________________
ચિત્ર—પરિચય
૧ : કેટલાક પ્રાચીન જૈન શિલ્પો
ચિત્ર નં. ૧: રાજગૃહી વૈભારગિરિ ઉપરની ચુસકાલીન પ્રતિમા : આ પ્રતિમા ઉપર ભગવાનના આસનની નીચે જે જીર્ણ લેખ છે તે ગુમકાલીન બ્રાહ્મીમાં લખાયેલો છે અને તેમાં ચંદ્રગુપ્તનું નામ છે. શ્રી રમાપ્રસાદ ચંદાજીના મતે એ ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત બીજાના સમયનો લાગે છે. શ્રી રમાપ્રસાદની આ ધારણા યોગ્ય જ છે કેમકે કળાની દૃષ્ટિએ પણ આ પ્રતિમાને ઈ. સ. ના પાંચમા સૈકાની શરૂઆતમાં મૂકી શકાય. જો કે શ્રી રમાપ્રસાદ ચંદાજીએ એને શ્રી નેમિનાથજીની યુવાનીની આકૃતિ ધારેલી તે વ્યાજખી નથી. સદર પ્રતિમાની નીચેના ભાગમાં સિંહાસનની મધ્યમાં ચક્રપુરુષની ઊભી સુંદર આકૃતિ છે. ગુપ્તકાળમાં આવી ચક્રપુરુષની પ્રથા શરૂ થઈ. વચમાં ધર્મચક્રને સ્થાને ચક્રપુરુષ (પાછળ ચક્ર સાથે) મૂકી તેની બે બાજુએ એક એક શંખની આકૃતિ છે. ધર્મચક્રની બે બાજુએ આમ લાંછન મૂકવાની પ્રથા પાછળથી ચાલુ રહી નહિ સાથે બે મૃગ મૂકી એને આસનમાં બીજી જગાએ મૂકવામાં આવ્યું.
તીર્થંકરોનાં લાંનોની પ્રથા ગુપ્તકાળમાં શરૂ થઈ લાગે છે, તે ઉપલબ્ધ લાંછનયુક્ત પ્રતિમાઓમાં આ સૌથી જૂની છે. કલ્પસૂત્રમાં લાંછનોની યાદી નથી, તેમ જ મથુરાના કંકાલીટીલાની ઈ. સ. ના પહેલા-ખીજા સૈકાની પ્રતિમાઓમાં પણ લાંછનો દષ્ટિગોચર થતાં નથી; એટલે અત્યારે તો રાજગૃહીની આ પ્રતિમા જૈન મૂર્તિશાસ્ત્રના અભ્યાસની દષ્ટિએ એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ છે. ચક્રપુરુષની આકૃતિ ગુપ્તકાલીન શિલ્પકળાનો એક અતિ સુંદર નમૂનો છે.
ચિત્ર નં. ૨ : રાજગૃહીની સોનભંડાર ગુફામાંના ચોમુખજીની મૂર્તિ : આ પ્રતિમાની ખીમાં શ્રીસંભવનાથજીની કાયોત્સર્ગ પ્રતિમાના દર્શન થાય છે. આસનમાં ધર્મચક્રની બેઉ બાજુએ અશ્વ-લાંછન છે. આ પ્રતિમા ઈ. સ.ના સાતમા–આઠમા સૈકાની હોય એમ લાગે છે. પણ લાંછનની એ બાજુએ હરિણ મૂકવાની પ્રથા આ યુગમાં શરૂ થઈ દેખાતી નથી. આ ચૌમુખજીની બીજી બાજુએ અજીતનાથજી વગેરેની પ્રતિમાઓ છે.
ચૌમુખજીની પ્રતિમા આ ગુફામાં પાછળથી પ્રતિષ્ઠિત થઈ લાગે છે. મૂળ આ સોનભંડાર ગુફા શ્રીવસ્વામીએ કોતરાવી હતી. સોનભંડાર ગુફામાં એ લીટીમાં કોતરેલા એક લેખમાં જણાવ્યું છે કે દીર્ધ તેજયુક્ત આચાર્યરત્ન મુનિ વૈરદેવે તપસ્વીને રહેવાયોગ્ય અર્હતની પ્રતિષ્ઠાયુક્ત એ ગુફાઓ નિર્વાણુ લાભાર્થે બનાવડાવી. આ દીર્ધ તેજયુક્ત આચાર્યરત્ન વૈરદેવ તે વળવામી જ હોઈ શકે.
ચિત્ર નં. ૩: શ્રીજિનભદ્ર વાચનાચાર્ય પ્રતિતિ શ્રીઋષભદેવની ધાતુપ્રતિમા : અકોટામાંથી પ્રાપ્ત થયેલી આ પ્રતિમા મનોહર છે, પાછળનો પરિકરનો અથવા પ્રભાવલિનો ભાગ ઉપલબ્ધ નથી. જમણી બાજુમાં યક્ષ અને અંબિકાદેવી છે. બધી જ પ્રાચીન પ્રતિમાઓમાં સર્વે તીર્થંકરોના શાસનદેવ તરીકે આ જ યક્ષ અને દ્વિભુજ અંબિકા મળે છે. ભગવાન કાયોત્સર્ગ ધ્યાને મોટા પાટ ઉપર ઊભા છે. પાટની પાછળની ધારે લેખ કોતરેલો છે. તેમાં લખ્યું છે : ૐ વેવ ધર્માર્થયિ નિવૃત્તિ છે जिनभद्रवाचनाचार्यस्य ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org