SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 172 આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ 2H જેન સાડવીજીઓની ભવ્ય પાષાણ-પ્રતિમાઓ જૈન શિલ્પકામોમાં પ્રાચીનકાળમાં આચા–સાધુઓ-સાધ્વીઓનાં સ્મારક તરીકે સ્તૂપ અને પાદુકાઓને સ્થાન હતું. પાછળથી તેમાં મૂર્તિશિલ્પની પ્રથાએ પ્રવેશ કર્યો અને પરિણામે ભારતના જુદા જુદા વિભાગમાં જૈન શ્રમણોની મૂર્તિઓ–ભલે અલ્પ સંખ્યામાં પણ જોવા મળે છે જે જાણીતી બાબત છે. પણ જૈન આર્યા-સાધ્વીજીનાં મૂર્તિશિલ્પો કવચિત જ અસ્તિત્વ ધરાવતાં હોઈ તે બાબત લગભગ અદ્યાપિ અપ્રકાશિત જેવી જ રહી છે. અહીંયાં ત્રણ સાધ્વીની મૂર્તિઓ એક સાથે જ, પ્રથમ વાર જ પ્રકાશિત થાય છે. સાધ્વી-શિલ્પનો પ્રારંભ કયારે થયો તેનો હજુ ચોક્કસ નિર્ણય નથી થયો પણ નં. એકની મૂર્તિ ૧૩મી સદીના પ્રારંભકાળની હોઈ સંભવ છે કે તે અગાઉના સમયથી આ પ્રવૃત્તિ શરૂ થઈ હોય. જૈન સંઘના બંધારણ મુજબ સાધ્વીજીનું સ્થાન સાધુ પછી બીજે જ નંબરે હોઈ આ પ્રથા દ્વારા પૂજ્યતાની દૃષ્ટિએ બેઉમાં સમાનત્વની પ્રતીતિ કરાવવાનો હેતુ પણ હોઈ શકે. સાધ્વી મૂતિની પ્રતિકાનું વિધાન પંદરમી સદીમાં રચાયેલા છે. મારિનવાર ગ્રંથના ૧૩માં અધિકારમાં છે. બાકી શ્રમણ-શ્રમણીના શિલ્પવિષ્યક ક્ષેત્રમાં સાધંત પ્રકાશ પાડવાની તષિયક અભ્યાસીઓને જરૂર ખરી. - ચિત્ર નં. 1: જેન આર્યા–સાવીજીની આરસપાષાણની ઊભી મૂર્તિ: કુશળ શિ૯પીએ તેમના હાથમાં સાધુજીવનના પ્રતીકસમાન રજોહરણ–ઓઘો, મુહપત્તિ-મુખવત્રિકા આપી બે હાથ જોડી નમસ્કાર કરતી બતાવી છે. એમાં કટિબરોડથી ઊભવાની અને હાથ જોડવાની મુદ્રા દ્વારા નમ્રતાનો જે ભાવ સૂચિત કર્યો છે તેથી, અને મુખાકૃતિને ધ્યાનસ્થ બતાવી, મુખારવિંદ ઉપર અખૂટ શાંતિ, વિનીતભાવ અને લાવણ્યપૂર્ણ તેજસ્વિતાનું જે દર્શન કરાવ્યું છે તેથી મૂર્તિ રમ્ય અને દર્શનીય બની ગઈ છે. મૂર્તિ નિહાળતાં ત્યાગજીવનની સ્વયંસકુરિત શાંતિના આપણને સહસા દર્શન થાય છે. મરતકથી પાદ સુધી વસ્ત્રપરિધાન અને ડાબા ખભે ઊનની કંબલ નાખીને ચકોર કળાકારે જૈન સાધ્વીજીની વેશભૂષાનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. પગની બંને બાજુએ બે ઉપાસિકાઓ છે. મૂર્તિની નીચેના ભાગમાં સં. શર૦૫ શ્રી મર સપરિવાર ... આ પ્રમાણેનો ટૂંકો લેખ છે. આ લેખમાં સાધ્વીજીનું નામ અંકિત નથી. આ મૂર્તિ આ પરિચય લખનારના સંગ્રહમાં છે. ચિત્ર નં 2: જૈન સાધવીજીની સંગેમરમરના પાષાણમાં કોરી કાઢેલી બેઠી મૂર્તિ : આ મૂતિ સહસ્ત્ર છે. પ્રવચન કે ગણધર મુદ્રા જેવો ખ્યાલ આપતી ભદ્રાસન ઉપર સ્થિત છે. ડાબા હાથમાં મુખવસ્ત્રિકા છે, જમણો હાથ ખંડિત થઈ ગયો છે, તે છતાં તેનો જેટલો ભાગ છાતી પર દેખાય છે તે ઉપરથી લાગે છે કે શિપીએ હાથમાં માળા આપી હોય. તેમનું રજોહરણ–ઓધો પ્રાચીનકાળમાં શ્રમણોની મૂતિઓમાં બહુધા જે રીતે બતાવાતું તે રીતે અહીં પણ મસ્તકના પાછલા ભાગમાં બતાવેલ છે. મૂર્તિમાં પરિપાáકો તરીકે કુશળ શિલ્પીએ કુલ ચાર રૂપઆકૃતિઓ બતાવી છે. આ પારિપાધકો સાધ્વી નહિ પણ ગૃહસ્થ શ્રાવિકાઓ છે, પણ દુર્ભાગ્યે ડાબી-જમણી બાજુની એક એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.210639
Book TitleJain Jatakona Chitraprasango vali Kalpasutrani Suvarnakshari Prat
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages15
LanguageHindi
ClassificationArticle & Agam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy