SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિનો સાતમો કાવ્યસંગ્રહ ‘ઝીન્હેં મેં મસિ ' પ્રથમ મોનો ઇમેજ કાવ્યસંગ્રહ છે. સોળ પાનાંઓમાં વહેંચાયેલાં આ કાવ્ય-સંગ્રહમાં વિષયો પણ સોળ છે. પ્રત્યેક પાના પરના દરેક વિષયમાં પાંચ-સાત લઘુકલ્પન કાવ્યો છે. હૃત્યમ્, શ, વિદ્યુૌપ:, આનનૃમ્, શયનક્ષ:, મુત્વપૂર્ણમ્, ગાલા, ચીત્કાર, રોમા:, સ્મૃતિ: વગેરે શીર્ષકોન અનુસંધાને રચાયેલાં કાવ્યોમાં એક જ વિષયની જુદી જુદી કલ્પનાઓ રજૂ કરીને કવિએ લઘુકલ્પનમાં બહુકલ્પનનો વિનિયોગ કર્યો છે. કવિના અન્ય કાવ્યસંગ્રહ ‘રધ્ધાસુ ધ્રૂવળનાં શિરાળામ્'માં પણ ઉષ્ટ્ર:, દ્વાપર જેવા વિષયો પર લઘુકલ્પનો રજૂ થયાં છે, જેમાં એકલા દ્વાપ: વિષય પર જ સાઠ લઘુકલ્પનાઓ જોવા મળે છે. એક જ વિષયને લઈને રચાયેલાં વિવિધ કાવ્યોમાં ભાવવૈવિધ્ય તો દેખાય જ છે, ઉપરાંત કલ્પનાનાં ઉડ્ડયનો અને રજૂઆતની સરળતા તેમજ સચોટતા પણ ધ્યાનપાત્ર છે. સરળ સંસ્કૃત દ્વારા રજૂઆતને લીધે સામાન્ય સંસ્કૃત જાણનાર ભાવક પણ કાવ્યના રસને કે ભાવને પામી શકે છે - માણી શકે છે, અને એમાં જ એમની કાવ્યરચનાની સાર્થકતા છે. તેમના કાવ્યસંગ્રહ ‘બાસીન્ન મે મસિ' ને સંસ્કૃતનો પ્રથમ મોનો ઇમેજ કાવ્યસંગ્રહ ગણાવીને તેની ફલશ્રુતિ આપતાં પ્રો. મધુસુદન વ્યાસ લખે છે કે - ‘આધુનિક સંસ્કૃત કવિ હર્ષદેવ માધવનાં અત્રે સંગ્રહીત લઘુકલ્પન કાવ્યો (Mono Image poems) એક જુદી જ ભાવભૂમિમાં વાચકોને લઈ જાય છે, એમ દર્શાવવું અયોગ્ય નહીં ગણાય.' (પ્રો. મધુસૂદન વ્યાસ, ‘સંસ્કૃતમાં પ્રથમ મોનો ઇમેજ સંગ્રહ 'આસીચ્ચ મે મનસિ’’, બુદ્ધિપ્રકાશ, જાન્યુ.૯૭) અભિનાવિન્યના પ્રયોગની કવિની આ પરંપરા માત્ર કાવ્ય-પ્રકારો પૂરતી જ સીમિત નથી, પરંતુ અનેક વિદેશી ગ્રંથોનાં કથા-સંદર્ભો, પાત્રો, તેમનાં ભાવ-સંવેદનો, વિદેશી નગરો, પર્વતો, નદીઓ વગેરેને પણ તેમણે પોતાનાં કાવ્યોમાં ટાંક્યાં છે. આ અંગે પણ પ્રા. મધુસૂદન વ્યાસ અન્યત્ર નોંધે છે કે 'Harshdev Madhav has verious types of skil to write poems. He has used Greek Mythology. We find names of Greek Goddesses in his collection- ‘શાનાં નિક્ષિપુ ધ્વંસાવશેષપુ' in some poems we can find mytholog cal references viv dly. See the fifteenth poem titled as " युद्धदेव आगत: '. We can observe that zeus, Apolo, Delf are the names of Greek Gods and Goddesses. these types of myths are rare in Sanskrit.' (Prof. Vyas Madhusoodan M., Harshadev Madhav - An valuat on of modern Sanskri Poet', Summery of papers, Xth, world conference, Bang ore. 1996.) કવિના ‘સ્તનન્દ્રા’ કાવ્યસંગ્રહમાં ‘વિ’, ‘ત્તવ નામ’, ‘વિત' વગેરે કાવ્યો આનાં ઉદાહરણો છે. સંસ્કૃત ગ્રંથોમાં આ એક અસાધારણ પ્રયોગ છે. 'यथा टी. एस. ईलियटमहोदयः गङ्गाहिमालयप्रभृतिभारतीय प्रतीकाहरणवशात् आंग्लकविषु सर्वथा विलक्षणो गण्यते तथैव हर्षदेव माधवोऽपि भारतेतरबहुराष्ट्रभावसंवेदनानि स्वायत्तीकुर्वन्वर्तमानसंस्कृतकाव्यकारेपु विलक्षण एव પ્રતીયતે !' (સાગરિકા, પૃ. ૧૦૨, જાન્યુ. ૧૯૯૪) · એવું આભિરાજ ડૉ. રાજેન્દ્ર મિશ્રનું આ કથન કવિની વિલક્ષણતા અને મૌલિકતાનું પરિચાયક છે. આમ, ગુજરાતના આ ગૌરવશાળી કવિએ સંસ્કૃત-કવિતાને આધુનિકતાથી સજાવીને આધુનિક અન્ય ભાષાઓની કવિતાઓ સાથે એક જ હરોળમાં બેસાડવાનો અત્યંત સફળ પ્રયત કર્યો છે તે કેવળ સ્તુત્ય અને અભિનંદનીય જ નહીં, પરંતુ અનુકરણીય પણ છે. તેમનું આ કવિકર્મ સંસ્કૃત કાવ્યક્ષેત્રે ગુજરાતને અનેરું અને ચિરસ્થાયી ગૌરવ પ્રદાન કરનારું છે. ઠે. ‘પુરુષાર્થ’, થાણા રોડ, જિ. અમરેલી, બગસરા-૩૬૫૪૪૦ પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૭ ૧૬ For Private and Personal Use Only
SR No.535449
Book TitlePathik 1998 Vol 38 Ank 05
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy