SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ૧૨. પ્રતના પાના ટરનો પ્રથમ ભાગઃ ડાખી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ શ્રીઋષભદેવના પૂર્વભવો પૈકીનો પહેલા ભવનો પ્રસંગ, મધ્ય ભાગમાં ખીજા ભવનો પ્રસંગ, તથા નીચેના ભાગમાં ત્રીજા ભવના ચિત્ર-પ્રસગો રજૂ કરેલા છે. ૧૬ ઉપરની કિનારમાં અનુક્રમે પૂર્વભવો પૈકીના ચોથા ભવના, પાંચમા ભવના, છઠ્ઠા ભવના અને સાતમા ભવના ચિત્ર–પ્રસંગો રજૂ કરેલા છે. મધ્ય હાંસિયાના મધ્ય ભાગમાં આર્ડમા ભવના અને નીચેના ભાગમાં નવમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે. દશમા અને અગિયારમા ભવના ચિત્ર–પ્રસંગો ઉપરની કિનારમાં જ રજૂ કરેલા છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુના અગિયારમા ભવનો જ ચિત્ર-પ્રસંગ અને મધ્ય ભાગમાં પ્રભુના છ યે મિત્રોની રજૂઆત કરેલી છે. નીચેના ભાગમાં બારમા ભવનો ચિત્ર-પ્રસંગ રજૂ કરેલો છે. નીચેની કિનારમાં અનુક્રમે ચાર પુરુષો બેઠેલા છે, પછી એક ગાય છે. ગાયની બાજુમાં એ ઘડા છે. ઘડાની બાજુમાં એક સ્ત્રી પલંગમાં સૂતેલી છે. સ્ત્રીની બાજુમાં એક સ્ત્રી પરિચારિકા અને એ પુરુષો ખેડેલા છે. પાનાની મધ્યમાં સોનાની શાહીથી પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ પ્રભુના ચ્યવનનું તથા રવપ્નનું વર્ણન લખેલું છે. ૧૩. પ્રતના પાના ૮૨નો આંકવાળો ભાગ : આ પાનામાં પ્રભુ શ્રીઋષભદેવના તીર્થંકરના ભવના મુખ્ય મુખ્ય જીવનપ્રસંગો રજૂ કરેલા છે (જુઓ ચિત્ર નં. ૨). ડાખી બાજુના હાંસિયાના ત્રણે ભાગોમાં પ્રભુનો પ્રથમ રાજા તરીકે સૌધર્મેન્દ્ર તથા યુગલિયાઓ રાજ્યાભિષેક કરે છે તેને લગતા ચિત્ર–પ્રસંગોની રજૂઆત કરેલી છે. મધ્ય હાંસિયામાં સુંદર વેલબુટ્ટીઓ ચીતરેલી છે. ઉપરની કિનારમાં ઈંદ્ર, પ્રભુનું લગ્ન સુનંદાની સાથે કરતા દેખાય છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં સામે બેઠેલી બ્રાહ્મીને શ્રીઋષભ લિપિઓનું જ્ઞાન અને સુંદરીને ગણિતનું શિક્ષણ આપતા રજૂ કરેલા છે. મધ્ય ભાગમાં હાથી ઉપર બેઠેલા શ્રીઋષભ કુંભકારની કળા પ્રગટ કરતા દેખાય છે. નીચેના ભાગમાં એક યુગલિક દંપતી રજૂ કરેલું છે. નીચેની કિનારમાં અનુક્રમે એક હંસ, એક પુરુષ, સ્થાપનાચાર્ય, એક પુરુષ અને એ યુગલિક દંપતી રજૂ કરેલાં છે. પાનાની મધ્યમાં સોનાની શાહીથી શ્રીઋષભદેવ પ્રભુના જન્મનું વર્ણન લખેલું છે. ૧૪. કાલકકથાના પાના એકનો પ્રથમ ભાગઃ આર્યકાલકના જીવન–પ્રસંગો ઃ ડાખી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં આર્યકાલકના જન્મનો પ્રસંગ રજૂ કરેલો છે. મધ્ય ભાગમાં આયકાલકની માતા રાણી સુરસુંદરી બેઠેલી છે. નીચેના ભાગમાં વૈરિસિંહ રાજા તથા રાણી સુરસુંદરી–કાલકકુમારના માતપિતા–બેઠેલાં છે. મધ્ય હાંસિયામાં સુંદર કલ્પનાકૃતિ રજૂ કરેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.210639
Book TitleJain Jatakona Chitraprasango vali Kalpasutrani Suvarnakshari Prat
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages15
LanguageHindi
ClassificationArticle & Agam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy