Book Title: Jain Jatakona Chitraprasango vali Kalpasutrani Suvarnakshari Prat
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/210639/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત શ્રી સારાભાઈ મણિલાલ નવામ કલ્પસૂત્રની હસ્તપ્રતોમાં સંગ્રહાયેલી કળાલક્ષ્મીનું દિગ્દર્શન કરાવવા જૈનચિત્રકલ્પદ્રુમ, જૈનચિત્રકલ્પલતા, ચિત્રકલ્પસૂત્ર, પવિત્ર કલ્પસૂત્ર, અષ્ટન્તિકા-કલ્પેસુબોધિકા વગેરે મારાં પ્રકાશનો દ્વારા યથાશક્તિ પ્રયત્ન મેં કરેલો છે. જૈન મંત્રીઓ તથા જૈન શ્રીમાનોએ જેવી રીતે શિલ્પસ્થાપત્ય કલાને ઉત્તેજન આપેલું છે; તેવી જ રીતે જૈન ધર્મના ધાર્મિક ગ્રંથોમાં ચિત્રો ચીતરાવીને ચિત્રકલાને પણ ઉત્તેજન આપેલું છે. આ વાત કલારસિકોના ધ્યાન અહાર તો નથી જ. અત્યારસુધી કલ્પસૂત્રની સેંકડો સચિત્ર હસ્તપ્રતોનું મૈં નિરીક્ષણ કર્યું છે; તેમાં અમદાવાદના જૈન ગ્રંથભંડારો પૈકીની એ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતો વિશિષ્ટ પ્રકારની છે : ૧. અમદાવાદના દેવસાના પાડામાં આવેલા શ્રીયાવિમલજી શાસ્ત્રસંગ્રહની હસ્તપ્રત કે જેમાં સંગીતશાસ્ત્રના ગ્રામ, સ્વર, મૂર્ચ્છના અને તાલ વગે૨ે તથા આકાશચારી, પાદચારી, ભોમચારી, દેશચારી તથા નૃત્યનાં હસ્તલક્ષણો વગેરેને લગતાં નાટ્યશાસ્ત્રના લગભગ ત્રણસો ચિત્રપ્રસંગો આપવામાં આવેલા છે. આ પ્રમાણે સંગીત અને નાટ્યશાસ્ત્રના ચિત્રપ્રસંગો ઉપરાંત આ પ્રતની કિનારોમાં જુદી જુદી જાતની વેલબુટ્ટીઓ, અભિનયભર્યાં પ્રાણીઓ, સિંહ, હાથી, બળદ, મોર વગેરે પશુ-પક્ષીઓનાં વિવિધ ચિત્રો તથા કલ્પસૂત્રને લગતા વિવિધ ચિત્ર–પ્રસંગો ખીજી કોઈ પણ હસ્તપ્રતમાં જોવામાં આવેલ નથી. વળી આ પ્રતમાં પશ્ચિમ ભારતની ચિત્રકલા સાથે સાથે ઇરાની ચિત્રકલા પણ જોવા મળે છે, જે તેની ખાસ લાક્ષણિકતા છે. ૨. અમદાવાદની સામળાની પોળમાં આવેલા શ્રીપાર્શ્વચન્દ્રગચ્છના ઉપાશ્રયમાં આવેલા શ્રી ભ્રાતૃચન્દ્રસુરિશ્વરજી જ્ઞાનભંડારમાં આવેલી સંવત ૧૫૧૬માં પાટણ શહેરમાં લખાયેલી સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાં જૈનોના ચોવીસ તીર્થંકરો પૈકી ૧. શ્રીઋષભદેવ, ૨૨. શ્રીનેમિનાથજી, ૨૩. શ્રીપાર્શ્વનાથજી તથા ૨૪. શ્રીમહાવીર સ્વામીજીના પૂર્વભવો તથા આ ચારે તીર્થંકરોના મુખ્ય જીવનપ્રસંગો, પ્રતનાં પાનાંઓની ઉપરનીચેની કિનારોમાં તથા બંને ખાજુના હાંસિયાઓમાં ચીતરેલા છે. આ લેખમાં પ્રસ્તુત સામળાની પોળના ઉપાશ્રયની પ્રતનો પરિચય આપવાનું મૈં યોગ્ય ધાર્યું છે. કલ્પસૂત્રની આ સુવર્ણાક્ષરી પ્રત ઉપરોક્ત ભંડારની પોથી નં. ૨૮માં આવેલી છે. આ પ્રતમાં કુલ પાનાં ૧૧૮ કલ્પસૂત્રનાં છે અને ૧૦ પાનાં કાલકકથાનાં છે. કલ્પસૂત્રમાં ચિત્રસંખ્યા ૪૪ છે અને કાલકકથામાં ચિત્ર ૧ છે. પ્રતના અંતે આ પ્રમાણે પુષ્પિકાઓ છેઃ કલ્પસૂત્રના અંતે : સંવત્ ૧૬ વર્ષે આવળ મુવિ વંશ્વમી સોમે મ૰ વાછાવેન જીમમૂયાત્ । કાલકકથાના અંતે : સંવત્ ॰૧૬૬ વર્ષે શ્રાવળ મુદ્રિ વંશ્વની સોમે શ્રીપત્તને શ્રીધર્મઘોષા છે શ્રીપદ્માળિ वि० भमीचाई पूनाई कल्पपुस्तिका लिखापितं ॥ छ ॥ ૧. આ બધા ચિત્રપ્રસંગો તેના વિસ્તૃત પરિચય સાથે મારા તરફથી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, ૧૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ પ્રતમાં નીચે પ્રમાણેનાં ૪૪ ચિત્રો છે: ૧. મહાવીર પ્રભુનું ચ્યવન, ૨. ગૌતમસ્વામીજી, ૩. દેવાનંદાનાં ચૌદ સ્વમ, ૪. સભા, ૫. શસ્તવ, ૬. શક્રાજ્ઞા, ૭. ગર્ભપહાર, ૮. ગર્ભસંક્રમણ, ૯. ત્રિશલાનાં ચૌદ રવમ, ૧૦. મલ્લયુદ્ધ, ૧૧. સિદ્ધાર્થનું સ્નાન, ૧૨. સિદ્ધાર્થ અને ત્રિશલા, ૧૩. સ્વમપાઠકો, ૧૪. ગર્ભ નહિ કરવાથી ત્રિશલાનો શોક, ૧૫. ગર્ભ ફરકવાથી ત્રિશલાનો આનંદ, ૧૬. પ્રભુ શ્રી મહાવીરનો જન્મ, ૧૭. જન્માભિષેક, ૧૮. છઠ્ઠી જાગરણ, ૧૯. નિશાલગણણું, ૨૦. સંવત્સરીદાન, ૨૧. ચંદ્રલેખા પાલખી, ૨૨. પંચમુખિલોચ, ૨૩. પ્રભુ મહાવીરનું સમવસરણ, ૨૪. મહાવીર નિર્વાણ, ૨૫. પાશ્વેચ્યવન, ૨૬. પાર્વપ્રભુના પૂર્વભવો-કિનારમાં, ૨૭. પાર્વજન્મ, ૨૮. પાર્વપ્રભુનું સંવત્સરીદાન તથા પાર્શ્વપ્રભુનો લોચ, ૨૯. પાર્શ્વપ્રભુને ઉપસર્ગ, ૩૦. પાર્વપ્રભુનું સમવસરણ અને નિર્વાણ, ૩૧. શ્રીનેમિનાથજીનો જન્મ, ૩૨. શ્રીનેમિનાથજીનું સંવત્સરીદાન અને પંચમુષ્ટિલોચ, ૩૩. શ્રી નેમિનાથજીની જાન, ૩૪. શ્રી નેમિનાથજીનું સમવસરણ અને નિર્વાણ, ૩૫. દશ તીર્થકરો, ૩૬. દશ તીર્થકરો, ૩૭. શ્રી ઋષભદેવનું અવન, ૩૮. શ્રી ઋષભદેવનો ૩૯. શ્રી ઋષભદેવનું સંવત્સરીદાન તથા પંચમુખિલોચ, ૪૦. શ્રી ઋષભદેવનું સમવસરણ અને નિર્વાણુ, ૪૧. અગિયાર ગણધરો, ૪૨. આર્યસ્થલિભદ્ર અને કોશા, ૪૩. ચતુર્વિધ સંધ અને ૪૪, ચતુર્વિધ સંધ. ઉપરોક્ત ૪૪ ચિત્રો ઉપરાંત આ પ્રતની કિનારો તથા હાંસિયામાં નીચે પ્રમાણેનાં ચારે તીર્થંકરોનાં પૂર્વભવોના તથા તીર્થકરોના ભવોના ચિત્રપ્રસંગો ચીતરાયેલાં છેઃ ૧. પ્રતનું પાનું ૧ઃ પાનાની ડાબી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં વાજિંત્ર વગાડતી એક કિન્નરી ઊભેલી છે. મધ્ય ભાગમાં એક હાથીસવાર હાથમાં કળશ લઈને પ્રભુમહાવીરની ભક્તિ કરવા જતો દેખાય છે. નીચેના ભાગમાં એક દંપતી પ્રભુભક્તિની ઉત્સુકતા દર્શાવતું બેઠેલું છે. મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં ઊભેલો ગૃહસ્થ પ્રભુની રસ્તુતિ કરે છે. નીચેના ભાગમાં પોતાના ઊંચા કરેલા ડાબા હાથથી ચામર વીંઝતી એક સ્ત્રી (શ્રાવિકા) પ્રભુની ભક્તિ કરતી ઊભેલી છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં વાંસળી વગાડતો એક કિન્નર ઊભેલો છે. મધ્ય ભાગમાં એક હાથીસવાર પ્રભુની ભક્તિ કરવા જતો દેખાય છે. નીચેના ભાગમાં પ્રભુની ભક્તિ કરતાં દંપતી ઊભેલાં છે, ૨. પ્રતનું પાનું ૨: પ્રથમ ભાગ : ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં એક ગૃહસ્થ બેઠેલો છે, મધ્ય ભાગમાં એક સ્ત્રી બેઠેલી છે. નીચેના ભાગમાં બંને હાથે ફૂલની માળા પકડીને ઊભેલી એક સ્ત્રી છે. મધ્ય ભાગના હાંસિયામાં ભૂમિતિની સુંદર ચિત્રાકૃતિઓ રજૂ કરેલી છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં એક સ્ત્રી પોતાના જમણા હાથમાં પોતાના માથાના વાળની લટ પકડીને ઊભેલી છે, તેના વાળમાંથી ટપકતું પાણી નીચે ઊભેલા હંસના મુખમાં પડે છે. મધ્ય ભાગમાં બે ગૃહસ્થો ઊભેલા છે. નીચેના ભાગમાં એક માણસ ઘોડાને દોરીને ચાલતો દેખાય છે. ઉપરની કિનારમાં અનુક્રમે ત્રણ સ્ત્રીઓ નૃત્ય કરતી