________________ ચિત્ર-પરિચય 171 ચિત્ર નં. 13: દ્વારિકા નગરી તથા સમવસરણ: આબુના લૂણવસહીની દેરી નં. ૯ના બીજા ગુમ્બજની છતમાં દ્વારિકા નગરી, ગિરનાર પર્વત અને સમવસરણનો ભાવ છે. છતની વચ્ચે સમવસરણ જણાય છે. એક ખૂણામાં સમુદ્ર, ખાડી, જળચર જીવો, વહાણ, જંગલ અને મન્દિરો છે. આ દેખાવ દ્વારિકા નગરીના બંદરનો છે. એક બાજુ ખૂણામાં એક પર્વત ઉપર ચાર શિખરબંધ મન્દિરો, નાની દેરીઓ, વૃક્ષો અને બહાર ભગવાન કાઉસ્સગ્ન ધ્યાને ઊભા છે. આ ગિરનાર પર્વતનો ભાવ છે. ચિત્ર નં૧૪: સહસ્ત્રફણા પાર્શ્વનાથનો પાષાણપટ : રૈલોક્ય દીપિકા યાને ધરણવિહાર નામે પ્રસિદ્ધ નલિની ગુમના કળાકૌશલ્યના આદર્શ નમૂનારૂપ મન્દિર શ્રી ધરણાશાહે પંદરમા સૈકામાં બંધાવેલ છે. રાણકપુરના આ જિન પ્રાસાદમાં એક મોટો સહસ્ત્રફણા પાર્શ્વનાથનો પટ છે. સૂર્યની આકૃતિ વચ્ચે નાગિણીઓ સાથેનું આ એક પ્રકારનું સંયોજિત ચિત્ર નાગના જુદા જુદા નાગપાશથી અલંકૃત થયેલ મનોહર દશ્ય રજૂ કરે છે. આ પટ વિ. સં. ૧૯૦૩માં પ્રતિષ્ઠિત થયેલ છે. તેની કારીગીરી જોતાં લાગે છે કે વિક્રમ સંવત ઓગણીસમી સદીના અંત સુધી પણ ગુજરાત-મારવાડમાં શિલ્પકળાની સારી પરંપરા જળવાઈ હતી. આવો સહસ્ત્રફણા પાર્શ્વનાથ પાષાણુટ ભારતમાં બીજે ક્યાંય નથી. ચિત્ર ને, 15: પાષાણ પર કોતરેલ નન્દીશ્વર દ્વીપ: આ નન્દીશ્વર દ્વીપની રચના દેખાડતું પાષાણ ઉપર કોતરેલું શિ૯૫ છે, જે નન્દીશ્વર દ્વીપના પટના નામથી ઓળખાય છે. આ પટ ઘણો મોટો છે અને ધરણશાહના બંધાવેલા રાણકપુરના ચૌમુખજીના વિખ્યાત મન્દિરમાં છે. વાસ્તવમાં આમાં નન્દીશ્વર દ્વીપના બાવન જિનાલય જ રજુ કરવાનો પ્રયત્ન થયો છે. દ્વીપના વર્ણન મુજબ એની ભૌગોલિક રચના બતાવી નથી એટલે “નન્દીશ્વર દ્વીપ બાવન જિનાલય પટ” કહી શકાય. આ પટ બનાવવામાં કળાકારે સુન્દર કારીગીરી બતાવી છે. ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ TAii' S For Private & Personal Use Only www.jainelibrary.org