SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજસુધારક મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) પ્રો. રેખા ભાવસાર ખેડૂતમાંથી વડોદરાનાં રાજા બનેલા સયાજીરાવનાં જીવઘડતરનાં વર્ષે તેમની ભાવી મહત્તાની જાણે કે આગાહી કરતાં હતાં. વિચારો, સિદ્ધાંતો અને આદર્શો કર્મની જનની છે. યુવાવસ્થામાં જે રીતે મહારાજાએ અનેક સામાજિક પ્રવૃત્તિઓ આગળ ધપાવી તેની પાછળ સયાજીરાવનાં સંપ્રદાયનરપેક્ષ અને તર્કયુક્ત (secular and Rat onal) વિચારો મહત્ત્વનાં પરિબળ તરીકે જવાબદાર હતાં. આ બાબતને લક્ષમાં લઈ સયાજીરાવની સમાજસુધારા અંગેની પ્રવૃત્તિઓની અહીં છાણાવટ કરી છે. અત્રે એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે સમાજસુધારા અંગે તેમણે પસાર કરેલા કાયદાઓ ખૂબ જ મહત્ત્વના હતા, જે અત્રે રજૂ કરવામાં આવ્યાં છે. અલબત્ત, જયાંસુધી સાચી જાગૃત્તિ ન આવે ત્યાં સુધી માત્ર કાયદાઓથી સમાજપરિવર્તન થઈ શકતું નથી. આમ છતાં, પણ જે રીતે સયાજીરાવે કાયદાઓને વ્યાવહારિક સ્વરૂપ આપ્યું તે બતાવે છે કે તેઓ સમાજસુધારાના એક પ્રખર પ્રવાહક બની ગયા હતાં. યાજીરાવ માનતા હતા કે જયાંસુધી સામાજિક સુધારણા થાય નહિ ત્યાંસુધી સમાજનો સાર્વત્રિક વિકાસ સંભવતો નથી." પરિણામસ્વરૂપે સયાજીરાવે સમાજમાં બાળલગ્ન, વિધવાવિવાહ, જ્ઞાતિપ્રથા, અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીને સમાજમાં સ્થાન, પરદેશગમ, પડદાપ્રથા વગેરેને લગતા સુધારાઓ કાયદાઓ દ્વારા કર્યા હતાં. આ સુધારાઓ કરવામાં તેમણે પોતાની નિરંકુશ સત્તાનો ઉપયોગ કર્યો ન હતો. લોકોનાં હૃદયમાં ઉતારવા માટે ઉપદેશ, સમજાવટ, વ્યાખ્યાન, લખાણોનો ઉપયોગ કરતા અને જયારે સમજૂતીના માર્ગનો અવકાશ જ ન હોય ત્યારે સત્તાનો ઉપયોગ કરીને કાયદો કરતા. ૧૯૮૬માં ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો તેથી તેમના વહીવટ દરમ્યાન થયેલાં નવા કાયદાઓનું પાલન રાજયમાં ખૂબ જ સુંદર રીતે થયું હતું. આ સમય દરમ્યાન મુખ્યત્વે સુધારો લાવવા નીચે મુજબ કાયદાઓ અમલમાં લવાયા હતાં.* સયાજીરાવે સમાજમાં વિધવાવિવાહ રૂઢિવિરૂદ્ધ ગણાતો હોઈ બાળવિધવાઓને પોતાનો આખો જન્મારો વિધવ્યમાં પસાર કરવો પડે નહીં એટલા ખાતર વિધવા-વિવાહ કાયદેસર ગણવા માટે “વિધવાવિવાહ કાયદો પસાર કર્યો હતો, જેને તા. ર૧-૩-૧૯૦૧ની આજ્ઞાપત્રિકામાં ‘પુનઃવિવાહ નિબંધ' તરીકે પ્રસિદ્ધ કર્યો હતો. સમાજનો બી. શત્રુ તે બાળલગ્ન. તેથી જ સયાજીરાવે બાળલગ્નપ્રથાનો જલ્દીથી અંત આવે તેવી અપેક્ષાએ બાળલગ્નપ્રતિબંધક કાયદો પસાર કરતાં પહેલાં ૩૦-૪-૧૯૦૩ની આજ્ઞાપત્રિકામાં તેનો મુસદ્દો આપ્યો હતો. ઈ.સ. ૧૯૦૪ની ૨૧મી જુલાઈ આપાઢ સુદિ બીજના રોજ સયાજીરાવે બાળલગ્નનિષેધ કાયદો પસાર કરી સમાજસુધારણાની દિશામાં બીજું પગલું ભર્યું હતું.' સયાજીરાવે વર્ણાન્તર લગ્ન કરવાની મુશ્કેલી દૂર કરવા “ઐહિક લગ્નનિબંધનો કાયદો પસાર કર્યો હતો. ઈ.સ. ૧૯૦૮ની ૨૩મી જુલાઈની આજ્ઞાપત્રિકામાં “ઐહિક લગ્નનિબંધ” પ્રસિદ્ધ કરવામાં આવ્યો, જેનો અમલ ૯મી ઑગસ્ટમાં કરવામાં આવ્યાં. કાયદાની કલમોમાં અવારનવાર ફેરફાર થતાં રહ્યો. ૧૯૦૮થી ૧૯૩૮-૩૯નાં વર્ષ દરમ્યાન ઐહિક લગ્નનાં કાયદા હેઠળ ૩૮ લગ્નો થયાં હતાં. સયાજીરાવે ઈ.સ. ૧૯૨૯ની ર૧મી માર્ચે લગ્નવિચ્છેદ નામના કાયદાનો મુસદ્દો આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કરાવ્યો અને તે વિશે બે માસની મુદતમાં લોકમત મંગાવવામાં આવ્યો હતો. લોકમતના ૨૫ મતમાં ફક્ત ચાર વ્યક્તિઓએ કાયદાની જરૂર નથી એવું જણાવ્યું હતું. પરિણામે કાયદાનો મુસદો તૈયાર કરી ન્યાયમંત્રી કચેરીના ટિપ્પણ અંકમાં ૩૪૮૪ તા. ૬-૧૨-૧૯૨૭નાં રોજ સયાજીરાવ ગાયકવાડની મંજૂરી માટે મુકવામાં આવ્યો. જે મુસદ્દો તૈયાર કરવામાં આવેલો તે The Indian Divorece Act ના આધારે ઘડવામાં આવ્યો હતો. આ મુસદામાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી દરેક કોમને લાગુ પડે તે અંગેના જુદાં પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧૧ For Private and Personal Use Only
SR No.535449
Book TitlePathik 1998 Vol 38 Ank 05
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy