________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક તેમજ ઐતિહાસિક સંદર્ભસ્રોત તરીકે બારોટ અને ચારણી સાહિત્યનું મહત્ત્વ
ડૉ. કે. સી. બારોટ
ઇતિહાસની જાણકારી માટેની વિવિધ અને વિપુલ સાધનસામગ્રીમાં લિખિત તેમજ મૌખિક સાહિત્યનું મહત્ત્વ એક સર્વસ્વીકૃત બાબત ગણાય છે. એ ન્યાયે ગુજરાતના સામાજિક તેમજ ઐતિહાસિક સંદર્ભસ્રોત તરીકે બારોટ-ચારણી સાહિત્યનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. જો કે ભારતીયોના ઇતિહાસના જ્ઞાન અંગે પાશ્ચાત્ય વિદ્વાનોને ખાસ માન નથી તેથી જ આ લોકોએ ઘણાં વર્ષોથી એક વાતની રટ લગાવે રાખી છે કે પ્રાચીન તેમજ મધ્યકાલીન ભારતીયોને ઇતિહાસનું લેશમાત્ર પણ જ્ઞાન ન હતું. માટે જ તેઓ પોતાનાં શાસ્ત્રી અને પુરાણોની કિંવદંતીઓને ઇતિહાસ માનવાની ભૂલ કરતા હતા અને ઇતિહાસના આત્મા સમાન “સમય તથા સ્થળ” જેવાં અત્યંત મહત્ત્વપૂર્ણ તથ્યોથી સાવ જ અનભિજ્ઞ હતા, તેથી જ હિંદનો સાચો ઇતિહાસ બ્રિટિશકાળથી જ લખાવો શરૂ થયો. પાશ્ચાત્ય વિદ્વાનોની આ માન્યતા તેમ દોષારોપણને દૂર કરવા છેલ્લાં ત્રીસ-ચાળીસ વર્ષોથી ભારતીય ઇતિહાસવિદો તથા સમાજશાસ્ત્રીઓ દ્વારા ભરચક પ્રયતો હાથ ઘરાયા છે. ગુજરાતના જાણીતા ઇતિહાસવિદ ડૉ. મકરંદ મહેતા આ બાબતે યોગ્ય રીતે જ નોંધે છે કે : ‘છેલ્લા ત્રણેક દાયકાઓથી ઇતિહાસલેખન વિદ્યાનો અભિગમ બદલાયો છે અને ખાસ કરીને નવી પેઢીના ઇતિહાસકારો સમાજના નીચલા વર્ગોને તેમજ જાતિઓને કેન્દ્રસ્થાને રાખીને સાંસ્કૃતિક તથા આર્થિક ઇતિહાસનું તદ્દન નવી જ રીતે અર્થઘટન કરે છે. દલિતો, સ્ત્રીઓ, આદિવાસીઓ અને અન્ય શોષિત વર્ગો તથા જ્ઞાતિઓનો ઇતિહાસ એટલે “સમાજના સબડતા કે કચડાયેલા લોકોનો ઇતિહાસ' (Subaltern History) તેમજ ‘ઇતિહાસ વિહોણાઓનો ઇતિહાસ' (History From be ow) જેવા ચોટદાર શબ્દોથી વિભૂષિત બનેલ આ પ્રકારનો ઇતિહાસ માત્ર બૌદ્ધિકોમાં જ નહિ, પણ સામાન્ય શિક્ષિત વર્ગમાં પણ લોકપ્રિય બન્યો છે.'
ઉપર્યુકત શબ્દોને યથાર્થ પુરવાર કરતો પ્રયત ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી અને ઇતિહાસવિદ્દ એ. એમ. શાહ અને આર. જી. શ્રોફે ‘ગુજરાતના વહીવંચા બારોટ’ નામના શોધ-લેખ રૂપે બારોટ-ચારણી સાહિત્યનું ગહન અધ્યયન તેમ સંશોધન કરીને એ સાબિત કરી આપ્યું છે કે “બારોટોએ રચેલ વંશાવલીઓ, કાવ્ય લોકગીત તથા અન્ય લોકસાહિત્યનું જો પ્રયત્નપૂર્વક ઊંડું અધ્યયન કરવામાં આવે તો વિશ્વસ્ત અને પ્રમાણભૂત સાધન તરીકે (ઇતિહાસ જાણવા માટે આ સાહિત્યનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેમ છે.' એ જ રીતે વિશ્વવિખ્યાત સમાજશાસ્ત્રી પ્રાધ્યાપક આશિષ નાન્દીએ પોતાના ગ્રંથ 'ALTERNATIVE SC.ENCES' માં આ અંગે નોંધ્યું છે કે : “બારોટ-ચારણી સાહિત્ય ભારતીય કાળગણનામાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ લોકો જૂના-પુરાણા દસ્તાવેજો અને ખાસ કરીને દંતકથાઓને નજર સમક્ષ રાખીને જનસંવેદનાઓને ઝકઝોરતો જીવંત ઇતિહાસ રચતા હતા.'
‘ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના મગધ યુનિ. (બોધિગયા) ખાતે તા. ૨૮ થી ૩૦ ડિસે. ૧૯૮૧ દરમ્યાન મળેલ રાષ્ટ્રિય અધિવેશનમાં વિદ્વાન પ્રાધ્યાપક એસ. સી. મિશ્રાએ "The Medieval Reality' વિષય પરના પોતાના વકતવ્યમાં સાફ કહ્યું હતું કે “મધ્યયુગ અને ત્યારબાદ પણ મોટા ભાગના હિંદીઓની સામાજિક અને સાહજિક ચેતના એમના સમીપવર્તી વાતાવરણમાંથી જ અવતરી હતી.”આ સામાજિક અને સાહજિક ચેતનાના સાચા જનક હતા બારોટ-ચારણો અને તેમનું ખમીરવતું સાહિત્ય, પ્રોફે. મિશ્રાએ દર્શાવેલ મતાનુસાર : મધ્યકાલીન તેમજ આધુનિક લોકોની સંવેદનાઓને સમજવામાં તથા સમજાવવામાં બારોટ-ચારણી સાહિત્ય, એના આખ્યાનો, કથા-વાર્તાઓ, કીર્તનો વગેરેનું તલસ્પર્શી જ્ઞાન અત્યંત ઉપયોગી સંતુ-સમાન છે. આ બધાં અવતરણો કે અભિપ્રાયો દ્વારા હું એ સાબિત કરવા નથી માગતો કે આ સાહિત્ય સર્વગુણસંપન્ન અને
પથિક ૦ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦૪
For Private and Personal Use Only