SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘ગુજરાતમાં આધુનિક સંસ્કૃત - કવિતામાં અભિનવ પ્રયોગકર્તા– ‘હર્ષદેવ માધવ’ - ડૉ. નવનીત જોશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં સંસ્કૃત-કવિતાઓનું માહૌલ જ નથી છતાં સંસ્કૃત કાવ્યક્ષેત્રે ગુજરાતનું પ્રદાન નથી એમ પણ કહી શકાય તેમ નથી. આ ક્ષેત્રે પૂર્વકાળમાં પણ અનેક રચનાઓ ગુજરાતના કવિઓએ સંસ્કૃત કાવ્યસાહિત્યને આપી છે, તો આધુનિક યુગમાં પણ ડૉ. રાજેન્દ્ર નાણાવટી, ઉમા દેશપાંડે, ડૉ. હર્ષદેવ માધવ વગેરે જેવા ઘણા કવિ-પ્રવરો પ્રતિનિધિત્વ કરે છે. સમાજ હંમેશાં પરિવર્તન ઝંખે છે અને સાથે સાથે પરિવર્તિત થાય છે. સમાજનાં દર્પણરૂપ સાહિત્ય- પરિવર્તનની આ માંગના કારણે જ સમયે-સમયે સાહિત્યમાં પણ અભિનવ પ્રયોગો થતા રહે છે અને સંસ્કૃત-સાહિત્ય પણ આમાંથી બાકાત નથી. રાંસ્કૃત ભાષા આજે તેનાં પ્રાચીન ગૌરવભર્યા સ્થાનેથી વ્યુત થઈ હોવા છતાં પણ પૂર્ણપણે જીવંત છે. આજે પણ તેનો સાહિત્ય-નિધિ વિવિધ કાવ્ય-પ્રકારોથી સતત છલકાલો રહે છે એટલું જ નહીં, કેટલાયે અભિનવ પ્રયોગો પણ તેમાં થાય છે, જે સંસ્કૃત ભાષાને ‘મૃત' જાહેર કરનારાઓને જડબાતોડ જવાબ આપે છે. સંસ્કૃત-કવિતામાં અભિનવ પ્રયોગો કરનારાઓમાં ગુજરાતના કવિ હર્ષદેવ માધવનું સ્થાન મોખરાનું છે. કર્મથી પ્રાધ્યાપક એવા આ કવિ મૂળ સંસ્કૃતના નહીં એવા અનેક કાવ્ય-પ્રકારોને સંસ્કૃતમાં લાવ્યા છે. ભારતની પ્રાદેશિક ભાષાઓના જ માત્ર નહીં, પણ અનેક વિદેશી કાવ્ય-પ્રકારોનેય સંસ્કૃત-કાવ્યના રૂપમાં પ્રયોજીને તેમણે સંસ્કૃતમાં અભિનાવિન્યની સાથે આધુનિકતા લાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમના વિશે ડૉ. અણોદય જાનીનું કથન છે કે गुजरात में श्री हर्षदेव माधवने मोनो इमेज काव्य, तान्का, हाइकु काव्यों का सर्वप्रथम प्रयोग करके संस्कृत साहित्य में आधुनिकता लाने का बड़ा योगदान दिया है ।' (ડૉ. અરુણોદય જાની, ‘સંસ્કૃત વિતા મેં નૂતન પ્રવાદ', ૧૯૮૬). (૪) લગભગ પચ્ચીસ વર્ષથી કાવ્ય-રચના કરતા આ કવિએ સંસ્કૃત-કાવ્યક્ષેત્રે ઇતિહાસ સર્જ્યો છે. અત્યાર સુધીમાં કવિનાં (૧) રથ્યાસુ નમ્બ્રેલાંનાં શિરાળામ્, (૨) અનિન્દ્રા, (રૂ) શબ્દાનાં નિશ્ચિòપુ Żસાવ પડ્યુ, મુળયા, (૧) વાર વિધા: સ્વપ્નમયા: પર્વતા:, (૬) વૃન્નતા અને (૭) આસીત્ત્ર મૈ મનસિ જેવા સાત સંસ્કૃતકાવ્યસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે.‘મૃગયા’ ને ‘કલ્પવલ્લી’ નામનો રાષ્ટ્રિય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ગુજરાતમાં સંસ્કૃત-કાવ્ય લખવું, એ પણ એક મહનીય કાર્ય લેખાતું હોય ત્યારે તેમાં આધુનિકતા લાવવાની કે અભિનવ પ્રયોગો કરવાની તો વાત જ શી ? તેથી જ ડૉ. હર્ષદેવ માધવનું આ કવિકર્મ ખરેખર પ્રશંસનીય છે. તેમણે અનેક લઘુકલ્પન કાવ્યો, હાઈકુ, તાન્કા કાવ્યો વગેરેનો સુંદર વિનિયોગ સંસ્કૃત-કવિતામાં કર્યો છે. વિદેશી ભાષાઓમાંથી આપણે ત્યાં અનેક કાવ્ય-પ્રકારો આવ્યા છે, પણ હર્ષદેવે આધુનિક સંસ્કૃતમાં સિજો કાવ્ય રગવાની જે પહેલ કરી છે તે અત્યંત આનંદની તથા ગુજરાતને માટે ગૌરવ લેવા જેવી બાબત છે. को वदेत् સિજો કાવ્યમાં મૂળ સિલ્લા સામ્રાજ્ય (ઇ.સ. ૬૬૮ થી ૯૩૬)નાં પ્રાચીનતમ ગીતો ઘાંગકા અને કાર્યો રાજ્ય (ઈ.સ. ૯૧૮-૧૩૯૨)નાં ગદ્યકાવ્યોમાં જોઈ શકાય છે. એમાં ત્રણ લીટીની એક કડીમાં લગભગ ૪૫ વર્ષો હોય છે; જેમ કે કવિના ‘ત્તાવારસવિધા: સ્વપ્નમયા: પર્વતઃ:' નામના કાવ્યસંગ્રહમાંનું આ સિો-કાવ્ય ‘પટેન સહ નિર્મતા: વયં, ન પ્રાપ્ત નતમ્ ! कस्मै पृच्छामः, પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧૪ For Private and Personal Use Only
SR No.535449
Book TitlePathik 1998 Vol 38 Ank 05
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy