________________ ચિત્ર-પરિચય જૈન સત્યપ્રકાશ, વર્ષ 17, અંક ૪માં આ પ્રતિમાની વિગતવાર ચર્ચા કરી આ લેખકે બતાવ્યું છે તેમ આ પ્રતિમાના સ્થાપક શ્રીજિનભદ્રવાસનાચાર્યને શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તરીકે ઓળખવાને કંઈ જ હરકત નથી. પ્રતિમાનો સમય ઈ. સ. પર૫–૫૪૦ આસપાસ મૂકી શકાય તેમ છે, જે સમયમાં મહાન આગમિક આચાર્ય વિશેષાવશ્યક - ભાષ્યકાર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થઈ ગયા. ગણધરવાદ(ગુજરાતી)ની પોતાની પ્રરતાવનામાં મારા ઉપરના મન્તવ્યને શ્રી દલસુખભાઈ માલવણિયાએ વધુ કારણ દર્શાવી સમર્થન આપ્યું છે. કળાની દષ્ટિએ આ પ્રતિમા અંગે વધુ વિવેચન આ લેખકના ટૂંકમાં પ્રસિદ્ધ થનાર પુસ્તક The Art of Akota Bronzesમાં આવશે. ચિત્ર નં. 4: ધાતુનું સમવસરણ: આ એક સુંદર એવું મોટું ધાતુનું સમવસરણ છે, જે લગભગ બત્રીસ ઈચ ઊંચું છે. ત્રણે ગઢ તેના દરવાજા સાથે બતાવ્યા છે અને ઉપરના ભાગમાં ચૌમુખજી. બિરાજે છે. સમવસરણની નીચેની ધારે એક ઘસાયેલો લેખ છે, જે પૂરો વંચાતો નથી. તેમાં શરૂમાં સં. 111 4 સ્પષ્ટ છે. સંવતનો છેલ્લો આંક સ્પષ્ટ નથી એટલે આ સમવસરણ ઈ. સ. ૧૯૫૩-૧૦૬૩ની વચ્ચે ભરાયું–પ્રતિષ્ઠિત થયું ગણી શકાય. હાલમાં સૂરતમાં વડા ચૌટાના એક દહેરાસરમાં આ ભવ્ય સમવસરણ છે. કહે છે કે મારવાડના કોઈ ગામમાંથી લાવી તેને અહીં પધરાવ્યું છે. કળાની દૃષ્ટિએ એ તત્કાલીન ગુજરાતી કળાનું જ છે. તે સમયની ગુજરાત અને મારવાડની જૈન પ્રતિમાઓ એકસરખી કળાશૈલીની બનતી હતી. નીચે લેખ અને સંવત હોવાથી ગુજરાતની ધાતુ-શિ૯૫–કલાનો આ બહુ અગત્યનો નમૂનો છે, જેથી એની પૂરી સાચવણી રાખવી ઘટે છે. ચૌમુખજીવાળો ભાગ છૂટો કરી ઉતારી શકાય છે. ચિત્ર નં. 5-6: લીલવાદેવા પાસેથી મળેલી ધાતુપ્રતિમા : આ ધાતુપ્રતિમા ઝાલોદ તાલુકામાં લીલવાદેવા પાસેથી મળેલી સાત પ્રતિમાઓમાંની એક છે. આ પ્રતિમાની પાછળ લેખ છે ( ચિત્ર 6 ) તે આ પ્રમાણે છે: 8 સંવત્ 2012 - શ્રી નરેન્દ્ર શ્રી સિદ્ધસેન ફિવા વાવ્યર્થ) (गच्छे) माइंकया करापित्तं जिनत्रयं. આ પ્રતિમા શ્રી પાર્શ્વનાથજીની ત્રિતીર્થ છે. આ પ્રતિમા પ્રાચીન પશ્ચિમ ભારતીય કળાના અંતિમ સમયની છે અને એમાં ગુર્જરીની કળા દષ્ટિગોચર થાય છે. લીલવાદેવાની વધુ પ્રતિમાઓ માટે જુઓ Bulletin of the Baroda Museum, Vol. IX ચિત્ર નં 7-8: વડોદરાના દાદા પાર્શ્વનાથજીના દહેરાસરમાંની ધાતુપ્રતિમા : વડોદરાના દાદા પાર્શ્વનાથજીના પ્રાચીન દહેરાસરમાં આ ધાતુપ્રતિમા છે. પાછળનો ભાગ લેખ સહિત છાપ્યો છે, જ્યારે ચિત્ર ૮માં આગળનો દર્શનીય ભાગ છે. પ્રતિમા ઘસાઈ ગયેલ છે. લેખ આ પ્રમાણે છે: श्री नागेंद्रकुले श्रीगुणसेनसूरिसंताने चक्रेस्वरी साविकया कारितेयं. લિપિ જોતાં આ લેખ વિક્રમના અગિયારમા સૈકાના ઉત્તરાર્ધમાં મૂકી શકાય તેમ છે. પ્રતિમા ત્રિતીર્થિક છે. મોટા પા ઉપર ભગવાન બિરાજે છે પણ પદ્મપ્રભુ નથી. વાસ્તવમાં આવી રચના પ્રાચીન મૂર્તિઓમાં તીર્થંકર પ્રતિમાઓનાં આસનોમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org