SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુદાં ધોરણો અપનાવ્યાં હતાં અને તેના ઉપર ફરીથી લોકમત લેવા માટે એ ૧૧મી માર્ચ ૧૯ર૯ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો. ઈ.સ. ૧૯૩૦ની ૩૧મી જાન્યુઆરીએ ધારાસભાની ખાસ બેઠક આ મુસદાને કાયદાનું સ્વરૂપ આપવા માટે મળી અને મુસદ્દા પર વિચાર કરી તા. ૧૫-૫-૧૯૩૦ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કર્યો. છેવટે ૬ નવેમ્બર ૧૯૩૦ની ધારાસભામાં આ મુસદાનું વાચન થયું અને એ ૧૩ વિરુદ્ધ ૪ (ચાર) મતથી પસાર થયો અને તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. તેને ૨૮મી જાન્યુઆરી ૧૯૩૨નાં રોજ “હિંદુ લગ્ન વિચછેદ નિબંધ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. આ કાયદાથી હિંદુ લોકોને લગ્નબંધનમાંથી મુક્ત થવાનું પીઠ- બળ મળ્યું હતું. આમ સયાજીરાવે સ્ત્રી જાગૃતિ, સ્ત્રી ઉત્કર્ષની દિશામાં એક વધુ પગલું ભર્યું હતું. તેમ કહી શકાય. વડોદરામાં સયાજીરાવ પાસે ઈ.સ. ૧૯૦૨માં રા.રા. દિનશા રતનજી દાબુએ પારસી લોકોનાં લગ્ન અને લગ્નવિચ્છેદ અંગે કાયદો કરવા માટેનો મુસદ્દો રજૂ કર્યો હતો. તે મુસદા ઉપર લોકમત મંગાવવા માટે આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો, પરંતુ આ બાબત કોઈ સૂચનો આવેલ ન હતાં. ત્યાર પછી તા. ૧૪-૭-૧૯૨૧ના રોજ ભરાયેલી ધારાસભામાં આ મુસદો રજૂ કરવામાં આવ્યો હતો. આ માટે એક કમિટી પણ નિમાઈ હતી. સયાજીરાવની ઇચ્છા અનુસાર ઉપર્યુક્ત કમિટીએ રજૂ કરેલા મુસદ્દામાં કેટલાંક મહત્ત્વનાં ધોરણો દાખલ કરવામાં આવ્યાં હતાં." આમ આ મુસદ્દામાં મહત્ત્વનાં ધોરણો દાખલ કરી સયાજીરાવ વતી દીવાન વી.ટી. કૃષ્ણમાચારીએ પારસીલગ્ન અને લગ્નવિચ્છેદ' નિબંધને પમી જૂન ૧૯૩૫નાં રોજ હજુર ઑર્ડર નં. ૫૬૪ થી પસાર કર્યો, જેનો ચાર જુલાઈ ૧૯૩પનાં રોજથી અમલ કરવામાં આવ્યો હતો. આમ સયાજીરાવ પોતાના રાજયમાં રહેતી પ્રજા પછી તે કોઈ પણ કોમની હોય તેને સહાયભૂત થવામાં રસ ધરાવતા હતા. સયાજીરાવના શાસન દરમ્યાન જ્ઞાતિનું બંધારણ સપ્ત હતું. લગ્ન જેવી પવિત્ર અને મહત્ત્વની બાબતમાં પણ જ્ઞાતિબંધનો હતાં. આવી સામાજિક રીત-રસમોમાંથી લોકોને છોડાવવા સયાજીરાવે “જ્ઞાતિ-ત્રાસનિવારણ” નિબંધનો મુસદો તા. ૩૦-૩-૧૯૩૩ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરી તેના ઉપર લોકોનાં સૂચનો મંગાવ્યાં હતાં. જેમાં ૧૪ તરફેણ ૧૦ વિરુદ્ધનાં હતાં તેને મંજૂર કરવા ધારાસભામાં ૨૦-૫-૧૯૩૩નાં રોજ રજૂ કરવામાં આવ્યો. તેમાં કેટલાક ફેરફાર કરી મુસદો મંત્રીમંડળના હુકમ ૧૮૦-૮૬૧૨-૬-૧૯૩૩ થી મંજૂર કરવામાં આવ્યો, જેના ઉપર ફરીથી લોકમત મેળવવા તા. ૧૩-૭-૧૯૩૩ના રોજ આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ મુસદ્દો તા. ૯ ઓકટોબર ૧૯૩૩ની ધારાસભામાં ચર્ચા માટે રજૂ થયો હતો તેમાં કેટલાક ફેરફાર કરી મુસદ્દાને કાયદા તરીકે મંજૂર કરવામાં આવ્યો હતો. ૨૦ આ કાયદામાં ૧૯૩૮માં થોડોક ફેરફાર કરવામાં આવ્યો હતો. આમ આ કાયદાથી પ્રજાને જ્ઞાતિનાં બંધનોમાંથી કંઈક અંશે રાહત મળી હતી. આ કાયદો વડોદરાની સામાજિક પ્રગતિમાં યશસ્વી પગલું કહી શકાય, સયાજીરાવે સમાજમાં કાયદાથી સુધારા કરી પ્રજાને પાયમાલીના પંથે લઈ જતા ત્રાસદાયક રિવાજોની બેડીમાંથી મુક્ત કરી, પરંતુ આ સમયનાં કેટલાંક રૂઢિ-રિવાજ અંગે કાયદો ન કરતાં પહેલું કરી બતાવવું અને પછી કહેવું તથા જેવુ બોલે તેવું ચાલે, તેના ચરણમાં મસ્તક નમે એ સદ્ભક્તિ પોતાના આચરણમાં ઉતારી. તેમની આ નીતિના સંદર્ભમાં તેમણે ‘પડદાપ્રથા’, ‘પરદેશગમન’ જેવી બાબતોમાં પોતાનું જ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. - સયાજીરાવ આવા પ્રગતિશીલ વિચાર ધરાવતા હોઈ તેમણે આ સમય દરમ્યાન સામાજિક ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યા, જેની નોંધ અહીં કરી જ છે, પણ એ સિવાયના કેટલાક સુધારા તેમણે પ્રજાને આપ્યા. જેમાં (૧) અનાથગૃહ સંબંધી, (૨) અનાથબાલિકાગૃહ સંબંધી, (૩) ઓરત કજો લેવા સંબંધી, (૪) બાલસંરક્ષણ સંબંધી, (૫) ખોટા જયોતિષીઓના કથન અંગે, (૬) રડવા-કૂટવાનો રિવાજ પર અને (૭) આંતરજાતીય લગ્ન પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આમ સયાજીરાવના સામાજિક સુધારાઓના વિચારોનું બીજ રોપાયું હતું, તો પશ્ચિમની વિચારધારામાંથી પથિક ૯ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧૨ For Private and Personal Use Only
SR No.535449
Book TitlePathik 1998 Vol 38 Ank 05
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy