________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ પ્રતમાં નીચે પ્રમાણેનાં ૪૪ ચિત્રો છે:
૧. મહાવીર પ્રભુનું ચ્યવન, ૨. ગૌતમસ્વામીજી, ૩. દેવાનંદાનાં ચૌદ સ્વમ, ૪. સભા, ૫. શસ્તવ, ૬. શક્રાજ્ઞા, ૭. ગર્ભપહાર, ૮. ગર્ભસંક્રમણ, ૯. ત્રિશલાનાં ચૌદ રવમ, ૧૦. મલ્લયુદ્ધ, ૧૧. સિદ્ધાર્થનું સ્નાન, ૧૨. સિદ્ધાર્થ અને ત્રિશલા, ૧૩. સ્વમપાઠકો, ૧૪. ગર્ભ નહિ કરવાથી ત્રિશલાનો શોક, ૧૫. ગર્ભ ફરકવાથી ત્રિશલાનો આનંદ, ૧૬. પ્રભુ શ્રી મહાવીરનો જન્મ, ૧૭. જન્માભિષેક, ૧૮. છઠ્ઠી જાગરણ, ૧૯. નિશાલગણણું, ૨૦. સંવત્સરીદાન, ૨૧. ચંદ્રલેખા પાલખી, ૨૨. પંચમુખિલોચ, ૨૩. પ્રભુ મહાવીરનું સમવસરણ, ૨૪. મહાવીર નિર્વાણ, ૨૫. પાશ્વેચ્યવન, ૨૬. પાર્વપ્રભુના પૂર્વભવો-કિનારમાં, ૨૭. પાર્વજન્મ, ૨૮. પાર્વપ્રભુનું સંવત્સરીદાન તથા પાર્શ્વપ્રભુનો લોચ, ૨૯. પાર્શ્વપ્રભુને ઉપસર્ગ, ૩૦. પાર્વપ્રભુનું સમવસરણ અને નિર્વાણ, ૩૧. શ્રીનેમિનાથજીનો જન્મ, ૩૨. શ્રીનેમિનાથજીનું સંવત્સરીદાન અને પંચમુષ્ટિલોચ, ૩૩. શ્રી નેમિનાથજીની જાન, ૩૪. શ્રી નેમિનાથજીનું સમવસરણ અને નિર્વાણ, ૩૫. દશ તીર્થકરો, ૩૬. દશ તીર્થકરો, ૩૭. શ્રી ઋષભદેવનું અવન, ૩૮. શ્રી ઋષભદેવનો ૩૯. શ્રી ઋષભદેવનું સંવત્સરીદાન તથા પંચમુખિલોચ, ૪૦. શ્રી ઋષભદેવનું સમવસરણ અને નિર્વાણુ, ૪૧. અગિયાર ગણધરો, ૪૨. આર્યસ્થલિભદ્ર અને કોશા, ૪૩. ચતુર્વિધ સંધ અને ૪૪, ચતુર્વિધ સંધ.
ઉપરોક્ત ૪૪ ચિત્રો ઉપરાંત આ પ્રતની કિનારો તથા હાંસિયામાં નીચે પ્રમાણેનાં ચારે તીર્થંકરોનાં પૂર્વભવોના તથા તીર્થકરોના ભવોના ચિત્રપ્રસંગો ચીતરાયેલાં છેઃ
૧. પ્રતનું પાનું ૧ઃ પાનાની ડાબી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં વાજિંત્ર વગાડતી એક કિન્નરી ઊભેલી છે. મધ્ય ભાગમાં એક હાથીસવાર હાથમાં કળશ લઈને પ્રભુમહાવીરની ભક્તિ કરવા જતો દેખાય છે. નીચેના ભાગમાં એક દંપતી પ્રભુભક્તિની ઉત્સુકતા દર્શાવતું બેઠેલું છે.
મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં ઊભેલો ગૃહસ્થ પ્રભુની રસ્તુતિ કરે છે. નીચેના ભાગમાં પોતાના ઊંચા કરેલા ડાબા હાથથી ચામર વીંઝતી એક સ્ત્રી (શ્રાવિકા) પ્રભુની ભક્તિ કરતી ઊભેલી છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં વાંસળી વગાડતો એક કિન્નર ઊભેલો છે. મધ્ય ભાગમાં એક હાથીસવાર પ્રભુની ભક્તિ કરવા જતો દેખાય છે. નીચેના ભાગમાં પ્રભુની ભક્તિ કરતાં દંપતી ઊભેલાં છે,
૨. પ્રતનું પાનું ૨: પ્રથમ ભાગ : ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં એક ગૃહસ્થ બેઠેલો છે, મધ્ય ભાગમાં એક સ્ત્રી બેઠેલી છે. નીચેના ભાગમાં બંને હાથે ફૂલની માળા પકડીને ઊભેલી એક સ્ત્રી છે.
મધ્ય ભાગના હાંસિયામાં ભૂમિતિની સુંદર ચિત્રાકૃતિઓ રજૂ કરેલી છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં એક સ્ત્રી પોતાના જમણા હાથમાં પોતાના માથાના વાળની લટ પકડીને ઊભેલી છે, તેના વાળમાંથી ટપકતું પાણી નીચે ઊભેલા હંસના મુખમાં પડે છે. મધ્ય ભાગમાં બે ગૃહસ્થો ઊભેલા છે. નીચેના ભાગમાં એક માણસ ઘોડાને દોરીને ચાલતો દેખાય છે.
ઉપરની કિનારમાં અનુક્રમે ત્રણ સ્ત્રીઓ નૃત્ય કરતી અને ત્રણ પુરુષો જુદા જુદા વાદ્યો વગાડતા દેખાય છે; તથા બે પુરુષો બેઠેલા છે.
નીચેની કિનારમાં અનુક્રમે બે ઘોડા, બે હાથી અને બે પુરુષો ચીતરેલા છે. પાનાની મધ્યમાં પ્રભુ મહાવીરના પાંચે કલ્યાણકો ઉત્તરાફાગુની નક્ષત્રમાં થયાનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે.
૩. પ્રતનું પાનું ૨ : પાનાના આંકવાળી બાજ: ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં ધરણંદ્ર, મધ્ય ભાગમાં પદ્માવતી અને નીચેના ભાગમાં દેવી સરસ્વતી ચીતરેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org