________________ 174 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ 34 પાટણના જૈન મંદિરમાં એક સુંદર કાષ્ઠપટ પાટણના કનાશના પાડામાં જોડાજોડ આવેલ બે જૈન મંદિરો પૈકીના એકમાં આ કાઈપટ મંદિરની જમણી બાજુની ભીંતમાં સુરક્ષિતપણે જડી દીધેલો છે. સમસ્ત ગુજરાતમાં આટલો મોટો તીર્થકાઇપટ ભાગ્યે જ અન્ય હશે. પ્રાચીનકાળે કારચનાથી મંદિરો થતાં તેની પરંપરારૂપે આ કાછશિલ્પની કૃતિમાં ઉપલા ભાગમાં વર્તમાનયુગના વીશ તીર્થકરોની નિર્વાણભૂમિરૂપે સમેતશિખર તીર્થ અને યુગના આદ્ય તીર્થંકર ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે અષ્ટાપદ તીર્થ વગેરેને કોતરકામ થયેલું છે. સમેતશિખરમાં શિપીએ ત્રણે ય દિશામાં ફરતી વિશ ટેકરીઓ ઉપરની વિશ દેવકુલિકાઓરીઓ તેમની મૂર્તિઓ સાથે બુદ્ધિપૂર્વક ગોઠવી છે. વચમાં ત્રણ શિખરો પાર્શ્વનાથની પ્રતિમાથી અલંકૃત અતિભવ્ય જલમંદિર સુંદર ને સુસ્પષ્ટ કોતરકામથી બતાવ્યું છે. ઉપરાંત પ્રસ્તુત પહાડ પક્ષીઓ, જલજંતુપૂર્ણ નદી, વાવો, સરોવરો, કુંડો, વૃક્ષો, વનરાજીઓ, ધ્યાન ને તપ કરતાં અનેક સંતો-ઋષિઓ ને યાત્રાળે ચઢતાઊતરતા માનવોની તાદશ ને રમ્ય આકૃતિઓથી કાષ્ટ પટને ભરપૂર બનાવ્યો છે. નીચેના ભાગમાં અષ્ટાપદ પર્વત “ચારિઅઠ્ઠદશદોયના નિયમ મુજબ ચોવીશ તીર્થકરોની ફરતી શિખરબંધી દેવકુલિકાઓથી શોભે છે. આ મંદિરના મધ્ય ભાગે અષભદેવ ભગવાનની નિર્વાણભૂમિ ઉપર જેનશાસ્ત્રના કથન મુજબ મંદિરને બદલે અલંકત રીતે સ્તૂપરચના બતાવી છે અને ઉપરના ભાગે બંને બાજુએ ચારધારી તરીકે ઈન્દ્રો બે બતાવ્યા છે. આમ પ્રાચીનકાળની મૂળ પ્રથા અહીં બરાબર દેખાય છે. સમગ્ર મંદિરની જમણી બાજુ તનુવાદ્ય બજાવતા દશશિર રાવણ અને તેની ડાબી બાજુ તેમની જ પત્ની મંદોદરીને ભગવાન આગળ ભક્તિનૃત્ય કરતાં બતાવ્યાં છે. વળી મંદિરના નીચેના ભાગે સૂર્ય બતાવીને, તેના કિરણના આધારે ગૌતમસ્વામી યાત્રાર્થે પહોંચ્યા તે ભાવ રજૂ કર્યો છે. ઉપરના ભાગે અંધાચારણ-વિદ્યાચારણ મુનિઓ યાત્રા કરવા આવ્યાનું દર્શાવ્યું છે. નીચે સગરચક્રીના પુત્રો તીર્થરક્ષણાર્થે ખાઈ ખોદી રહ્યાનું બતાવ્યું છે. આજુબાજુ જુદાં જુદાં આસનો દ્વારા તપ ને ધ્યાન કરી રહેલા ઋષિમુનિઓ બતાવ્યા છે. ઉપરના ભાગે વીશ વિહરમાન જિનની દહેરીઓ અને અન્ય તીર્થમંદિરો બતાવ્યાં હોય તેમ જણાય છે. આ તીર્થપટ ગુજરાતના કાછશિલ્પમાં બહુમૂલ્ય વસ્તુ છે. તેનું માપ આશરે 3 47 છે. અને સમય આશરે ૧૭–૧૮મી શતાબ્દી વરચેનો ગણી શકાય. શ્રી પંચાસરજીની પ્રતિષ્ઠા પ્રસંગે તેને મને પ્રથમ જ દર્શન થયું હતું. મુનિશ્રી યશોવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org