SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 175 ચિત્ર-પરિચય 4 એતિહાસિક વસ્ત્રપટ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના જીવનકાળની વિચારણામાં અભૂતપૂર્વ પ્રકાશ પાડતો વિ. સં. ૧૬૬૩માં ચીતરાયેલો આ ઐતિહાસિક વસ્ત્રપટ જૈન ધર્મની માન્યતા મુજબ દોરાયેલા મેપર્વતનો છે. મેરુપર્વતને ફરતી જે પુપિકા એ અતિમૂલ્યવતી હોવાને કારણે પ્રથમ જ પ્રકાશમાં મૂક્યો છે. આ વસ્ત્રપટ વિ. સં. ૧૬૬૩માં ઉ. ગુજરાતમાં કોડા-ગાંભૂ પાસે આવેલા જાસર ગામમાં ચીતરાયેલો છે. તેના આલેખક જૈન શાસનના અદ્ભુત જ્યોતિર્ધર પ્રકા વિદ્વાન, સર્વદર્શનવિજ્ઞ, સેંકડો ગ્રંથોના રચયિતા, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહોપાધ્યાય 1008 શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના ગુરૂદેવ પૂજયશ્રી વિજ્યજી મહારાજ છે અને તેમણે પોતે જ પટમાં બિનસવિનયયોથે લખીને સ્વશિષ્ય શ્રી યશોવિજયજી ગણિ માટે જ તૈયાર કર્યો છે તેમ સ્પષ્ટ કર્યું છે. ઉપાધ્યાયજીનો જીવનકાળ નક્કી કરવા માટે એક અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજ જેવો આ પટ બની ગયો છે. પૂ. ઉપાધ્યાયજીની જન્મ, દીક્ષા, વડી દીક્ષા, પદપ્રાપ્તિ કે અવસાન અંગેની આધારભૂત તિથિ મળતી નથી. માત્ર સંવતો ને તે પણ જન્મની, વડી દીક્ષા, પદપ્રાપ્તિ ને સ્વર્ગગમનની “સુજસવેલીમાં માત્ર મળે છે. લઘુદીક્ષાની તી સાલ પણ નહિ. એમાં વડી દીક્ષા ની સાલ 1689 નોંધી છે તેથી દીક્ષા વચ્ચે થોડા મહિનાનું અંતર હોવું જોઈએ. બીજી બાજુ આ પટની પુપિકામાં તો ૧૬૬૩ની સાલ વખતે ઉપાધ્યાયજીને ન તરીકે ઓળખાવ્યા છે. આ પુપિકાના પુરાવાના આધારે પચાસેક વર્ષથી જે વિદ્વાનો તેમનો જીવનકાળ લગભગ 100 વર્ષનો છે એવું કહેતા આવ્યા છે તેને સમર્થન મળે છે.* મુનિશ્રી યશોવિજ્યજી * આ પટ પૂ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજને સં. 2009 માં અમદાવાદ મુકામે અણધાર્યો પ્રાપ્ત થયો હતો. પટનું માપ 10 x 10' છે. આ પટ મુનિશ્રી યશોવિજયજી મહારાજના સંગ્રહમાં છે– સંપાદકો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.210639
Book TitleJain Jatakona Chitraprasango vali Kalpasutrani Suvarnakshari Prat
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages15
LanguageHindi
ClassificationArticle & Agam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy