Page #1
--------------------------------------------------------------------------
________________
File for CONFERENCE (8-4-2015)
અખિલ ભારતીય જે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ, મુંબઈના મુખપત્ર “જૈન પ્રકાશ” શતાબ્દી પ્રસંગે પ્રકાશન
Jain Dharma
Introduction of Jain religion by Gunvant Barvalia - April - 2015
પ્રથમ આવૃિત્ત : ઑક્ટોબર - ૨૦૧૪ દ્વિતીય આવૃિત્ત ઃ એપ્રિલ - ૨૦૧૫
જૈન ધર્મ પરિચય પુસ્તિકા
જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) લેખન - સંપાદન : ગુણવંત બરવાળિયા જૈન પ્રકાશ’ શતાબ્દી પ્રસંગે પ્રકાશન
D ગુણવંત બરવાળિયા
]િ પ્રકાશક : પ્રાણલાલ રામજીભાઈ શેઠ
અખિલ ભારતીય છે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ (મુંબઈ) કામાણી વાડી, ૫૪૨ ચીરાબજાર, મુંબઈ-૪૦૦૦૦૨.
: પ્રકાશક : અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ, (મુંબઈ) પ૪૨. જગન્નાથ શંકર શેઠ રોડ, ચીરા બજાર, ૩જે માળે, કામાની.
વાડી, મુંબઈ-૪૦૦૦૦૨. ફોન : ૦૨૨૯૧૮૭૮૮
મુદ્રક : નીતિન બદાણી અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ પંતનગર, ઘાટકોપર (ઈસ્ટ). M : 9223430415
Page #2
--------------------------------------------------------------------------
________________
ઘર્મનો પરિચય
જૈન ધર્મનાં ઉપકરણો
(1) મુખવસ્ત્રિકા - મુંહપત્તી
(2) ગુચ્છો - પોંજણી
(3) આસન
(4) સફેદ ચોલપટ્ટો
પૃથક એકાદ-બે શબ્દોમાં જૈન ધર્મનો પરિચય આપવાનું કોઈ કહે તો સરળતાથી કહી શકાય કે, “સમતા કે અને જયણાં' જૈન ધર્મ છે. જિન કોને કહે જે જિતે તે જિન. કર્મરૂપી આંતરશત્રુને જીતનાર પ્રત્યેક જીવાત્મા જિન છે અને એવા દિનની ઉપાસના કરનાર જૈન છે, પરંતુ આ તો પરિચયાત્મક શબ્દોની વાત થઈ. જૈન ધર્મનો પરિચય ૫૦-૬૦ પાનાંમાં આપવો ખૂબ મુશ્કેલ છે. જૈન ધર્મના એક-એક સિદ્ધાંત પર હજારો ગ્રંથો લખાયા છે. ટૂંકમાં પરિચય, એ સાગર ગાગરમાં સમાવવા જેવું કઠિન કાર્ય છે. પરંતુ એક સમુદ્રમાંથી અંજલિ ભરીને જળ લઈએ, નાની શી અંજલિમાં આવે એ જળની માત્રા ભલે બિલકુલ અલ્પ હોય છતાંય એ સાગરના જળનું પ્રતિનિધિત્વ કરે છે, એવું જ કાંઈક છે આ પરિચય પુષ્ઠોનું.
ધર્મનો સાચો પરિચય તો આચરણ અને અનુભૂતિમાં છે. ‘પાળે એનો ધર્મ’ છે. આ પચિરય પૃષ્ઠો આચારમંદિર તરફ જવાનાં પગથિયાં બની રહે તો સહિયારો પુરુષાર્થ સાર્થક થયો ગણાશે.
વર્તમાન સમયમાં વિશ્વનો માનવી શાંતિને ઝંખે છે. એ દિવસોમાં જૈન જૈનેત્તર દરેકને માટે જૈન ધર્મનો પરિચય ખૂબ જ જરૂરી બની રહે છે.
અગ્રણી કાયદાવિદ નાની પાલખીવાળાના શબ્દોમાં બહુ જ પારદર્શકતા અને સ્પષ્ટતા છે કે, “આવતી સદીમાં દરેક માનવીને જૈન ધર્મની જરૂર છે. એકવીસમી સદી જૈન ધર્મની હશે.”
આ લેખન-સંપાદન કાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયાનો સહયોગ મળ્યો છે. આ પુસ્તિકા માટે અનેક વિદ્વાનો અને ગીતાર્થ ગુરુ ભગવંતોના ગ્રંથનો સંદર્ભ-આધાર લીધો છે તેઓનો ઋણસ્વીકાર કરું છું.
આ પ્રકાશન માટે નવભારત સાહિત્ય મંદિરના શ્રી અશોકભાઈ શાહનો આભારી છું. નવેમ્બર : ૨૦૧૪ ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ,
- ગુણવંત બરવાળિયા ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ). M : 09820215542
(5) સફદ પછેડી
(6) માળા
(7) ધાર્મિક પુસ્તકો
(8) ધાર્મિક પુસ્તક રાખવાની કવણી
Page #3
--------------------------------------------------------------------------
________________
હવઝીર છે
ગમો રિહંતા || II મો રિસદસ્થi I. | |મો મારિયા | || Vામો ૩બ્રજ્ઞાવાન II
॥ णमो लोओ सव्वसाहुणं ॥ । एसो पंच नमुक्कारो, सव्वपाव पणासणो,
मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलमं ।। (આ પાંચ નમસ્કારો સંપૂર્ણ સર્વ પાપોને નષ્ટ કરનારા છે અને તમામ મંગળ મંત્રોમાં પ્રથમ (શ્રેષ્ઠ) છે.
જૈન ધર્મ ભારતીય પ્રાચીન દાર્શનિક પરંપરા છે. મંત્ર એક શક્તિ છે એ વાતનો સાર્વત્રિક સ્વીકાર થાય છે. જૈન ધર્મનો આદિ મહામંત્ર નવકાર એ એક સિદ્ધ મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક, ગુણપૂજક અને બિનસાંપ્રદાયિક છે. અહીં વ્યક્તિને નહીં પરંતુ વ્યક્તિના ગુણને નમન કરવાની વાત છે.
નવકારમંત્રના પ્રથમ પદમાં પોતાની અંદરના કષાયોને હણી, કર્મની નિર્જરા કરી, કેવળ સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી માનવજાતને આત્મકલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે, તે અરિહંત પ્રભુને, બીજા પદમાં તમામ કર્મોનો ક્ષય કરીને પોતાના આત્માને મોક્ષ પદમાં સ્થિર કરેલ છે. એવા સિદ્ધ પરમાત્માને વંદન કરવાનો છે. ત્રીજા પદમાં પંચ મહાવ્રતનું ઉત્કૃષ્ટ આચરણ કરી અને અન્યને તેમ કરવાની પ્રેરણા આપનાર આચાર્ય ભગવંતને અને ચોથા પદમાં સૂત્ર સિદ્ધાંતના પારગામી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાનો છે. નવકારના પાંચમા પદમાં સમગ્ર સૃષ્ટિના સાધુત્વને વરેલા તમામ આત્માઓને વંદન કરવાનો છે. આ મંત્રનો ઉદ્દેશ પંચ પરમેષ્ટિને અર્થ આપવાનો છે.
આ મંત્ર શબ્દકોષના શબ્દોનો સમૂહ નથી, પરંતુ હૃદયકોષનું અમૃત છે, જેનું ભારપૂર્વક સમરણમાત્ર મનને ચંદન જેવી શીતળતા અર્પે છે. નાભિમાંથી આ મંત્રોચ્ચાર કરીએ તો ભીતરમાં પડેલ કષાયોનો કાળમીંઢ પત્થર ભાંગીને ભૂકો થઈ જાય. શારીરિક પીડા અને માનસિક પરિતાપ હરી ચિત્ત તંત્રને શાંત કરે છે. આ મંત્રનું ચિંતનમાત્ર ચિંતામણી સમાન નહીં, અચિન્ય ચિંતામણી સમાન પણ છે.
લોનાવાલામાં, સ્વામી વિજ્ઞાનાનંદ સ્થાપિત વેદાંતી આશ્રમ (ન્યૂ વે) આવેલ છે. આ લખનારે આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં અદ્યતન યંત્રો છે જે મંત્રોની શક્તિનું માપ દર્શાવે છે, જે ટી.વી.ના પડદા સમાન પટલ પર સાદ્રશ્ય જોઈ શકાય છે. વિજાણું (Electronic) યાંત્રિક સાધનો દ્વારા કેટલાક મંત્રોના મંત્રોચ્ચાર કરી તેનું પ્રત્યક્ષ માપ બતાવવામાં આવતાં નવકાર મંત્રનું સર્વશ્રેષ્ઠપણું સિદ્ધ થયેલું જાણવા મળ્યું. આ આશ્રમમાં જૈન કુળ કે જૈન ધર્મ અંગીકાર કરેલ કોઈ સાધક ન હતા.
માત્ર નવકાર મંત્રના રટણમાં, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-સંતોનું સ્મરણ, રટણ અને વંદન અભિપ્રેત છે. શુભ અને શુદ્ધનું ચિંતન
જીવનના શુભ પ્રવાહને શુદ્ધતા તરફ ગતિ આપશે. | જૈન કથાનકોમાં નવકાર મંત્રના પ્રભાવની જે વાતો આવે છે તે માત્ર ચમત્કાર કે દંતકથા નથી. તેમની પાછળ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક તથ્યો અને સત્યો છે. સતત શુભ ચિંતન અને વિધેયાત્મક વિચારધારા અનિષ્ટ અને અશુભનું નિવારણ કરે છે તે આધુનિક મનોવિજ્ઞાને સ્વીકાર્યું છે.
પંચ પરમેષ્ઠીના આ પાંચ પદ સાથે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર પદને ઉમેરીએ તો નવ પદ થાય. આ પવિત્ર નવ પદની આરાધના પાપોને હરી જીવનું મંગલ અને કલ્યાણ કરનારા છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
I in iા ii iા ા ા ા ા ા ા ાા ાા ાા ાા ાા ાા ાા
જૈન ધર્મની પ્રાચીનતા અને તીર કરો જૈન ધર્મ ભારતવર્ષનો પ્રાચીન ધર્મ છે. અનંતકાળથી જૈન ધર્મના પુરસ્કર્તા અનંતા તીર્થકરો થયા, હાલ વર્તમાનમાં તીર્થકરોનું શાસન છે અને ભવિષ્યમાં ૨૪ તીર્થકરોની શ્રેણી થતી રહેશે.
આ અવસર્પિણી કાળની ચોવીશીમાં પ્રથમ તીર્થંકર આદિનાથ, ઋષભદેવ ભગવાન હતા, જેમણે અસી, મસી અને કૃષિની કળા શીખવી, સ્વરક્ષણ માટે તલવાર, હથિયાર, લખવા માટે કલમ-શ્યાહી અને ભરણપોષણ માટે ખેતી કરવાનું શીખવ્યું એટલે ખેતી, વેપાર અને સ્વરક્ષણ માટેની મુખ્ય રીતો મુખ્ય વસ્તુ શીખવી. પુત્રી બ્રાહ્મી અને સુંદરી દ્વારા વિવિધ કલા શીખવી, લગ્ન અને કુટુંબજીવનના આદર્શો આપ્યા. અહીંથી માનવસંસ્કારનાં બીજા રોપાયાં.
૨૬૦૦ વર્ષ પહેલાં જન્મેલા ભગવાન મહાવીર આ ચોવીશીના ચરમ (છેલ્લા) તીર્થંકર હતા જેમણે આ કાળમાં જૈન ધર્મને ઉજાગર કર્યો.
ભગવાન મહાવીરના સમયમાં ધર્મના અનુષ્ઠાનોના નામે યજ્ઞો દ્વારા હિંસા થતી. સંસ્કૃતિ પર વિકૃતિએ અતિક્રમણ કરેલુ. હિંસા જોઈ ભગવાન મહાવીરનું હૃદય દ્રવી જતું. તેમણે અહિંસાની આહુલેક પુકારી શ્રમણ સંસ્કૃતિની પુનઃ પ્રતિષ્ઠા કરી.
તમામ તીર્થકરોના જીવનની ઘટના, સમય અને દેશના તપાસતાં જણાશે કે તે સર્વના જીવનમાં ત્યાગ, સદાચાર, સંયમ, સત્ય, પરોપકાર અને આત્મર્થનો સાક્ષાત્કાર કરી સ્વપરનું કલ્યાણ કરવું તે જ આદર્શ નજરે પડે છે. | વિવિધ ક્ષેત્રે, વિવિધ સમયે, દેખાતા જીવનના વિવિધ ક્રમોમાં રહેલી એકરાગતા જ આર્ય સંસ્કૃતિના વિશાળ ફલક પર શ્રમણ સંસ્કૃતિની ઉપસતી તેજોમય મહોર જેવી છે.
- વર્તમાન ચોવીશીના || વિહરમાન
ચોવીશ તીર્થકરનાં નામ; ; વીશ તીર્થકરનાં નામ : ૦૧. શ્રી ઋષભદેવ-આદિનાથ સ્વામી !:૦૧. શ્રી સીમંધરસ્વામી ૦૨. શ્રી અજિતનાથ સ્વામી 1 T૦૨. શ્રી યુગમંદિરસ્વામી ૦૩. શ્રી સંભવનાથ સ્વામી ૦૪. શ્રી અભિનંદનસ્વામી સ્વામી
શ્રી બાહુસ્વામી ૦૫. શ્રી સુમતિનાથ સ્વામી
૦૪. શ્રી સુબાહુસ્વામી ૦૬, શ્રી પ્રભુ સ્વામી
૦૫. શ્રી સુજાતનાથસ્વામી : ૦૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી : ૦૬. શ્રી સ્વયંપ્રભસ્વામી ૦૮. શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી
|૭. શ્રી ઋષભાન સ્વામી ૦૯. શ્રી સુવિધિનાથ (પુષ્પદન્ત)સ્વામી), | ૧૦. શ્રી શીતલનાથ સ્વામી
'; ; ૦૮. શ્રી અનંતવીર્યસ્વામી ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી ૦૯. શ્રી સુરાભસ્વામી ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી : ૧૦. શ્રી વિશાલપ્રભસ્વામી : ૧૩. શ્રી વિમલનાથ સ્વામી ૧૧. શ્રી વજધરસ્વામી ૧૪. શ્રી અનંતનાથ સ્વામી
૧૨. શ્રી ચંદ્રાનસ્વામી ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી ૧૬. શ્રી શાંતિનાથ સ્વામી
૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી
T૧૪. શ્રી ભુજંગદેવસ્વામી ૧૮. શ્રી અરનાથ સ્વામી : ૧૫. શ્રી ઈશ્વરસ્વામી ૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી
': ૧૬. શ્રી નેમપ્રભસ્વામી ૨૦. શ્રી મુનિસુવ સ્વામી
T૧૭. શ્રી વીરસેનસ્વામી ૨૧. શ્રી નમિનાથ સ્વામી ૨૨. શ્રી નેમિનાથ સ્વામી
: ૧૮. શ્રી મહાભદ્રસ્વામી ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી |૧૯. શ્રી દેવજશસ્વામી (દેવજસસ્વામી) ૨૪. શ્રીવીર વર્ધમાન મહાવીર સ્વામી: ૨૦. શ્રી અજિતસેનસ્વામી
-
-
-
-
-
-
-
- ૧૦.
Page #5
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથ : આગમાં
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે ઉપૂનેઈવા, વિગમેઈવા અને ધુવેઈવા આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ ઉપેશ આપણને આગમરૂપે મળ્યો.
દેવો, મનુષ્યો અને તિર્યંચો, સમવસરણમાં ભગવાન મહાવીરની પાવન વાણી ઝીલવા આસનસ્થ થઈ જાય છે. ભગવાન માલકશ રાગમાં પોતાની દેશના પ્રવાહિત કરે છે ને સૌ જીવો પોતપોતાની ભાષામાં તે સમજે છે.
જેનું ઉપાદાન ઉત્કૃષ્ટ છે અને જેની ગણધર થવાની પાત્રતા છે, ભગવાનના શ્રીમુખેથી ત્રિપદી સાંભળતા આ ભવ્ય જીવોના ચક પ્રદેશો ખૂલે છે. જ્ઞાનવરણીય કર્મનો અભુત ક્ષયોપશમ થતાં તેમના અંતરમનમાં સહજ રીતે દ્વાદશાંગીની રચના થઈ જાય છે અને આ રીતે ભગવાન મહાવીરના ઉપદેશનો અમૂલ્ય વારસો આપણને મળે છે.
પૂ. શ્રી દેવર્ષીગણીને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિશક્તિ ઓછી થતી જાય છે જેથી પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુમહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા આ વારસો લિપિબદ્ધ કર્યો.
પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી અભુત યોગદાન આપ્યું છે.
સમગ્ર માનવજાતના કલ્યાણ માટેની હિતચિંતા, અકારણ કરુણાના કરનારા પ્રભુ મહાવીરને સતત્ દેશના આપવા પ્રેરે છે તેને કારણે માત્ર જૈન સાહિત્યને જ નહીં, પરંતુ વિશ્વના દર્શનસાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે.
આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન અજ્ઞાનના અંધારા દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાન, અચારશાસ તથા વિચારદર્શનના સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ ધાર્મિક વિવેચન આગમમાં છે, તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી શકાય.
પાપવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમગતિના શાશ્વત્ સુખો કઈ રીતે પામી શકાય તે દર્શાવવા હિંસા આદિ દૂષણોનું પરિણામ દેખાડી અહિંસાના પરમ ધ્યેયયની પુષ્ટિ કરવા સગુણોની પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે.
આગમના નૈસર્ગિક તેજપૂંજમાંથી એક નાનકડું કિરણ મળે તોપણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માને કર્મમુન્ થવાની પાવન પ્રક્રિયામાં પ્રોત્સાહિત કરતાં આગમ સૂત્રો આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
ગણધર ભગવંતોએ ભગવાનની વાણીને ઝીલી સૂત્રબદ્ધ કરેલા આગમો જીવના કલ્યાણમંગલ માટે, વ્યક્તિને ઊર્ધ્વપંથનો યાત્રી બનાવવા માટે પ્રેરણાના પ્રકાશ પાથરે છે. અનાદિકાળથી આત્મા પર લાગેલી કર્મરજને સાફ કરવાની પ્રક્રિયા એટલે આત્મસુધારણા. આત્મા પર કર્મ દ્વારા વિકૃતિ અને મલિનતાના થર જામ્યા છે જેથી હું મારા આત્માના સાચા સ્વરૂપને જોઈ શકતો નથી. અપાર શક્તિના સ્વામી એવા આત્માના દર્શન થઈ જાય તો સંસારનાં દુઃખો અને જન્મમરણની શૃંખલામાંથી મુક્તિ મળી જાય. અંગ, ઉપાંગ, છેદસૂત્ર, પન્ના, મૂળસૂત્ર અને પ્રકીર્ણક વિગેરેમાં ૩૨ ૪૫ આગમાં સમાવિષ્ટ છે.
શ્વેતામ્બર જૈનોએ ભગવાન મહાવીરનો ઉપદેશ, આગમનાં માધ્યમ દ્વારા, ગ્રંથો રૂપે સ્વીકાર કર્યો છે. દિગંબર જૈનોની માન્યતા છે કે ભગવાન મહાવીર પછી નવસો એંશી વર્ષ બાદ આગમને લિપિબદ્ધ કરવામાં આવ્યા એટલે એ ભગવાનની પ્રત્યક્ષ દેશના રૂપે સ્વીકારી શકાય નહીં.
લગભગ બે હજાર વર્ષ પહેલાં દિગંબર મુનિ કુંદકુંદાચાર્ય થઈ ગયા. એ મહાન લબ્ધિધારી આચાર્ય શંકાના સમાધાન અને જ્ઞાનપ્રાપ્તિ અર્થે સદેહે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકર સીમંધરસ્વામી પાસે ગયા. ત્યાં આઠ દિવસ ઉપવાસ સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી. ત્યાંથી આવીને સીધા તામિલનાડુના બવાસી ગામની પુનટમલય ગુફામાં બેસીને સમયસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની રચના કરી. દિબંગર પરંપરાએ એનો પરમાગમ શાસ્ત્રો રૂપે સ્વીકાર કર્યો છે. છતાંય જૈનાના તમામ ફિરકાઓ, સમસ્ત જૈનોએ અને વિશ્વના અનેક વિદ્વાનોએ આગમનો જૈન તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટ સાહિત્ય રૂપે તો સ્વીકાર કર્યો જ છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
આ આગમ ગ્રંથોમાં સમાવિષ્ટ દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં ઠેરઠેર જીવમાંથી શિવ બનવાની પ્રક્રિયાનો નિર્દેશ છે.
આગમશાસ્ત્રો જૈન શાસનમાં બંધારણનો પાયો છે. જૈન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નની માલિકી અને માહિતી આપતા સિદ્ધાંતો, નિયમો અને આચારોનું વિશદ્ માર્ગદર્શન આપવામાં આવેલ છે. એમાં જણાવેલ આચારપાલન માનવીની અવશ્ય આત્મોન્નતિ કરાવી શકે.
જૈન ધર્મના પ્રમાણિત શાસ્ત્રગ્રંથોને આગમ કહે છે. ‘આગમ’ શબ્દ ‘આ’ ઉપસર્ગ અને ‘ગમ' ધાતુનો બનેલો છે. આ = ચોતરફ, ગમ = જાણપણું, આ = આખ પુરુષે કહેલ, ગ = ગણધરે ગુંથેલ, મ = મુનિરાજે આચરેલું એટલે ‘જેના વડે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થાય અર્થાત્ પદાર્થના રહસ્યનું જ્ઞાન થાય તે આગમ છે.'
આચાર્ય આર્યરક્ષિતે અનુયોગ અનુસાર વિષયની દષ્ટિથી બધા આગમસૂત્રોને ચાર વિભાગમાં વહેંચ્યા છે.
૧. દ્રવ્યાનુયોગ (આત્મતત્ત્વને લગતું) ૨. ચરણકરણાનુંયોગ (સાધુ વિ.ના આચાર ધર્મને લગતું) ૩. ગણિતાનયોગ (ભૂગોળ, ખગોળ ગણિતશાસ્ત્રને લગતું) ૪. ધર્મકથાનુયોગ (ધર્મ કથા દ્વારા તત્ત્વજ્ઞાન સમજાવવું તે).
ઉપરોક્ત સૂત્રો ઉપરાંત આચાર્યશ્રી ઉમાસ્વાતિજી રચિત “તત્વાર્થ સૂત્ર" ગ્રંથ જૈન દર્શનના સંક્ષિપ્ત સાર રૂપ છે, જેને જૈન ધર્મના બધા કિકાઓ માન્ય રાખે છે.
આગમોનો અત્યંત સંક્ષિપ્ત વિષય પરિચય ક્રમ | આગમનું નામ વિષય - પરિચય ૦૧. | આચારાંગ સૂત્ર આત્મજ્ઞાન, ત્યાગ વૈરાગ્ય, સંયમના આચાર
વિચાર, ભગવાન, મહાવીરની ઉક્ટ સાધના. સૂયગડાંગ્યું સૂત્ર | યિાવાદી, અWિાવાદી વગેરે એકાંતવાદી, મત(સૂત્રકૃતાંગ) મતાંતર તથા સ્વમત જૈન દર્શનની શ્રેષ્ઠતાનું
ન્યાયયુક્ત વર્ણન. ઠાણાંગ સૂત્ર જૈનદર્શનના તત્વો યુક્ત ૧થી ૧૦ સંખ્યામાં
(સ્થાનાંગ સૂત્ર) નિરૂપણ કરેલ અનેક ઉપદેશક ચૌભંગિઓ. ૦૪. | સમવાયાંગ સૂત્ર ૧થી ૧૦૦ સુધી તથા આગળ ક્રોડ સુધીની
સંખ્યાના આધારથી વિવિધ તત્ત્વોનું નિરૂપણ. ભૂત-ભાવી તીર્થંકર આદિ ઉત્તમ પુરુષોની વિગત.
૧૨ અંગસૂત્રોનો પરિચય. ૦૫. | ભગવતી સૂત્ર | જૈનદર્શનના પ્રાયઃ બધા સિદ્ધાંત. મુખ્યતઃ ગૌતમ
(વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ). સ્વામીના પ્રશ્નોત્તર વિશેષમાં અન્ય ગણધર, સૂત્ર
શ્રમણ, શ્રાવક-શ્રાવિકાઓ તથા અન્ય
મતાવલંબીઓના પ્રશ્નોત્તર. ૦૬. જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર. કથા, ઉદાહરણ તથા જીવની રૂ૫ દષ્ટાંતોના
માધ્યમથી બધા પ્રકારના સાધકોને માટે શિક્ષા
ઉપદેશ આપે એવું જ્ઞાતવ્ય અનુભવ યોગ્ય તત્ત્વ. ૦૭. | ઉપાસક દશાંગ સૂત્ર | ભગવાન મહાવીરના શાસનમાં થયેલા આનંદ આદિ
૧૦ આદર્શ શ્રાવકોનો વૈભવ તથા ત્યાગ - વૈરાગ્ય. ૦૮. | અંતગડ દશાંગ સૂત્ર | સંયમ સાધનાની અંતિમ ક્ષણોમાં કેવળજ્ઞાન,
કેવળદર્શન પ્રાપ્ત કરી મુક્ત થવાવાળા ૯૦ જીવોનું શિક્ષાપ્રેરક જીવન વર્ણન. સહનતાથી સફળતા સુધીની યાત્રા.
સમતા અને જયણા (જાગૃતિ) જૈન ધર્મનો પર્યાય છે. વિવેક એ જૈન ધર્મનો પ્રાણ છે. વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ ધમનું મૂળ સત્ત્વ છે.
૧૪
Page #7
--------------------------------------------------------------------------
________________
000000000000000000000000000000
૦૯. | અનુત્તરોપપાતિક સૂત્ર સંયમની ઉત્કૃષ્ટ સાધનાથી સર્વોચ્ચ દેવલોક અનુત્તર
વિમાનમાં ઉત્પન્ન થવાવાળા ૩૩ ત્યાગી, તપસ્વી ત્રયોનું સ્તગુનો.
પાંચ આથવો (પાપો)નું એવં પાંચ સંવરનું વિસ્તૃત સાહિત્યિક ભાષામાં વર્ણન.
૧૦. | પ્રનવ્યાકરણ સૂત્ર
૧૧.
૧૨.
૧૩.
વિપાક સૂત્ર
રાજપ્રનીય સૂત્ર (રાયપ્પસેણીય) ૧૪. જીવા જીવભિગમ સૂત્ર
ઔપપાતિક સૂત્ર (ઉવવાઈ)
૧૮.
૧૫. | પ્રજ્ઞાપના સૂત્ર
૧૬. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ભૂગોળ – ખગોળ અને ઇતિહાસનું સંયોજન.
૧૭.
જ્યોતિષ ગણરાજ
ઋષભદેવ, ભરત ચક્રવર્તી, છ આરા આદિ.
સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા સંબંધી સર્વાંગીણ વર્ણન.
મહાપાપી અનેક દુ:ખ ભોગવી-ભોગવીને દીર્ઘકાળથી પછી મોક્ષ જવાવાળા તથા સુખે-સુખે અલ્પ ભવમાં મોક્ષ જવાવાળા મહાન સદ્ગુણી આત્માઓના ૧૦૧૦ અધ્યયન. જીવ માટે પાપ-પીડાની અને સત્કર્મોસુખની આમંત્રણ- પત્રિકા છે.
ભગવાન મહાવીરનું સમવસરણ, પરિષદાં, પ્રવચન દેશના, અણગારોની આરાધના, આપણાં જ કર્મો
આપણી સદ્ગતિ કે દુગતું કારણ છે. વિવિધ સાધકો, જીવોની દેવોત્પત્તિ.
રાજા પરદેશીની કેશી સ્વામી સાથેની ચર્ચા તથા ભવની કો.
જીવોના ભેદ-પ્રભેદ અને લઘુદંડક, કાયસ્થિતિ, અંતર. સંપૂર્ણ વિર્હાલોક, દીપ-સમુદ્રનું વર્ણન. જીવ વિજ્ઞાનનો અમૂલ્ય દસ્તાવેજ.
પદાર્થવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને ચૈતસિક શક્તિનાં જ્ઞાનનો ખજાનો.
(ચંદ્ર પ્રજ્ઞપ્તિ)
પ્રજ્ઞપ્તિ સૂત્ર (સૂર્ય પ્રજ્ઞપ્તિ)
૨૦ અધ્યયનોમાં, તેને ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ આ બે સૂત્ર ગણવામાં આવે છે.
૧૫
000000000000000000000000000000
૨૪.
૧૯.
થી
૨૩. | - પુષ્પિકા
૨૬.
૨૫. | દશાશ્રુતસ્કંધ સૂત્ર
૨૭.
૨૮.
ચેડારાજા અને કોણિકનો મહાસંગ્રામ, નરકગામી. સ્વર્ગગામી જીવ. ચંદ્ર, સૂર્ય, ગ્રહ દેવતાના પર્વભાવ તેને નિરયાવલિકાદિ પાંચ - શાસ્ત્ર ગણવામાં આવે છે. વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ વ્યક્ત કરતું સાહિત્ય એટલે વૃષ્ણિદશા(બન્ડિશા) નિરચાવલિકા પંચમ. નિશીથ સૂત્ર
• પુષ્પચૂલિકા
•
પ્રાયશ્ચિત્ત-દોષસ્થાનોનું વર્ણન, ૨૦ ઉદ્દેશક –
અધ્યયનોમાં.
સાધુ જીવનની મર્યાદાઓ અને આચારશુદ્ધિનું
વર્ણન.
સાધ્વાચાર ઉત્સર્ગ અપવાદ પરિસ્થિતિના કલ્પ તથા પ્રાયશ્ચિત્ત.
સાધક પરિવાર વચ્ચે સંવાદનું સર્જન કરાવતું શાસ્ત્ર. સાધુઓના ગચ્છના વ્યવહાર, વ્યવસ્થા, સંઘ સંચાલન, પદવીઓ, ગચ્છ ત્યાગ વિધિ, આલોચના, પ્રાયશ્ચિત્ત, સેવા મહત્ત્વ આદિ. ૩૬ અધ્યયનોમાં ઉપદેશી વિષય તત્ત્વ, કથા આચાર, વિનય, જ્ઞાન, મોક્ષ માર્ગનો નિર્દેશ કરતી ભગવાન મહાવીરની અંતિમ વાણી. દસ અધ્યયનોમાં સાધ્વાચારના અનેક મૌલિક નિયમ, વિધિવિધાન, વિનયધર્મ. બે ચૂલિકાઓમાં હિતશિક્ષા, સંયમ સુરક્ષા, એક્સવિહારચર્યા વિધાન તથા તેની ભલામણ. - સાધુજીવનની બાળપોથી. ૫ જ્ઞાનનું વર્ણન, બહુશ્રુત, અનુયોગધર, પૂર્વાચાર્યના ગુણકીર્તન. ૧૨ અંગસૂત્રોનો પરિચય. જ્ઞાન અને સંઘ ભક્તિનું વર્ણન. સામાજિક, સાંસ્કૃતિક, સંગીત, કલા, આવશ્યક અનુયોગ, નયનિક્ષેપ, પ્રમાણ, ડાલાપાલા, પલ્યોપમ, સાગરોપમ, અંગુલના ત્રણ પ્રકારથી માપ આદિ.
૨૯.
*નિરયાવલિકા
• કલ્પવસંતિકા
30.
બૃહત્કલ્પ સૂત્ર
વ્યવહાર સૂત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર
દશવૈકાલિક સૂત્ર
નંદીસૂત્ર
૩૧. | અનુયોગદ્વાર સૂત્ર
૧૬
Page #8
--------------------------------------------------------------------------
________________
000000000000000000000000000000
પ્રતિક્રમણ સૂત્ર. આત્મશુદ્ધિ માટે આવશ્ય કરવા યોગ્ય અનુદાન.
સિધ્ધોના સુખ, ઇન્દ્ર, ગ્રહ, નક્ષત્ર આદિ વિચાર. જીવોની ૧૦ અવસ્થાઓ ૧૦૦ વર્ષની ઉંમરથી. વૈરાગ્ય વિચાર.
જ્યોતિષ તથા નિમિત્તજ્ઞાન વિવરણ.
હિતશિક્ષા તથા સમાધિમરણ વિષયક સૂચના. પંડિતમરણ, પાંચ મહાવ્રત શુદ્ધિ.
ગચ્છની વ્યવસ્થા, ગચ્છવાસમાં હાનિ-લાભ
અનશન સ્વીકાર અને અંતિમ આરાધના.
૩૨.
૩૩. | દેવેન્દ્ર સ્તવગ્રંથ ૩૪. | તંદુલ વૈતાલિક
૩૫. | ગણિવિદ્યાગ્રંથ
૩૬. | આતુરપ્રત્યાખ્યાન
૩૭.
મહાપ્રત્યાખ્યાન
32.
૩૯.
૪૦.
૪૧.
૪૨.
આવશ્યક સૂત્ર
૪૩.
xx.
ગચ્છાચાર પ્રકીર્ણક
ભક્ત પરિજ્ઞા
મરણ સમાધિ
સંસ્તારક પ્રકીર્ણક
ચઉસરણ પઈના
જીતકલ્પ સૂત્ર મહાનિશીથ સૂત્ર
૪૫. પિંડ નિયુક્તિ
અંત સમયમાં સમાધિભાવ
દષ્ટાંત સહિત સંસ્તારક વર્ણન તથા મહિમા
ચાર શરણોનું સ્વરૂપ
દસ પ્રાયશ્ચિત્ત, આલોકના વિચાર.
દુષ્કૃત્યોની નિંદા, આલોચના, શુદ્ધિકરણ તથા વિચિત્ર વિવિધ વિષય.
સંચમીના કલ્પ્સ, અકલ્પ્સ, આહાર આદિની ગવેષણા ચર્ચા.
નોટઃ ક્રમાંક ૧થી ૧૧ સુધી અંગશાસ્ત્ર છે. ક્રમાંક - ૧૨ થી ૨૩ સુધી ૧૨ ઉપાંગશાસ્ત્ર છે. ૨૪થી ૨૭ સુધી ચાર છેદ સૂત્ર છે. ૨૮થી ૩૨ સુધી ચાર મૂળસૂત્ર અને આવશ્યક સૂત્ર છે. આગળ મૂર્તિપૂજક માન્ય ૩૩થી ૪૨ સુધી ૧૦ પ્રકીર્ણક છે. ૪૩-૪૪ બે છેદસૂત્ર મૂર્તિપૂજક માન્ય વિશેષ છે. ૪૫મું વ્યાખ્યા ગ્રંથ છે, તેને પણ મૂર્તિપૂજકોએ મૂળશાસ્ત્રમાં અને આગમમાં ગણ્યું છે. નામકરણ ઃ દ્વાદશાંગી શાશ્વત નામ છે, ૧૨ અંગસૂત્રોનું. ૧૨મું અંગ વિચ્છેદ થઈ ગયું છે, માટે ૧૧ અંગ લખ્યાં છે.
૧૭
000000000000000000000000000000
સામાયિક-પ્રતિક્રમણ આદિ આવશ્યક સૂત્ર
જેવી રીતે શરીર નિર્વાહ હેતુ આહાર આદિ પ્રક્રિયા દરરોજ કરવી પડે છે, એમ આત્માને નિર્મળ કરવા માટે બન્ને વખત પ્રતિક્રમણ કરવું આવશ્યક છે માટે તેને આવશ્યક સૂત્ર કહે છે, જે ૩૨મું આગમ છે. નીચે પ્રમાણે છ આવશ્યક છે.
૧) સામાયિક : - સાવદ્યયોગથી નિવૃત્તિ લઈ આત્મશુદ્ધિના માર્ગમાં પ્રવૃત્ત થવું. બાહ્ય અને આંતિરક પ્રવૃત્તિઓથી નિવૃત્તિ થઈ સમતાભાવમાં રહેવાની સાધના એટલે સામાયિક,
:
૨) ચઉવિસંથવો :- ચતુર્વિશતિસ્તવ : સમસ્ત જીવો પર સમભાવ આવ્યા પછી પોતાના શ્રેષ્ઠ ભગવાનના ગુણગ્રામ કરવા માટે તેમ જ તેમણે બતાવેલા મોક્ષમાર્ગની કૃતજ્ઞતા કરવા માટે ચઉવિસંથવો છે. ત્યાર પછી જીવનમાં લાગતા ૯૯ પ્રકારના અતિચારો (દોષ)ની આલોચના કરવાની છે.
--
અનંત ઉપકારી ગુરુ પ્રત્યે વિનય ભક્તિ માટે ત્રીજો આવશ્યક
૩) વંદના વંદના છે.
૪) પ્રતિક્રમણ :- અતિચારોની (દોષો)ની આલોચના-સ્વનિંદા-પ્રાયશ્ચિત્તના ભાવો તે ચોથો આવશ્યક પ્રતિક્રમણ છે.
૫) કાઉસગ્ગ :- પ્રતિક્રમણમાં થતી ભૂલોનું પ્રાયશ્ચિત્ત અતીત અને વર્તમાનના પાપનું પ્રાયશ્ચિત્ત કરી આત્મવિશુદ્ધિની પ્રક્રિયા.
૬) પચ્ચખાણ :- ભૂતકાળની વિશુદ્ધિ કર્યા પછી આવતા પાપને રોકવાની પાળ તે પ્રત્યાખ્યાન છે. આશ્રવ દ્વાર બંધ કરવા માટે બાંધે વ્રત પ્રત્યાખ્યાન.
...જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો——| અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત
જૈન ધર્મમાં અહિંસાના સિદ્ધાંતને મનોવૈજ્ઞાનિક આધારે સ્થાપિત કરવામાં આવ્યો છે. અહિંસાને આર્હત પ્રવચનનો સાર શુદ્ધ અને શાયત ધર્મ રૂપે દર્શાવવામાં આવ્યો છે. અહિંસાના આવિષ્કારથી જીવનમાં સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભાવના ઉત્પન્ન થાય છે. અહિંસામાં જીવ માત્રના અસ્તિત્વનો સ્વીકાર છે. જેવી રીતે બધી જ નદીઓ સાગરમાં સમાઈ જાય ૧૮
Page #9
--------------------------------------------------------------------------
________________
છે. તેમાં બધા જ ધર્મો ભગવતી અહિંસામાં સમાયા છે. વીતરાગતા અહિંસાની જનની છે.
જૈન દર્શને પરિગ્રહ વિશે સૂક્ષ્મ નિરીક્ષણો કર્યા છે. પરિગ્રહ એ ગુન્હો ત્યારે જ બને છે જ્યારે તેમાં ક્રુર માલિકી ભાવ, આસક્તિ અને વિવેકહીન ભોગ અભિપ્રેત બને. અપરિગ્રહવ્રત શ્રદ્ધાપૂર્વક આચરણ પામે ત્યારે સમાજવાદના આદર્શની પ્રતિષ્ઠા થઈ શકે. સોનું રૂપ આદિ નવ પ્રકારના બાહ્ય અને ક્રોધ માનાદિ સોળ પ્રકારના આત્યંતર પરિગ્રહ છોડવા પર જૈનાચાર્યો ભાર આપે છે.
બીજાની વાત પણ સાચી હોઈ શકે, કોઈ પણ વિચાર કે અન્યના મતને દરેક બાજુએથી જોવો. જે માનવી પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય એ સુંદર વાત જૈન દર્શને અનેકાંતવાદ દ્વારા સમજાવી છે. માતા-પુત્ર, પતિ-પત્ની, સાસુ-વહુ, શેઠ-નોકર, બે પક્ષના કાર્યકર્તાઓ, પ્રજા-નેતા, સરકાર-પ્રજા, અમલદાર-પ્રજા, બે પ્રાંત કે બે રાષ્ટ્ર દરેક અભિપ્રાય અને ઘટનાને અનેકાંતથી જોશે તો મોટા ભાગના પ્રશ્નો ઉકલી જશે. જૈન ધર્મે અન્યના મત પ્રતિ ઉદાર અને સહિષ્ણુ થવાની વાત પરમત સહિષ્ણુતાના સિદ્ધાંત દ્વારા સમજાવી છે. અનેકાંતનું આચરણ વિશ્વશાંતિનો મૂલાધાર છે.
સિંબર સંપ્રદાય દિગંબર : દિશાઓ જ જેના વસ્ત્રો છે તે દિગંબર કહેવાય.
જૈન ધર્મના દિગંબર સંપ્રદામાં સાધુપણું અત્યંત કઠીન છે. બાહ્ય આચરણ તદ્દન નગ્નાવસ્થા, બને ત્યાં સુધી એકાંતવાસ, જંગલમાં વિચરવું-રહેવું, દિવસમાં એકવાર ઊભા ઊભા આહાર લેવો અને એક જ વાર પાણી પીવું, અંજલિ (હાથમાં) શોધન કર્યા બાદ આહાર લેવામાં પણ વિધિવિધાન મુજબ આહાર લે છે. કોઈ પાત્રનો ઉપયોગ ન કરે તેમ જ આહારદાન કરનાર શ્રાવકની પડગાહન (આહારદાન) વિધિની જાણકારીનો અભાવ હોય તો મુનિરાજને તે દિવસનો આહારત્યાગ (ઉપવાસ) થાય, તે પણ મૌનપણે. દીક્ષાના તબક્કાને એલક, ક્ષુલ્લક કહેવાય છે. દીક્ષિત સ્ત્રીને આજીકા (આર્યાજી) કહેવામાં આવે છે. તે ફક્ત એક સફેદ વસ્ત્ર જ ધારણ કરે શકે.
મોપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન પ્રથમ પગથિયું છે. એક વાર સમ્યક્ત પ્રાપ્ત થયું હોય તેના ભવભ્રમણનો અંત નજીક આવે છે. મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે, એવા તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવે છે.
દેવ-દર્શન-પૂજા-ભકિત-આરતી : આત્માની સાચી સમજણ કરવા સ્વાધ્યાય સત્સંગને મહત્ત્વ અપાય છે. તેમ છતાં નિત્ય જિનપ્રતિમા દર્શનજિનવાણીના, શ્રવણનો પણ મહિમા છે જ. દરરોજ પ્રાત:કાળે જિનેન્દ્ર ભગવાનનો શુદ્ધ જળથી અભિષેક કરવો. પ્રાશુક (હિંસા રહિત) અષ્ટ દ્રવ્ય જેવાં કે જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ અને ફળથી પૂજા કરવામાં આવે, જેમાં સમગ્ર તીર્થંકરો, સમસ્ત તીર્થક્ષેત્રો, આચાર્ય, ઉપાધ્યાય, મુનિરોજોનું ભાવપૂર્વક સ્મરણ કરીને તેમને અર્થ ચડાવવામાં આવે છે અને આરતી ઉતારવામાં આવે છે.
પૂજાવિધાન : દશલક્ષણ પર્યુષણ પર્વમાં દશલક્ષણ ધર્મમંડળ વિધાન કરવામાં આવે. વર્ષમાં ત્રણ વાર અાફ્રિકા દરમ્યાન પંચમેરૂ અને નંદીશ્વરધામની પૂજા કરવામાં આવે છે. બાકી અલગ અલગ પ્રસંગોમાં ચોંસઠ ઋદ્ધિમંડળ, પંચપરમેષ્ઠી વિધાન, પંચકલ્યાણક મંડળ, ઇન્દ્રધ્વજ વિધાન ઇત્યાદિ વિધાનો કરવામાં આવે છે. | તીર્થક્ષેત્ર : દિબંગર જૈનોના તીર્થક્ષેત્રોમાં સમેશિખર ઉપરાંત ચંપાપુરી, પાવાપુરી, ગિરનાર, કુંભોજગિરિ, ગજપથા, મૂળબિદ્રી, માંગીતૂગી, શ્રવણબેલગોડા ઇત્યાદિ ઘણાં સ્થળો છે.
દિવંગર સંપ્રદાયની વિશેષતા : ચાર ગતિમાંથી મોક્ષ ફક્ત મનુષ્ય ગતિમાં જ છે. મુનિદીક્ષા વગર મોક્ષ નથી અને સંપૂર્ણ દીક્ષા ક્કત પુરુષો જ લઈ શકે છે. ટૂંકામાં પુરુષો જ મોક્ષપ્રાપ્તિ માટે અધિકારી છે.
જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ કરવા જયપુરમાં ટોડરમલ મારક ટ્રસ્ટ સંસ્થાના અન્વયે યુનિવર્સિટી માન્ય પાંચ વર્ષનો ડિગ્રી કોર્સ છે. તેમાં જૈન સિદ્ધાંતોનું જ્ઞાન મેળવી શકાય છે. આ સંસ્થા દ્વારા વિદ્વાન પંડિતો તૈયાર થાય છે. દિગંબર પંડિતો દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચનો આપે છે.
દિગંબર જૈન મુનિઓ મુખ્યત : લૌકિક માર્ગ છોડી લોકોત્તર માર્ગે આત્માની અંતરદશા તરફ વળવા પ્રતિ ભાર આપે છે. માત્ર વસ્ત્ર ત્યાગ દ્વારા દિગંબરત્વ નહીં પરંતુ વૃત્તિઓ અને ઇચ્છાઓનો ત્યાગ તે જ સાચું દિગંબરત્વ છે.
૧૯
Page #10
--------------------------------------------------------------------------
________________
000000000000000000000000000000
દેરાવાસી-મૂર્તિપૂજક સંપ્રદાય
સમગ્ર ભારતભર અને વિદેશોમાં પણ આ સંપ્રદાયનાં દેરાસરો આવેલાં છે. ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા ભગવાનના પ્રતીમાજીને દેરાસર જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તેમનો ભક્તિમાર્ગ વિશિષ્ટ છે. શ્રાવકો દેરાસરમાં દરરોજ અષ્ટપ્રકારી પૂજા કરે છે. ભગવાનની મૂર્તિને વંદના કરી સ્તુતિ કરે છે.
સ્નાત્રપૂજા, પંચકલ્યાણી પૂજા, વાસ્તુપૂજા, વેદનીય કર્મ (નિવારણ) પૂજા, અંતરાય કર્મ (નિવારણ) પૂજા, ૧૦૮ અભિષેક, ૧૭ ભેદી પૂજા, સિદ્ધચક્ર (યંત્ર) પૂજા, અર્હમ્ પૂજન, અષ્ટાફ્રિકા મહોત્સવ વગેરે પ્રસંગોપાત પૂજાવિધિ કરવામાં આવે છે.
જિનાલયોમાં ભગવાનના પ્રતિમાજીની પ્રાણપ્રતિષ્ઠા સમયે આચાર્ય ભગવંત દ્વારા અંજન (આંખમાં આંજવું) શલાકા (સળી), એટલે વિવિધ પવિત્ર પદાર્થોના અંજન કરવાની પાવન વિધિ કરવામાં આવે છે.
જૈન ધર્મમાં બતાવેલ બધાં વ્રત, જપ, તપ તો શ્રાવકો કરે છે. ૪૫ દિવસનું સાધુજીવન જેવું ઉપધાન તપ એ વિશિષ્ટતા છે. રાત્રે દેરાસરો-જિનમંદિરોમાં ભગવાનની (પ્રતિમાજી) મૂર્તિને વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે, તેને આંગ કહે છે અને ભાવપૂર્વક સમૂહમાં સંગીતનાં વાજિંત્રો સાથે ભક્તિગીતોનું ગાન, પ્રભુસ્તવના કરવામાં આવે તેને ભાવના કહે છે.
પર્યુષણ પર્વમાં દેરાસરોમાં કલ્પસૂત્રના સંદર્ભે મહાવીરજન્મવાંચનને દિવસે વિશિષ્ટ રીતે ૧૪ સ્વપ્નાં ઉતારી મહાવીર જન્મકલ્યાણક ઉજવવામાં આવે છે.
ભગવાનની મૂર્તિ સામે ખમાસણા આપી પદ બોલવા સાથે કરવામાં આવતા ચંદનને ચૈત્યવંદન કહે છે. અલગ અલગ મંદિરોની દર્શનાયાત્રાને ચૈત્યપરિપાટી કહે છે. સામાન્ય રીતે તે પર્વના દિવસોમાં કરવામા આવે છે.
તપગચ્છ, અચલગચ્છ, પાયગચ્છ (પાર્શ્વચંદ્ર), ખતરગચ્છ વગેરે સંપ્રદાયોનો સમાવેશ થાય છે.
સાધુજીઓમાં આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ, ગણિ અને પ્રવર્તક જેવી
૨૧
000000000000000000000000000000
પદવીઓ પ્રદાન કરાય છે અને પ્રવર્તિનીની પદવી સાધ્વીજીઓને ખાસ આપી શકાય છે. સમ્મેતશિખર, શત્રુંજય (પાલિતાણા), ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી, ક્ષત્રિયકુંડ, શંખેશ્વર, ભદ્રેશ્વર, નાગેશ્વર, કેસરિયાજી, મહુડી વગેરે તીર્થસ્થળો છે. રાણકપુર અને આબુ-દેલવડાના દેરાં જૈન શિલ્પસ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના છે.
ચતુર્વિધ સંઘ, (છ’રી પાળતા સંઘ) સમૂહમાં તપ સહિત છ નિયમોના ભાવ સહિત પાલન કરતાં કરતાં પાદવિહાર દ્વારા પાલિતાણા (શત્રુંજય), સમ્મેતશિખર વગેરે જેવાં પવિત્ર તીર્થોની યાત્રા ખૂબ સુંદર રીતે કરે છે.
સ્થાવાસી સંપ્રદાય
વિક્રમના પંદરમા સૈકામાં લોંકાશાહ નામના એક શ્રાવકને લાગ્યું કે નિવૃત્તિપ્રધાન જૈન ધર્મ આહિંસા, સંયમ અને તપને પ્રધાનતા આપે છે. અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે સ્યાદવાદ તેનો સિદ્ધાંત છે.
મૂર્તિપૂજામાં પ્રતિષ્ઠા મહોત્સવો ઠાઠમાઠથી થતા જોઈ તેમાં આત્મઆરાધનાની પ્રધાનતા ઓછી દેખાણી. આરંભ-સમારંભ અને આડંબરમાં તેને ચૈત્યવાદનો વિકાર લાગ્યો.
જૈનોના આગમનો કબજો સાધુ પાસે હતો. તે કહેતા, “શ્રાવકોથી શાસ્રો વંચાય નહીં.’ અને તેમાં એટલી બધી ધાક બેસાડેલી કે “જે વાંચે સૂત્ર તેના મરે પુત્ર' આવી બીકથી લોકો સૂત્રો વાંચતા ડરતા હતા, અને લોકોને એમ ઠસાવતા કે સૂત્રો વાંચવાનો અધિકાર ફક્ત સાધુઓનો છે. અને આવી કેટલીક વાતો અધિકારવાદની શૃંખલા જેવી લાગી, ઉપરાંત શ્રમણવર્ગની શિથિલતા જોઈ.
સુંદર અક્ષરને કારણે લોંકાશાહને જ્ઞાનજી નામના યતિશ્રીએ આગમોના પુનર્લેખનનું કાર્ય સોંપ્યું. આગમોનું પુનર્લેખન કરતાં કરતાં તેનું ચિંતન-મનન કરતાં લોંકાશાહને લાગ્યું કે ધર્મમાં વિકૃતિ પેસી છે. તેથી તેણે ધર્મક્રાંતિની મશાલ જગાવી અને લોકોને સત્યધર્મની સમજણ આપવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો.
લોંકાશાહીની પ્રેરણાથી ૪૫ વ્યક્તિઓએ દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય શરૂ કરી દીધું. પછી પાટણમાંથી ૧૫૨ દીક્ષા થઈ અને શિહોરી અર્હતવાડા વગેરે
૨૨
Page #11
--------------------------------------------------------------------------
________________
અનેક નગરોમાં દીક્ષા થઈ. માગશર સુદ ૫, સંવત ૧૫૩૬ માં સોહનમુનિ પાસે લોંકાશાહ પણ દીક્ષિત થયા. સતત દસ વર્ષ સુધી ગામેગામ ફરી ધર્મપ્રભાવના કરી. દિલ્હી ચોમાસું પૂર્ણ કરી અલવરમાં અઠ્ઠમના પારણામાં કોઈ વિરોધી પરિબળે ખોરાકમાં વિષ વહોરાવતાં સમાધિભાવે સંવત ૧૫૪૬ના ચૈત્ર સુધી ૧૧ના દિને મૃત્યુંજય બન્યા.
લોકાશાહની વિદાય પછી મુનિ ભાણજી, મુનિ નન્નાજી, મુનિ જગમલજી અને રૂપઋષિજીએ ધર્મનું કાર્ય આગળ ધપાવ્યું જે ‘લોકાગચ્છ' કે 'દયાગચ્છ' રૂપે ઓળખાવા લાગ્યાં.
ત્યાર પછી અઢી સૈકા બાદ શ્રી લવજીઋષિ, શ્રી ધર્મસિંહજી મુનિ અને શ્રી ધર્મદાસજીએ ધર્મમાં પુનઃ પેઠેલી શિથિલતાને ખંખેરી પુરુષાર્થ કર્યો તેથી તે ‘દિયોદ્ધારક' તરીકે ઓળખાયા.
સ્થાનકવાસી મુખ્યત્વે, ધર્મ નિમિત્તે થતી સૂક્ષ્મ હિંસાને પણ જૈનદર્શનમાં ક્યાંય સ્થાન નથી તેમ માને છે.
ચાર નિક્ષેપમાં નામનિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ એમ ભાવનિક્ષેપની પ્રધાનતાને સ્વીકારે છે, જેમાં આત્યંતરપૂજા, ગુણપૂજા અને વીતરાગ દેવોના ગુણોનું સ્મરણ કરી ઉપાસના અને સ્વ આલોચના કરવામાં માને છે.
સ્થાનકવાસી સંપ્રદાયના ભારતભરમાં ઠેરઠેર સ્થાનકો છે, જેને ઉપાશ્રય, પૌષધશાળા, આરાધના ભવન, ધર્મસ્થાનક, જૈનભુવન વગેરે વિવિધ નામે ઓળખે છે. આયંબિલ શાળા અને પાઠશાળા પણ ઝાઝે ભાગે તેમાં હોય છે. જૈન ધર્મનાં વ્રતો, જપ, તપ અને જીવદયાને પ્રધાનતા આપી નિરંતર સાધુ-સંતોની નિશ્રામાં ધાર્મિક આધ્યાત્મિક અનુષ્ઠાનો થતાં રહે છે. સાધુઓનો યોગ ન હોય ત્યારે શ્રાવિકાઓ, શ્રાવકો પ્રાર્થના, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ-સંવર-પૌષધ વગેરે પ્રવૃત્તિઓ કરે છે. આ સંપ્રદાયના શ્રાવકો જ્યાં જ્યાં તીર્થકરોનું વિચરણ થયું અને નિર્વાણ થયું તેવાં ક્ષેત્રો અને જ્યાં અનેક કેવળીઓ મોક્ષે ગયા હોય તેવાં તીર્થોની ભાવપૂર્વક, ક્ષેત્ર સ્પર્શના કરે છે.
* ૨૩
| તેરાપંથ સંપ્રદાય પૂ. ભિકખણજી મહારાજશ્રી (પૂ. ભિક્ષુજી) સ્થા. સંપ્રદાયના સાધુ હતા. વિચારભેદને કારણે તેઓ સંપ્રદાયમાંથી અલગ થયા ત્યારે તેમની સાથે તેર સાધુઓ હતા. એક સાધુએ પ્રાર્થના કરતાં કહ્યું કે, “પ્રભુ એ તેરા પંથ હૈ” ત્યારથી આ સાધુઓ તેરાપંથી રૂપે ઓળખાવા લાગ્યા. તેમણે મુખ્ય તર નિયમોનો સ્વીકાર કર્યો જેમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે, જે નિયમોનું પાલન સમગ્ર જૈન સમાજના સંત-સતીજીઓને કરવાનું હોય છે અને અનાદિકાળથી કરતા આવેલ છે. - અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત- ઈય સમિતિ (જોઈને યતનાપૂર્વક ચાલવું), ભાષા સમિતિ વિચારપૂર્વક (નિરવઘ બોલવું), એષણા સમિતિ (શુદ્ધ આહાર-પાણીની ગવેષણા કરવી), આદાન ભંડમા નિક્ષેપ સમિતિ (વસ્ત્ર આદિ ઉપકરણોને સાવધાનીપૂર્વક લેવા મૂકવા) આ ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પરિસ્થાનિકા સમિતિ (વડીનીત, લઘુનીત, લખખો, શરીરનો મેલ, નાનો મેલ પરઠવાની સમિતિ. પાંચ સમિતિ અને મનગુપ્તિ (મનને વશમાં રાખવું), વચન ગુપ્તિ (વાણીને સંયમમાં રાખવી), કાયપ્તિ એટલે કાયાને સંયમમાં રાખવી. પંચમહાવ્રત અને અષ્ટપ્રવચનને ૧૩ નિયમોરૂપે તેરાપંથ સંપ્રદાયે સ્વીકાર્યા છે.
આમ પૂ. ભિખણજી મહારાજ (આચાર્ય ભિક્ષ) તેરાપંથ સંપ્રદાયના સંસ્થાપક બની ગયા. આ ઉપરાંત ધર્મના પ્રચાર-પ્રસારનું કાર્ય કરતી શ્રાવક અને સાધુની કડી રૂ૫ સમણ અને સમણીની એક વિશિષ્ટ શ્રેણી છે. જે પાંચ મહાવ્રતમાંથી ફક્ત ત્રણ મહાવ્રતનું સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્ય પાલન કરે છે અને દેશ-વિદેશમાં ૬૨ સમણી અને ૧ સમણ જૈન ધર્મના પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે. આચાર્ય તુલસીના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞ પછી હાલ સંપ્રદાયના આચાર્ય આચાર્ય મહ8મણ છે. એક જ આચાર્ય એક વિચાર, એક આચાર અને એક જ બંધારણ સંપ્રદાયની વિશેષતા છે.
રાજસ્થાનમાં, જયપુર, કોટા, જોધપુર, લાડનું, અજમેર, ઉદેપુર, બિકાનેર, ગુજરાતમાં સુરત, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીધામ, ભૂજ, ઉપરાંત ભારતનાં
Page #12
--------------------------------------------------------------------------
________________
000000000000010000000.0.0.0.0.0
મુખ્ય શહેરો દિલ્હી, કલકત્તા, ગૌહત્તી, હૈદ્રાબાદ, મદ્રાસ, બેંગ્લોર, લુધિયાણા, નેપાલમાં કાઠમંડુ વગેરેમાં સંત-મહાસતીજીઓના ચાતુર્માસ થાય છે. જૈન વિશ્વભારતી લાડનુંમાં ડીમે યુનિવર્સિટી, એમ.એ., પી.એચ.ડી. (જૈન) અભ્યાસક્રમો છે. બ્રાહ્મી વિદ્યાપીઠ સહિત ત્રીસ જેટલી વિદ્યાલયો છે. લાડનું, કલકત્તા, ચૂરૂ (સરદાર શહેર)માં ગ્રંથભંડારો છે.
દેશમાં ૩૫૦ જેટલી અણુવ્રત સમિતિ છે, જેમાં શ્રાવકો પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતનું પાલન કરવા માટે કાર્યરત છે. લંડન અને અમેરિકા સહિત વિદેશમાં ૭ કેન્દ્રો છે. ‘અનેકાંત ભારતી’ ‘જૈન જીવન વિજ્ઞાન એકેડેમી’” અને જૈન તત્ત્વના પુસ્તક પ્રકાશન વગેરે કાર્યો કરે છે. જૈન ધ્યાન સાધના પદ્ધતિ ‘પ્રેક્ષાધ્યાન’ની શિબિરો દેશભરમાં ચાલે છે.
આચાર્ય ભિક્ષુસ્વામીએ સંઘમાં શિથિલતા ન પ્રવર્તે અને સંઘ શક્તિશાળી બને એ આશયથી ‘મર્યાદાપત્ર' નામનો દસ્તાવેજ આપ્યો જેને માર્ગે ચાલવાનું પવિત્ર બંધારણ કહી શકાય. નિજી મર્યાદાઓનો અભ્યાસ કરવા પોતાની ક્ષતિઓ અને ત્રુટિઓનું અવલોકન કરવા સંઘ, ‘“શ્રાવક નિષ્ઠાપત્ર” પર, ચિંતન શ્રાવક સંમેલન અને મર્યાદા મહોત્સવ યોજી આત્મનિરીક્ષણનો અવસર આપે છે.
અન્ય પરંપરા
અધ્યાત્મ મહાપુરુષોની વિચારધારા અને ચિંતનમાંથી પ્રેરણા લઈ અને કેટલાંક મંદિરો અને સ્વાધ્યાય કેન્દ્રો જૈનો દ્વારા ચલાવવામાં આવે છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ જે આત્મલક્ષી તત્ત્વજ્ઞાનનું સર્જન કર્યું તેની સ્વાધ્યાય પ્રવૃત્તિ વિવિધ સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર મંદિરોમાં કરવામાં આવે છે.
શ્રીમદ્ભુએ રચેલ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' મોક્ષમાલા તેમના પત્રો અને તેમની કાવ્યરચનાઓનો અને અન્ય સાહિત્યનો સ્વાધ્યાય કરવામાં આવે છે.
વાણિયા, સાયલા, અગાસ, દેવલાલી, કોબા, હમ્પી, ધરમપુર, રાજકોટ, વડવા, બાંધણી, ઈડર, ખંભાત, રાણંજ, સાગોડિયા, મુંબઈ વગેરે સ્થળોએ મંદિરોકેન્દ્રો આવેલાં છે. વિદેશમાં પણ સ્વાધ્યાય કેન્દ્રો છે.
૨૫
0000000000000100000000000000000
પૂ. કાનજીસ્વામી સ્થાનકવાસી બોટાદ સંપ્રદાયમાં દીક્ષિત થયા પછી દિગંબર સંપ્રદાયમાં ગયા. સૌરાષ્ટ્રમાં સોનગઢ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું. તેઓએ સમયસાર, પ્રવચનસાર જેવા પરમાગમશાસ્રો પર ચિંતનસભર પ્રચવનો આપેલાં. સોનગઢ, દેવલાલી વગેરે સ્થળે તેમનાં મંદિરો-કેન્દ્રો આવેલાં છે.
દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની વિચારસરણીના પ્રચારનાં કેન્દ્રો સુરત, અડાલજ, અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં પણ કેટલીક જગ્યાએ આવેલાં છે.
સર્વધ સંસ્થ
તીર્થંકર પરમાત્માને જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે ધર્મ પ્રવર્તન અર્થે તે
‘નમો તિથ્યસ’' કહીને ચાર તીર્થની સ્થાપના કરે છે. આ તીર્થ એટલે સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ.
વર્તમાન શાસનના તીર્થ સ્થાપક ભગવાન મહાવીર કૈવલ્યની પ્રાપ્તિ પછી બીજા દિવસે વૈશાખ સુદ-૧૧ના પાવાપુરી પધાર્યા. પ્રભુની સાથે વાદ-વિવાદ કરવા આવેલા મહાન વિદ્વાન પંડિતો ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ બ્રાહ્મણ પંડિતો પ્રતિબોધ પામ્યા. ઇન્દ્રભૂતિ આદિ ૧૧ ગણધરો, ચંદનબાળા આદિ સાધ્વીઓ વગેરે મળી સંઘની સ્થાપના થઈ. અનેક આત્માઓએ દેશવિરતિ ધર્મ અંગીકાર
કર્યો. આ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ.
ભગવાન મહાવીરે સ્થાપેલો આ ચતુર્વિધ સંઘ લગભગ ૨૫૭૦ વર્ષથી કોઈ પણ જાતના લેખિત બંધારણ વિના ચાલી રહેલ છે, આ શાસનનાં અનેક કાર્યો થઈ રહેલ છે.
નમો તિથ્યુસ એટલે તીર્થને નમસ્કાર કરું છું - કહી તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે એટલે જે તીર્થને પ્રભુ નમસ્કાર કરે તે કેટલું મહાન અને પવિત્ર કહેવાય ! એટલે જ ચતુર્વિધ સંઘને ૨૫મા તીર્થંકર કહેવાય છે.
આ સંઘો દ્વારા દેરાસર, ઉપાશ્રયો, જૈન ભવન વિગેરેનું સંચાલન કરવામાં આવે છે. સંઘની સેવા કરનાર ટ્રસ્ટીઓ અને કાર્યવાહક કમિટી કે મહિલા કે યુવક મંડળની મિટીનાં ભાઈ-બહેનો પણ તપસ્વી કહેવાય કારણ કે તેઓ સંઘ (સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા)ની વૈયાવચ્ચ કરે છે માટે આવ્યંતર તપસ્વી છે.
૨૬
Page #13
--------------------------------------------------------------------------
________________
શ
જૈન દીક્ષા જૈન દીક્ષાને ભાગવતી દીક્ષા કે પ્રવજ્યા કહે છે. દીક્ષા એટલે સંસારનો ત્યાગ કરી સંયમપંથ સ્વીકારવો.
સામાન્ય રીતે સાધુ-સાધ્વી બનવા દીક્ષા અંગીકાર કરતાં પહેલાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી સાત વર્ષ સુધી શાસ્ત્રોનો, ભાષાઓનો અને જૈન આગમ, સહિત અન્ય દર્શનનોનો અભ્યાસ કરાવવામાં આવે છે. વૈરાગી ભાઈ-બહેન સાધુ-સાધ્વી સાથે શેષકાળ, ચાતુર્માસ અને વિહારના વિવિધ સમયે સાથે રહીને સાધુજીવનનો અભ્યાસ કરે છે. આ સંસ્કાર, અનુભવ અને જ્ઞાન તેને જીવન પર્યંત કામ આવે છે.
આ ટ્રેઈનિંગ (પ્રશિક્ષણ)નો સમય પૂરો થતાં ગ્રને યોગ્ય લાગે તો દીક્ષાર્થી અને તેનાં માતા-પિતાની આજ્ઞા હોય તો ગુર દીક્ષા માટે આજ્ઞા આપે છે. સંપ્રદાય અને મહાજન સંસ્થા (મહાસંઘ કે કૉન્સ)ની આજ્ઞા મળતાં દીક્ષાનો દિવસ નક્કી થાય છે.
દીક્ષા ઉત્સવની શોભાયાત્રામાં દીક્ષાર્થી પવિત્ર પદાર્થો અને લક્ષ્મીનું દાન કરે છે. આ શોભાયાત્રા સર્વસ્વ ત્યાગવાની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.
ચતુર્વિધ સંઘ સમક્ષ ગુરુ દીક્ષાનો પાઠ ભણાવે છે. આજીવન સામાયિક ચારિત્ર આપે છે. પંચ મહાવ્રતના પ્રત્યાખ્યાન વગેરે દીક્ષાવિધિ કરાવે છે.
માથે મુંડન કરીને શ્વેત વસ્ત્ર પરિધાન કરીને ઉપસ્થિત વૈરાગી દીક્ષાર્થી વ્યક્તિ અહિંસા, જયણા અને જીવદયાના પ્રતિક એવા રજોહરણને ગુર અર્પણ કરે છે અને આમ દીક્ષાર્થી સંસારત્યાગ કરી, ઘર, સર્વ સ્વજનોનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારે છે.
જૈન સંતોની વિશિષ્ટતા
સૂક્ષ્મ અહિંસાના પુરકર્તા અને છકાય જીવના રક્ષક હોવાથી રાત્રિભોજનના ત્યાગી છે. વળી સમતાની સાધનારૂપ કેશલુંચન કરે છે. કેશલેશન અને પાદવિહારમાં આત્યંતરતા કાયાકલેશની સાધના અભિપ્રેત છે. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વીલસે ધારા
આ છે અણગાર અમારા .... દુનિયામાં જેની જોડ જગે ના એવું જીવન જીવનારા
આ છે અણગાર અમારા ... દીક્ષાની સાથે પંચમહાવ્રત અંતરમાં ધરનારા
આ છે અણગાર અમારા .. મારગ હો ચાહે કાંટાળો પહેરે ના કાંઈ પગમાં હાથેથી સઘળા વાળ ચૂંટીને માથે મુંડન કરનારા
આ છે અણગાર અમારા. .. જૈન સંતોના મૃત્યુને “કાળધર્મ પામ્યા” એમ કહેવાય. મૃતદેહને શણગારેલી પાલખીમાં અંતિમસંસ્કાર માટે લઈ જવામાં આવે છે.
જૈન સાહિત્ય સર્જકો!
ભગવાન મહાવીરની વાણી ગણધરોએ સૂત્રોમાં ગૂંથી લીધી ત્યાર પછી આ વાણીને આગમ અને આત્મતત્ત્વ રૂપ અધ્યાત્મ સાહિત્ય સર્જન દ્વારા વારસો આપવા માટે પૂર્વાચાર્યોએ અને વિદ્વાનોએ સમ્યક્ પુરુષાર્થ કર્યો છે.
આચાર્ય ઉમાસ્વાતિએ તત્વાર્થ સૂત્રની રચના કરી આ. હિરભદ્રસૂરિ, આ સિદ્ધસેન દિવાકર, આ. હેમચંદ્રાચાર્ય, પૂ. કુંદકુંદ આચાર્ય, પૂ. આનંદધનજી, પૂ. યશોવિજયજી, પૂ. હીરવિજયસૂરી, પૂ. બુદ્ધિસાગરજી, પૂ. દેવેન્દ્રમુનિ, પૂ. ધર્મસિંહજી વગેરેએ અનેક ગ્રંથો લખેલા છે.
પૂ. બનારસીદાસ, પૂ. દોલતરામજી, પૂ. અમૃતચંદ્રજી, પૂ. સકલકિર્તી આચાર્ય વગેરેએ જૈન તત્ત્વના અનેક ગ્રંથોની રચના કરી. ભક્તામર સ્તોત્રની રચના કરનાર આચાર્ય માનતુંગસૂરિજી, મુનિ રત્નાકર, “રત્નાકર પચ્ચીશી''
વિશ્વમાં જૈન સંત-સતીજીઓ એક અજાયબી સમાન છે, કારણ કે તેમની જીવનચર્યા વિશિષ્ટ અને નિરાળી છે. આ સંતો, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં પંચમહાવ્રતનું પાલન કરે છે એ સંતોને અણગાર કહે છે.
પરિપહો અને ઉપસર્ગો સહેતા સહેતા ગ્રામાનુગ્રામ પાદવિહાર (પગપાળા પ્રવાસ કરીને અન્યને ધર્મોપદેશ આપે છે.
૨૮
Page #14
--------------------------------------------------------------------------
________________
૫. અમીતગતિએ “સામાયિક બત્રીશી', સાધુવંદના, પૂ. જયમલ્લજી મ.સા., આ. સિદ્ધસેન દિવાકરે “કલ્યાણ મંદિર સ્તોત્ર', ચિરંતનાચાર્ય (અજ્ઞાત)એ પાર્શ્વનાથ ચિંતામણી સ્તોત્ર અને અજ્ઞાતએ અરિહંતવંદનાવલી રચી છે.
આચાર્ય સોમસુંદરસૂરિ અને મેરૂસુંદરસૂરિએ મધ્યકાલીન જૈન ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કર્યું. આચાર્ય અમોલખઋષિજી, આ. ધાસીલાલજી, યુવાચાર્ય મધુકરમુનિજી તથા પૂ. અમરમુનિએ આગમ સાહિત્ય સમૃદ્ધ કર્યું છે. આ રાજેન્દ્રસૂરિ તથા પૂ. રત્નચંદ્રજીએ જૈન શબ્દકોષની રચના કરી છે.
આત્મસિદ્ધિ શાસ્ત્રના સર્જક શ્રીમદ્ રાજચંદ્રજી ઉપરાંત પંડિત ટોટરમલજી, પંડિત બેચરદાસજી અને પંડિત સુખલાલજીએ પણ જૈન સાહિત્ય સર્જનમાં અનન્ય યોગદાન આપેલ છે.
; સાધુધર્મ અને સમાચારી
શકે. એક રીતે જોઈએ તો સમય અનુસાર આચરણ એટલે સમાચારી. (સમ્યક આચરણ તે સમાચારી).
ધર્મશાસનનું સુકાન આચાર્ય અને સાધુભગવંતો સંભાળતા હોય છે. તેમની પાસે ચારિત્રપાલનની ઊંચી અપેક્ષા રાખવામાં આવે તે સ્વાભાવિક છે. વર્તમાનમાં ગુની અનિવાર્યતા છે. કારણકે આ કાળમાં અને આ ક્ષેત્રે અરિહંત પ્રભુ આપણી વચ્ચે સદેહે નથી ત્યારે ચતુર્વિધ સંઘના જો કોઈ સચોટ અને સબળ પથદર્શક હોય તો તે એકમાત્ર સદ્ભર છે. જ્યારે જ્યારે સાધુઓ આચરણ કે ચારિત્ર્યમાં શિથિલ બને ત્યારે ત્યારે આંખ આડા કાન કર્યા વિના, જાહેરમાં હોબાળો કર્યા સિવાય શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પ્રચંડ પુરષાર્થ આદર્શ શ્રાવો કરે છે.
! જેનોની મહાજન સંસ્થાઓ | અને સમાયાથી
સંસારત્યાગ કરી સંયમ માર્ગે પ્રવર્યા - દીક્ષા ગ્રહણ કરી, પંચમહાવ્રત અંગીકાર કરી જે સાધુજીવન (સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય) સ્વીકારે છે તેને સાધુધર્મ કે અણગાર ધર્મ કહે છે. જૈન ધર્મ સમતા અને ક્ષમાને પ્રધાનતા આપે છે. એટલે જૈનસાધુને ક્ષમાશ્રમણ પણ કહે છે.
સાધુજીઓને પાળવાના નિયમો એટલે ‘સમાચારી'. જૈન સંતોની જીવનશૈલી વિશિષ્ટ અને કઠિન હોય છે. સંત-સતીજીઓ દીક્ષા સમયે જ આજીવન સામાયિક વ્રત ધારણ કરે છે. તેઓ વાહનનો ઉપયોગ ન કરે, પાદવિહાર કરે. રાત્રિભોજનનો ત્યાગ કરનાર હોય છે. સમયાંતરે કેશલુંચન કરે છે. ચાતુર્માસ સિવાય શેષકાળમાં એક જ સ્થળે સાધુ ૨૯ દિવસ અને સાધ્વી અઠ્ઠાવન દિવસથી લાંબો સમય ન રહી શકે.
“સાધુની સમાચારી” અને “શ્રાવકાચાર' ખારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે.
દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સૂત્ર સિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણ કે તે સર્વજ્ઞ ભગવંતે રચેલા હોય છે. તેથી કાળના પ્રવાહમાં કદી બદલાય નહીં. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશ પણ પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો અર્થઘટન અને શાસ્ત્રાનુસારી પરિવર્તન અંગે નિર્ણય લઈ
જૈન ધર્મમાં મુખ્યત્વે દિગંબર અને શ્વેતાંબર બે પરંપરામાં વહેંચાયેલ છે.
જૈન ધર્મ મુખ્યત્વે દેરાવાસી (મૂર્તિપૂજક), સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર એમ ચાર કિકાઓમાં વહેંચાયેલ છે. તેમાંય વિચારસરણી, આચાર, ભાષા અને પ્રાંતના ધોરણે અલગ અલગ સંપ્રદાય રચાયેલા છે.
તેરાપંથ સમાજ એક આચાર્ય અને એક બંધારણ હેઠળ કાર્ય કરે છે. શ્વેતાંબર અને દિગંબરોની અખિલ ભારતીય પરિષદો, મંડળો, સંઘો અને મહાસંઘો જેવી અનેક સંસ્થાઓ છે. આવી તમામ મહાજન સંસ્થાઓ ગચ્છ અને સંઘોના નિયમન અને માર્ગદર્શનનું કાર્ય કરે છે. આવી સંસ્થાઓ સમયાંતરે સાધુઓ - સાધ્વીજીઓ અને સંઘપતિઓના સંમેલનો બોલાવી સાધુઓના આચારને લગતી ‘સમાચારી' અને શ્રાવકોની આચારસંહિતા ‘શ્રાવકાચાર'ને લગતી નિયમાવલીઓ બહાર પાડે છે. તેરાપંથ સંપ્રદાય મર્યાદા મહોત્સવ’ યોજે છે.
મહાસંઘના પરિપત્રના મુદ્દાઓ : - સાધુ -સાધ્વીઓએ જૈનશાસનની આજ્ઞાનું વ્યવસ્થિત પાલન કરવા જણાવ્યું છે. નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલન સાથે વિશુદ્ધ જ્ઞાન, દર્શન, ચરિત્ર્ય પાલનની જાગૃતિ રાખવા જણાવ્યું છે. પૈસા સંબંધે વ્યવહારમાં સાધુજી-સાધ્વીજીએ પડવું નહિં અને દોરા, ધાગા, મંત્ર-તંત્રનો
૩૦
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ કરવો નહીં. બહેનોએ એકાંતમાં સાધુજીને મળવું નહીં. રાત્રે શ્રાવિકાઓએ સાધુજીના સ્થાનકમાં અને પુરુષોએ સાધ્વીજીના સ્થાનકમાં જવું નહીં. ઓછામાં ઓછા બે સાધુજી અને ત્રણ સાધ્વીજીઓએ સાથે ચાતુર્માસ કરવું. ઉપાશ્રય, ધર્મસ્થાનક સિવાયના સ્થાનોમાં ચાતુર્માસ ન કરવા. શેષકાળમાં પણ શક્ય હોય ત્યાં સુધી ગૃહસ્થોના નિવાસસ્થાનોમાં સાધુ-સંતોના નિવાસ નિવારવા.
ગૌચરી પૂ. સાધુ-સાધ્વીજીને વહોરાવવા અંગેના પ્રાથમિક મુદ્દાઓ
જૈન સાધુ-સાધ્વીજીઓ જે નિર્દોષ આહાર-પાણી વહોરે (ભિક્ષા લે) તેને ગૌચરી કહે છે. જેમ ગાય ગૌચરનું ઘાસ થોડું થોડું ઉપરથી જ લે છે અને ઘાસના મૂળને લગીરે નુકસાન ન પહોંચાડે તેમ જૈન સાધુઓ દરેક ઘરમાંથી થોડા થોડા આહાર-પાણી, ઔષધ વગેરે લે છે ત્યારે તે ગૌચરી વહોરાવનાર ઘરની પરિસ્થિતિ, સમય વગેરેને વિવેકપૂર્વક ધ્યાનમાં લે છે. જૈન સંતોને નિયમ પ્રમાણે નિર્દોષ ગૌચરી ન મળે તો ઉપવાસ વગેરેના પ્રત્યાખ્યાન લઈ લે છે. નિર્દોષ આહાર ન મળવાને કારણે જૈન સાધુઓને કેટલાય દિવસ, મહિના અને વર્ષના તપ થયાનું જૈન ઈતિહાસમાં નોંધાયેલું છે.
પૂ. સાધુ-સાધ્વીજીઓને નિર્દોષ, સુઝતા આહાર -પાણી અંતરના ઉલ્લાસભાવથી વહોરાવવાનો, સુપાત્ર દાનનો અમૂલ્ય લાભ છે. આ લાભ લેવા માટે નિર્દોષ આહાર-પાણી વહોરાવવાની વિધિ જાણવાનું અત્યંત આવશ્યક છે. - સાધુ-સાધ્વીજીને આહાર-પાણી વગેરે વહોરાવવામાં આધાકર્મી=સાધુ-સાધ્વી
માટે બનાવી આપવું તે તથા ક્રતિકૃત=સાધુ-સાધ્વી માટે વેચાતું લઈ આપવું. તેવા દોષથી બચવું. માત્ર પોતા માટે બનાવેલા કે લાવેલા આહાર-પાણી વગેરે વહોરાવવાની ભાવના ભાવવી અને વહોરાવવું. સાધુ-સાધ્વીજી ઘેર આવ્યા પછી, ‘પધારો મહારાજ, પધારો મહાસતીજી' કરી આવકાર દેવો અને પછી સચિત વસ્તુ. કાચું મીઠું, પાણી, અગ્નિ, લીલોતરી વગેરે આઘીપાછી કરવી નહીં તથા બળતા ચૂલા પરથી ઉતરતી રોટલી વગેરે
સુઝતી પડેલી રોટલી વગેરે સાથે મૂકવી નહીં. અસુઝતી વસ્તુ સાથે સંઘટ્ટાવાળી વ્યક્તિ સૂઝતા આહાર-પાણી વગેરેને કે સૂઝતા વહોરાવનાર દાતાને અડવું નહીં તેનાથી દૂર રહેવું. વહોરાવતી વખતે કાચું મીઠું, આખી રાઈ-મેથી, આખા ધાણા, આખું જીરૂ કે બીવાળાં મરચાં વગેરે મસાલાને કે કાચા પાણી, અગ્નિ, લીલોતરીને અડવું નહીં. ફૂંક મારવી નહીં. દીવાબત્તી કે લાઈટ કરવી નહીં કે હોય તો બંધ કરવી નહીં. રેફ્રિજરેટરમાંથી કે છીકામાંથી કે કાચી મેડી પરથી કે હાલતા હીંડોલા પરથી કે સચેતના અંધકે હોય તે વસ્તુ લેવી નહીં. ઉઘાડે મઢે બોલવું નહીં ઘી-તેલ વગેરેનાં ટીપાં પણ પડી ન જાય. વાસણ કે વસ્તુ લેતાં મોટો અવાજ ન થાય કે અયત્ના ન થાય તેનું ધ્યાન રાખવું. કોકમ, લીંબડાના પાન, આંબલિયો, કઠણ ઠળિયા, ગોટલી, દાંડલા, છોતરા વગેરે સાધુ-સાધ્વીજીના પાત્રમાં પડી ન જાય તેનું ધ્યાન રાખવું. અસુઝતી વ્યક્તિને પણ અડવું નહીં. કેળા સિવાયના આખા ફળ, ચારોલી, એલચી, મરી, જાયફળ, કાચી સોપારી, પબડીના ગોટા, દાડમના દાણા, બરફ વગેરે સચિત હોવાથી તેને અડવું નહીં, તેનાથી દૂર રહી યત્નાપૂર્વક ભાવથી વહોરાવવું. • જેના હાથ કે વાળ કાચા પાણીથી ભીંજાયેલા હોય, હાથમાં કે ખીસ્સા વગેરેમાં
સચેત ફૂલ હોય, માથામાં ફૂલની વેણી હોય, લીલું દાતણ હોય, સચિત માટીમીઠું-અગ્નિ-લીલોતરીને અડેલા હોય તો અસૂઝતા બને છે, તેના હાથે વહોરી શકાય નહીં. માટે ગૌચરીના સમયે અસૂઝતા રહેવું કે થવું નહીં, જેથી સૂઝતા આહાર-પાણી વહોરાવવાની ભાવના ભાવી શકાય અને સૂઝતા આહાર-પાણી વહોરાવવાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરી શકાય. ગર્ભવતી બહેન જેને સાતમો મહિનો શરૂ થયો હોય તે ઊઠી, બેઠી કે ધવરાવતી માતા બાળકને છોડાવી, રડતું મૂકીને, પગે અપંગ દાતા યત્નાથી હાલી-ચાલીને
વહોરાવી શકે નહીં. તેવું હોય તો ત્યાં જ બેઠા બેઠા વહોરાવી શકે છે. • વસ્તુ નૈવેધ કે દેવ-દેવીઓને ચડાવવા બનાવેલ હોય તથા ગર્ભવતી, સુવાવડી
કે બાળક માટે બનાવેલ હોય તથા દાતણવાળા કે ગોવાળ કે કામવાળા કે
Page #16
--------------------------------------------------------------------------
________________
- આયુર્વેદ, હોમિયોપેથીની કે અન્ય નિર્દોષ ઔષધિનો ખપ હોય તો પૂછીને વહોરાવવી.
પૂ. સાધુ-સાધ્વીજીઓના સૂઝતા નિર્દોષ આહાર-પાણી વગેરે વહોરવાના નિયમો, તેમના પંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાસ્વરૂપે પાલન થાય તે દષ્ટિએ ઘણા સૂક્ષ્મ બનાવાયેલ છે. ઉપર જે નિયમો આપેલ છે તે તો પ્રાથમિક સ્વરૂપના છે. આગમ ગ્રંથોમાં આ અંગે ઘણું ઊંડાણથી વિશ્લેષણ કરેલ છે.
ભિખારી કે કૂતરા વગેરે માટે બનાવેલ હોય કે રાખી મૂકેલ હોય તો પત્યા પહેલાં વહોરાવી શકાય નહીં. સાધુ-સાધ્વીજી ગૌચરીના સમય સિવાય ઘરે પધાર્યા હોય તો આવવાનું કારણ પૂછી લેવું. અન્ય વસ્તુના દાનનો લાભ ગુમાવવો નહીં. સાધુ-સાધ્વીજી વહોરીને વળતાં ‘પધારજો મહારાજશ્રી કે મહાસતીજી' કહી, બારણા સુધી વળાવવા જવાનો વિવેક ચૂકવો નહીં. સાધુ-સાધ્વીજીને વહોરાવવાનો લાભ લીધા બાદ ફરી નવી રસોઈ બનાવવી
નહીં કે ખરીદ કરવી નહીં, પણ સંતોષ રાખી તેટલામાં જ નિભાવી લેવું. - સાધુ-સાધ્વીજીને આહાર માટે નોતરું કે આમંત્રણ અપાય નહીં, કે અમુક દિવસે
કે સમયે અમારા ઘરે પધારજો, એમ પણ કહેવાય નહીં, પણ ભાવ રાખજો,
લાભ દેજો એવી હંમેશાં વિનંતી કરવી અને લાભ મળે તેવી ભાવના ભાવવી. • પૂ. સાધુ-સાધ્વીજી પધારે ત્યારે ‘કોણ છે ?' તે જોવા લાઈટ કરાય નહીં કે
બેલ મારીને બારણું ખોલાવાય નહીં - સાધુ-સાધ્વીજીને આહાર, પાણી મુખવાસ વગેરે ઉપરાંત વસ્ત્ર, પાત્ર, પુસ્તક, કંબલ, રજોહરણ, દવા, ઔષધ વગેરે જે પોતાના ઘરે કે દુકાને સૂઝતા હોય ત્યારે વિનંતી કરવી અને તે વહોરાવવાની હંમેશા ભાવના ભાવવી અને વહોરાવવું. અજાણ્યા સાધુ-સાધ્વીજીને ગૌચરી માટે સાથે જઈને ઘર બતાવવાનો હંમેશાં વિવેક કરવો અને અન્ય દવા-ઔષધિ માટે કે ઠલે જવાની જગ્યા વગેરે બતાવાય.
સાધુ-સાધ્વીજીને આહાર-પાણી વગેરેનું દાન તેમની શરીર શાતા વડે સંયમ - નિર્વાહ માટે દેવાય છે તે હંમેશાં યાદ રાખવું અને શાતા પૂછવી.
સાધુ-સાધ્વીજી પધારે ત્યારે ઘરમાં લાઈટ, ટી.વી., પંખા, કમ્યુટર, ફોન વગેરે બંધ કે ચાલુ ન કરવા. મોબાઈલ - વોટસ એપનો ઉપયોગ ન કરવો. સાધુ-સાધ્વીજીને પછેડી, શાલ, ઉપકરણો, પુસ્તકો વગેરેનો ખપ હોય તો પૂછીને વહોરાવવું.
વાવણથાર અને શ્રાવકનાં ૧૨ નતી | તીર્થંકર પરમાત્માએ ચાર તીર્થની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. સાધુધર્મ કે શ્રાવકધર્મ બન્નેનું અંતિમ લક્ષ્ય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે. જ્યારે શ્રાવક ધર્મને સરળ અને લાંબો માર્ગ કહી શકાય. ગણધર ભગવતેએ સૂત્ર સિદ્ધાંતો રચ્યા અને આચાર્ય ભગવંતોએ આચારસંહિતા બતાવી. “શ્રાવકાચારએટલે શ્રાવકોએ પાળવાની આચારસંહિતા.
શ્રાવકની ૧૧ પડિયા, ૧૨ વ્રતોનું પાલન, ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય (કંદમૂળ), રાત્રિભોજન ત્યાગ, સાત વ્યસન ત્યાગ, શ્રાવકના ૨૧ અને માર્ગાનુસારીના ૩૫ ગુણોનું જીવનમાં અવતરણ, ૧૪ નિયમોની ધારણા શ્રાવકાચારના મુખ્ય અંગો છે. જેમાં વિશેષ આરંભ-સમારંભ અને હિંસા રહેલી છે તેવા ૧૫ કર્માદાનના ધંધાથી શ્રાવક દૂર રહે છે. શ્રાવકના ૧૨ વ્રતો (પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત).
(૧) હિંસાનો ત્યાગ (૨) મૃષાદવાદનો ત્યાગ (હું ન બોલવું) (૩) ચોરીનો ત્યાગ (૪) અબ્રહ્મચર્યનો ત્યાગ (બ્રહ્મચર્ય પાલન અંગેનું વ્રત) (૫) પરિગ્રહની મર્યાદાનું વ્રત (૬) દિશાની મર્યાદાનું વ્રત (૭) ઉપભોગ - પરિભોગની મર્યાદાનું વ્રત (૮) અનર્થદંડનો ત્યાગ(૯) સામાયિક વ્રત (૧૦) દયાવ્રત
(૧૧) પોષધ કરવાનું વ્રત (૧૨) અતિથિ સંવિભાગ વ્રત - અતિથિ સત્કાર - સાધુસંતને ગૌચરી ભિક્ષા વગેરે દાન દેવાની ભાવનાનું વ્રત.
33
૩૪.
Page #17
--------------------------------------------------------------------------
________________
000000000000000000000000000000
જીવ હિંસાયુક્ત સૌંદર્ય પ્રસાધનો, દવા, ઔષધ, સિલ્કનાં રેશમી વસ્ત્રો, રાત્રિના ભોજન સમારંભોનો, નૈતિક અધઃપતન થાય તેવી સી.ડી., ઈન્ટરનેટ, વેબ, વીડિયો, ફિલ્મ, લગ્ન વગેરેમાં ફટાકડા, ફૂલો, જાહેર નૃત્ય વગેરેનો ત્યાગ શ્રાવકાચાર છે. સાત્ત્વિક આહાર લેનાર, માતા-પિતાના પૂજક, પત્નીને સન્માનિત કરનાર, બાળકો અને આશ્રિતો પ્રતિ વાત્સલ્યભાવ; નોકરો પ્રતિ ઉદારતા, ગુરુ આજ્ઞાના પાલક, વિવેક અને જતનાપૂર્વકનું આચરણ ‘‘શ્રાવક’'ની અસ્મિતા ટકાવી રાખશે.
જૈન રાજ્યકર્તાઓ, ઉત્તમ શ્રાવકો અને દાનવીરો જૈન ધર્મના ઉત્કર્ષ માટે શ્રેણિક, સાંપ્રત, ખારવેલ કુમારપાળ, વસ્તુપાલ તેજપાલબાહુ જેવા અનેક રાજવી, દીવાન, મંત્રીઓએ પોતાનું યોગદાન આપેલ.
ભગવાનના આનંદ આદિ શ્રાવકો જગડુશા, ભામાશા, જાવડશા, મોતીશાહ, ભીમા કુંડલિયા જેવા અનેક દાનવીરો કવિ ઋષભદાસ, હરકોર શેઠાણી લલ્લાંગ શ્રાવક જેવા અનેક ઉત્તમ શ્રાવકોએ શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરી. જીવનું વર્ણન
-
સ્થાવર જીવઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પાંચ હલનચલનની શક્તિ ન હોવાથી એકલા શરીરધારી અને સ્થિર રહેલ હોવાથી સ્થાવર કાયના જીવ છે ત્રસ જીવ : સ્વરક્ષણ માટે ત્રાસીને ભાગે તે ત્રસ. બેઈન્દ્રિય : પોરા કરમિયા, ઈયળ જેને શરીર અને જીભ બે છે. તેઈન્દ્રિય ઃ જુ, લીખ, માંકડ, ચાંચડ જેને શરીર, જીભ, નાક છે. ચઉરિન્દ્રિય: માખી, મચ્છર, ડાંસ, ભમરા, પતંગિયાં જેને શરીર, જીભ, નાક, આંખ છે. પંચેન્દ્રિય : નારકી (નરકમાં વસતાં) તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવ.
જૈન ધર્મના પ
પર્વોને બે શ્રેણીમાં વહેંચી શકાય.
(૧) લૌકિક પર્વો (લોકપર્વો) (૨) લોકોત્તર પોં
લૌકિકપર્વો મુખ્યત્વે ભોગ-ઉપભોગ અને આનંદ-પ્રમોદથી ઉજવાય. જૈન
૩૫
0000000000000100000000000000000
ધર્મના તમામ પર્વો લોકોત્તર પર્યો છે, જે આત્મઉર્ધ્વગમનના લક્ષ્યથી તપ-ત્યાગની આરાધના અર્થે છે.
પર્યુષણ પર્વ : પર્યુષણ એ પર્વોનો રાજા છે, માટે તેને પર્વાધિરાજ એવું માનવાચક ઉપનામ આપવામાં આવેલ છે. ક્યારેક એક તિથિનો ફરક આવે એ સિવાય શ્વેતાંબરો શ્રાવણ વદી ૧૩થી ભાદરવા સુદ ૫ (પાંચમ) એમ સ્થાનકવાસી અને તેરાપંથી જૈનો પર્યુષણ ઉજવે છે. શ્રાવણ વદ-૧૨ થી ભા. સુ.-૪ મૂર્તિપૂજક ચે. ઉજવે છે, ત્યાર પછી દિગંબર-દસલક્ષણા પર્વરૂપે ઉજવે છે. પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી રૂપે ઉજવે છે. આ શાશ્વત પર્વના દિવસોમાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રાર્થના, વ્યાખ્યાન, વાંચણી, પ્રતિક્રમણ વગેરે આધ્યાત્મિક અનુષ્ઠાનો, જપ-તપવ્રત-દાન અને શિયળનું ઉત્કૃષ્ટ આચરણ કરે છે.
આયંબિલ ઓળી : જૈન ધર્મમાં “આયંબિલની ઓળી'' એ વિશિષ્ટ શાશ્વતી લોકોત્તર પર્વની શૃંખલા (સાંકળ) છે. દર વર્ષે ચૈત્ર સુદ-૭ અને આસો સુદ-૭થી આયંબિલની ઓળી શરૂ થાય છે અને નવ દિવસે એટલે કે પૂનમના પૂરી થાય છે. આયંબિલ તપમાં ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર, મિષ્ઠાન, શાકભાજી, ફળો તથા મસાલા વિનાનો, રસ વગરનો શુષ્ક આહાર માત્ર એકવાર લેવાનો હોય છે. બાકીના ભાગમાં ઉકાળીને ઠારેલ પાણી તે પણ સૂર્યાસ્ત સુધી જ લેવાનું હોય છે. આ તપમાં એક ગર્ભિત સિદ્ધાંત અભિપ્રેત છે. ‘ખાવા’ માટે જીવવાનું નથી પરંતુ ‘“જીવવા” માટે ખાવાનું હોય છે. આ સ્વાદવિજયની આરાધના માટેનું તપ છે.
ઉપાયો અને દેરાસરોની આયંબિલ શાળાઓમાં વિગઈ રહિત એટલે રસ વગરના શુષ્ક આહારની વ્યવસ્થા હોય છે. ઘરે પણ આ તપ કરી શકાય છે. આયંબિલ તપની નવ દિવસની આરાધનામાં જૈન દર્શનનું નવપદ ચિંતન અભિપ્રેત છે. પહેલા પાંચ દિવસમાં પંચપરમેષ્ટિને વંદનની આરાધના અને છેલ્લા ચાર દિવસ દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય અને તપ એમ સમકિતની સાધના કરવાની હોય છે.
શરીર સ્વાસ્થ્ય માટે પણ આયંબિલ તપ ઉપકારક છે. વર્ણ પ્રમાણે એક એક ધાન્યના આહારથી પણ એ તપ થાય છે. કાઉસગ્ગ, વંદના માળા વગેરે વિધિ પણ કરવાની હોય છે.
39
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીઓ કહે છે કે વિગઈઓ (રસ) એ શત્રુનું ઘર છે. આયંબિલ એ મિત્રનું ઘર છે અને ઉપવાસ એ પોતાની માલિકીનું ઘર છે. જેણે રસ જીત્યો એણે જગત જીતી લીધું છે. આયંબિલની ઓળી આવે એટલે મિત્રના ઘરને યાદ કરવાનું. વર્ષમાં બે વાર આપણને મિત્રના ઘરનું પ્રેમભર્યું આમંત્રણ મળે છે.
તીર્થંકરોના કલ્યાણકો: - ચ્યવન કલ્યાણક એટલે તીર્થંકર ભગવાન ગર્ભમાં આવે તે, જન્મકલ્યાણક એટલે જન્મદિવસ, દીક્ષાલ્યાણક એટલે તીર્થંકર ભગવાનનો દીક્ષાદિવસ, કૈવલ્ય કલ્યાણક એટલે ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તે દિવસ
અને નિર્વાણ કલ્યાણક એટલે તીર્થંકર ભગવાનનો આત્મા આઠે કર્મનો ક્ષય કરી નિર્વાણ પામી સિદ્ધ શીલા પર સ્થિર થઈ સિદ્ધત્વને પામે તે દિવસ. આ દિવસોને જેનો કલ્યાણકો રૂપે ઉજવે છે. કારણ કે આ પર્વો માનવી માટે કલ્યાણકારી પ્રેરણા આપે છે..
અક્ષતૃતિયા - પૂર્વના કર્મોદયે નિર્દોષ સૂઝતો આહાર ન મળવાથી આદિનાથ, ઋષભદેવે ફાગણ વદ આઠમે સંયમ સ્વીકાર્યો ત્યારથી ૪૦૦ દિવસ બાદ વૈશાખ સુદ ત્રીજે પ્રભુનું ઈક્ષરસ દ્વારા પારણું થયું. આ અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપના તપસ્વીઓ પારણું કરે છે અને આ તપની અનુમોદનાના ઉત્સવરૂપે ઉજવાય છે.
દીવાળી :- દીવાળીને ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણકને ઉત્સવરૂપે જેનો ઉજવે છે. આ દિવસોમાં ઉલ્લાસભાવે દાન આપી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાની ભાવના અભિપ્રેત છે. આઠ કર્મોથી મુક્ત થઈ ભગવાન મહાવીરની આત્મજ્યોત પરમ આત્મા પ્રકાશમાં વિલીન થઈ ગઈ તે દિવસને શ્રાવકો છઠ્ઠ પોષધ વગેરે તપ અને જપ દ્વારા ઉજવે છે.
નૂતન વર્ષનું પર્વ ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનની સ્મૃતિરૂપ ગૌતમપ્રતિપદા રૂપે સ્વાગત કરે છે. લાભ પંચમીને જ્ઞાનની આરાધનાનું જ્ઞાનપંચમી પર્વ ગણે છે.
પર્વતિથિઓ :- જે શ્રાવકો હંમેશા સંપૂર્ણ શ્રાવકાચારનું પાલન ન કરી શકે તે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ (પૂનમ, અમાસ) તે પર્વ તિથિ કરે છે અને તેને પાંચ પરબી કે પર્વતિથિઓ ગણે છે. આ દિવસોમાં લીલોતરી, કંદમૂળ વગેરેનો ઉપયોગ ન કરવાનો - જપ, તપ કરવાનું. બ્રહ્મચર્યનું પાલન કરવાનું વગેરે આરાધનાનો વિશેષ પુરષાર્થ કરે છે. સામાન્ય રીતે આ દિવસોમાં આયુષ્યકર્મનો
બંધ પડવાની વિશેષતઃ સંભાવના હોય છે તેથી તે પર્વતિથિઓમાં તપ-ત્યાગ કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. ! જેન ધર્મની તપસ્યા - ઉપસાધના |
તપ : કર્મનિર્જરાનું ઉત્કૃષ્ટ સાધન કર્મોને તપાવે, નાશ કરે તેનું નામ તપ. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બંધાયેલો છે, ત્યાં સુધી તે સંસારી છે અને
જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મ-જીવન અને મૃત્યુના દુ:ખો જીવે ભોગવવાના રહે છે. જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી તે ધાતુ માટીથી ઠ્ઠી પડી પોતાનું અસલી રૂપ ધારણ કરી શકે છે, તેવી રીતે કર્મરૂપ મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યા રૂપ અગ્નિના પ્રયોગથી શુદ્ધ થઈ નિજરૂપને પ્રાપ્ત કરે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમાં અધ્યયન તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના ભેદ બતાવ્યા છે, જેમાં છ પ્રકારના બાહ્મ તપ અને આ પ્રકારના આત્યંતર તપ બતાવવામાં આવ્યા છે.
બાહ્યત૫ :
(૧) અનશન તપ : અન્ન, સુખડી, મુખવાસ આ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો. તે તેવિહારો ઉપવાસ અને પાણીનો પણ ત્યાગ કરવો તે ચૌવિહારો ઉપવાસ કહેવાય છે. એક ઉપવાસથી છ મહિના સુધીના ઉપવાસનો અનશન તપમાં સમાવેશ થાય છે, અઠ્ઠમ (ત્રણ ઉપવાસ), અઠ્ઠાઈ (૮ ઉપવાસ), ૧૬ ઉપવાસ (સોળ ભથ્થુ), ૩૦ ઉપવાસ માસક્ષમણ, વર્ષીતપ એટલે એકાંતર એક વર્ષના ઉપવાસ પ્રચલિત છે. ઉપવાસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ઉકાળ્યા પછીનું ઠારેલું પાણી જ પીવાય છે.
| (૨) ઉણોદરી તપ : આહાર, ઉપધિ તથા કષાય કમી કરે તેને ઉણોદરી તપ કહેવાય. તેના બે પ્રકાર : ૧. દ્રવ્ય, ૨. ભાવ.
દ્રવ્ય ઉણોદરી : ૧. વસ્ત્ર, પાત્ર ઓછા રાખે તે ઉપકરણ ઉણોદરી.
૨. દિવસમાં ૩૨ ગ્રાસ (કોળિયા)નો આહાર લેવો અને તે ક્રમે ક્રમે ઘટાડતા જવો. ભાવ ઉણોદરી : ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ચપળતા આદિ દોષો
૩૮
૩૭
Page #19
--------------------------------------------------------------------------
________________
ઓછા કરે.
(૩) વૃત્તિ સંક્ષેપ:- (ભિક્ષાચરી ત૫) અલગ અલગ ગૃહસ્થોને ત્યાંથી પરિમિત ભિક્ષા ગ્રહણ કરી સંયમપૂર્વક નિર્વાહ કરે. જેમ ગાય ઉપરથી થોડું થોડું ઘાસ ખાઈ પોતાનો નિર્વાહ કરે છે, તેમ સાધુ પણ ગૌચરી કરે છે.
(૪) રસપરિત્યાગ :- દૂધ, દહીં તેલ, ઘી, માખણ, ગોળ, મીઠાઈ વગેરે રસત્યાગને તપ કહે છે. રસનો ત્યાગ એ આહારનો ત્યાગ છે.
(૫) કાયકલેશ તપ :- સ્વેચ્છાએ, સ્વાધીનપણે નિર્જરા અર્થે કાયાને કષ્ટ દે તે કાયકલેશતપ - કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહેવું તે - તડકામાં ઊભા રહી આતાપના લેવી. કડકડતી ઠંડીમાં જેમ બને તેમ ઓછા વસ્ત્ર ધારણ કરીને ઊભા રહેવું.
સાધુની ૧૨ પડિમા (પ્રતિજ્ઞા) ઉપરાંત લોચ કરવો (કેશ લુંચન), ગ્રામાનુગ્રામ વિહાર, શીત તાપ સહન કરવાં વગેરે કષ્ટ સહે તે કાયકલેશ તા.
(૬)પ્રતિસલીનતા તપ : તેના ચાર ભેદ છે.
૧. રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને, રસથી જીભને અને સ્પર્શથી શરીરને રોકી રાખે, ઇન્દ્રિયોના વિષય સંબંધી પ્રાપ્ત થતાં મનને વિકારી ન કરે તે ઇન્દ્રિય પ્રતિસંલિનતા તપ.
૨. ક્રોધનો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસલીનતા તપ.
૩. અસત્ય અને મિશ્ર મનના યોગનો નિગ્રહ કરી સત્ય વ્યવહારમાં મન પ્રવર્તાવે. અસત્ય અને મિશ્ર વચનનો ત્યાગ કરી સત્ય અને વ્યવહાર વચન પ્રવર્તાવે. ઔદારિક આદિ સાત કાયયોગમાંથી અશુભને છાંડી શુભ પ્રવર્તાવે તે યોગ તે પ્રતિસંલીનતા તપ.
૪. વાડી, બગીચા, ઉદ્યાન, દેવસ્થાન, પરબ, ધર્મશાળા, કોઠ, દુકાન, હવેલી, ઉપાશ્રય, પૌષધશાળા, ખાલી કોઠાર, સભાસ્થાન, ગુફા, રાજસભાસ્થાન, છત્રી, વૃક્ષની નીચે આસન એ ૧૮ પકારના સ્થાનમાં જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસક ન રહેતા હોય ત્યાં એક રાત્રિ આદિ યથોચિત કાળ રહે તે વિવિક્ત શયનાસન
૩૯
પ્રતિસંલીનતા તપ.
છ પ્રકારના આત્યંતર તપ
(૧) પ્રાયશ્ચિત તપ : પાપ પર્યાયનું છેદન કરે તેને પ્રાયશ્ચિત તપ કહેવાય છે. પ્રાયશ્ચિત એ સ્વદોષદર્શન સ્વરૂપ છે. ચિત્તશુદ્ધિ જેનાથી થાય તે પ્રાયશ્ચિત, સદ્-ગુરુના ચરણોમાં વિનયપૂર્વક પોતાના દોષ-પાપો કહેવા, અતિચારો પ્રગટ કરવા અને ગુરુદેવ જે પ્રાયશ્ચિત આપે તે વહન કરવું તેને પ્રાયશ્ચિત તપ કહે છે.
૨. વિનય ત૫ : જે ઓ વિનયને યોગ્ય હોય તેમનો વિનય કરવામાં પાપકર્મનો ક્ષય થાય છે. માટે વિનય તપ કહેવામાં આવ્યો છે. પૂજ્ય પુરષો આવે ત્યારે ઊભા થવું, મસ્તકે અંજલિ જોડવી. ચરણપ્રક્ષાલન કરવું, બેસવા આસન આપવું વગેરે અનેક પ્રકારો વિનયના છે. વિનયતપના પાંચ પ્રકાર છે.
૧) જ્ઞાનીનો વિનય કરે તે જ્ઞાનવિનય. ૨) શુદ્ધ શ્રદ્ધાનંદ વંદના-નમસ્કાર કરે તે દર્શનવિનય. ૩) ચારિત્રવાનનો વિનય કરેતે ચારિત્રવિનય. ૪) પ્રશસ્ત, કોમળ, દયાળુ અને વૈરાગી વિચાર કરે તે મનવિનય. ૫) હિત મિત અને પ્રિય બોલવું તેને વાણીનું તપ કહ્યું છે તે વચનવિનય.
(પ્રિય એટલે કલ્યાણકારી વચન). ૬) ગમન આગમન કરતા, ઊભા રહેતા, બેસતાં, સૂતા, સર્વ ઇન્દ્રિયોને અપ્રશસ્ત (અયોગ્ય) કાર્યોથી રોકી પ્રશસ્ત (કરવા યોગ્ય) કાર્યોમાં પ્રવર્તાવે તેને કામવિનય કહ્યો છે.
૭) ગુરુની આજ્ઞામાં વર્તે, સ્વધર્મીનું કાર્ય કરે, ગુણાધિક સ્વધર્મીની આજ્ઞામાં વર્તે, ઉપકારીનો ઉપકાર માને, અન્યની ચિંતા ટાળવાનો ઉપાય કરે, દેશકાળને ઉચિત પ્રવૃત્તિ કરે, વિચક્ષણતા અને નિષ્કપટતાપૂર્વક સર્વને પ્રિય લાગે તેવાં કામ કરે તેને લોકવ્યવહાર વિનય કહ્યો છે. આમ વિનય પરગુણદર્શન સ્વરૂપ છે.
૩. વૈયાવચ્ચ તપના ૧૦ પ્રકાર : (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) શિષ્ય (૪) ગ્લાન (રોગી) (૫) તપસ્વી (૬) સ્થવિર (૭) સ્વધર્મી (૮) કુલ (ગુરુભાઈ) (૯) ગણ (સંપ્રદાયના સાધુ)
૪૦
Page #20
--------------------------------------------------------------------------
________________
000000000000010000000.0.0.0.0.0
અને (૧૦) સંઘ (તીર્થ).
આ દસને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ઉપચાર લાવી આપવા. સાધુસંતો અને તપસ્વીઓની નમ્રતાથી અને પ્રસન્નચિત્તે સેવા કરવી તે વૈયાવચ્ચ તપ છે. આચાર્ય વિગેરે મને સેવાનો લાભ આપી મારા પર ઉપકાર કરે છે, એ ભાવના ભાવવી.
૪. સ્વાધ્યાય : સજ્ઝાય તપના પાંચ પ્રકાર છે
૧) સદ્ગુરુના ચરણોમાં વિનયપૂર્વક સૂત્ર અર્થ ગ્રહણ કરવા તે વાચના. ૨) સંદેહ દૂર કરવા વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા તે પૃચ્છના.
૩) મનમાં આગમ તતત્ત્વોનું અનુચિંતન કરવું તે અનુપ્રેક્ષા.
૪) સૂત્રપાઠનું શુદ્ધિકરણપૂર્વક ઉચ્ચારણ કરવું તે આમ્નાય.
૫) ઉક્ત ચાર પ્રકારના નિશ્ચલ નિ:સંદેહ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો લાભ બીજાને પણ આપે અર્થાત્ ધર્મોપદેશ અને ધર્મકથા દ્વારા શાસનની ઉન્નતિ ને ધર્મવૃદ્ધિ કરે તે પાંચ પ્રકારના સ્વાધ્યાય તપ. સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ કહ્યું છે.
૫. ધ્યાન : શાસ્ત્રકાર પરમર્ષિઓએ ૪૮ પ્રકારના ધ્યાન બતાવ્યા છે, જેને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય, જેમાં ધર્મધ્યાન અને શુકલધ્યાન આદરવા યોગ્ય છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન ત્યાગવા યોગ્ય છે.
આમ ધ્યાન એ ઉત્કૃષ્ટ આંતરતપ ક્રિયારૂપ છે. મહાન શ્રુતધર આચાર્ય હરિભદ્રસૂરિશ્વરજી કહે છે કે, સેંકડો ભવમાં ઉપાર્જન કરેલા અનંત કર્મોના વનને બાળી નાખવા માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે.
૬. કાયોત્સર્ગ (દેહાધ્યાસનો ત્યાગ) - વ્યુત્સર્ગ ઃ
અહંકાર અને મમકારરૂપ સંકલ્પનો ત્યાગ કરવો એ વ્યુત્સર્ગ નામનું તપ છે. શરીર અને આહારમાંથી મન અને વચનની પ્રવૃત્તિઓને હઠાવીને આધ્યાત્મિક વિચારોમાં એકાગ્રતાથી ચિત્તનો નિરોધ કરવો એટલે કે કાયાનો બુમાં કરીને ધ્યાનપૂર્વક એક ને એક દિવસ, એક પધાડિયું, એક મહિનો અથવા વધુ સમય સુધી સ્થિર રહેવું એટલે વ્યુત્સર્ગ નામનું તપ કરવું. જૈન ધર્મના આ બાર તપમાં વૈજ્ઞાનિકતા ભરેલી છે અને આ તપસાધના કર્મ નિર્જરાનું ઉત્કૃષ્ટ સાધન છે.
૪૧
000000000000000000000000000000
ગુણસ્થાનક
સમ્યક્ પુરુષાર્થ દ્વારા જીવ ઘોર અજ્ઞાનાવસ્થામાંથી નીકળીને સ્વવિકાસની ઉચ્ચત્તમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જીવને નિકૃષ્ટ સ્થિતિ પૂર્ણ અવસ્થાને પહોંચવા માટે અનેક ક્રમિક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. આત્મવિકાસના આ વિવિધ તબક્કાઓને જૈનધર્મ ગુણસ્થાનક એવું નામ આપે છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ, ચૈતન્યપૂર્ણ આનંદ અને જ્ઞાનમય છે, પરંતુ જ્યાં સુધી રાગદ્વેષાદિ કર્મોના તીવ્ર આવરણ રૂપ ઘન વાદળોની ઘટા છવાયેલી હોય છે ત્યાં સુધી તેનું મૂળ સ્વરૂપ દેખાતું નથી, પરંતુ આ આવરણો ક્રમશઃ શિથિલ થાય, ક્ષીણ થાય ત્યારે તેનું અસલ સ્વરૂપ પ્રગટ થાય છે.
જ્યારે આવરણોની તીવ્રતા અથવા અત્યંત સઘનતા હોય ત્યારે આત્મા પ્રાથમિક અવસ્થામાં પડયો રહે છે અને જ્યારે આવરણ સંપૂર્ણ નાશ પામી જાય છે ત્યારે આત્મા વિકાસની ચરમ અવસ્થામાં અર્થાત્ પૂર્ણ શુદ્ધ રૂપમાં સ્થિર થઈ જાય છે. જેમ જેમ આવરણોની તીવ્રતા ઓછી થતી જાય છે તેમ તેમ આત્મા પણ પૂર્વ-પૂર્વની અવસ્થાઓ છોડીને ધીમે ધીમે શુદ્ધ સ્વરૂપ પામતો પામતો ચરમ અવસ્થા તરફ પ્રગતિ કરતો જાય છે. આ બે અવસ્થાઓની વચ્ચે અનેક ઊંચી, નીચી, ચઢતી, ઊતરતી અવસ્થાઓનો અનુભવ કરવો પડે છે.
આત્માના ક્રમિક વિકાસના ૧૪ તબક્કાઓને શાસ્ત્રકાર પરમર્ષિઓએ ગુણસ્થાનક (ગુણઠાણા) નામ આપ્યું છે. (૧) મિથ્યાત્વગુણસ્થાન (૨) સાસ્વાદન (૩) સમ્યક્ મિથ્યાત્વદષ્ટિ (મિશ્ર)(૪) અવિરતિ સમ્યક્ત્વ (૫) દેશવિરતિ (૬) પ્રમતવિરતિ (૭) અપ્રમતવિરતિ (૮) અપૂર્વકરણ (૯) નિવૃત્તિબાદર (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત માહ (૧૨) ક્ષીણ મોહ (૧૩) સયોગીકેવળી (૧૪) અયોગીકેવળી.
આ ગુણસ્થાનકો જીવના અધ્યાત્મ વિકાસના આરોહ-અવરોહની પારાશીશી છે. જીવ મિથ્યાત્વદષ્ટિમાંથી નીકળી સમ્યક્દષ્ટિને પ્રાપ્ત કરી અધ્યાત્મ વિકાસની ભૂમિકામાં શૈલેષીકરણ (દેહી ચૈતન્યની વિશ્વચૈતન્ય સમીપ પહોંચવાની ક્ષણ) સુધી
૪૨
Page #21
--------------------------------------------------------------------------
________________
આગળ વધે તે મોક્ષ માર્ગના ચૌદ પગથિયાંના માર્ગને આત્મવિકાસ માટે સમજવો કલ્યાણકારી છે.
| જૈન ધર્મનું અર્થશાસ્ત્ર !
અને ન્યાયસંપન્ન ૧ભવ ! આપણને પ્રશ્ન થાય કે ધર્મ અને અર્થશાસ્ત્રને શું સંબંધ ? મોક્ષપ્રધાન સંસ્કૃતિની વિશિષ્ટ વિચારધારા એ જૈનદર્શનની દેન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સંસ્કૃતિના ચાર પાયા ગણાવ્યા. અર્થ અને કામની પ્રવૃત્તિમાં ધર્મ અભિપ્રેત હોય તો મોક્ષમાર્ગ મળ્યા વિના રહેતો નથી.
આધુનિક અર્થશાસ્ત્રનો ભૌતિક્યાદના આધારે વિકાસ થયો છે. અર્થશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતોમાં કેન્દ્રસ્થાને ‘અર્થ’ છે. જ્યારે ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં કેન્દ્રસ્થાને માનવી અને માનવતાનો દષ્ટિકોણ રહેલો છે.
ભગવાન મહાવીરના પરિગ્રહ પરિમાણ, ઇચ્છાપરિમાણ, ન્યાયસંપન્ન વૈભવ જેવા વિચારોને આચરણમાં મૂકીએ તો આજનું અર્થશાસ્ત્ર અહિંસા અને શાંતિનું અર્થશાસ્ત્ર બની રહે.
ભગવાન મહાવીરે કહ્યું, ‘અસંવિભાગી ન હુ તસ્સ મોખો’ - જે માણસ અર્થ (નાણા)નું વિભાજન કરતો નથી, વિસર્જન કરતો નથી તે મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતો.
જૈન ધર્મ પરિગ્રહમાં કટ્ટરમાલિકી ભાવ અને આસક્તિ છોડવાનું કહ્યું છે. અર્થોપાર્જનની આધુનિક વિચારધારા આ પ્રવૃત્તિને વ્યક્તિના લાભાર્જનના સંદર્ભે મૂલવે છે. જેમાં કોઈ લાભ નથી એ વ્યવહારનું અર્થશાસ્ત્રની દષ્ટિએ કોઈ મૂલ્ય નથી. સામેની વ્યક્તિની સ્થિતિ, પ્રકૃતિ, સમય, સ્થળ, પ્રવૃત્તિનો હેતુ કે પરિસ્થિતિની ઉપેક્ષા કરવામાં આવે છે. ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં આ બધાં જ પાસાંઓ મૈત્રી, વિવેક અને કરુણા બુદ્ધિની ભાવના સાથે અભિપ્રેત છે.
હિંસાત્મક સાધનો, કર્માદાનના મહાઆરંભ-સમારંભવાળા ધંધા અનીતિ, કપટ, અન્યને નુકસાન પહોંચે તેવા અશુદ્ધ સાધનોના ઉપયોગ દ્વારા મેળવેલ સંપત્તિ એ ન્યાયસંપન્ન વૈભવ નથી.
૪૩
અર્થનું - સંપત્તિનું અર્જન-ઉપાર્જન, સંગ્રહ, રક્ષણ અને વ્યય ચતુષ્ટયી સંતાપનું કારણ તો જ ન બને જો એ સર્જનમાં સાધનશુદ્ધિના વિચાર-આચાર અભિપ્રેત હોય.
અહીં ગમે તે રીતે નફો ગાંઠે કરી લેવાની વાત નથી હોતી. ધર્મ-નીતિ અને અધ્યાત્મનું અર્થશાસ્ત્ર નિરાળું છે.
! વિજ્ઞાન, મનોવિજ્ઞાન,
| આરોગ્યશાસ્ત્ર અને પર્યાવરણ જૈન ધર્મ વૈજ્ઞાનિક છે. ભગવાન મહાવીર પરમ વૈજ્ઞાનિક પુરુષ હતા.
માનવીના બૌદ્ધિક વિકાસ અને માનસિક વિકાસથી આગળ જઈ જૈન ધર્મ ભાવનાત્મક વિકાસ પર લક્ષ્ય આપે છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, ભય, ધૃણા, વાસના આ વિકારો દૂર થશે તો ભાવની શુદ્ધિ થશે જે માનવીની પવિત્રતા અને આરોગ્યનું રહસ્યસૂત્ર છે.
જેનો તપને કર્મનિર્જરાના સાધનરૂપે જ ગણે છે. જૈન ધર્મના બાહ્યતા જેવા કે ઉપવાસ, ઉણોદરી કે આયંબિલ આરોગ્ય માટે પણ ઉત્તમ છે. ઉપવાસ દરમ્યાન ભોજન ન લેવાથી સમગ્ર પાચનતંત્રને પાચનક્રિયાના કાર્યમાં ખંડસમયની મુક્તિ મળવાથી પાચનતંત્રમાં શુદ્ધિકાર્ય આરંભાય છે અને આખા શરીરમાં સ્વશુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે. શરીરમાં કોઈ જગ્યાએ વિષદ્રવ્યોનો જમાવ થયેલો હોય તો ઉપવાસ દરમ્યાન તે ઓટોલિસિસની પ્રક્રિયા દ્વારા વિસર્જિત થવા માંડે છે. તેમનામાં રહેલા ઉપયોગી ભાગ શરીરના મહત્ત્વના અંગો હૃદય, મગજ વગેરેને પોષણ આપવાના કામમાં આવે છે. ઝેર શરીરમાંથી બહાર ફેંકાય છે. ગાંઠો અને ઓછી ઉપયોગી પેશીઓનું વિસર્જન થાય. શરીર નિર્મળ અને નીરોગી બને છે.
ધ્યાન, કાર્યોત્સર્ગ શિથિલીકરણથી માનસિક રોગો મટે છે અને નિર્ણયશક્તિ વધે છે. લોગ્ગસ્સ અજાગૃત મનની શક્તિઓને જાગૃત કરી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચવામાં મદદ કરે છે.
જૈન ધર્મના અનુષ્ઠાનોમાં કરવામાં આવતાં આસનો, મુદ્રાઓ, આત્માના શુદ્ધિકરણ અને ગ્રંથિઓના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી છે.
૪૪
Page #22
--------------------------------------------------------------------------
________________
0.0.0.0.0◊0◊0‹00000000000000000
નમોણ ઇચ્છામિ ખમાસમણો અને ચત્તારિમંગલ બોલતી વખતે મુદ્રા આસન, ખામણાં બોલતી વખતે થતી મુદ્રા અને આસનમાં એક્યુપ્રેસરની ક્રિયાઓ સહજ રીતે થઈ જાય છે.
દંડાયતિક આસન, ઉત્તાશયન આસન, અવમશયન આસન, ગૌદૌહિકા આસન ધ્યાન અને નિર્જરામાં સહાયક છે. સાથેસાથે અંતઃસ્રાવી ગ્રંથિના સંતુલન અને રૂધિરાભિસરણ માટે પણ ઉપકારી છે.
વંદનાની ક્રિયામાં શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને યોગવિજ્ઞાનના પરિબળો કાર્યરત હોય છે.
આધુનિક મનોવિજ્ઞાનના નિરીક્ષણ પ્રમાણે કોઈ પણ વ્યક્તિની ચિત્તની એકગ્રતા સામાન્ય સંજોગોમાં ૪૮ મિનિટથી વધુ રહી શકે નહીં. જૈન ધર્મના ગણધર ભગવંતોએ સામાયિકની અવિધ બે ઘડી એટલે કે ૪૮ મિનિટની રાખી છે.
કંદમૂળમાં અનંતા જીવો રહેલા છે તે વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું છે, પરંતુ જૈન ધર્મના પૂર્વાચાર્યોએ વર્ષો પહેલાં કહેલું કે કંદમૂળમાં અનંતા જીવો હોવાથી તે અભક્ષ્ય છે.
જૈનશાસ્ત્રનું જીવવિજ્ઞાન, અજીવનું જ્ઞાન, ભૂગોળ, ખગોળ, કાળ, લોકાલોક અને ગણિતમાં વિશ્વના અદ્ભુત રહસ્યો અભિપ્રેત છે.
જૈનો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની હિંસા કે વિરાધના કરવા નિષેધ કરે છે. પાણીનો વેડફાટ ન કરવો. પાણી, વનસ્પતિ, અગ્નિ, વાયુ કે પૃથ્વીના સૂક્ષ્મ જીવોની પણ વિરાધના ન કરવી, તે નિયમો પર્યાવરણનું સંતુલન રાખવામાં સહાય કરનારા છે.
જૈન ધર્મમાં મૃત્યુશ્ચિંતન સંથારો-સંલેખના
---
જૈનદર્શન મૃત્યુને સમાધિમરણને સંદર્ભે મૂલવે છે. સંથારો એટલે ‘સંલેખના’ ‘“સમ્યક્કાય કષાય લેખના' ઇતિ સંલેખના કાયાને અને કષાયોને કૃષ કરવા, પાતળા પાડવા એટલે સંલેખના સંથારાનો સરળ અર્થ - મૃત્યુ માટેની તૈયારી અંગે લેવાતું વ્રત, ગુરુ મહારાજની અનુમતિથી કે દૈવી સંકેતથી ડૉક્ટરોના અભિપ્રાયથી
૪૫
:
000000000000000000000000000000
સ્વેચ્છાએ દેહ છોડવાનું જે વ્રત લેવામાં આવે છે તેને આપણે સંથારો કહીએ છીએ. તે આત્મહત્યા નથી પરંતુ તેમાં બાહ્ય-આત્યંતર તપ સાથે સમાધિમરણની પવિત્ર ભાવના અભિપ્રેત છે.
| આઠ કર્મ-નવ તત્ત્વ, છ દ્રવ્ય
અને આત્મા
આઠ કર્મ :
જૈન દર્શનમાં કર્મવાદ અદ્ભુત અને વિશિષ્ટ છે. કર્મનું ગણિત ચોક્કસ અને પારદર્શક છે.
કર્મસત્તાનું એક સુપર કૉમ્પ્યુટર છે જે જીવાત્માના સારા કે નરસા કર્મોનો હિસાબ રાખે છે અને આ અદશ્ય કૉમ્પ્યુટર સ્વયંસંચાલિત છે. આ કૉમ્પ્યુટર કર્મના હિસાબમાં કદી ભૂલ કરતું નથી.
વ્યક્તિને સારા કે નરસા કર્મનું ફળ અચૂક મળે છે. વ્યક્તિ દુષ્ટ કર્મ કરે તે ક્ષણે જ અચૂક તેની સજા નક્કી થઈ જાય છે. નિર્જરા થઈ શકે તેવું (નિધ્ધત) કર્મ હોય તો તેની સજામાં બાહ્યાજ્યંતર તપના પુરુષાર્થ દ્વારા સજામાં ફેરફાર થઈ શકે છે, પરંતુ કર્મ નિકાચિત હોય તો સજા અવશ્ય ભોગવવી જ પડે છે.
જૈનદર્શન માને છે કે કર્મફળનું વિશ્વવ્યાપી સ્વયં સંચાલિત ન્યાયતંત્ર અસ્તિત્વમાં છે જ. અહીં મનથી પણ ગુનો કરનાર દોષી ઠરે છે, કારણકે કર્મ કરનારનો સાક્ષી પોતાનો આત્મા સદાકાળ સાથે જ છે જેથી સાક્ષીની જરૂર નથી. સત્કર્મ કરનારને અચૂક તેના સત્કાર્યનું ફળ મળે જ છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને અશુભ યોગથી અને અઢાર પ્રકારના પાપ સ્થાનક દ્વારા આઠ પ્રકારના કર્મોથી આત્મા બંધાય છે.
૧) જ્ઞાનાવરણ ઃ આ કર્મ આત્માના જ્ઞાનગુણને આવરે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ બન્ને જ્ઞાનને આવરે છે. તેથી આત્મામાં અજ્ઞાનતા, બુદ્ધિહીનતા આદિ
દેખાય છે.
૨) દર્શનાવરણ : ચક્ષુદર્શન આદિ આત્માની દર્શનશક્તિને, આત્માના દર્શનગુણને આવરે છે. દર્શનશક્તિને આવરનારી પાંચ પ્રકારની નિંદ્રાનો પણ આમાં સમાવેશ થાય છે.
૪૬
Page #23
--------------------------------------------------------------------------
________________
000000000000000000000000000000
૩) વેદનીય : સુખાનુભવ અને દુ:ખાનુભવ આ બે કામ આ કર્મનાં છે. આત્માના સહજ સ્વભાવિક સુખનો અનુભવ આ કર્મ કરવા દેતું નથી.
૪) મોહનીય ઃ જેનાથી જીવ મોહિત થાય તે મોહનીય ! અવળી સમજ અને ક્રોધ-માન-માયા-લોભ તે આ કર્મની દેન છે. ‘હાસ્યાદિ’ની વિકૃતિ પણ આ જ
કર્મની ભેટ છે. આઠે કર્મોમાં આ કર્મની જાલિમતા-પ્રબળતા ગજબની છે.
૫) આયુષ્ય : આ કર્મને કારણે જીવ જીવે છે. પ્રાણ ધારણ કરે છે. જન્મ અને તે આ કર્મનું ફળ છે. મૃત્યુ
૬) નામ : જીવને જાતિ (એકેન્દ્રીયાદિ) આપવી, સૂક્ષ્મત્વ, સ્થૂલત્વ, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય, રૂપ, રસાદિ વગેરે આપવાનું કામ આ કર્મનું છે. સમગ્ર શરીરરચના આ કર્મને આભારી છે. આત્માના અરૂપીપણા વગેરેને આ કર્મ
આવરે છે.
૭) ગોત્ર : ઉત્તમ કુળની, ઉત્તમ જાતિની પ્રાપ્તિ, પ્રતિભા અને ઐશ્વર્ય આ કર્મ આપે છે. તેવી જ રીતે નીચ કુળ-જાતિ આ જ કર્મ આપે છે. આત્માના ‘અગુરુલઘુ’ ગુણને આ કર્મ આવરે છે. ઉચ્ચતા અને નીચતા આ કર્મ અનુસાર
પ્રાપ્ત થાય છે.
૮) અન્તરાય : આ કર્મ, સામે લાયક પાત્ર હોય અને આપવાની વસ્તુ પાસે હોય, છતાં આપવાનો ભાવ જાગવા ન દે! તેવી જ રીતે ઇચ્છિત સુખોની પ્રાપ્તિ ન થવા દે. પ્રાપ્ત થયેલા સુખો ભોગવવા ન દે. આત્માની અનંત શક્તિને આ કર્મ આવરે છે.
નવતત્ત્વઃ -
આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે મુમુક્ષુ આત્માઓ એ ‘નવતત્ત્વો’ને જાણવા જોઈએ અને એ તત્ત્વોનું ચિંતન-મનન કરવું જોઈએ. જૈન ધર્મના આ મૂળભૂત તત્ત્વો છે. બધાં શાસ્ત્રો, ગ્રંથો અને આગમમાં આ મૂળ તત્ત્વોનો
વિસ્તાર છે.
૧. જીવ : આયુષ્ય કર્મને યોગે જે જીવે છે અને જીવશે તેને જીવ કહેવાય. જે પ્રાણો (બળ, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ)ના આધારે જીવ્યા છે, જીવે અને જીવશે તેને જીવ કહેવાય. પાંચ ઇન્દ્રિય બળ પ્રાણ, ત્રણ યોગબળપ્રાણ,
૪૭
0000000000000100000000000000000
આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ ‘દ્રવ્યપ્રાણ’ કહેવાય. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ સુખ અને વીર્ય એ ‘ભાવપ્રાણ’ કહેવાય.
૨. અજીવ : જેને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ન હોય તેને અજીવ કહેવાય. ૩. પુણ્ય : જેનો ઉદય શુભ હોય તેવી ૪૨ કર્મ પ્રકૃતિ.
૪. પાપ ઃ જેનો ઉદય અશુભ હોય તેવી ૮૨ કર્મ પ્રકૃતિ.
૫. આશ્રવ : શુભ અને અશુભ કર્મ ગ્રહણ કરવાના હેતુઓ.
૬. સંવર : આશ્રવનો નિરોધ, આત્મા તરફ આવતા કર્મ પ્રવાહને અટકાવવો.
૭. નિર્જરાઃ પૂર્વબદ્ધ કર્મોનો તપશ્ચર્યાથી કે ભોગવટાથી નાશ.
૮. બંધ : કર્મ પુદ્ગલો સાથે જીવ પ્રદેશનો એકાત્મ સંબંધ.
૯. મોક્ષ ઃ સર્વ કર્મોનો નાશ અને આત્માનું આત્મામાં અવસ્થાન.
:
આઠે કર્મથી મુક્ત બનેલા મુક્તાત્માઓ સિદ્ધ બને જે લોકના અગ્રભાગે સિદ્ધશિલા છે તે મોક્ષમાં બિરાજે છે.
છ દ્રવ્ય ઃ
૧) જીવાસ્તિકાય : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનાં લક્ષણ છે.
ન
૨) ધર્માસ્તિકાય : ગતિ સહાયક દ્રવ્ય છે. માછલીમાં તળાવમાં તરવાની શક્તિ છે, પણ જો તળાવમાં પાણી ન હોય તો તરીકે શકે નહીં, તેમ જીવ અને જડ પદાર્થોને ગતિ કરવામાં એક પદાર્થની જરૂર છે જેનું નામ ધર્માસ્તિકાય છે. તે પદાર્થ ચૌદ રાજલોકમાં ફેલાઈને રહેલ છે. તેની બહાર જતો નથી. જ્યારે બધા જ કર્મો ખપાવીને જીવ સીધો ઉપર જાય ત્યારે મોક્ષમાં અટકી જાય છે પણ લોકની બહાર અલોક્માં જઈ શકતો નથી. અલોકમાં જવાની શક્તિ તો જીવમાં છે, પરંતુ ત્યાં જવા માટે ગતિ કરવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ચૌદ રાજલોકની બહાર અલોકમાં નથી.
૩) અધર્માસ્તિકાય : જીવ અને જડ પદાર્થોને સ્થિર થવામાં સહાય કરનાર પદાર્થને અધર્માસ્તિકાય કહે છે.
૪) આકાશાસ્તિકાય : ગતિઅને સ્થિતિવાળા દ્રવ્યોને ધર્માસ્તિકાય ગતિ
૪૮
Page #24
--------------------------------------------------------------------------
________________
કરવામાં સહાય કરે છે. અધમસ્તિકાય સ્થિરતા કરવામાં સહાય કરે છે અને આકાશાસ્તિકાય અવકાશ આપનાર છે.
૫) પુદ્ગલાસ્તિકાય : વર્ણ, રસ, ગંધ અને સ્પર્શવાળા રૂપી પદાર્થને પગલાસ્તિકાય કહેવાય. પુદ્ર એટલે પૂરણ અને ગલ એટલે ગલન. જેમાં વધારોઘટાડો થતો હોય તે પુદ્ગલ કહેવાય. સડન (સડવું) પડન (પડવું) અને વિધ્વંસન (નાશ પામવું) તે પુલનો સ્વભાવ કહેવાય.
૬) કાળ : જે પરિવર્તન કરે તે કાળ, નવાને જન કરે તે કાળ. ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ કાળ અનન્ત છે. ભૂતકાળ અનંત વીત્યો છે અને ભવિષ્યકાળ અનંત ઊભો છે. વર્તમાન કાળ તો એક સમયનો જ હોય છે, જે કાળનું સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપ છે. વર્તમાન તેનો ગુણ છે. હમણાં જે ચાલી રહ્યો છે તે એક સમયરૂપ કાળને નિશ્ચયકાળ કહેવાય. જ્યારે કલાક, દિવસ, રાત્રિ, વર્ષ, ભૂતકાળ, ભવિષ્યકાળ વગેરે અનેક પ્રકારના કાળને વ્યવહાર કાળ કહેવાય.
આ છ દ્રવ્યોમાં 'કાળ' સિવાયના પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે, જેનું અસ્તિત્વ હોય અને જે પ્રદેશ સમૂહ રૂપે હોય તેને “અસ્તિકાય'ની સંજ્ઞા આપવામાં આવે છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય તે અરૂપી અને અખંડ છે, જ્યારે જીવાસ્તિકાય, પુલાસ્તિકાય અને કાળ આ ત્રણ દ્રવ્યો અનંત અનંત છે.
ભાવના (અપેક્ષા) .
- ૧) અનિત્ય ભાવના - શરીર, સગપણ નાશવંત છે. નિત્ય નથી તે સત્ય
સમજાય છે. • ૨) અશરણ ભાવના - જીવને શરણ આપનારું જ સ્થાયીપણું નથી. અશરણ
ભાવના માત્ર આત્મશરણ પ્રતિ જાગૃત થવાની પ્રેરણા આપે છે. • ૩) સંસાર ભાવના - સંસારની વિચિત્ર રચના, કર્મના પ્રકારો, મનોવિકારના
આર્વિભાવો ક્ષણેક્ષણે સ્વાર્થ-રાગદ્વેષની પરિણતિ જીવને કેમ થાય છે તેનું ચિંતન જીવને વીતરાગતા પ્રતિ દોરી જશે. ૪) એકત્વભાવના-જીવ એકલો આવ્યો છે અને એકલો જશે તે ભાવનું
ચિંતન. - ૫) અન્યત્વ ભાવના - પોતાના આત્મતત્વ સિવાય તમામ પોદ્ગલિક વસ્તુઓ
પર છે તેવું ચિંતન. • ૬) અશુચિ ભાવના - શરીરમાં હાડ-માંસ-રૂધિર, પરુ જેવી અશુચિ છે. માત્ર
ચૈતન્ય તત્વ જ પવિત્ર અને શુદ્ધ છે. - ૭) આશ્રવ ભાવના - આત્મા પર આવતા કર્મોના પ્રવાહને આશ્રવ કહે છે.
મિથ્યાત્વ, અવિરતિ, (અવ્રત), પ્રમાદ કષાય અને યોગ (મન,વચન અને કાયાના યોગ) દ્વારા આવતા કર્મપ્રવાહની સામે વ્રતની છત્રી ધરવાના
ચિંતનનો પુરુષાર્થ. • ૮) સંવર - કર્મના પ્રવાહને આવતા અટકાવવાનું ચિંતન, જાગૃતિ અને પુરૂષાર્થ. • ૯) નિર્જરા - બાહ્ય અને આત્યંતર તપ દ્વારા કર્મોનો ક્ષય કરવો. ૧૦) ધર્મભાવના - દાન-શીલ-તપ અને ભાવનું ધર્મભાવનામાં ચિંતન કરી આત્માને
નિર્મળ બનાવવા માટે ધર્મભાવના છે. ૧૧) લોકભાવના - ભવચક્રના પરિભ્રમણના અનિત્ય સુખદુ:ખનું ચિંતન. ૧૨) માનવદુર્લભ ભાવના- માનવભવમાં સાધના દ્વારા બોધિરત્નની પ્રાપ્તિ માટેનું
કર્મોના ભારથી ભારે બનેલ આત્માને શુદ્ધ અને હળવો બનાવવા માટે પૂર્વાચાર્યોએ આત્મશુદ્ધિની પદ્ધતિઓ બતાવી છે. સર્વપ્રથમ ભાવના પર ચિંતન ૫. કાર્તિકેયસ્વામીએ કરેલું. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીએ બાર ભાવના અને ચાર પરાભાવનાનું શાંતસુધારસરૂપે નિરૂપણ કર્યું છે.
ભાવના એટલે અનુપ્રેક્ષા-અંતરદષ્ટિ જોવાથી આંતરથક્ષ ખુલી જાય છે અને આંતરદર્શનથી અધ્યાત્મ માર્ગને નવી દિશા મળે છે.
વૈરાગ્યવર્ધક બાર ભાવનાઓ આ પ્રમાણે છે.
ચિંતન.
ભાવનાની ક્ષિતિજનો વિસ્તાર કરાવનારી ચાર પરા ભાવના :- ૧) મૈત્રી ભાવના - આ સૃષ્ટિના તમામ જીવો પ્રતિ મારે મૈત્રી છે. આમાં ક્ષમા ભાવ અભિપ્રેત છે.
- ૫૦
Page #25
--------------------------------------------------------------------------
________________
- ૨) પ્રમોદ ભાવના- ગુણવાનના ગુણ જોઈ આનંદ સાથે ગુણવાનની અનુમોદના
તથા પ્રશંસા કરવી. • ૩) કરુણા ભાવના - અન્યના દુઃખ પ્રતિ અનુકંપાસ બીજાના દુઃખ દૂર કરવા
ઉપાય કરવા. - ૪) માધ્યસ્થભાવ - જ્યાં પોતાની શિખામણ-અભિપ્રાય કે ભલામણ ન ચાલે
તેવા ત્રાસજનક કે હૃદયદ્રાવક પ્રસંગે અન્ય પ્રતિ સમતાસહ ઉપેક્ષા કે માધ્યસ્થભાવ.
જૈનાચાર્યોએ બતાવેલ આ સોળ ભાવનાઓ જીવનનો આંતરવૈભવ છે. અનુપ્રેક્ષા શુભમાંથી શુદ્ધ તરફ જવાની યાત્રા છે. આ ભાવનાઓ દ્વારા જીવ શાંતસુધારસનું પાન કરી જીવમાંથી શિવ બનવાના રાજ માર્ગ પ્રતિ જઈ શકે છે.
જિન ધર્મની વિશ્વને અણમોલ ભેટઃ ક્ષમાપના
કરવાનો આ પ્રસંગ છે. આપણી ભૂલોનો એકરાર કરી ક્ષમા માગવાનો અને બીજાની ભૂલોની દરકાર ન કરી ક્ષમા આપવાનો અવસર છે.
“અણમોલ છે એ કરૂણા, એ ભેઠ લો પિછાણી
હૈયું રડે તો મોતી, ને આંખ રડે તો પાણી’ ક્ષમાભાવ ગમે તેવા અપરાધીનું હૃદયપરિવર્તન કરાવે છે. ક્ષમા ક્રોધને જીતે છે. ક્ષમાપનામાં વિશ્વમૈત્રી અભિપ્રેત છે. મનને સમતારસના અમૃતકુંડમાં ઝબોળી દેવાથી જીવનમાં ક્ષમાની મહેક પ્રસરી જશે.
ક્ષમા ધર્મનું સૂત્રઃ ક્ષમા રાખો, ક્ષમા માગો અને ક્ષમા આપો. શરમાયા વિના ક્ષમા માગવી એ જેનોનું શૌર્ય છે.
છે જેનદષ્ટિએ લોકાલોક | લોકને ત્રણ વિભાગમાં વહેંચ્યો છે. ૧. ઉદ્ગલોક - ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવતાઓ. ૨. અધોલોકમાં નારકી અને ભવનપતિ દેવો અને ૩. તીરછલોકમાં મનુષ્ય તિર્યંચ આદિ જીવો રહે છે.
આપણે તીર્થાલોકમાં રહીએ છીએ. તેમાં અસંખ્યાતા વાણવ્યંતર અને જ્યોતિષી દેવો રહે છે તથા અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર છે તેમાં આવેલ જંબુદ્વીપમાં રહીએ છીએ. તેમાં ૧૫ કર્મભૂમિ આવેલ છે. ૫. ભરત ક્ષેત્ર, ૫ ઈરવત ક્ષેત્ર અને પ મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં અસિ-મસિ અને કૃષિની ક્રિયા કરનારા મનુષ્યો છે અને ત્યાં જ તીર્થંકરો ઉત્પન્ન થાય છે.
[ ક લેયા | કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા, એ અધર્મ લેસ્થામાં પ્રવૃત્તિ કરવાનું પરિણામ બતાવે છે અને તેનો પત્ર અને શુકલ લેશ્યા અધર્મમય નથી. તે આત્માને શુભ, શુભતર કે શુભતમ તેમ જ શુદ્ધ પરિણામનું આચરણ કરવાનું પરિણામ બતાવે છે.
- પર
જૈન ધર્મના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે સંવત્સરિક્ષમાપના પર્વ. આ દિવસે જૈનો સંવત્સરિ પ્રતિક્રમણ, આલોચના કરી સૃષ્ટિના તમામ જીવોને ખમાવે છે. તેમાં એ જેમની સાથે પૂર્વે વૈમનસ્ય થયું હોય તેની ક્ષમા માગી ક્ષમા આપી સામંજસ્યનું સર્જન કરે છે. બે હાથ જોડી ‘
મિચ્છામિ દુક્કડમ્' બોલીએ તે ક્રિયા થઈ પરંતુ એ ક્રિયામાં હૃદયના સાચા ભાવ ભળે તો જ એ સાચી ભાવ ક્ષમાપના બને છે.
મૂકીને જીતવાની કલા એટલે ક્ષમાપના. ક્ષમાપના એટલે કાળજામાંથી કટુતા, કષાય અને કડવાશ કાઢી નાખવાની યુક્તિ. ક્ષમાપના એટલે પશ્ચાત્તાપના, ભાવક્ષમાપના એટલે ક્રોધ, અહંકાર આદિના ભારથી આત્માને મુક્ત કરવાની ક્રિયા. ક્ષમાભાવ, વેર-ઝેર, અબોલા છોડાવી પૂર્વગ્રહોથી મુક્ત કરાવી, વિસંવાદી જીવનમાં સંવાદ રચે છે. આપણા દોષોનો અને બીજાને આપેલી પીડા-દુઃખોનો પશ્ચાત્તાપ
૫૧
Page #26
--------------------------------------------------------------------------
________________
0000000000000100000000000000000
સંજ્ઞા
આત્મા અને કર્મનો અનાદિ સંબંધ છે. જૈન ધર્મમાં દર્શાવેલ આઠ કર્મોમાં મોહનીય કર્મ સૌથી વધુ પ્રબળ છે. આત્મા પર તેનો મોટો પ્રભાવ છે. સાત કર્મો તો આત્માના મૂળ ગુણો અને મૂળ સ્વરૂપને માત્ર આવૃત્ત કરે છે. જ્યારે મોહનીય કર્મ આત્માના મૂળ ગુણસ્વરૂપને વિકૃત કરે છે. આ કર્મોને કારણે જીવાત્મામાં વિવિધ મનોવૃત્તિઓ જન્મે છે તેને જૈન પરિભાષામાં “સંજ્ઞા” કહે છે.
સંજ્ઞા એટલે વૃત્તિ, સંજ્ઞા એટલે મૂર્છા, સંજ્ઞા એટલે આસક્તિ. આધુનિક મનોવિજ્ઞાન તેને સહજ સ્વાભાવિક મનોવૃત્તિઓના નામે ઓળખે છે. તેને જૈનદર્શને સંજ્ઞાનું નામ આપ્યું છે. આવી દસ સંજ્ઞાઓ છે.
• ૧) ખાવાની વૃત્તિ અને વિચાર એ આહારસંજ્ઞા.
૨) ડરની લાગણી અને વિચાર એ ભયસંજ્ઞા.
• ૩) જાતીયવૃત્તિ અને વિચાર એ મૈથુનસંજ્ઞા.
♦ ૪) માલિકી હક્ક, મારાપણાની વૃત્તિ - વિચાર, મમતા અને આક્તિ એ પરિગ્રહસંજ્ઞા.
૫) ગુસ્સાની વૃત્તિ અને વિચાર એ ક્રોધસંજ્ઞા.
૦૬) અહંકારની વૃત્તિ અને વિચાર એ માનસંજ્ઞા.
♦ ૭) કપટની વૃત્તિ અને વિચાર એ માયાસંજ્ઞા.
♦ ૮) લાલચ લુબ્ધતા, ભેગું કરવાની વૃત્તિ અને વિચાર એ લોભસંજ્ઞા.
♦ ૯) ગાડરિયા પ્રવાહ જેમ ગતાનુગતિક અનુકરણીય વૃત્તિ અને વિચાર એ ઓઘસંજ્ઞા.
૧૦) રૂઢિવાદ હેઠળ લૌકિક માન્યતાને વળગી રહેવાની વૃત્તિ અને વિચાર એ લોકસંજ્ઞા.
જૈનદર્શનનું અંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્રમાં કહ્યું છે કે નારકી (નર્કમાં વસતા) ને ભયસંજ્ઞા, દેવોમાં પરિગ્રહ સંજ્ઞા, તિર્યંચ (પશુ-પંખી)માં આહાર સંજ્ઞા અને મનુષ્યગતિમાં મૈથુન સંજ્ઞાની અધિકતા જોવામાં આવે છે.
૫૩
0000000000000100000000000000000
તપ, આહારમાં નિયમન અને સાત્વિક આહારથી આહારસંજ્ઞા પાતળી પડે, અન્ય જીવો ભય ન પામે તેવું વર્તન નિર્ભય બનાવે, તપ, સત્સંગ અને સાદો સાત્વિક આહાર મૈથુન સંજ્ઞા પાતળી પાડે, દાન અને ત્યાગની ભાવના પરિગ્રહ સંજ્ઞા પાતળી પાડે છે.
પરિષહ અને ઉપસર્ગ :- ‘પરિહ’ અને ‘ઉપસર્ગ’ જૈન પારિભાષિક શબ્દો છે, તે અનેક સ્થળે વપરાયેલ જોવા મળે છે. જે સારી રીતે સહી શકાય એમ છે અથવા જે સારી રીતે સહન કરી લેવા જોઈએ તે પરિષહ. જૈન સાધુ-સાધ્વીઓ પરિષહ સહન કરે છે. તત્ત્વાર્થ સૂત્રમાં પરિષહની વ્યાખ્યા આપી છે. સંયમ માર્ગમાંથી ચલિત ન થવાને માટે તથા કર્મોની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય
છે તેને પરિષહ કહેવામાં આવ છે. જૈન શાસ્ત્રોમાં બાવીસ પ્રકારના પરિષહ ગણવામાં આવ્યા છે. ૧) ક્ષુધા, ૨) પિપાસા, ૩) શીત, ૪) ઉષ્ણ, ૫) દંશ, ૬) અચેલ, ૭) અરિત, ૮) સ્ત્રી, ૯) ચર્યા, ૧૦) નૈષિધિક્રી, ૧૧) શૈયા, ૧૨) આક્રોષ, ૧૩)વધ, ૧૪) યાચના, ૧૫) અલાભ, ૧૬) રોગ, ૧૭) તૃણસ્પર્શ, ૧૮) મલ, ૧૯) સત્કાર, ૨૦) પ્રજ્ઞા, ૨૧) અજ્ઞાન, ૨૨) દર્શન.
પરિષહમાં બીજી રીતે બે પ્રકાર બને છે. ૧. અનુકૂળ પરિષહ. ૨. પ્રતિકૂળ પરિષહ.
આવી પડેલું ભયંકર કષ્ટ. ક્યારેક એ કષ્ટ મારણાન્તિક પણ હોય, એટલે મૃત્યુમાં પરિણમનારું હોય છે. જેના વડે જીવ પીડા વગેરે સાથે સંબંધવાળો થાય છે. તેને ઉપસર્ગ કહે છે અથવા જે પાસે આવે છે અને પીડિત કરે છે, કષ્ટનું ઉપાર્જન કરે છે તે ઉપસર્ગ છે. દેવતાકૃત, મનુષ્યકૃત અને તિર્યંચકૃત એમ ત્રણ પ્રકારે ઉપસર્ગ છે. શારીરિક કષ્ટવાળા ઉપસર્ગો તે બાહ્ય છે. આત્મસંવેદનીય પ્રકારના આત્યંતર ઉપસર્ગો કહેવાય.
ભગવાન મહાવીરે સાધુઓને અને સાધક આત્માઓને પરિપહ અને ઉપસર્ગ બન્ને સમતાભાવે સહન કરી લેવાનો બોધ આપ્યો છે. પરિષહ સામાન્ય રીતે સહી શકાય તેવા હોય. ઉપસર્ગ વધુ ભયંકર હોય. ઉપસર્ગમાં કર્મક્ષયના વધુ અવકાશ હોય. કેટલાક પરિષહ તીવ્ર બનતા ઉપસર્ગમાં પરિણમે છે.
પ્રભાવના :- ઉપાશ્રય-દેરાસરોમાં વ્યાખ્યાન, પૂજા કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે એમાં ભાગ લેનાર કે ઉપસ્થિત રહેનાર સૌ કોઈને પતાસા, સાકર, શ્રીફળ,
૫
Page #27
--------------------------------------------------------------------------
________________
લાડુ, રોકડ નાણું, વાસણ કે ઉપકરણ ભેટ તરીકે આપવામાં આવે. તે ઉપરાંત તપશ્ચર્યા, જાપ કે અન્ય ધાર્મિક પ્રસંગે ઘરે કે ધર્મસ્થાનકોમાં જે ભેટ કે લાણી આપવામાં આવે તે માટે જૈનોમાં પ્રભાવના’ શબ્દ પ્રચલિત છે. ધર્મનો પ્રભાવ જેનાથી વધે, ધર્મ પ્રત્યે આકર્ષણ થાય તેવી વહેંચાતી વસ્તુ માટે 'પ્રભાવના' શબ્દ સ્થૂલ અર્થમાં રૂઢ થઈ ગયો છે.
સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય રૂપી રત્નત્રયના પ્રભાવથી આત્માને પ્રકાશમાન કરવો તેનું નામ નિશ્ચય પ્રભાવના છે. જૈન ધર્મના દરેક કાર્યમાં કે અનુષ્ઠાનોમાં ભાવનાનું જ વધુ મહત્ત્વ છે. ભાવના કરતાં સ્થૂલ પ્રભાવનાનું મહત્ત્વ વધારે નથી, તેની સમજણ, જાગૃતિ અને વિવેક જરૂરી છે.
સર્પાકત અને આત્મા સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે શ્રદ્ધાને સમક્તિ કહેવાય. જે રાગદ્વેષથી પર છે તે વીતરાગી છે તે સુદેવ. જે પોતે સંસાર સાગરથી તરે અને અન્યને તરવાની સાચી સમજણ આપે તે સુગુરુ. જેનું આચરણ અહિંસા પ્રધાન અને વીતરાગી થવા પ્રેરતું હોય તે સુધર્મ છે.
રત્નત્રયી : જિનતત્વ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણને જ્ઞાનીઓએ મોક્ષ માર્ગનાં સાધન ગણ્યાં છે.
સમ્યક જ્ઞાન : જિનોત્તતત્ત્વો પરની શ્રદ્ધા આત્મતત્વ પરની શ્રદ્ધા પ્રગટે તે જીવમાં, સમ્યકત્વ પ્રગટયું કહેવાય અને આ તત્ત્વો પર અશ્રદ્ધા તે મિથ્યાત્વ કહેવાય. સમ્યકત્વ જીવનું જ્ઞાન જ સમ્યકજ્ઞાન કહેવાય.
સમ્યક ચરિત્ર : રાગદ્વેષ આદિ વિકારોનો અભાવ સાધી સમભાવ કેળવવો અર્થાત જીવનગત વૈષમ્યના કારણોને દૂર કરવાનો વિવેકપૂર્વ પુરુષાર્થ તે સમ્ય ચારિત્ર.
સમ્યક દર્શન : તત્ત્વના સ્વરૂપ સહિત જીવ આદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન કહે છે. સમક્તિના લક્ષણ: સમ : સમાનભાવ. ધૂળ અને સોનું સમાન ગણે છે. સંવેગ : મોક્ષપ્રાપ્તિની તાલાવેલી. નિર્વેદ : સંસાર પ્રત્યે ઉદાસીનતા. ઉદાસીનતા આવે ત્યારે વેદરહિત થવાય. વેદ-ઇચ્છા (વિષય-વાસનાની)
આસ્થા : શ્રદ્ધા. અનુકંપા : કરુણા, દયા.
આત્મા : જૈનધર્મ એ આત્મદર્શન છે. અહીં સર્વ ક્રિયાઓ આત્મલક્ષી છે. છ પદ દ્વારા આત્માની વાત કરી છે. આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે. કરેલ કર્મ ભોગવનાર ભોક્તા છે. કર્મમુક્તિથી આત્માનો મોક્ષ પણ થાય છે અને મોક્ષ મેળવવાનો ઉપાય સુધર્મ બતાવેલ છે. આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે અને તે અનંત વીર્યનો ધારક છે. દરેક ભવિ આત્મા પરમાત્મા થવાની લાયકાત ધરાવે છે.
શ્રાવકના મનોરથ : શ્રાવક-શ્રાવિકા એવી ભાવના ભાવે કે ક્યારે હું આરંભ પરિગ્રહ ઓછો કરી શ્રાવકના બારવ્રતનું પાલન કરતો સંસારત્યાગ કરી સાધુજીના પંચમહાવ્રતનું પાલન કર્યું અને એ કરતાં કરતાં મને સમાધિમરણ પંડિત મરણ મળે.
કપાય : કમ્ + આ = કષાય. કર્યું એટલે સંસાર. આય-આવવું. વૃદ્ધિ, જેના કારણે સંસારની વૃદ્ધિ થાય તે કષાય. આત્મગુણોને હરનાર મુખ્ય ચાર કષાયો છે. ક્રોધ, માન, માયા અને લોભ.
૧૪ સ્વપ્ન : તીર્થંકરના ગર્ભપ્રવેશ વખતે તેની માતાને આવતાં. સિંહ, હાથી, ધ્વજ વગેરે ચૌદ સ્વપ્નો તીર્થંકરના વિશિષ્ટ ગુણોનો સંકેત આપે છે. અમંગલ : સ્વસ્તિક, કળશ, મીનયુગલ વિગેરે આઠને મંગલ પ્રતીકો ગણ્યાં છે.
સામૈંક ભરત, સહાય, સ્વામીવાત્સલ્ય પૂર્વાચાર્યોએ સાધર્મિકોને સહાય કરવાનું શ્રાવકોના કર્તવ્યોમાંનુ એક કર્તવ્ય ગણાવ્યું છે. મારા સહધર્મી વ્યક્તિને વૈદકીય (મેડિકલ), શિક્ષણ, રોજગારીમાં સહાય કરવી તે કર્તવ્ય છે. વળી સાધર્મિકોને ધર્મ પમાડવામાં, પવિત્ર તીર્થોની ક્ષેત્રપર્શના, તીર્થયાત્રા કરાવવી તે પણ સાધર્મિક ભક્તિનો એક પવિત્ર પ્રકાર છે.
દીક્ષા મહોત્સવ, પ્રતિષ્ઠા, સંવત્સરી પછીના દિવસોમાં અને એવા પ્રસંગોમાં સ્વામીવાત્સલ્ય સંઘજમણ યોજવામાં આવે છે જેથી સાધર્મિકો સાથે મળે છે અને સંઘભાવના પ્રબળ બને છે. જિનશાળા, જેન શિક્ષણ અને જૈન સાહિત્ય સંશોધન સંસ્થા
જૈન ધર્મમાં બાળકો, યુવાનો, સાધકો અને જિજ્ઞાસુઓને જૈનશિક્ષણ આપવા માટે જે નશાળાઓ અને વિવિધ પ્રાંત ભાષા અને ફિરકાઓ દ્વારા પોતાની
પપ
૫૬
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈનશિક્ષણ સંસ્થાઓ, શિક્ષણ બોર્ડ ચલાવવામાં આવે છે.
કેટલીક યુનિવર્સિટીઓ, કૉલેજ અને સંસ્થાઓ દ્વારા જૈનોલૉજીના સર્ટિફિકેટ, ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીમાં જૈનોલૉજીમાં M.A. અને Ph.D.ના અભ્યાસ કરવાની પણ વ્યવસ્થા છે.
સામાન્ય રીતે જૈનશાળાઓ ઉપાશ્રય, દેરાસરના સંઘો, ટ્રસ્ટો અને અન્ય સંસ્થા દ્વારા ચલાવાય છે. વિદેશોમાં પણ જૈન સેંટર્સ પોતાના બાળકો માટે જૈન શિક્ષણની વ્યવસ્થા કરે છે.
‘લૅક ઍન્ડ લર્ન’ અને ‘મેજિક ટચ' જેવી જૈનશિક્ષણની વિશિષ્ટ સંસ્થાઓ પણ શિક્ષણનું સુંદર કાર્ય કરી રહી છે.
વિશ્વભારતી લાડનું જૈન યુનિવર્સિટી, આરા, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ, જૈનોલૉજી (મુંબઈ યુનિ.), જૈનોલૉજી (ચેન્નઈ), શિવાજી યુનિ. ઑફ જૈન ચેર (કોલ્હાપુર), એમ.એમ. જૈન ચેર યુનિ ઑફ પૂણે, જૈનોલૉજી સોમૈયા કૉલેજ, પ્રાણગુર જૈન રિસર્ચ સેન્ટર-ઘાટકોપર (મુંબઈ) અનેકાંત રિસર્ચ સેંટર (બાહુબલી), એલ.ડી. ઇન્સ્ટિ. (અમદાવાદ), ભોગીલાલ એલ. ઇન્સ્ટિ. (દિલ્હી), મહાવીર અધ્યયન કેન્દ્ર-કોબા, ટોડરમલ સ્મારક ટ્રસ્ટ (જયપુર), અનેકાંત ભારતીઅમદાવાદ, કુંદકુંદ વિદ્યાપીઠ (ઈન્દોર), વિરાયલમ-પૂણે, ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટ (જૈન આગમ મિશન) ઘાટકોપર-મુંબઈ વગેરે સંસ્થાઓ જૈનસાહિત્ય સંશોધનનું કાર્ય કરે છે.
I વિદેશમાં જેન હસ્તપ્રતો અને ગ્રંથો ! વિદેશમાં વિદ્વાનો અને તેમાંય ખાસ કરીને યુરોપિયન સ્કોલર્સ જેવા કે જી. બહલર, હરમન જેકોબી, સી. બેન્ડાલ, એફ.એલ. પૂલે, ડબલ્યુ શુબીંગ, એલ. આસડો અને બીજા કેટલાક વિદ્વાનોએ જૈન હસ્તપ્રત અને અન્ય સાહિત્ય સંશોધનમાં રસ લીધો તેના કારણે ભારતમાંથી કેટલીક હસ્તપ્રતો ને અમૂલ્ય અલભ્ય ગ્રંથો જર્મની, ઓસ્ટ્રીયા, ઈટલી, ફ્રાંસ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ગલ્ફના દેશોમાં ગયા.
મુખ્યત્વે ધી બ્રિટિશ લાયબ્રેરી, ધી બ્રિટિશ મ્યુઝિયમ, ધી વિક્ટોરિયા ઍન્ડ
આલ્બર્ટ મ્યુઝિયમ, ધી વેલકમ ટ્રસ્ટ, ઓક્ષફર્ડ યુનિવર્સિટી લાયબ્રેરી, કેમ્બ્રીજ યુનિ. લાયબ્રેરી, રોયલ એશિયાટીક સોસાયટી, ઈટાલીની લોરેન્સ યુનિવર્સિટી, સ્ટેન્સગર્ભ યુનિવર્સિટી, બાઈબલિયો હેડ નેશનલ ડી ફ્રાન્સ (પેરિસ), વિયેના યુનિવર્સિટી, બર્લિન, રશિયા, યુનાઈટેડ સ્ટેટ ઑફ અમેરિકામાં જૈન હસ્તપ્રતો અને ગ્રંથો છે.
વિદેશમાં જૈન પ્રતિમાઓ ઉત્કૃષ્ટ કક્ષાની શિલ્પકૃતિઓવાળી જૈન પ્રતિમાઓ અત્યારે વિદેશમાં છે.
ઈસુના બીજા સૈકાથી માંડીને પંદરમી સદીમાં બનેલી વિવિધ જૈન મૂર્તિઓ જેમાં તીર્થંકર પરમાત્મા, શાસનદેવ, શાસનદેવીઓ અને પક્ષની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.
ભારતના વિવિધ પ્રાંતોમાંથી ગયેલી આ પ્રતિમાઓ હાલ વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ-લંડન, બ્રિટિશ મ્યુઝિયમ-લંડન, મ્યુઝિયમ પેરિસ, રીચબર્ગ ઝયુરીચ નેશનલ મ્યુઝિયમ ઓક્ષફર્ડ, દીન્જાપુર મ્યુઝિયમ-બંગલાદેશ, વી. રીસર્ચ મ્યુઝિયમ રાજાશાહી-બંગલાદેશ, મ્યુઝિયમ ઑફ ફાઈન આર્ટ્સ-બોસ્ટન (અમેરિકા), ક્લેરેલૅન્ડ મ્યુઝિયમ ઑફ આર્ટ્સ (અમેરિકા).
ડેનવર આર્ટ મ્યુઝિયમ (અમેરિકા), વિલિયમ રોકહીલ ગેલેરી ઑફ આર્ટ્સ (કન્સાસ) અમેરિકા, ડેક્કન મ્યુઝિયમ (બાંગલાદેશ), સિટી આર્ટ્સ ઑફ અમેરિકા (શિકાગો).
જૈન ધર્મના પરિપ્રેક્ષ્યમાં
j જીવકથા અને શાહાર સહ-અસ્તિત્વનો સિદ્ધાંત જૈન ધર્મનો પાયો છે. જીવો અને જીવવા દો, અહિંસા, કરુણા અને દયાનો ધર્મના અવિભાજ્ય અંગરૂપે સ્વીકાર થયો છે.
જૈન ધર્મમાં ગાયો અને ગૌવંશની જાળવણીને પ્રથમથી જ મહત્ત્વ આપવામાં આવેલ. ભગવાન મહાવીરના શ્રાવકો આનંદ, કામદેવ, ચૂલની પિતા-ચુલણિ શતક, કુંડકૌલિક-સુરાદેવ-મહાશતક વિ. પાસે મોટી સંખ્યામાં ગોફલો હતા. ગૌરક્ષા માટે
પ૮
......
પ૭
Page #29
--------------------------------------------------------------------------
________________
000000000000000000000000000000
પૂ. વિજયસેન, પૂ. હરિવિજયજી, પૂ. શાંતિદાસમુનિ જાણીતા હતા. જીવદયાના ક્ષેત્રે કુમારપાળ રાજા અને પૂ. હેમચંદ્રાચાર્યનું કાર્ય અનન્ય હતું.
ગૌરક્ષા-પશુરક્ષા પાંજરાપોળના ક્ષેત્રે જૈનોનું મોટું યોગદાન છે. પશુચિકિત્સાલયો, પાંજરાપોળની જમીનના મહત્તમ ઉપયોગ દ્વારા તેને પગભર બનાવવી, નીરણ કેન્દ્રો, ચરિયાણોને ગૌચરના રક્ષણનું કાર્ય, ગૌ પેદાશો અંગે સંશોધન કેન્દ્રો, કૂતરાને રોટલો, કબૂતરને ચણ, પક્ષીઓનાં સારવાર કેન્દ્રો, કૂતરાને સરકારી ઈલેક્ટ્રોકટીંગ કેન્દ્રમાં જતા બચાવી વસ્તીનિયંત્રણ ઑપરેશન કરાવવાનું કાર્ય જૈનો જીવદયા દ્વારા કરે છે.
રાસાયણિક ખાતરને બદલે સેન્દ્રિય ખાતર દ્વારા સજીવ ખેતીની જૈનો હિમાયત કરે છે. જીવદયાને માત્ર જૈનોની કુળદેવી ન ગણતા માનવધર્મના મંદિરમાં જીવદયાની પ્રતિષ્ઠા કરતાં વિશ્વમૈત્રીના દર્શન થશે.
માનવો માટે માંસાહાર સુસંગત નથી. માનવશરીરની રચના બતાવે છે કે તે શાકાહારી પ્રાણી છે.
અસદ્ આહારના પરિણામે દેહસ્થ સપ્તધાતુ અને અંતસ્રાવી ગ્રંથિઓમાં રાસાયણિક પરિવર્તન થાય છે. તેનાથી શારીરિક અને માનસિક વિપરીત અસરો થાય છે અને તેનાં કારણે મનમાં વિકૃતિ પેસે છે. મનનું ચાંચલ્ય, ચિત્તવિકાર કષાય આદિ ભાવો જેવા કે ક્રોધ, ઇર્ષા, પ્રકોપ, તીવ્ર લાલસા, નિદ્રા-પ્રેમ વગેરે વિકૃતિતી મનુષ્ય બહારથી અને અંતરમનથી ખળભળી ઉઠે છે. માંસાહરથી કુદરતી સંપત્તિનો વ્યય થાય છે અને પર્યાવરણનું અસંતુલન થાય છે. પૃથ્વી પર કંપનો, સુનામી જેવાં તોફાનો થવાની શક્યતા હિંસા અને કતલથી વધે છે.
શાકાહારનો વિચાર અને આચાર માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ લોહીની નદીઓ બંધ કરવા માટે છે. ક્રૂરતાને બદલે વાત્સલ્ય પ્રેમ અને કરુણાના સંસ્કાર માટે છે. વ્યક્તિગત કુટુંબ જીવન અને રાષ્ટ્રની સુખશાંતિ માટે છે. વર્તમાન જીવન સમાધિમય બનાવવાને અને પરલૌકિક હિત માટે છે.
શાકાહાર અને જૈનાહારમાં પણ જૈનો કાંદા-બટાટા, ગાજર, મૂળા જેવા પદાર્થોને અભક્ષ્ય ગણે છે. જીવનશૈલીની સાત્વિકતા અને જીવદયાને કારણે
પદ
000000000000000000000000000000
અનંતકાયયુક્ત અભક્ષ્યનો આહાર જૈનો કદી કરતા નથી. ભારતભરમાં જૈનો હજારો ગૌશાળા, પાંજરાપોળ અને પશુકલ્યાણ કેન્દ્રો ચલાવી જીવદયાનું જતન કરે છે.
દેશ-વિદેશમાં જૈન સંગઠનો અને જૈનોનું ચોગડાન
દેશના વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે જૈનોનું અનેરું યોગદાન છે. વિદેશમાં પણ સમૃદ્ધ
જૈનો પોતાના વેપાર-ધંધા ચલાવે છે. દેશમાં કર-વેરા ભરવામાં જૈનો અગ્રેસર છે. ભારતની કેટલીય સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, તબીબી (મેડિકલ) સંસ્થાઓમાં જૈનોનું મોટું યોગદાન છે. હૉસ્પિટલ્સ, કૉલેજ અને સ્કૂલો, ટાઉન હૉલ, ધર્મશાળા વગેરેની સ્થાપના કરવામાં જૈનોએ પોતાના દાનનો પ્રવાહ સતત્ વહાવ્યો છે. પ્રાંત, ભાષા અને ધર્મનો ભેદભાવ રાખ્યા વિના સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રમાં જૈનોની સખાવતો છે. મોટા ભાગની જીવદયા સંસ્થાઓ પાંજરાપોળ અને ગૌશાળા જૈનોના આર્થિક અનુદાનથી નભે છે. જ્યારે જ્યારે દેશ પર રાષ્ટ્રીય આફત, સાર્વભૌમત્વ અને સંરક્ષણનો બઘ્ન, ધરતીકંપ, પૂર, દુરાય, (અતિવૃષ્ટિ-અનાવૃિષ્ટિ કે વાવાઝોડું જેવી કુદરતી આફતો વખતે દેશ અને વિદેશમાં વસતા જૈનોનું ઉત્કૃષ્ટ યોગદાન હોય છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાપ ધરાવતી જૈન સોશ્યલ ગ્રુપ અને જૈન જાગૃતિ સેન્ટર્સ જૈનોની અગ્રણી સામાજિક સંસ્થા ગણાય. શ્વેતાંબર અને દિગંબરોની કૉન્ફરન્સ અને જૈન મહાસંઘો, ઉપાશ્રય, ધર્મસ્થાનકો અને દેરાસરને લગતાં ધાર્મિક સંગઠનો છે. આણંદજી કલ્યાણની પેઢી જેવી સંસ્થાઓ, તીર્થોના વહીવટ કરતી સંસ્થાઓ છે. આ ઉપરાંત તીર્થ સંરક્ષણ સમિતિઓ અને સાધુ સંરક્ષણ સમિતિઓ, તીર્થોના રક્ષણ, સાધુ-સાધ્વીઓના દીક્ષા વગેરેનું નિયમન કરે છે. દરેક જૈન સંઘો પોતાના બાળકોને ધાર્મિક સંસ્કાર આપવા માટે પાઠશાળા, જૈનશાળા ચલાવે છે. ભારત અને વિદેશમાં પાક્ષિક, માસિક, દ્વિમાસિક, વિવિધ ભાષામાં ૩૫૦થી વધુ જૈન ધર્મના સામયિક કે મુખપત્ર નિયમિત પ્રગટ થાય છે.
ફ્રિકા, જ્ઞાતિ, પ્રાંત, ગચ્છ અને સંપ્રદાયને ધોરણે દેશ-વિદેશમાં હજારો જૈન સંસ્થાઓ છે.
૬૦
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન યુવક સંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ, ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિ, દિલ્હીમાં જૈનોના દરેક ફિરકાના સભ્યો હોય છે. વીરાયતન (રાજગૃહી) શાંતિ નિકેતન સાધના કેન્દ્ર (તીથલ) ડીવાઈન નોલેજ સોસાયટી (મુંબઈ) જેવી સંસ્થાઓ દેશ-વિદેશમાં જૈન ધર્મનો પ્રચાર અને વ્યસનમુક્તિ, શાકાહાર વગેરેનું સુંદર કાર્ય કરે છે. વીરાયતન જેવી સંસ્થાઓ તો હૉસ્પિટલ્સ અને સ્કૂલો પણ ચલાવે છે. મુનિસંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ પણ માનવકલ્યાણની પ્રવૃત્તિઓ ચલાવે છે. અ. ભા. છે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ મુંબઈમાં કાર્યરત છે.
જૈનોની કેટલીય સંસ્થાઓ ચઉવિહાર હાઉસ, સસ્તા દરના સાત્વિક ભોજન માટેની ભોજનાલયો, હાઉસિંગ કૉલોનીઓ, ક્લિનિકો, સેનિટોરિયમ (આરોગ્યધામ) વગેરે કાર્યો કરે છે. કેટલીય સંસ્થાઓ, સગપણ માહિતી કેન્દ્રો, સમૂહલગ્નો અને કેટલીય વિશિષ્ટ સામાજિક સેવાઓ કરે છે.
જીતો-જૈન ઇન્ટરનેશલ ટ્રેડ ઓર્ગેનિઝેશન અનેક વિવિધલક્ષી પ્રવૃત્તિ કરે છે. તેની “શ્રમણ આરોગ્યમ્” સંતોની તબીબી સેવાનું કાર્ય કરે છે. શિક્ષણ, રોજગારી, વેપારવૃદ્ધિ અને સાહિત્યના કાર્યો કરે છે.
જીઓ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગે) શ્રાવક આરોગ્યમ્ સહિત વિવિધ સેવાકાર્યો કરે છે. - પૂ. આત્મારામજી મ.સા.ની પ્રેરણાથી ૧૮૯૩માં વીરચંદ રાઘવજી ગાંધી વિશ્વધર્મ પરિષદમાં અમેરિકા ગયા અને તેમણે વિદેશમાં પ્રથમ જૈન ધર્મ પ્રચારના દ્વાર ખોલ્યાં.
વિદેશમાં પણ જૈન સંગઠનો જિનાલયો, સ્વાધ્યાય કેન્દ્રો અને સામાજિક સેવાઓનાં કાર્યો કરે છે. જૈન ઇન્ટરનેશનલ મેર્ડટેશન સેંટર (અમેરિકા).
વણિક નવનાત એસોસિયેશન (લંડન), ફેડરેશન ઑફ જૈન એસોસિયેશન ઇન નોર્થ અમેરિકા (જેના), ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલોજી (યુ.કે.), જૈન એસોસિયેશન એન્ટવર્પ બેલ્જિયમ, સિંગાપોર જૈન રિલીજીયસ સોસાયટી, જૈન એસોસિયેશન ઑફ હોંગકોંગ અને નેપાલ આ બધી વિદેશની સંસ્થાઓ અને અનેક ભારતીય જૈન સંસ્થાઓના સંગઠન માટે તાજેરમાં વર્લ્ડ જૈન કૉર્પોરેશન નામની વૈશ્વિક સ્તરે જૈનોની સંગઠન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.
| જિનશાસન - પરિવાર જૈન ધર્મ પાળતા તમામ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ (ચતુર્વિધ સંઘ) મહાવીરનાં સંતાન છે. આચાર, પ્રાંત, ભાષા અને વ્યવસ્થાને કારણે તેઓ અલગ અલગ સંપ્રદાય, ગચ્છ કે ફ્રિકામાં વહેંચાયેલાં છે.
વર્તમાન સમયમાં જૈનોની વસતી અંદાજે કુલ એક કરોડ કરતાં વધુ થવા જાય છે, જેનો વસવાટ સમગ્ર ભારત અને વિદેશોમાં સર્વત્ર થયેલો જોવા મળે છે. પંચમહાવ્રતનું પાલન કરનાર જૈન સાધુઓ સમગ્ર ભારતભરમાં વિહાર કરે છે. દરિયાપારના દેશોમાં, તેરાપંથી સમણ-સમણી, દિગમ્બર, વિદ્વાનો-પંડિતો, વિધિકારો, શ્રાવક-શ્રાવિકાઓ જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરે છે અને અમુક જગ્યાએ જૈન મંદિરો થયેલા જોવાય છે.
પૂ. દેવચંદ્રજીસ્વામી અને પાર્ધચંદ્રજીસ્વામીને અનુસરતો વર્ગ ખતરગચ્છ અને પાર્શ્વગચ્છ રૂપે પ્રસિદ્ધ છે. મૂર્તિપૂજક સંપ્રદાયના આ. બુદ્ધિસાગરસૂરિ શાસનસમ્રાટ આ.નેમિસૂરિશ્વરજી, પંજાબ કેસરી આત્મારામજી મ.સા., પૂ. વિજયવલ્લભસૂરિ, આગમોધ્ધારક આ. આનંદસાગર સૂરિશ્વરજી, આચાર્ય રાજેન્દ્ર સૂરિશ્વરજી (તીનયુઈ) વિગેરે મહાન આચાર્યો થઈ ગયા.
પૂ. અમોલક દ્રષિજી, આ.પૂ આનંદ પિજી, આ. પૂ. દેવેન્દ્ર મ.સા., આ પૂ. હસ્તિમલજી, આ.પૂ જવાહરલાલજી, આ.પૂ. નાનાલાલજી, આ પૂ. જીતમલજી, આ.પૂ. સમર્થમલજી, પૂ. શાસીલાલજી, પૂ. ધર્મસિંહજી સ્વામી, પૂ. ડુંગરસિંહજી, પૂ. અજરામરજી, પૂ. તપસ્વી માણેકચંદ્રજી, સૌરાષ્ટ્ર કે સરી પ્રાણલાલજી મહારાજ, પૂ. પૂ. જ શાજી મ.સા., પૂ. પુરુષોત્તમજી, પૂ. રત્નચંદ્રજી, પૂ. ઈશ્વરલાલજી, પૂ. ચંપકમુનિ, પૂ. માણેકચંદજી, પૂ. જયમલજી મ.સા, જેવા અનેક મહાન સંતો સ્થાનકવાસી સંપ્રદાયમાં થઈ ગયા. આ. ભિક્ષુ કાલગણી અને આ. તુલસી, આ. મહાપ્રજ્ઞ જેવા મહાન સંતો તેરાપંથ સંપ્રદાયમાં થઈ ગયા.
આચાર્ય સમંતભદ્ર, આચાર્ય જિતસેન, આ. રવિસેન, આ. દેવસેન, આ. વિદ્યાનંદી, આ. શાંતિસાગરજી જેવા મહાન સંતો દિગંબર પરંપરામાં થઈ ગયા.
આમ, ભારતમાં અનેક સાધ્વીજીઓ અને સાધુજીઓ વિચરણ કરી રહેલ છે. શારીરિક સ્વાસ્ય અને અવસ્થાને કારણે કેટલાંક મહારાજ-મહાસતીજીઓ અનુકૂળતા મુજબ ધર્મસ્થાનકોમાં સ્થિરવાસ કરી ધર્મસાધના કરી રહેલ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
! સમગ્ર જન સંપહાથીના પથ ગ ણપતિ :
.વર્તમાન આચાર્યની સંક્ષિપ્ત થાકી...? ક્રમ, સંખ્યા, ગચ્છાધિપતિ આચાર્યોના નામ અને
સંપ્રદાય, ગચ્છાધિપતિ સ્થાનકવાસી સ. ૧.ગચ્છા. શ્રી ગિરીશચન્દ્ર મ.સા. - ગોંડલ સં. | ૫.ગચ્છા. આચાર્ય શ્રી ભાલચન્દ્રજી મ.સા. - અજરામર ૨.ગચ્છા. શ્રી પ્રકાશચંદ્રજી મ.સા., દજ્ઞાનગચ્છ | ૬.ગચ્છા. શ્રી અમીચંદજી મ. સા., બોટાદ સંપ્રદાય ૩.ગચ્છા. શ્રી ઉત્તમમુનિ મ.સ., સમર્થ ગચ્છા ૭.ગચ્છા. શ્રી સરદારમુનિજી મ.સા., બરવાળા સંપ્રદાય ૪.ગચ્છા. શ્રી પ્રકાશચન્દ્રજી મ.સા., ગુર મદન
શ્વેતાંબર મૂર્તિપૂજક ગચ્છાધિપતિ આચાર્ય આચાર્ય ગચ્છા. આચાર્ય પુપાલર્રીજી, રામચન્દ્રસૂરી સહિત ૨૩ આચાર્યો
આચાર્ય પદ
શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયના આચાર્યો ૧.આચાર્ય શ્રી શિવમુનિજી મ.સા., શ્રમણ સંઘ | ૭.આચાર્ય શ્રી જ્ઞાનચંદ્રજીન મ.સા., અરિહંતમાગ ૨.આચાર્ય શ્રી હીરાચંદ્રજી મ.સા., રત્ન સંઘ | ૮.આચાર્ય શ્રી સુદર્શનલાલજી મ.સા., નાનક સંપ્રદાય ૩.આચાર્ય શ્રી રામલાલજી મ.સા., સાધુમાર્ગી | ૯.આચાર્ય શ્રી અભયમુનિજી મ.સા., હંસગામીલાલજી ૪.આચાર્ય શ્રી વિજયરાવજી મ.સા., શાંતિ ક્રાંતિ | ૧૦આચાર્ય શ્રી વિરેન્દ્રનિજી મ.સા., દરિયાપુરી ૫.આચાર્ય શ્રી શુભચન્દ્રજી મ.સા. જયમલ સંપ્રદાય | ૧૧.આચાર્ય શ્રી સૂરિજી મ.સા., કચ્છ નાની ૫. ૬.આચાર્ય શ્રી સુભદ્રમુનિજી મ.સા. માયારામજી | ૧૨.આચાર્ય શ્રી નવીન ઋષિજી મ.સા., ખંભાત
આચાર્ય શ્રી સિદ્ધિસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી અરવિન્દસૂરીજી મ.સા. સહિત ૭ આચાર્યો
આચાર્ય શ્રી નીતિસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી અનંતભદ્રસૂરીજી મ.સા. સહિત ૬ આચાર્યો
પન્યાસ શ્રીધર્મ વિ. મ. ડેહલા સંપ્રદાય આચાર્ય શ્રી યશોભદ્રસૂરીજી મ.સા. સહિત ૭ આચાર્ય
આચાર્ય શ્રી ભક્તિસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી હેમચન્દ્રસચરીજી મ.સા. સહિત ૬ આચાર્યો
આચાર્ય શ્રી લબ્ધિસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી અમરસેનસૂરીજી મ.સા. સહિત ૧૪ આચાર્યો
આચાર્ય શ્રી કેશરસૂરીજી સંપ્રદાય ગચ્છાધિપતિ આચાર્ય (૧) એક જ આચાર્ય
આચાર્ય શ્રી ધર્મસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી કનકરત્નસૂરીજી મ.સા. સહિત ૮ આચાર્ય
આચાર્ય શ્રી શાંતિચન્દ્રસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી રાજશેખરસૂરીજી મ.સા. સહિત ૨ આચાર્યો
આચાર્ય શ્રી વલ્લભસૂરીજી સંપ્રદાય (૧) આચાર્ય શ્રી ધર્મધુરંધરસૂરીજી મ.સા. ૧ અચાર્ય
ત્રિસ્ત ગચ્છ સંપ્રદાય (૧) ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જયંતસેનસૂરીજી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજી સંપ્રદાય (૨) આચાર્ય શ્રી જિનચન્દ્રસૂરીજી મ.સા. સહિત ૨ આચાર્ય આચાર્ય શ્રી શાંતિચન્દ્રસૂરીજી સંપ્રદાય (૩).
આચાર્ય શ્રી સોમસુન્દરસૂરીજી મ.સા.
આચાર્ય શ્રી હિમાચલસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી રવિશેખરસૂરીજી મ.સા. - એક (૧) આચાર્ય
આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સંપ્રદાય આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરજી મ.સા. સહિત ૭ આચાર્યો
આચાર્ય મનિશ્રી મોહનલાલજી સંપ્રદાય આચાર્ય શ્રી સુયશમુનિજી મ.સા. સહિત ૩ આચાર્ય
ત્રિસ્તુતિક સંપ્રદાય (૩) આચાર્ય શ્રી ભીખેન્દ્રશેખજીસૂરીજી મ.સા. એક (૧) આચાર્ય
શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના પૂજ્ય આચાર્ય
આચાર્ય રામચન્દ્રસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી લલિતશેખરસૂરીજી મ.સા., સહિત ૪૪ આચાર્યો
આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. સહિત ૨૩ આચાર્યો
શ્રી આનંદસાગરસૂરિશ્વરજી સંપ્રદાય, આચાર્ય શ્રી નંદવર્ધનસૂરીશ્વરજી મ.સા., પાલિતાણા સહિત ૨૬ આચાર્યો આચાર્ય શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મ.સા. - સંપ્રદાય વાગડ આચાર્ય શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ. સા. સહિત ૯ આચાર્યો
આચાર્ય શ્રી નેમીસૂરીજી સંપ્રદાય આચાર્ય શ્રી નયપદ્રસૂરીજી મ.સા. સહિત ૨૯ આચાર્યો
Page #32
--------------------------------------------------------------------------
________________ અચલગચ્છ સંપ્રદાય (વિધિ પક્ષ)| આચાર્ય શ્રી અમૃતસૂરીજી સંપ્રદાય તપસ્વી આચાર્ય ગુણોદયસાગર મ.સા. | આચાર્ય શ્રી હેમેન્દ્રસૂરીજી મ.સા., એક (1) આચાર્ય આચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરીજી મ.સા.| અન્ય સંપ્રદાય બે (2) આચાર્ય | આચાર્ય શ્રી આનંદધનસૂરીજી મ.સા. સહિત બે (2) ખાત્તરગચ્છ સંપ્રદાય. આચાર્યો આચાર્ય શ્રી કૈલાસસાગરજી મ.સા. શ્વેતાંબર તેરાપંથ સંપ્રદાયના આચાર્ય નાકોડાજી એક (1) આચાર્ય આચાર્ય શ્રી મહાશ્રમણ છે. તેરાપંથ - દિલ્હી એક આચાર્ય શ્રી મોહજીતવિજયજી (1) આચાર્ય - સંપ્રદાય દિગંબર સંપ્રદાના આચાર્ય આચાર્ય શ્રી યુગભૂષણસૂરીજી મ.સા., | આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ, વિદિસા સહિત 84 અહમદાબાદ એક (1) આચાર્ય | આચાર્યો. ( સૌજન્ય - સંસ્કારસાગર પત્રિકા, સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ 2014) વર્તમાન સ્થાનકવાસી સાધુ-સાધ્વીજી સંપ્રદાય | કુલ | કુલ | કુલ | કુલ આચાર્યો ચાતુર્માસ મુનિરાજ સતીજીઓ | 1. શ્રમણ સંઘ 1 1 346 | 265 | 1011 | 1276 2. સ્વતંત્ર 8 | 317 | 288 | 053 | 1441 3. બૃહદ્ગુ જરાત| 4 | 345 | 130 | 1085 | 1215. લિ ... .. 13 | 1008. | 683 3249 | 3932 ગુણવંત બરવાળિયનાં પુસ્તકો નું સર્જન તથા સંપાદન ) ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ, ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પોરસધામ સંઘ -ઘાટકોપર, પ્રાણગુરુ જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઈન્સ્ટિટ્યૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. * હૃદયસદેશ * પ્રીત-ગુંજન * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * અમૃતધારા * સમરસેન વપરસેન કથા - સંકલ્પ સિદ્ધિના સોપાન Glimpsis of world Religion * Introduction to Jainisim . Commentray on non-violence * Kamdhenu (wish cow) * Glorry of detechment Stil * ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના * ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા * જ્ઞાનધારા (ભાગ 1 થી 12) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ). * કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા * જૈનધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા ભીમાસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધકે. * અધ્યાત્મનિષ્ટ સંતબાલજી * આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * વીતરાગ વૈભવ આગમ દર્શન - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * વિધવાત્સલ્યનો સંકલ્પ * વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) * ઉરનિર્ઝર (કાવ્ય સંગ્રામ) * તપાધિરાજ વર્ષીતપ * દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) * ઉત્તમ શ્રાવકો * ભગવાન મહાવીર અને સંયમજીવન * મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) * Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. * જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા• શ્રી ઉવસગહર સ્તોત્ર : એક અધ્યયન * શ્રુતજ્ઞાનનાં અજવાળાં * શૈલેષી (આલોચના અને ઉપાસના) * જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો E-mail : gunvant.barvalia@gmail.com વર્તમાન સમગ્ર જૈન સંપ્રદાયનાં સાધુ-સાધ્વીજી | કુલ | કુલ | કુલ | કુલ | કુલ સંપ્રદાયના આચાર્ય ચાતુર્માસ મુનિરાજ | સાધ્વીજી | ઠાણા. શ્રે. મૂર્તિપૂજક | 222 | 1984 1 2050 7082 | 9132 છે. સ્થાનકવાસી 13 1008 683 3249. 3932 દિગંબર 85 | 293 | 743 | 732 | 1475. છે. તેરાપંથી | 1 | 118 | 168 | 557. - 725 કુલ ... ... ... | 313 | 3313 | 3644 111,620 | 15,264 વર્તમાનમાં સમગ્ર જૈન સમાજમાં કુલ 15264 સાધુ-સાધ્વીજીઓ વિદ્યમાન છે. આ પુસ્તિકામાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડં. 65 66