઈ પ્રશ્ન રહેતો નથી, પરંતુ સમગ્ર ભારત દેશમાં એવા કેટલાય નમૂનાઓ કળાના વેરણછેરણ છે કે જેને વિશે કાંઈ વિચારતું નથી અથવા તે માટે અવકાશ નથી. કેટલેક સ્થળે રસ્તાઓ ખોદાતા હોય, મકાનના પાયા ખોદાતા હોય ત્યારે મૂર્તિઓ, મંદિરો, મકાનો, સિક્કાઓ, તામ્રપત્રો વગેરે પ્રાપ્ત થાય છે, પરંતુ તે અંગે જોઈએ તેવી સાચવણી થતી નથી. ક્યારેક રસ્તાની સડકો બનાવવામાં આવી શિલ્પાકૃતિનો ઉપયોગ પથરા તરીકે કરીને તેના ઉપર માટી પાથરવામાં આવે છે. સિક્કાઓ પ્રાચીન કોઈને મહામૂલા ગણાય, પણ તેની યોગ્ય કિંમત આપવા કોઈ કલાવિદ તૈયાર થાય નહીં તેથી આવા સિક્કાઓ પરદેશ ઘસડાઈ જાય છે અથવા વેપારીઓ લોભને કારણે તેને ગળાવી નાખીને ધાતુમાં પરિવર્તિત કરે છે, ખોદનાર મજૂરોને તેની કિંમત હોય નહીં, તેઓને તેની જાણકારી હોય નહીં. તેઓની પાસેથી તે ચીજો વેપારીઓ અથવા કુળની કાંઈક સમજદારીવાળા મામૂલી રકમથી મેળવે છે. આ રીતે આપણા દેશનો ઇતિહાસ જાણવાનું સાધન આપણે ગુમાવી બેસીએ છીએ. અનેકવિધ શિલ્પો પણ મળી આવે છે. શ્રીમંતો પોતાના મકાનમાં શિલ્પોને શોખને માટે રાખે છે, શોભા માટે રાખે છે, પણ તેનો ઉપયોગ મર્યાદિત બની જાય છે. સંગ્રહાલયમાં હોય તો કેટલાયે કલાજિજ્ઞાસુઓ, અભ્યાસીઓને તે ઉપયોગી થઈ શકે. પ્રાચીન શિલ્પના નમૂનાનાં મોંમાગ્યાં દામ મળે છે તેથી હવે તો સંગ્રહાલયોમાંથી સારી સારી મૂર્તિઓ ચોરાઈ જાય છે અને તે મોંઘામૂલે વેચવામાં આવે છે. માઉન્ટ આબુની તળેટીમાં દેવાંગણ નામે સ્થળ છે ત્યાં અનેક આરસની વિવિધ દેવોની મૂર્તિઓ વેરણછેરણ પડેલી છે તેમાંની કેટલીક મૂર્તિઓને જમીનમાંથી ખોદીને બહાર કાઢવામાં આવી હતી તેવી જ રીતે પ્રાચીન ચંદ્રાવતી નગરીનાં ખંડેરો ઘણાં પડ્યાં છે ત્યાં પણ મંદિરોની
પથિક ૧ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧
For Private and Personal Use Only