અને ત્રણ પુરુષો જુદા જુદા વાદ્યો વગાડતા દેખાય છે; તથા બે પુરુષો બેઠેલા છે. નીચેની કિનારમાં અનુક્રમે બે ઘોડા, બે હાથી અને બે પુરુષો ચીતરેલા છે. પાનાની મધ્યમાં પ્રભુ મહાવીરના પાંચે કલ્યાણકો ઉત્તરાફાગુની નક્ષત્રમાં થયાનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૩. પ્રતનું પાનું ૨ : પાનાના આંકવાળી બાજ: ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં ધરણંદ્ર, મધ્ય ભાગમાં પદ્માવતી અને નીચેના ભાગમાં દેવી સરસ્વતી ચીતરેલાં છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કપસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત ૧૬૩ મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં ચક્રેશ્વરીદેવી, મધ્ય ભાગમાં તથા નીચેના ભાગમાં ચાર હાથવાળો એક-એક દેવ ચીતરેલો છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં અંબિકાદેવી છે, મધ્ય ભાગમાં શઘ્ર છે અને નીચેના ભાગમાં ગોમેધયક્ષ ચીતરેલો છે. પાનાની મધ્યમાં પ્રભુ શ્રીમહાવીરના ચ્યવન કલ્યાણકનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૪. પ્રતના પાના ૩નો પ્રથમ ભાગ : ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુના પિતા શ્રીઋષભદત્ત બ્રાહ્મણનું ધર ચીતરેલું છે. મધ્ય ભાગમાં ઋષભદત્ત બ્રાહ્મણ તથા દેવાનંદા બ્રાહ્મણી (પ્રભુ મહાવીરના પિતા તથા માતા) ખેડેલાં છે. નીચેના ભાગમાં વહેતી નદીની પાસેથી હાથમાં લાકડી પકડીને પસાર થતો એક પુરુષ ઊભેલો છે. મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં સિદ્ધાર્થે ક્ષત્રિય બેઠેલા છે. નીચેના ભાગમાં હાથમાં દર્પણુ પકડીને ત્રિશલા માતા ખેડેલાં છે. તેમની સામે એક પરિચારિકા ઊભેલી છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં સિદ્ધાર્થ ક્ષત્રિય અને સ્થાપનાચાર્ય છે. ખીજા ભાગમાં સ્થાપનાચાર્ય અને ઋષભદત્ત બ્રાહ્મણ છે. ત્રીજા ભાગમાં સિદ્ધાર્થ અને ત્રિશલા છે, ચોથા ભાગમાં ઋષભદત્ત અને દેવાનંદા બેઠેલાં છે. ઉપરની કિનારમાં અનુક્રમે એક મોર, દૂધ ભરેલાં એ મટકાંઓ (?), ખલે ધીનું કુડલું લઈ ને જતો એક માણસ, એ ચામર વીંઝતા પુરુષો, નૃત્ય કરતી ત્રણ સ્ત્રીઓ તથા જુદાં જુદાં વાદ્યો વગાડતી ખીજી ત્રણ સ્ત્રીઓ ચીતરેલી છે. નીચેની કિનારમાં અનુક્રમે બે ધોડા, ત્રણ હાથી, હાથમાં પૂજનની સામગ્રી લઈ ને બેઠેલા ત્રણ પુરુષો, હાથમાં ઢાલ તથા તલવાર પકડીને ચાલતા એ સૈનિકો અને છેવટે એક હંસપક્ષી ચીતરેલ છે. પાનાની મધ્યમાં પ્રભુ શ્રીમહાવીરના ચ્યવન કલ્યાણકનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૫. પ્રતનું પાનું ૩ : પાનાના આંકવાળી બાજુ ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં ચામર પકડીને ઊભેલી સ્ત્રીઓ છે. નીચેના ભાગમાં હાથમાં વીણા પકડીને ઊભેલી એક સ્ત્રી છે. મધ્ય હાંસિયામાં સુંદર ફૂલોનો એક છોડ ચીતરેલો છે. જમણી ખાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પણ ચામર પકડીને ઊભેલી એક સ્ત્રી છે. નીચેના ભાગમાં એક હાથમાં વીણા તથા બીજા હાથમાં ફૂલ પકડીને ઊભેલી સ્ત્રી છે. પાનાની મધ્યમાં દેવાનંદા ચૌદ સ્વમ જુએ છે, તેનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૬. પ્રતના પાના ૪૪નો પ્રથમ ભાગ : ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના પ્રથમ ભવ નયસારનો પ્રસંગ તથા ઉપરની કિનારમાં તેઓશ્રીના ખીજાથી સાતમા ભવ સુધીના ચિત્ર–પ્રસંગો રજૂ કરેલા છે. મધ્ય હાંસિયામાં ભૂમિતિની સુંદર ચિત્રાકૃતિઓ ચીતરેલી છે. જમણી બાજુના હાંસિયામાં પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના આઠમા ભવથી અગિયારમા ભવ સુધીના પ્રસંગો રજૂ કરેલા છે. નીચેની કિનારમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ અનુક્રમે પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના બારમા ભવથી સત્તરમા ભવ સુધીના પ્રસંગો રજુ કરેલા છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ડાબી બાજુના હાંસિયાની મધ્ય ભાગમાં તથા નીચેના ભાગમાં પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના અઢારમા તથા ઓગણીસમા ભવની રજૂઆત કરેલી છે. ૧૪ નીચેની કિનારમાં અનુક્રમે પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના વીસ, એકવીસ અને ત્રેવીસમા ભવની રજૂઆત કરેલી છે. આવીસમા પૂર્વભવની રજૂઆત ઉપરની કિનારમાં જ ચાર ઝાડોની સાથે એક માણસ ચીતરીને કરેલી છે. પાનાની મધ્યમાં પ્રભુ શ્રી મહાવીરસ્વામીના જન્મ સમયે જગતમાં કેવું વાતાવરણ હતું તેનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૭. પ્રતના પાના ૪૪નો આંકવાળો ભાગઃ ડાખી બાજુના `હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના ચોવીસમા ભવની, મધ્ય ભાગમાં પચ્ચીસમા ભવ અને નીચેના ભાગમાં છવ્વીસમા ભવતી રજૂઆત કરેલી છે. મધ્ય હાંસિયામાં ભૂમિતિની સુંદર આકૃતિ ચીતરેલી છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરને સાધુ-અવસ્થામાં બંને કાનમાં ખીલા હોકીને ગોવાળિયાએ કરેલા ઉપસર્ગનો પ્રસંગ અને નીચેના ભાગમાં પ્રભુ મહાવીરના પગની પાસે ખીર રાંધતા ગોવાળિયાના પ્રસંગની રજૂઆત કરેલી છે. ઉપરની‘કિનારમાં અનુક્રમે એક એડેલો પુરુષ, સાધુને આહાર આપતી એક સ્ત્રી, સિદ્ધાર્થ અને ત્રિશલા તથા બંને હાથની અંજલિ જોડીને બેઠેલા એ ગૃહસ્થો તથા એ સ્ત્રીઓની રજૂઆત ચિત્રકારે કરેલી છે. નીચેની કિનારમાં અનુક્રમે ઊભેલા ત્રણ ધોડાઓ તથા ત્રણ હાથીઓ ચીતરેલા છે. આ પાનાની મધ્યમાં પણ પ્રભુ મહાવીરના જન્મને લગતું જ વર્ષોંન સોનાની શાહીથી લખેલું છે. ૮. પ્રતના પાના ૬૭નો પ્રથમ ભાગઃ ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં અરવિંદ રાજાની રજૂઆત કરેલી છે. મધ્ય ભાગમાં પ્રભુશ્રી પાર્શ્વનાથના પૂર્વભવો પૈકીના પ્રથમ ભવના માતાપિતાનો પ્રસંગ છે. નીચેના ભાગમાં પૂર્વભવો પૈકીના આઠમા ભવનો પ્રસંગ ચીતરેલો છે. ઉપરની કિનારમાં પ્રભુશ્રી પાર્શ્વનાથના પૂર્વભવો પૈકીના પ્રથમ ભવની રજૂઆત સુંદર રીતે કરેલી છે. જમણી બાજુના હાંસિયામાં પ્રભુશ્રી પાર્શ્વનાથના પૂર્વભવો પૈકીના બીજા, ત્રીજા અને ચોથા ભવના ચિત્ર–પ્રસંગો રજૂ કરેલા છે. નીચેની કિનારમાં પ્રભુશ્રી પાર્શ્વનાથના પાંચમા, છઠ્ઠા અને સાતમા ભવના ચિત્ર–પ્રસંગો રજૂ કરેલા છે. ૯. પ્રતના પાના ૬૭નો આંકવાળો ભાગ ઃ ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ શ્રીપાર્શ્વનાથજીના તીર્થંકરના ભવના માતાપિતા અશ્વસેન રાજા તથા વામાદેવી રાણીની રજૂઆત કરેલી છે. મધ્ય ભાગમાં પૂર્વભવો પૈકીના નવમા ભવના દેવવિવમાનની તથા નીચેના ભાગમાં કમઠના નરકાવાસમાં ઉત્પન્ન થયેલા પ્રસંગની રજૂઆત ચિત્રકારે કરેલી છે. મધ્ય હાંસિયામાં સુંદર ચિત્રાકૃતિઓ ચીતરેલી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ Hanuyliomanticismatunsarसका। ताणामणराक्षालातिपदिकायका दिदिवहिंडायनविस्मशानिकBER पिांघरदचरिहाननिस्समापन समागि बधामायणास्त्रादाय नाणदेसा जानववसबंजावदाणेदाथा परिवाना कासवासाणीपटाममामादागारकामा। वसाहतसामावणसहस्सा RajanRHINDE R EVANA चित्र १. श्री नेमिनाथजीनो जन्म अने तेओश्रीना जीवननी मुख्य मुख्य घटनाओना चित्रप्रसंगो. www.jainelibraryana Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત ૧૬૫ જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પંચાગ્નિ તપ તપતો કમઠ તાપસ અને તેની બાજુમાં જ લાકડું ચીરીને બળતો સર્પ કાઢતો શ્રી પાર્શ્વકમારનો સેવક ઊભેલો છે. મધ્ય ભાગમાં હાથી ઉપર બેસીને શ્રીપાર્શ્વકમાર તથા રાણી પ્રભાવતી વારાણસી નગરી તરફ જતાં દેખાય છે. નીચેના ભાગમાં ઝાડી બતાવીને વારાણસી નગરીની બહારનું ઉદ્યાન રજૂ કરેલું છે. ઉપરની કિનારમાં એક બેઠેલો પુરુષ અને છ હંસપક્ષીઓની હાર ચીતરેલી છે. નીચેની કિનારમાં એક કેસરીસિંહ તથા વેલબુટ્ટાની સુંદર કલાકૃતિ રજૂ કરેલી છે. પાના ૬૭ની બંને બાજુએ પ્રભુ શ્રી પાર્શ્વનાથના ચ્યવન અને જન્મકલ્યાણકને લગતું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૧૦. પ્રતના પાના ૭૩નો પ્રથમ ભાગઃ ડાબી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં પ્રભુ શ્રીનેમિનાથજીના પૂર્વભવો પૈકીના પ્રથમ ભવના, મધ્ય ભાગમાં બીજા ભવના અને નીચેના ભાગમાં ત્રીજા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે. મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં પૂર્વભવો પૈકીના ચોથા ભાવના અને મધ્ય ભાગ તથા નીચેના ભાગમાં પાંચમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં છઠ્ઠા ભવના, મધ્ય ભાગમાં સાતમા ભવના અને નીચેના ભાગમાં આઠમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે. ઉપરની કિનારમાં અનુક્રમે ચાર હાથી અને પાંચ કેસરીસિંહની રજૂઆત ચિત્રકારે કરેલી છે. નીચેની કિનારમાં અનુક્રમે ગૃહસ્થ યુગલ, યશોમતી રાણીની બંને બાજુની એકેક પરિચારિકા, એક દંપતી યુગલ, એક સ્ત્રી તથા એક પુરુષ બેઠેલાં છે. પાનાની મધ્યમાં સોનાની શાહીથી પ્રભુશ્રી નેમિનાથજીના જન્મનું વર્ણન લખેલું છે. ૧૧. પ્રતના પાના ૭૩નો આંકવાળો ભાગઃ આ પાનામાં શ્રીનેમિનાથજીના તીર્થંકરના ભવના મુખ્ય મુખ્ય જીવન-પ્રસંગો રજૂ કરેલા છે (જુઓ ચિત્ર નં. ૧). ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં શ્રી નેમિકુમારે લંબાવેલા હાથને વાળવા જતાં વાસુદેવ શું લટકી રહેલા દેખાય છે. હાંસિયાના મધ્ય ભાગમાં શ્રીનેમિકુમાર શ્રીકૃષ્ણની આયુધશાળામાં જઈને શંખ ફૂંકતા દેખાય છે. હાંસિયાના નીચેના ભાગમાં એક ઘોડેસવાર જતો દેખાય છે. મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં લગ્નની ચોરી રજુ કરેલી છે. મધ્ય ભાગમાં પરણવા આવતા નેમિકમારની રાહ જોતી રાજલ રાજકુમારી બેઠેલી છે. નીચેના ભાગમાં શ્રીનેમિકુમાર કૃષ્ણ વાસુદેવની રાણીઓ સાથે જલક્રીડા કરતા દેખાય છે. - જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં શ્રીકૃષ્ણ વાસુદેવ તથા ઈદ્ર બેઠેલા છે. મધ્ય ભાગમાં શ્રીનેમિકુમાર સારંગ ધનુષ્ય વાળતા દેખાય છે. નીચેના ભાગમાં વાસુદેવનાં આયુધો ચીતરેલાં છે. ઉપરની કિનારમાં અનુક્રમે રથ પાછો વાળતા અને રથમાં બેસીને જતા શ્રીનેમિકુમાર દેખાય છે. રથની આગળ બે શરણાઈઓ વગાડનારા તથા એક પુરુષ ઊભેલો છે. તેની આગળ લગ્નની ચોરી છે. ચોરીની બાજુમાં પક્ષીઓ તથા પશુઓ પોકાર પાડતાં દેખાય છે. નીચેની કિનારમાં અનુક્રમે બે પદાતિ સિનિકો, બે સ્ત્રીઓ, પાણીની વાવ તથા એક વૃક્ષ ચીતરેલું છે. પાનાની મધ્યમાં સોનાની શાહીથી શ્રી નેમિનાથજીના જીવનનું વર્ણન લખેલું છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ૧૨. પ્રતના પાના ટરનો પ્રથમ ભાગઃ ડાખી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ શ્રીઋષભદેવના પૂર્વભવો પૈકીનો પહેલા ભવનો પ્રસંગ, મધ્ય ભાગમાં ખીજા ભવનો પ્રસંગ, તથા નીચેના ભાગમાં ત્રીજા ભવના ચિત્ર-પ્રસગો રજૂ કરેલા છે. ૧૬ ઉપરની કિનારમાં અનુક્રમે પૂર્વભવો પૈકીના ચોથા ભવના, પાંચમા ભવના, છઠ્ઠા ભવના અને સાતમા ભવના ચિત્ર–પ્રસંગો રજૂ કરેલા છે. મધ્ય હાંસિયાના મધ્ય ભાગમાં આર્ડમા ભવના અને નીચેના ભાગમાં નવમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે. દશમા અને અગિયારમા ભવના ચિત્ર–પ્રસંગો ઉપરની કિનારમાં જ રજૂ કરેલા છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુના અગિયારમા ભવનો જ ચિત્ર-પ્રસંગ અને મધ્ય ભાગમાં પ્રભુના છ યે મિત્રોની રજૂઆત કરેલી છે. નીચેના ભાગમાં બારમા ભવનો ચિત્ર-પ્રસંગ રજૂ કરેલો છે. નીચેની કિનારમાં અનુક્રમે ચાર પુરુષો બેઠેલા છે, પછી એક ગાય છે. ગાયની બાજુમાં એ ઘડા છે. ઘડાની બાજુમાં એક સ્ત્રી પલંગમાં સૂતેલી છે. સ્ત્રીની બાજુમાં એક સ્ત્રી પરિચારિકા અને એ પુરુષો ખેડેલા છે. પાનાની મધ્યમાં સોનાની શાહીથી પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ પ્રભુના ચ્યવનનું તથા રવપ્નનું વર્ણન લખેલું છે. ૧૩. પ્રતના પાના ૮૨નો આંકવાળો ભાગ : આ પાનામાં પ્રભુ શ્રીઋષભદેવના તીર્થંકરના ભવના મુખ્ય મુખ્ય જીવનપ્રસંગો રજૂ કરેલા છે (જુઓ ચિત્ર નં. ૨). ડાખી બાજુના હાંસિયાના ત્રણે ભાગોમાં પ્રભુનો પ્રથમ રાજા તરીકે સૌધર્મેન્દ્ર તથા યુગલિયાઓ રાજ્યાભિષેક કરે છે તેને લગતા ચિત્ર–પ્રસંગોની રજૂઆત કરેલી છે. મધ્ય હાંસિયામાં સુંદર વેલબુટ્ટીઓ ચીતરેલી છે. ઉપરની કિનારમાં ઈંદ્ર, પ્રભુનું લગ્ન સુનંદાની સાથે કરતા દેખાય છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં સામે બેઠેલી બ્રાહ્મીને શ્રીઋષભ લિપિઓનું જ્ઞાન અને સુંદરીને ગણિતનું શિક્ષણ આપતા રજૂ કરેલા છે. મધ્ય ભાગમાં હાથી ઉપર બેઠેલા શ્રીઋષભ કુંભકારની કળા પ્રગટ કરતા દેખાય છે. નીચેના ભાગમાં એક યુગલિક દંપતી રજૂ કરેલું છે. નીચેની કિનારમાં અનુક્રમે એક હંસ, એક પુરુષ, સ્થાપનાચાર્ય, એક પુરુષ અને એ યુગલિક દંપતી રજૂ કરેલાં છે. પાનાની મધ્યમાં સોનાની શાહીથી શ્રીઋષભદેવ પ્રભુના જન્મનું વર્ણન લખેલું છે. ૧૪. કાલકકથાના પાના એકનો પ્રથમ ભાગઃ આર્યકાલકના જીવન–પ્રસંગો ઃ ડાખી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં આર્યકાલકના જન્મનો પ્રસંગ રજૂ કરેલો છે. મધ્ય ભાગમાં આયકાલકની માતા રાણી સુરસુંદરી બેઠેલી છે. નીચેના ભાગમાં વૈરિસિંહ રાજા તથા રાણી સુરસુંદરી–કાલકકુમારના માતપિતા–બેઠેલાં છે. મધ્ય હાંસિયામાં સુંદર કલ્પનાકૃતિ રજૂ કરેલી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ म । तणाकालगातासमए पाउसालयरिता एकालिपाडासशिक्षाणपटाममासापट रकाचितबजालातरमणं विनवजा अहमीपारकपनवदमासापाबञ्जाल नाअहहमाशइदिवाणंडावधान दिनरकातणाजागसवागणाया गाजितायायाताबवजावादवादवाच्या ivate & Personal Use Only । चित्र २. श्री ऋषभदेवनो जन्म अने तेओश्रीना जीवननी मुख्य मुख्य घटनाओना चित्रप्रसंगो. Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કપસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત ૧૬૭ જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં રાજકુમારી સરસ્વતી એક પરિચારિકા સાથે વૃક્ષ નીચે ઊભેલી છે. મધ્ય ભાગમાં ગર્દભિલ્લુ રાજા ધોડા પર બેસીને જતો દેખાય છે. નીચેના ભાગમાં એક સ્ત્રીની રજૂઆત કરેલી છે. ઉપરની કિનારમાં અનુક્રમે ૭ સ્ત્રીઓ, એક દંપતી યુગલ, એક પુરુષ, એક પુરુષ અને એક ભૂમિતિની આકૃતિ ચીતરેલી છે. નીચેની કિનારમાં એ પુરુષો, એક વૃક્ષ, ચાર સ્ત્રીઓ, એક પુરુષ, એક સ્ત્રી, એક પુરુષ અને એક સ્ત્રી બેઠેલાં છે. પાનાની મધ્યમાં “ શ્રી વીર વાચાનુમત સુવ્યું ' થી શરૂ થતી કાલકકથા 'ર સોનાની શાહીથી લખેલી છે. ૧૫. કાલકકથાના પાના એકનો આંકવાળો ભાગ : ડાખી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં દર્પણુકન્યા તથા નીચેના ભાગમાં શુકકન્યા હાથમાં પોપટ લઈ ને ઊભેલી છે. મધ્ય હાંસિયામાં સુંદર કલ્પનાકૃતિ ચીતરેલી છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં શુકકન્યા ઊભેલી છે અને નીચેના ભાગમાં ચામરકન્યા હાથમાં ચામર પકડીને ઊભેલી છે. ઉપર અને નીચેની કિનારમાં સુંદર કલ્પનાકૃતિઓ છે. ઉપરોક્ત ૧થી ૧૫ પાનાંઓ મારા તરફથી ઈ સ૦ ૧૯૫૪માં ‘કલ્પસૂત્રનાં સોનેરી પાનાંઓ તથા ચિત્રો'ના નામથી માત્ર સવાસો નકલોની મર્યાદિત આવૃત્તિમાં ર્ સોનેરી શાહીમાં છપાવવામાં આવેલી હતી, જે લગભગ અપ્રાપ્ય થવાની તૈયારીમાં છે. વળી દરેક માણુસ તે કૃતિ મેળવી શકે નહિ અને આવી સુંદર કલાકૃતિવાળી હસ્તપ્રત તરફ કલારસિકોનું ધ્યાન ખેંચવાની એકમાત્ર મહેચ્છાથી આ નાનો લેખ લખવા હું ઉઘુક્ત થયો છું; અને આશા રાખું છું કે આ લેખ વાંચીને જૈન ભાઈઓ તથા આ લેખ વાંચનાર કલારસિકોને અમદાવાદ આવવાનો પ્રસંગ અને ત્યારે ઉપરોક્ત બંને સુવર્ણાક્ષરી હસ્તપ્રતોની અંદર સંગ્રહાયેલી કળાલક્ષ્મીનું દર્શન કરે. પ્રાંતે, આ સામળાની પોળવાળી હસ્તપ્રતની મને સૌથી પ્રથમ જાણ કરવા માટે વિર્ય ગુરુદેવ શ્રીપુણ્યવિજયજીનો અને શ્રીપાર્શ્વચંદ્રગચ્છના ઉપાશ્રયે તે વખતે બિરાજતા પૂજ્ય શ્રીવૃદ્ધિચંદ્રજીનો આભાર માનવાની આ તક લઉં છું. ૨. કાલિકાચાર્ય સંબંધી જુદા જુદા જૈનાચાર્યોએ રચેલી ૩૬ કાલકકથાઓ ૮૮ ચિત્રો સાથે ‘ કાલકકથાસંગ્રહ ' નામના ગ્રંથમાં મારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે, Page #12 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર—પરિચય ૧ : કેટલાક પ્રાચીન જૈન શિલ્પો ચિત્ર નં. ૧: રાજગૃહી વૈભારગિરિ ઉપરની ચુસકાલીન પ્રતિમા : આ પ્રતિમા ઉપર ભગવાનના આસનની નીચે જે જીર્ણ લેખ છે તે ગુમકાલીન બ્રાહ્મીમાં લખાયેલો છે અને તેમાં ચંદ્રગુપ્તનું નામ છે. શ્રી રમાપ્રસાદ ચંદાજીના મતે એ ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત બીજાના સમયનો લાગે છે. શ્રી રમાપ્રસાદની આ ધારણા યોગ્ય જ છે કેમકે કળાની દૃષ્ટિએ પણ આ પ્રતિમાને ઈ. સ. ના પાંચમા સૈકાની શરૂઆતમાં મૂકી શકાય. જો કે શ્રી રમાપ્રસાદ ચંદાજીએ એને શ્રી નેમિનાથજીની યુવાનીની આકૃતિ ધારેલી તે વ્યાજખી નથી. સદર પ્રતિમાની નીચેના ભાગમાં સિંહાસનની મધ્યમાં ચક્રપુરુષની ઊભી સુંદર આકૃતિ છે. ગુપ્તકાળમાં આવી ચક્રપુરુષની પ્રથા શરૂ થઈ. વચમાં ધર્મચક્રને સ્થાને ચક્રપુરુષ (પાછળ ચક્ર સાથે) મૂકી તેની બે બાજુએ એક એક શંખની આકૃતિ છે. ધર્મચક્રની બે બાજુએ આમ લાંછન મૂકવાની પ્રથા પાછળથી ચાલુ રહી નહિ સાથે બે મૃગ મૂકી એને આસનમાં બીજી જગાએ મૂકવામાં આવ્યું. તીર્થંકરોનાં લાંનોની પ્રથા ગુપ્તકાળમાં શરૂ થઈ લાગે છે, તે ઉપલબ્ધ લાંછનયુક્ત પ્રતિમાઓમાં આ સૌથી જૂની છે. કલ્પસૂત્રમાં લાંછનોની યાદી નથી, તેમ જ મથુરાના કંકાલીટીલાની ઈ. સ. ના પહેલા-ખીજા સૈકાની પ્રતિમાઓમાં પણ લાંછનો દષ્ટિગોચર થતાં નથી; એટલે અત્યારે તો રાજગૃહીની આ પ્રતિમા જૈન મૂર્તિશાસ્ત્રના અભ્યાસની દષ્ટિએ એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ છે. ચક્રપુરુષની આકૃતિ ગુપ્તકાલીન શિલ્પકળાનો એક અતિ સુંદર નમૂનો છે. ચિત્ર નં. ૨ : રાજગૃહીની સોનભંડાર ગુફામાંના ચોમુખજીની મૂર્તિ : આ પ્રતિમાની ખીમાં શ્રીસંભવનાથજીની કાયોત્સર્ગ પ્રતિમાના દર્શન થાય છે. આસનમાં ધર્મચક્રની બેઉ બાજુએ અશ્વ-લાંછન છે. આ પ્રતિમા ઈ. સ.ના સાતમા–આઠમા સૈકાની હોય એમ લાગે છે. પણ લાંછનની એ બાજુએ હરિણ મૂકવાની પ્રથા આ યુગમાં શરૂ થઈ દેખાતી નથી. આ ચૌમુખજીની બીજી બાજુએ અજીતનાથજી વગેરેની પ્રતિમાઓ છે. ચૌમુખજીની પ્રતિમા આ ગુફામાં પાછળથી પ્રતિષ્ઠિત થઈ લાગે છે. મૂળ આ સોનભંડાર ગુફા શ્રીવસ્વામીએ કોતરાવી હતી. સોનભંડાર ગુફામાં એ લીટીમાં કોતરેલા એક લેખમાં જણાવ્યું છે કે દીર્ધ તેજયુક્ત આચાર્યરત્ન મુનિ વૈરદેવે તપસ્વીને રહેવાયોગ્ય અર્હતની પ્રતિષ્ઠાયુક્ત એ ગુફાઓ નિર્વાણુ લાભાર્થે બનાવડાવી. આ દીર્ધ તેજયુક્ત આચાર્યરત્ન વૈરદેવ તે વળવામી જ હોઈ શકે. ચિત્ર નં. ૩: શ્રીજિનભદ્ર વાચનાચાર્ય પ્રતિતિ શ્રીઋષભદેવની ધાતુપ્રતિમા : અકોટામાંથી પ્રાપ્ત થયેલી આ પ્રતિમા મનોહર છે, પાછળનો પરિકરનો અથવા પ્રભાવલિનો ભાગ ઉપલબ્ધ નથી. જમણી બાજુમાં યક્ષ અને અંબિકાદેવી છે. બધી જ પ્રાચીન પ્રતિમાઓમાં સર્વે તીર્થંકરોના શાસનદેવ તરીકે આ જ યક્ષ અને દ્વિભુજ અંબિકા મળે છે. ભગવાન કાયોત્સર્ગ ધ્યાને મોટા પાટ ઉપર ઊભા છે. પાટની પાછળની ધારે લેખ કોતરેલો છે. તેમાં લખ્યું છે : ૐ વેવ ધર્માર્થયિ નિવૃત્તિ છે जिनभद्रवाचनाचार्यस्य ॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. १: राजगृही वैभारगिरि उपग्नी गुप्तकालीन नेमिनाथ-प्रतिमा Image of Neminatha, Vaibhāragiri, Rajgir, c. 5th century A.D. कोपीराइट : आर्किऑलॉजिकल सर्वे ऑफ इन्डिआ , Page #14 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. २ : राजगृहीनी सोनभंडार गुफामांना चोमुखजीनी सातमा आठमा सैकानी संभवनाथजी कार्योत्सर्ग मूर्ति Quadruple Image of Sambhavnātha, Sonbhandār cave, Rajgir, c. 7th-8th Century कॉपीराइट : आर्किऑलॉजिकल ऑफ इe only इन्डिआ Dse सर्व सर्व www.jalnelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. 3 :ई. स. 525-550 आसपासनी श्रीजिनभद्र वाचनाचार्य प्रतिष्ठित श्रीऋषभदेवनी धातुप्रतिमा Rsabhanatha from Akota, Bronze, c. 525-50 A.D. Installed by sri Jinabhadra Vacana carya (Jinabhadra Gani Ksamasramana) वडोदरा म्युझियमना सौजन्यथी [फोटो : डॉ. उमाकान्त प्रे. शाह Page #16 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. 4 : ई. स. 1053-63 वच्चे प्रतिष्ठित थएल धातुनुं समवसरण Bronze Sculpture of a Samavasarana (c. 1053-63 A.D.) (Now in a Jaina Shrine, Surat) फोटो : डॉ. उमाकान्त प्रे. शाह] Page #17 -------------------------------------------------------------------------- ________________ assa चित्र नं. 5 : लीलवादेवा पासेथी मळेली प्राचीन पश्चिम भारतीय कलानी धातुप्रतिमा,–श्रीपार्श्वनाथजीनी वितीर्थी Paravanatha Tri-Tirthi found near Lilvadeva, V. S. 1093 बडोदरा म्युझियमना सौजन्यथी Page #18 -------------------------------------------------------------------------- ________________ borg ch 24 चित्र नं.६ : लीलवादेवा पासेथी मळेल श्रीपार्श्वनाथजीनी त्रितीर्थी प्रतिमानो सं.१०९३ नो लेख Back of Parsvanatha Tri-Tirthi showing inscription bearing Samvat Year 1093 Page #19 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. 7-8 : वडोदराना दादापार्श्वजीना दहेरासरमांनी विक्रमना अगियारमा सैकाना उत्तरार्द्धनी त्रितीर्थिक धातुप्रतिमा Tri-Tirthi in the Dada Parsvanatha Temple, Baroda : Back showing inscription (c. 11th Century A.D.) फोटो : डॉ. उमाकान्त प्रे. शाह Page #20 -------------------------------------------------------------------------- ________________ REAC-4 A चित्र नं. 9 : ई.स.१०९४-९५मां भरायेल आदिनाथजीनी चोवीसी Adinatha Chovisi installed in 1094-95 A.D. (Pindwada) चित्र नं. 10 : महाअमात्य तेजपाल तथा अनुपमादेवी Tejpala and Anupamadevi in Luna-Vasahi (Abu) फोटो : बा. उमाकान्त प्रे. शाह Page #21 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. 11-12 : आबु-विमलवसही अने लणवसहीना रंगमंडपनी छत No. 11: Richly carved dome with famous lotus pendent, Vimala-Vasahi No. 12 : Ornamental pendent and arch, Luna-Vasahi (Abu) फोटो : श्री जगन मेहता Page #22 -------------------------------------------------------------------------- ________________ Sta चित्र नं. 13 : आबु-लूणवसहीना छत उपर गिरनार अने द्वारिका नगरी तथा समवसरणनां दृश्यो Relief plaque from a ceiling, Luna-Vasahi (Abu) showing port of Dvarika. Mt. Girnar and Samavasarana 13th Century फोटो : श्री जगन महेता Page #23 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. 14 : राणकपुरनो सहस्रफणा पार्श्वनाथनो पाषाणपट Dexterously carved image of Parsvanatha with a canopy of a thousand snake-hoods. Ranakpur, 19th Century फोटो : श्री आर. भारध्वज Page #24 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. 15 : राणकपुरना चौमुखजी मन्दिरना पाषाण पर कोतरेल नन्दीश्वर द्वीपनो बावन जिनालयनो पट Marble plaque of Nandiswardwipa, Ranakpur, 15th Century फोटो : डॉ. उमाकान्त प्रे. शाह Page #25 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-પરિચય જૈન સત્યપ્રકાશ, વર્ષ 17, અંક ૪માં આ પ્રતિમાની વિગતવાર ચર્ચા કરી આ લેખકે બતાવ્યું છે તેમ આ પ્રતિમાના સ્થાપક શ્રીજિનભદ્રવાસનાચાર્યને શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તરીકે ઓળખવાને કંઈ જ હરકત નથી. પ્રતિમાનો સમય ઈ. સ. પર૫–૫૪૦ આસપાસ મૂકી શકાય તેમ છે, જે સમયમાં મહાન આગમિક આચાર્ય વિશેષાવશ્યક - ભાષ્યકાર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થઈ ગયા. ગણધરવાદ(ગુજરાતી)ની પોતાની પ્રરતાવનામાં મારા ઉપરના મન્તવ્યને શ્રી દલસુખભાઈ માલવણિયાએ વધુ કારણ દર્શાવી સમર્થન આપ્યું છે. કળાની દષ્ટિએ આ પ્રતિમા અંગે વધુ વિવેચન આ લેખકના ટૂંકમાં પ્રસિદ્ધ થનાર પુસ્તક The Art of Akota Bronzesમાં આવશે. ચિત્ર નં. 4: ધાતુનું સમવસરણ: આ એક સુંદર એવું મોટું ધાતુનું સમવસરણ છે, જે લગભગ બત્રીસ ઈચ ઊંચું છે. ત્રણે ગઢ તેના દરવાજા સાથે બતાવ્યા છે અને ઉપરના ભાગમાં ચૌમુખજી. બિરાજે છે. સમવસરણની નીચેની ધારે એક ઘસાયેલો લેખ છે, જે પૂરો વંચાતો નથી. તેમાં શરૂમાં સં. 111 4 સ્પષ્ટ છે. સંવતનો છેલ્લો આંક સ્પષ્ટ નથી એટલે આ સમવસરણ ઈ. સ. ૧૯૫૩-૧૦૬૩ની વચ્ચે ભરાયું–પ્રતિષ્ઠિત થયું ગણી શકાય. હાલમાં સૂરતમાં વડા ચૌટાના એક દહેરાસરમાં આ ભવ્ય સમવસરણ છે. કહે છે કે મારવાડના કોઈ ગામમાંથી લાવી તેને અહીં પધરાવ્યું છે. કળાની દૃષ્ટિએ એ તત્કાલીન ગુજરાતી કળાનું જ છે. તે સમયની ગુજરાત અને મારવાડની જૈન પ્રતિમાઓ એકસરખી કળાશૈલીની બનતી હતી. નીચે લેખ અને સંવત હોવાથી ગુજરાતની ધાતુ-શિ૯૫–કલાનો આ બહુ અગત્યનો નમૂનો છે, જેથી એની પૂરી સાચવણી રાખવી ઘટે છે. ચૌમુખજીવાળો ભાગ છૂટો કરી ઉતારી શકાય છે. ચિત્ર નં. 5-6: લીલવાદેવા પાસેથી મળેલી ધાતુપ્રતિમા : આ ધાતુપ્રતિમા ઝાલોદ તાલુકામાં લીલવાદેવા પાસેથી મળેલી સાત પ્રતિમાઓમાંની એક છે. આ પ્રતિમાની પાછળ લેખ છે ( ચિત્ર 6 ) તે આ પ્રમાણે છે: 8 સંવત્ 2012 - શ્રી નરેન્દ્ર શ્રી સિદ્ધસેન ફિવા વાવ્યર્થ) (गच्छे) माइंकया करापित्तं जिनत्रयं. આ પ્રતિમા શ્રી પાર્શ્વનાથજીની ત્રિતીર્થ છે. આ પ્રતિમા પ્રાચીન પશ્ચિમ ભારતીય કળાના અંતિમ સમયની છે અને એમાં ગુર્જરીની કળા દષ્ટિગોચર થાય છે. લીલવાદેવાની વધુ પ્રતિમાઓ માટે જુઓ Bulletin of the Baroda Museum, Vol. IX ચિત્ર નં 7-8: વડોદરાના દાદા પાર્શ્વનાથજીના દહેરાસરમાંની ધાતુપ્રતિમા : વડોદરાના દાદા પાર્શ્વનાથજીના પ્રાચીન દહેરાસરમાં આ ધાતુપ્રતિમા છે. પાછળનો ભાગ લેખ સહિત છાપ્યો છે, જ્યારે ચિત્ર ૮માં આગળનો દર્શનીય ભાગ છે. પ્રતિમા ઘસાઈ ગયેલ છે. લેખ આ પ્રમાણે છે: श्री नागेंद्रकुले श्रीगुणसेनसूरिसंताने चक्रेस्वरी साविकया कारितेयं. લિપિ જોતાં આ લેખ વિક્રમના અગિયારમા સૈકાના ઉત્તરાર્ધમાં મૂકી શકાય તેમ છે. પ્રતિમા ત્રિતીર્થિક છે. મોટા પા ઉપર ભગવાન બિરાજે છે પણ પદ્મપ્રભુ નથી. વાસ્તવમાં આવી રચના પ્રાચીન મૂર્તિઓમાં તીર્થંકર પ્રતિમાઓનાં આસનોમાં આવે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ 1eo આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - ઈ. સ. 1938 કે ઈ.સ. ૧૯૩૯માં હું પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજશ્રીના દર્શનાર્થે પાટણ ગયો ત્યારે મને એઓશ્રીએ જણાવેલું કે વડોદરાના રાજમહેલ - લક્ષ્મીવિલાસ પેલેસના પાયા ખોદતા એક ધાતપ્રતિમા મળી હતી તે દાદાજીના દહેરાસરજીમાં છે. ત્યારે તેઓશ્રી ફોટો પણ બરોબર જોઈ શકે તેમ નહોતું પણ મારું અનુમાન એ છે કે એ પ્રતિમા તે આ હશે. પ્રાચીન અકોટા રાજમહેલથી બહુ દૂર નથી. અકોટાની મળેલી જૈન પ્રતિભાઓનો અભ્યાસ કરતાં લાગે છે કે આ પ્રતિમાને છેવટે ઈ.સ.ના અગિયારમા સૈકાની ગણવામાં કોઈ ભૂલ થવા સંભવ નથી. ચિત્ર નં. 9: આદિનાથજી ચોવીસી : આદિનાથજીની ચોવીસીનું આ શિ૯૫ છે. વચમાં પદ્માસને શ્રીષભદેવજી છે. પીઠ ઉપર જમણી બાજુએ ગોમુખયેક્ષ છે, જ્યારે ડાબી બાજુએ અંબિકાયક્ષી છે. સિંહાસનની વચમાં આદિશક્તિ છે. ધર્મચક્રની નીચે, પીઠના મધ્ય ભાગે કઈ આકૃતિ છે તે સમજાતું નથી. ચોવીસીની રચના સુંદર તોરણરૂપે કરેલી છે અને બે બાજુના રતભ્ભો ઉપર નાનાં શિખરો છે. આ પ્રતિમાની પાછળ લેખ છે તે આ પ્રમાણે છે : સંવત 2211 : વહિતનું શ્રાદ્ધ: વર્તન (4) નર (રા) () ચીરહિમ તુર્વિજ્ઞાતિ(૫) ૐ || આમ આ ધાતુપ્રતિમા સં. 1151 = ઈ. સ. ૧૦૯૪-૯૫માં ભરાઈ હતી. એ પ્રતિમા ઉપર લેખ તેમ જ તેનો ભરાવ્યાનો સંવત આપ્યો હોવાથી કળાની દૃષ્ટિએ આ પ્રતિમાનો અભ્યાસ ઉપયોગી થઈ પડે છે. ઉપરાંત આમાં ધ્યાનમાં રાખવા જેવું એ છે કે ગોમુખયક્ષ હોવા છતાં યક્ષી તરીકે ચક્રેશ્વરીને બદલે અંબિકા જ હજુ ચાલુ રહે છે. આ પ્રતિમા શિરોહી રાજયમાં આવેલા વસંતગઢમાંથી મળી હતી અને હાલ પિંડવાડાના જૈન મંદિરમાં પૂજાય છે. વધુ વિવેચન માટે જુઓ લલિત–કલા, અંક પહેલો. ચિત્ર નં 10: મહાઅમાત્ય તેજપાલ તથા અનુપમાદેવી : ગુજરાતના વિખ્યાત મંત્રીશ્વરો વસ્તુપાલ-તેજપાલ પૈકી લુણવસહી મન્દિર બંધાવનાર મહાઅમાત્ય તેજપાલ તથા તેમના પત્ની શ્રી અનુપમાદેવીની આ સુંદર શિલ્પાકૃતિઓ છે. આબુમાં લૂણવસહીની હસ્તિ-શાલામાં આ શિલ્પ છે. શિ૯૫માં તત્કાલીન વેશભૂષાનો સુંદર ખ્યાલ આવે છે. અનુપમાદેવીના વસ્ત્રની ભાત પણ બતાવી છે. આ શિ૯૫ લૂણવસહી બંધાઈ તે સમયનું જ છે. ચિત્ર નં. 11-12: વિમલવસહી અને લુણવસહીના રંગમંડપની છત : આબુના વિશ્વવિખ્યાત વિમલવસહી અને લૂણવસહીના રંગમંડપની છતની કોતરણીની બારીકાઈ, સુંદરતા અને અધિકતાનો ખ્યાલ અહીં મળે છે. વિમલવસહી રંગમંડપ છતના પ્રથમ ચિત્રમાં સોળ વિદ્યાદેવીઓની સંદર ઊભી મતિઓ છે. આ રંગમંડપની છત પલંબક(કાચલા ઝુમ્બર)ને લીધે પ્રખ્યાત છે. તે ઉપરાંત મનુષ્ય જીવનના અનેક પ્રસંગોની સુંદર રજૂઆત કરેલ છે. આ રંગમંડપ કુમારપાળના મંત્રીશ્વર પૃથ્વીપાલે વિ. સં. 1204-16 (ઈ. સ. ૧૧૪૮૫૦)માં કરાવ્યો હતો. લૂણુસહીનું બીજું ચિત્ર કમાન, કૃમ્બર અને છતની અદભુત કોતરણીની રજુઆત કરે છે. આ રંગમંડપ ગુજરાતના મહામંત્રી તેજપાલે કરાવ્યો હતો. Page #27 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-પરિચય 171 ચિત્ર નં. 13: દ્વારિકા નગરી તથા સમવસરણ: આબુના લૂણવસહીની દેરી નં. ૯ના બીજા ગુમ્બજની છતમાં દ્વારિકા નગરી, ગિરનાર પર્વત અને સમવસરણનો ભાવ છે. છતની વચ્ચે સમવસરણ જણાય છે. એક ખૂણામાં સમુદ્ર, ખાડી, જળચર જીવો, વહાણ, જંગલ અને મન્દિરો છે. આ દેખાવ દ્વારિકા નગરીના બંદરનો છે. એક બાજુ ખૂણામાં એક પર્વત ઉપર ચાર શિખરબંધ મન્દિરો, નાની દેરીઓ, વૃક્ષો અને બહાર ભગવાન કાઉસ્સગ્ન ધ્યાને ઊભા છે. આ ગિરનાર પર્વતનો ભાવ છે. ચિત્ર નં૧૪: સહસ્ત્રફણા પાર્શ્વનાથનો પાષાણપટ : રૈલોક્ય દીપિકા યાને ધરણવિહાર નામે પ્રસિદ્ધ નલિની ગુમના કળાકૌશલ્યના આદર્શ નમૂનારૂપ મન્દિર શ્રી ધરણાશાહે પંદરમા સૈકામાં બંધાવેલ છે. રાણકપુરના આ જિન પ્રાસાદમાં એક મોટો સહસ્ત્રફણા પાર્શ્વનાથનો પટ છે. સૂર્યની આકૃતિ વચ્ચે નાગિણીઓ સાથેનું આ એક પ્રકારનું સંયોજિત ચિત્ર નાગના જુદા જુદા નાગપાશથી અલંકૃત થયેલ મનોહર દશ્ય રજૂ કરે છે. આ પટ વિ. સં. ૧૯૦૩માં પ્રતિષ્ઠિત થયેલ છે. તેની કારીગીરી જોતાં લાગે છે કે વિક્રમ સંવત ઓગણીસમી સદીના અંત સુધી પણ ગુજરાત-મારવાડમાં શિલ્પકળાની સારી પરંપરા જળવાઈ હતી. આવો સહસ્ત્રફણા પાર્શ્વનાથ પાષાણુટ ભારતમાં બીજે ક્યાંય નથી. ચિત્ર ને, 15: પાષાણ પર કોતરેલ નન્દીશ્વર દ્વીપ: આ નન્દીશ્વર દ્વીપની રચના દેખાડતું પાષાણ ઉપર કોતરેલું શિ૯૫ છે, જે નન્દીશ્વર દ્વીપના પટના નામથી ઓળખાય છે. આ પટ ઘણો મોટો છે અને ધરણશાહના બંધાવેલા રાણકપુરના ચૌમુખજીના વિખ્યાત મન્દિરમાં છે. વાસ્તવમાં આમાં નન્દીશ્વર દ્વીપના બાવન જિનાલય જ રજુ કરવાનો પ્રયત્ન થયો છે. દ્વીપના વર્ણન મુજબ એની ભૌગોલિક રચના બતાવી નથી એટલે “નન્દીશ્વર દ્વીપ બાવન જિનાલય પટ” કહી શકાય. આ પટ બનાવવામાં કળાકારે સુન્દર કારીગીરી બતાવી છે. ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ TAii' S Page #28 -------------------------------------------------------------------------- ________________ 172 આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ 2H જેન સાડવીજીઓની ભવ્ય પાષાણ-પ્રતિમાઓ જૈન શિલ્પકામોમાં પ્રાચીનકાળમાં આચા–સાધુઓ-સાધ્વીઓનાં સ્મારક તરીકે સ્તૂપ અને પાદુકાઓને સ્થાન હતું. પાછળથી તેમાં મૂર્તિશિલ્પની પ્રથાએ પ્રવેશ કર્યો અને પરિણામે ભારતના જુદા જુદા વિભાગમાં જૈન શ્રમણોની મૂર્તિઓ–ભલે અલ્પ સંખ્યામાં પણ જોવા મળે છે જે જાણીતી બાબત છે. પણ જૈન આર્યા-સાધ્વીજીનાં મૂર્તિશિલ્પો કવચિત જ અસ્તિત્વ ધરાવતાં હોઈ તે બાબત લગભગ અદ્યાપિ અપ્રકાશિત જેવી જ રહી છે. અહીંયાં ત્રણ સાધ્વીની મૂર્તિઓ એક સાથે જ, પ્રથમ વાર જ પ્રકાશિત થાય છે. સાધ્વી-શિલ્પનો પ્રારંભ કયારે થયો તેનો હજુ ચોક્કસ નિર્ણય નથી થયો પણ નં. એકની મૂર્તિ ૧૩મી સદીના પ્રારંભકાળની હોઈ સંભવ છે કે તે અગાઉના સમયથી આ પ્રવૃત્તિ શરૂ થઈ હોય. જૈન સંઘના બંધારણ મુજબ સાધ્વીજીનું સ્થાન સાધુ પછી બીજે જ નંબરે હોઈ આ પ્રથા દ્વારા પૂજ્યતાની દૃષ્ટિએ બેઉમાં સમાનત્વની પ્રતીતિ કરાવવાનો હેતુ પણ હોઈ શકે. સાધ્વી મૂતિની પ્રતિકાનું વિધાન પંદરમી સદીમાં રચાયેલા છે. મારિનવાર ગ્રંથના ૧૩માં અધિકારમાં છે. બાકી શ્રમણ-શ્રમણીના શિલ્પવિષ્યક ક્ષેત્રમાં સાધંત પ્રકાશ પાડવાની તષિયક અભ્યાસીઓને જરૂર ખરી. - ચિત્ર નં. 1: જેન આર્યા–સાવીજીની આરસપાષાણની ઊભી મૂર્તિ: કુશળ શિ૯પીએ તેમના હાથમાં સાધુજીવનના પ્રતીકસમાન રજોહરણ–ઓઘો, મુહપત્તિ-મુખવત્રિકા આપી બે હાથ જોડી નમસ્કાર કરતી બતાવી છે. એમાં કટિબરોડથી ઊભવાની અને હાથ જોડવાની મુદ્રા દ્વારા નમ્રતાનો જે ભાવ સૂચિત કર્યો છે તેથી, અને મુખાકૃતિને ધ્યાનસ્થ બતાવી, મુખારવિંદ ઉપર અખૂટ શાંતિ, વિનીતભાવ અને લાવણ્યપૂર્ણ તેજસ્વિતાનું જે દર્શન કરાવ્યું છે તેથી મૂર્તિ રમ્ય અને દર્શનીય બની ગઈ છે. મૂર્તિ નિહાળતાં ત્યાગજીવનની સ્વયંસકુરિત શાંતિના આપણને સહસા દર્શન થાય છે. મરતકથી પાદ સુધી વસ્ત્રપરિધાન અને ડાબા ખભે ઊનની કંબલ નાખીને ચકોર કળાકારે જૈન સાધ્વીજીની વેશભૂષાનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. પગની બંને બાજુએ બે ઉપાસિકાઓ છે. મૂર્તિની નીચેના ભાગમાં સં. શર૦૫ શ્રી મર સપરિવાર ... આ પ્રમાણેનો ટૂંકો લેખ છે. આ લેખમાં સાધ્વીજીનું નામ અંકિત નથી. આ મૂર્તિ આ પરિચય લખનારના સંગ્રહમાં છે. ચિત્ર નં 2: જૈન સાધવીજીની સંગેમરમરના પાષાણમાં કોરી કાઢેલી બેઠી મૂર્તિ : આ મૂતિ સહસ્ત્ર છે. પ્રવચન કે ગણધર મુદ્રા જેવો ખ્યાલ આપતી ભદ્રાસન ઉપર સ્થિત છે. ડાબા હાથમાં મુખવસ્ત્રિકા છે, જમણો હાથ ખંડિત થઈ ગયો છે, તે છતાં તેનો જેટલો ભાગ છાતી પર દેખાય છે તે ઉપરથી લાગે છે કે શિપીએ હાથમાં માળા આપી હોય. તેમનું રજોહરણ–ઓધો પ્રાચીનકાળમાં શ્રમણોની મૂતિઓમાં બહુધા જે રીતે બતાવાતું તે રીતે અહીં પણ મસ્તકના પાછલા ભાગમાં બતાવેલ છે. મૂર્તિમાં પરિપાáકો તરીકે કુશળ શિલ્પીએ કુલ ચાર રૂપઆકૃતિઓ બતાવી છે. આ પારિપાધકો સાધ્વી નહિ પણ ગૃહસ્થ શ્રાવિકાઓ છે, પણ દુર્ભાગ્યે ડાબી-જમણી બાજુની એક એક Page #29 -------------------------------------------------------------------------- ________________ जैन साध्वी जी ओ नी पाषाण - प्रति मा ओ चित्र नं. 1 सं. १२०५नी साध्वीजीनी प्रतिमा [मुनिश्री यशोविजयजी महाराजना संग्रहमांथी] चित्र नं. 2 वि. सं. १२५५नी साध्वीजीनी प्रतिमा पाटण-अष्टापदजीना मन्दिरमांथी] चित्र नं.३ वि. सं. १२९८नी साध्वीजीनी प्रतिमा [मातरना मन्दिरमांथी] Page #30 -------------------------------------------------------------------------- ________________ R Ramisalistines लावल. HHHHHEN पाटणना जैन मन्दिरनो एक सुंदर काष्टपट ( Page #31 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-પરિચય 173 આકૃતિ ખંડિત થઈ ગઈ છે. છતાં એમ લાગે છે કે ચારેયને કળાકારે કંઈ ને કંઈ કાર્યરત બનાવી સેવા અને ઉપાસનાનો એક ભાવવાહી આદર્શ રજૂ કર્યો છે. એમાં જે બે આકૃતિઓ અખંડ દેખાય છે તેમાં એક ઊભી ને બીજી બેઠી છે. બી આકૃતિ ઊભવાના કોઈ સાધન ઉપર ઊભા રહીને પોતાનાં પૂજય સાધ્વીજીની વાસક્ષેપથી પૂજા કરતી હોય તેમ લાગે છે. શિ૯પીએ તેની ઊભવાની પદ્ધતિ ખૂબ જ આકર્ષક અને વિનયભાવભરી બતાવી છે. મુખ ઉપર પૂજા અને ભક્તિનો ઊંડો ભાવ વ્યક્ત કર્યો છે. તેને સવસ્ત્ર બનાવી મૂર્તિમાં ઉત્તરીય વસ્ત્ર જે ખૂબીથી નાખ્યું છે તે શિલ્પકળાના ગૌરવમાં સવિશેષ ઉમેરો કરે છે. એ કૃતિ કોઈ અગ્રણી ભક્તશ્રાવિકાની સંભવે છે. સાધ્વી મૂર્તિના પલાંઠી વાળેલા ડાબા પગ નીચે, ઘૂંટણિયે પડેલી જે ઉપાસિકા બતાવી છે તેના મુખ ઉપર શિલ્પીએ આંતરભક્તિભાવ અને પ્રસન્નતાનું મનોરમ દશ્ય બતાવ્યું છે. મૂર્તિ ઉપર તીર્થંકરની એક પ્રતિમા પણ ઉપસાવી કાઢી છે. આ શિલ્પનું સમગ્ર દર્શન એટલું આકર્ષક અને ભાવવાહી છે કે જેથી આપણે પ્રાપ્ય સાધ્વીમતિશિલ્પમાં આને સર્વશ્રેષ્ઠ તરીકે સહેજે બિરદાવી શકીએ. પણ ખેદની વાત એટલી જ કે કળા અને સૌંદર્યના જ્ઞાનરસથી અનભિજ્ઞ અને શુષ્ક એવા વહીવટદારોએ તે મૂર્તિ ઉપર પ્રમાણથી વધુ મોટા અને મેળ વિનાના બાઘા જેવા ચક્ષુઓ, મોટી ભ્રમરો, નવે અંગે તદ્દન બિનજરૂરી મોટા ચાંદા જેવા ટીકાઓ ચોટાડી મૂર્તિની સુંદરતા અને ભવ્યતામાં ભારે ઊણપ આણવા સાથે કદ્રુપતાનાં દર્શન કરાવ્યાં છે. મૂર્તિ નીચે:- વિ. . 225 ર્તિ વધે ?? શુ મતિજીની મૂર્તિ [] . આ પ્રમાણે લેખ કોતરેલો છે. આ મૂર્તિ ગુજરાત-પાટણના અષ્ટાપદજીના મંદિરમાં છે. ચિત્ર ન. 3: આરસપાષાણુની સાધ્વીજીની મૂર્તિ : સાધ્વીજીની આ મૂર્તિ પોતાના મસ્તક ઉપર રહેલી સ્વઆરાધ્ય જિન પ્રતિમાને નમસ્કાર કરવા ભદ્રાસન પર પ્રવચન (3)મુદ્રાએ હાથ જોડીને બેઠેલાં હોય તેવો ભાવ રજુ કરે છે. તેઓ સવસ્ત્ર છે. તેમની ડાબી બાજુએ દીક્ષિત અવરથા સૂચક અને અહિંસા ધર્મના પ્રતીક સમાન રજોહરણ–ઓધો દેખાય છે, જેની દાંડી હાથના કાંડા ઉપર થઈને ઠેઠ ઉદર ભાગને સ્પર્શલી છે. ડાબા હાથની કોણી નીચે લટકતો વસ્ત્રનો છેડો દેખાય છે. અને શિલ્પકામ સ્થલ પદ્ધતિનું ગ્રામીણ ઢબના મિશ્રણવાળું છે. આમાં પણ વહીવટદારોએ નવાગે ટીકાઓ નિરર્થક ચોડ્યા છે. જનતાની અજ્ઞાનતાને કારણે માતર તીર્થની આ મૂર્તિ “શ્રી ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીરને ભરતક ઉપર ધારણ કર્યો છે” એ રીતે જ વર્ષોથી ઓળખાતી ને પૂજાતી હતી. પણ બે વરસ પર મારું ત્યાં જવાનું થતાં આ ભ્રમ દૂર કરાવ્યો અને એ પ્રતિમાજીને બાજુમાંથી ઉઠાવી સન્મુખ પધરાવવા સૂચન કર્યું હતું. તેની નીચેના શિલાલેખમાં વિ. સં. ૨૨૬૮નો ઉલ્લેખ છે ને માર્યારિરિ એવું નામ છે. સમયના અભાવે ને લેખની વધુ અસ્પષ્ટતાને કારણે સંપૂર્ણ લેખ લઈ શકાયો નથી. આ મૂર્તિ ગુજરાતના ખેડા પાસેના માતર તીર્થની છે. ઉપરની ત્રણેય મૂર્તિઓ એક જ સૈકાની અને વળી આદિ, મધ્ય અને અન્તના ભાગની છે. મુનિશ્રી યશોવિજ્યજી Page #32 -------------------------------------------------------------------------- ________________ 174 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ 34 પાટણના જૈન મંદિરમાં એક સુંદર કાષ્ઠપટ પાટણના કનાશના પાડામાં જોડાજોડ આવેલ બે જૈન મંદિરો પૈકીના એકમાં આ કાઈપટ મંદિરની જમણી બાજુની ભીંતમાં સુરક્ષિતપણે જડી દીધેલો છે. સમસ્ત ગુજરાતમાં આટલો મોટો તીર્થકાઇપટ ભાગ્યે જ અન્ય હશે. પ્રાચીનકાળે કારચનાથી મંદિરો થતાં તેની પરંપરારૂપે આ કાછશિલ્પની કૃતિમાં ઉપલા ભાગમાં વર્તમાનયુગના વીશ તીર્થકરોની નિર્વાણભૂમિરૂપે સમેતશિખર તીર્થ અને યુગના આદ્ય તીર્થંકર ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે અષ્ટાપદ તીર્થ વગેરેને કોતરકામ થયેલું છે. સમેતશિખરમાં શિપીએ ત્રણે ય દિશામાં ફરતી વિશ ટેકરીઓ ઉપરની વિશ દેવકુલિકાઓરીઓ તેમની મૂર્તિઓ સાથે બુદ્ધિપૂર્વક ગોઠવી છે. વચમાં ત્રણ શિખરો પાર્શ્વનાથની પ્રતિમાથી અલંકૃત અતિભવ્ય જલમંદિર સુંદર ને સુસ્પષ્ટ કોતરકામથી બતાવ્યું છે. ઉપરાંત પ્રસ્તુત પહાડ પક્ષીઓ, જલજંતુપૂર્ણ નદી, વાવો, સરોવરો, કુંડો, વૃક્ષો, વનરાજીઓ, ધ્યાન ને તપ કરતાં અનેક સંતો-ઋષિઓ ને યાત્રાળે ચઢતાઊતરતા માનવોની તાદશ ને રમ્ય આકૃતિઓથી કાષ્ટ પટને ભરપૂર બનાવ્યો છે. નીચેના ભાગમાં અષ્ટાપદ પર્વત “ચારિઅઠ્ઠદશદોયના નિયમ મુજબ ચોવીશ તીર્થકરોની ફરતી શિખરબંધી દેવકુલિકાઓથી શોભે છે. આ મંદિરના મધ્ય ભાગે અષભદેવ ભગવાનની નિર્વાણભૂમિ ઉપર જેનશાસ્ત્રના કથન મુજબ મંદિરને બદલે અલંકત રીતે સ્તૂપરચના બતાવી છે અને ઉપરના ભાગે બંને બાજુએ ચારધારી તરીકે ઈન્દ્રો બે બતાવ્યા છે. આમ પ્રાચીનકાળની મૂળ પ્રથા અહીં બરાબર દેખાય છે. સમગ્ર મંદિરની જમણી બાજુ તનુવાદ્ય બજાવતા દશશિર રાવણ અને તેની ડાબી બાજુ તેમની જ પત્ની મંદોદરીને ભગવાન આગળ ભક્તિનૃત્ય કરતાં બતાવ્યાં છે. વળી મંદિરના નીચેના ભાગે સૂર્ય બતાવીને, તેના કિરણના આધારે ગૌતમસ્વામી યાત્રાર્થે પહોંચ્યા તે ભાવ રજૂ કર્યો છે. ઉપરના ભાગે અંધાચારણ-વિદ્યાચારણ મુનિઓ યાત્રા કરવા આવ્યાનું દર્શાવ્યું છે. નીચે સગરચક્રીના પુત્રો તીર્થરક્ષણાર્થે ખાઈ ખોદી રહ્યાનું બતાવ્યું છે. આજુબાજુ જુદાં જુદાં આસનો દ્વારા તપ ને ધ્યાન કરી રહેલા ઋષિમુનિઓ બતાવ્યા છે. ઉપરના ભાગે વીશ વિહરમાન જિનની દહેરીઓ અને અન્ય તીર્થમંદિરો બતાવ્યાં હોય તેમ જણાય છે. આ તીર્થપટ ગુજરાતના કાછશિલ્પમાં બહુમૂલ્ય વસ્તુ છે. તેનું માપ આશરે 3 47 છે. અને સમય આશરે ૧૭–૧૮મી શતાબ્દી વરચેનો ગણી શકાય. શ્રી પંચાસરજીની પ્રતિષ્ઠા પ્રસંગે તેને મને પ્રથમ જ દર્શન થયું હતું. મુનિશ્રી યશોવિજયજી Page #33 -------------------------------------------------------------------------- ________________ श्रमण भगवान महावीरनो मेरुपर्वत उपर जन्माभिषेक सौधर्मेन्द्र भगवानने खोळामा लइने बेठा छे. वृषभरूपधारी इंद्रो-देवगण अभिषेकोत्सव उजवी रया छे. धार्मिक चित्रो द्वारा कळाने उत्तेजन आपवानी जैन साधुओनी परंपरा घणा सैकाओथी जोवा मळे छे. आजे पण जैन श्रमणो सर्वमान्य पवित्र कल्पसत्रचित्रोन सर्जन करावे छे. आ चित्र पू. मुनिवर श्रीयशोविजयजी महाराजना संग्रह पैकीनुं जयपुरी कळानु प्रतीक छे. Page #34 -------------------------------------------------------------------------- ________________ etallatfalSUAGE nelle Wesselin गजमविजया गारबारमगदूमश्राम नावराय जिनमय नील2017 242OE AtE22532 (शाम251 Utestea भावजयायाग्यश्री। 'मश्रीयश्रीदबिजयसूरमा AIRसजाकारलयाग मा.नयानज The 02 281402 REEEEEEELAre कानदनवनभरिपुन REOर 25 Oy 120 yvveterm CSEELET जाणga 500 ACEELA आउन RAAT relesed रएमविवाणाम मन गरविबाट नुनकारिकार नारया4013 RRORo असार es Faulanaaitrari वनपिवेतनराम ELTS Maमरन यंजनकगिरि Garde SARETATERai 24यानि ३६योजन372 जनसबममानमवर (10 हारणेमा काहिर 40020साविहारमा 91- नंदनवाधिक Heal रवारासादरलाइनदनद मानमरविवारदिवारनामा LED मायजियमनमरीयराबा सवनी मिजलस्त यायधीशल्यावजयक PRO १६६३वार्यकमागरयाम मादायाध्यायत्रीमा न्यायाचार्य उपाध्याय श्रीयशोविजयजी महाराजना जीवनकाळनी विचारणामा अभूतपूर्व प्रकाश पाडतो वि. सं. १६६३मा चीतरायलो ऐतिहासिक वनपट Page #35 -------------------------------------------------------------------------- ________________ 175 ચિત્ર-પરિચય 4 એતિહાસિક વસ્ત્રપટ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના જીવનકાળની વિચારણામાં અભૂતપૂર્વ પ્રકાશ પાડતો વિ. સં. ૧૬૬૩માં ચીતરાયેલો આ ઐતિહાસિક વસ્ત્રપટ જૈન ધર્મની માન્યતા મુજબ દોરાયેલા મેપર્વતનો છે. મેરુપર્વતને ફરતી જે પુપિકા એ અતિમૂલ્યવતી હોવાને કારણે પ્રથમ જ પ્રકાશમાં મૂક્યો છે. આ વસ્ત્રપટ વિ. સં. ૧૬૬૩માં ઉ. ગુજરાતમાં કોડા-ગાંભૂ પાસે આવેલા જાસર ગામમાં ચીતરાયેલો છે. તેના આલેખક જૈન શાસનના અદ્ભુત જ્યોતિર્ધર પ્રકા વિદ્વાન, સર્વદર્શનવિજ્ઞ, સેંકડો ગ્રંથોના રચયિતા, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહોપાધ્યાય 1008 શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના ગુરૂદેવ પૂજયશ્રી વિજ્યજી મહારાજ છે અને તેમણે પોતે જ પટમાં બિનસવિનયયોથે લખીને સ્વશિષ્ય શ્રી યશોવિજયજી ગણિ માટે જ તૈયાર કર્યો છે તેમ સ્પષ્ટ કર્યું છે. ઉપાધ્યાયજીનો જીવનકાળ નક્કી કરવા માટે એક અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજ જેવો આ પટ બની ગયો છે. પૂ. ઉપાધ્યાયજીની જન્મ, દીક્ષા, વડી દીક્ષા, પદપ્રાપ્તિ કે અવસાન અંગેની આધારભૂત તિથિ મળતી નથી. માત્ર સંવતો ને તે પણ જન્મની, વડી દીક્ષા, પદપ્રાપ્તિ ને સ્વર્ગગમનની “સુજસવેલીમાં માત્ર મળે છે. લઘુદીક્ષાની તી સાલ પણ નહિ. એમાં વડી દીક્ષા ની સાલ 1689 નોંધી છે તેથી દીક્ષા વચ્ચે થોડા મહિનાનું અંતર હોવું જોઈએ. બીજી બાજુ આ પટની પુપિકામાં તો ૧૬૬૩ની સાલ વખતે ઉપાધ્યાયજીને ન તરીકે ઓળખાવ્યા છે. આ પુપિકાના પુરાવાના આધારે પચાસેક વર્ષથી જે વિદ્વાનો તેમનો જીવનકાળ લગભગ 100 વર્ષનો છે એવું કહેતા આવ્યા છે તેને સમર્થન મળે છે.* મુનિશ્રી યશોવિજ્યજી * આ પટ પૂ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજને સં. 2009 માં અમદાવાદ મુકામે અણધાર્યો પ્રાપ્ત થયો હતો. પટનું માપ 10 x 10' છે. આ પટ મુનિશ્રી યશોવિજયજી મહારાજના સંગ્રહમાં છે– સંપાદકો.