SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત શ્રી સારાભાઈ મણિલાલ નવામ કલ્પસૂત્રની હસ્તપ્રતોમાં સંગ્રહાયેલી કળાલક્ષ્મીનું દિગ્દર્શન કરાવવા જૈનચિત્રકલ્પદ્રુમ, જૈનચિત્રકલ્પલતા, ચિત્રકલ્પસૂત્ર, પવિત્ર કલ્પસૂત્ર, અષ્ટન્તિકા-કલ્પેસુબોધિકા વગેરે મારાં પ્રકાશનો દ્વારા યથાશક્તિ પ્રયત્ન મેં કરેલો છે. જૈન મંત્રીઓ તથા જૈન શ્રીમાનોએ જેવી રીતે શિલ્પસ્થાપત્ય કલાને ઉત્તેજન આપેલું છે; તેવી જ રીતે જૈન ધર્મના ધાર્મિક ગ્રંથોમાં ચિત્રો ચીતરાવીને ચિત્રકલાને પણ ઉત્તેજન આપેલું છે. આ વાત કલારસિકોના ધ્યાન અહાર તો નથી જ. અત્યારસુધી કલ્પસૂત્રની સેંકડો સચિત્ર હસ્તપ્રતોનું મૈં નિરીક્ષણ કર્યું છે; તેમાં અમદાવાદના જૈન ગ્રંથભંડારો પૈકીની એ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતો વિશિષ્ટ પ્રકારની છે : ૧. અમદાવાદના દેવસાના પાડામાં આવેલા શ્રીયાવિમલજી શાસ્ત્રસંગ્રહની હસ્તપ્રત કે જેમાં સંગીતશાસ્ત્રના ગ્રામ, સ્વર, મૂર્ચ્છના અને તાલ વગે૨ે તથા આકાશચારી, પાદચારી, ભોમચારી, દેશચારી તથા નૃત્યનાં હસ્તલક્ષણો વગેરેને લગતાં નાટ્યશાસ્ત્રના લગભગ ત્રણસો ચિત્રપ્રસંગો આપવામાં આવેલા છે. આ પ્રમાણે સંગીત અને નાટ્યશાસ્ત્રના ચિત્રપ્રસંગો ઉપરાંત આ પ્રતની કિનારોમાં જુદી જુદી જાતની વેલબુટ્ટીઓ, અભિનયભર્યાં પ્રાણીઓ, સિંહ, હાથી, બળદ, મોર વગેરે પશુ-પક્ષીઓનાં વિવિધ ચિત્રો તથા કલ્પસૂત્રને લગતા વિવિધ ચિત્ર–પ્રસંગો ખીજી કોઈ પણ હસ્તપ્રતમાં જોવામાં આવેલ નથી. વળી આ પ્રતમાં પશ્ચિમ ભારતની ચિત્રકલા સાથે સાથે ઇરાની ચિત્રકલા પણ જોવા મળે છે, જે તેની ખાસ લાક્ષણિકતા છે. ૨. અમદાવાદની સામળાની પોળમાં આવેલા શ્રીપાર્શ્વચન્દ્રગચ્છના ઉપાશ્રયમાં આવેલા શ્રી ભ્રાતૃચન્દ્રસુરિશ્વરજી જ્ઞાનભંડારમાં આવેલી સંવત ૧૫૧૬માં પાટણ શહેરમાં લખાયેલી સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાં જૈનોના ચોવીસ તીર્થંકરો પૈકી ૧. શ્રીઋષભદેવ, ૨૨. શ્રીનેમિનાથજી, ૨૩. શ્રીપાર્શ્વનાથજી તથા ૨૪. શ્રીમહાવીર સ્વામીજીના પૂર્વભવો તથા આ ચારે તીર્થંકરોના મુખ્ય જીવનપ્રસંગો, પ્રતનાં પાનાંઓની ઉપરનીચેની કિનારોમાં તથા બંને ખાજુના હાંસિયાઓમાં ચીતરેલા છે. આ લેખમાં પ્રસ્તુત સામળાની પોળના ઉપાશ્રયની પ્રતનો પરિચય આપવાનું મૈં યોગ્ય ધાર્યું છે. કલ્પસૂત્રની આ સુવર્ણાક્ષરી પ્રત ઉપરોક્ત ભંડારની પોથી નં. ૨૮માં આવેલી છે. આ પ્રતમાં કુલ પાનાં ૧૧૮ કલ્પસૂત્રનાં છે અને ૧૦ પાનાં કાલકકથાનાં છે. કલ્પસૂત્રમાં ચિત્રસંખ્યા ૪૪ છે અને કાલકકથામાં ચિત્ર ૧ છે. પ્રતના અંતે આ પ્રમાણે પુષ્પિકાઓ છેઃ કલ્પસૂત્રના અંતે : સંવત્ ૧૬ વર્ષે આવળ મુવિ વંશ્વમી સોમે મ૰ વાછાવેન જીમમૂયાત્ । કાલકકથાના અંતે : સંવત્ ॰૧૬૬ વર્ષે શ્રાવળ મુદ્રિ વંશ્વની સોમે શ્રીપત્તને શ્રીધર્મઘોષા છે શ્રીપદ્માળિ वि० भमीचाई पूनाई कल्पपुस्तिका लिखापितं ॥ छ ॥ ૧. આ બધા ચિત્રપ્રસંગો તેના વિસ્તૃત પરિચય સાથે મારા તરફથી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.210639
Book TitleJain Jatakona Chitraprasango vali Kalpasutrani Suvarnakshari Prat
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages15
LanguageHindi
ClassificationArticle & Agam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy