SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંધીયુગ પહેલાં ગુજરાતે વ્યક્ત કરેલા આર્થિક રાષ્ટ્રવાદનું સ્વરૂપ : છ સ્વદે આંદોલન, ૧૯૦૪-૧૯૦૮ પ્રો. વિકેશ એસ. પંડ્યા પ્રસ્તાવના : વૈશ્વિક પરિબળોની અસરોને ઝીલતો આપણો દેશ જ્યારે વિજ્ઞાન અને ટેકનોલૉજીને આધારે ૨૧મી સદી તરફ આગેકૂચ કરી રહ્યો છે ત્યારે ગુજરાતની વ્યવહારલથી વેપારી સંસ્કૃતિને અનુરૂપ આ સદીની શરૂઆતમાં ગુજરાતે આર્થિક રાષ્ટ્રવાદ કેવી રીતે દર્શાવ્યો તે અંગે ઐતિહાસિક ચિંતન કરવું જરૂરી છે. જે રીતે સૈકાઓથી ગુજરાતે વેપારી અને ઔદ્યોગિક પરંપરાઓ ચાલુ રાખી છે અને વિકસાવી છે તે જોતાં એમ લાગે છે કે ભારતની ભાવિ આર્થિક આઝાદી અને પ્રગતિની ચાવી ગુજરાતની સહિષ્ણુ અને વેપારી સંસ્કૃતિ દ્વારા સિદ્ધ થશે. આવા વ્યાપક ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણને લક્ષમાં લઈને આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. સ્વદેશી આંદોલન અને તેનું સ્વરૂપ : બ્રિટિશ શાસનને પરિણામે આર્થિક દૃષ્ટિએ આપણી પરંપરાગત કૃષિવ્યવસ્થા એક તરફ બેહાલીમાં ધકેલાઈ ગઈ તો બીજી તરફ ઔદ્યોગિક દષ્ટિએ આપણા પ્રાચીન ઉદ્યોગ-ધંધાઓ નાશ પામતા ગયા. ૧૯મા સૈકા દરમિયાન ભારત અને ગુજરાતમાં અનેક દુકાળો પડ્યા, જેને પરિણામે લોકો નિઃસંશ્રીય પરિસ્થિતિમાં મુકાઈ ગયા.' બ્રિટિશ સામ્રાજ્યવાદી નીતિને પરિણામે ભારતમાંથી થયેલા દ્રવ્ય-અપહરણ વિશે તો દાદાભાઈ નવરોજી અને રોમેશચંદ્ર દત્ત જેવા આર્થિક ચિંતકોએ ઘણું લખ્યું છે. આટલું જાણે કે ઓછું હોય તેમ હિન્દુ અને ગુજરાતના ઊગતા રાષ્ટ્રવાદ ઉપર અંકુશ મૂકવાના આશયથી હિન્દના વાઇસરોય લૉર્ડ કર્ઝને (૧૮૯૯-૧૯૦૫) બંગાળના ભાગલા પાડ્યા તેને પરિણામે સારાયે દેશમાં જે ઘટના બની તે ‘સ્વદેશી આંદોલન’ તરીકે જાણીતી છે, પરંતુ ગુજરાતને બાદ કરતાં આ આંદોલનનું સ્વરૂપ મુખ્યત્વે રાજકીય પ્રકારનું હતું. બંગાળ અને મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં ઉગ્ર પ્રકારનાં રાજકીય ભાષણો થયાં અને લેખો પણ પ્રસિદ્ધ થયા, પરંતુ આર્થિક રાષ્ટ્રવાદની ભૂમિકા તો ગુજરાતે જ પૂરી પાડી. ક્યાં કારણોસર ગુજરાતીઓએ આ સિદ્રિ હાંસલ કરી હશે, તેની સમજૂતી સંક્ષિપ્તમાં નીચે આપવામાં આવી છે. ગુજરાતમાં સ્વદેશીની પરંપરા : આ લેખની શરૂઆતમાં જ જણાવ્યું છે તે મુજબ બ્રિટિશ શાસનની શરૂઆત પહેલાં સદીઓથી ગુજરાતે સહિષ્ણુ વેપારી સંસ્કૃતિ ખીલવી હતી. આવા સંજોગોમાં જ્યારે હિન્દમાંથી કાચો માલ ઇંગ્લૅન્ડમાં ઠલવાતો જતો હતો ત્યારે સમગ્ર દેશમાં મિલ-ઉદ્યોગ વિશે વિચારનાર જો સૌ પ્રથમ કોઈ હોય તો તે અમદાવાદના નાગરિક રણછોડલાલ છોટાલાલ (૧૮૨૩-૯૮) હતા. તેમણે છંક ૧૮૪૫માં ગણતરી કરી કે જો અંગ્રેજો અહીંના કાચા માલનો ઉપયોગ કરીને હિન્દુમાં તૈયાર કાપડ ઠાલવતા હોય અને જો તેમાંથી અઢળક દ્રવ્ય કમાતા હોય તો વેપારી પરંપરા ધરાવનાર ગુજરાત તે કેમ ન કરી શકે ? આ પ્રકારનું મનોમંથન કરીને તેઓ અનેક ઝંઝાવાતો સામે લડ્યા અને છેવટે ૧૮૬૧માં તેઓ અમદાવાદમાં સુતરાઉ કાપડની મિલ સ્થાપીને જ જંપ્યા.· ત્યાર બાદ ગુજરાતી સાહસિકોએ એવી તો ઝડપથી મિલઉદ્યોગ વધાર્યો કે સ્વદેશી આંદોલન પહેલાં પણ અમદાવાદ ‘હિન્દનું માન્ચેસ્ટર' તરીકે દેશવિદેશમાં પંકાઈ ગયું.” ઇંગ્લેંડનાં આર્થિક આક્રમણોને ખાળવા માટે ગુજરાતે અને હિન્દુ તેનો ઔદ્યોગિક વિકાસ સાધવો પડશે તેવો મંત્ર આપનાર સૌ પ્રથમ કવિ દલપતરામ હતા. તેમણે ૧૮૫૧માં ‘હુન્નરખાનની ચડાઈ નામના સુપ્રસિદ્ધ કાવ્યમાં આ બાબતની ભારપૂર્વક હિમાયત કરી." ત્યારબાદ ૧૮૭૫માં શ્રી અંબાલાલ સાકરલાલ દેસાઈ, શ્રી હરગોવિંદદાસ કાંટાવાળા, શ્રી ભોળાનાથ સારાભાઈ અને ગોપાળ હરિ દેશમુખ જેવા મધ્યમવર્ગી બૌદ્ધિકોએ. શ્રી રણછોડલાલ છોટાલાલ, શ્રી બેચરદાસ લશ્કરી, શ્રી પ્રેમાભાઈ હિમાભાઈ અને શ્રી મનસુખભાઈ ભગુભાઈ જેવા શેઠિયાઓની – ટે. ગાર્ડનવ્યૂ એપાર્ટમેન્ટંગ, ઘનશ્યામબાગ સોસાયટી, બ્રિનગર, અમદાવાદ-૮ પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૨૭ ૯ For Private and Personal Use Only
SR No.535449
Book TitlePathik 1998 Vol 38 Ank 05
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy